હજ્જ


ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી હજ્જ એક સ્તંભ છે. અલ્લાહની ફઝૅ ઇબાદતોમાં હજ્જ એક એવી ઈબાદત અને બંદગી છે જેને કરીને બંદાઓ પોતાના પૈદાકરવાવાળાઅલ્લાહ ને રાઝી કરવા માટે પોતાનું તન‌‌-મન અને ધન લગાવે છે. જેથી કરીને તેનો રબ તેનાથી ખુશ થઇ જાય.

 

અનુક્રમ્ણીકા

 

કુઍ।ન

અલ્લાહતાલા કુઍ।નમાં ફરમાવે છે કે,“નિ:શંક સફા અને મરવા અલ્લાહની નિશાનીઓ પૈકી છે. તેથી જે વ્યક્તિ બયતુલ્લાહ (અલ્લાહના ઘર કાબા) ની હજ્જ કે ઉમરાહ કરે તેના માટે આ બંન્ને ટેકરીઓ વચ્ચે સઇ કરવું (તેજ ગતિ થી દોડવું) કોઈ ગુનોહ નથી અને જે સ્વેચ્છાએ અને રુચિથી કોઈ ભલાઈનું કામ કરશે અલ્લાહ ને  તેની ખબર છે અને તે તેની કદર કરનાર છે. (બકરહ : ૧૫૮)

 

અને બીજી જગ્યાએ ફરમાવ્યું

અલ્લાહની પ્રસન્નતા માટે જ્યારે હજ્જ અને ઉમરાહ નો ઈરાદો કરો,તો તેને પુરો કરો,અને જો ક્યાંક ઘેરાઈ જાઓ તો જે કુરબાનીનું જાનવર ઉપલબ્ધ હોય,અલ્લાહની હજૂરમાં રજુ કરો. અને પોતાના માંથા ન મુંડાવો જ્યાં સુધી કુરબાની (નું જાનવર) પોતાના સ્થાને ન પહોંચી જાય. પરંતુ જે વ્યક્તિ બિમાર હોય અથવા જેના માથામાં કોઈ તકલીફ હોય અને એ કારણે પોતાનુ માથુ મુંડાવી લે,તો તે ફિદયા (બદલા) માં રોઝ।રાખે,અથવા દાન આપે અથવા કુરબાની કરે પછી જો તમને શાંતિ પ્રાપ્ત થાય (ને તમે હજ્જ પહેલા મક્કા પહોંચી જાવ) તો તમારા પૈકી જે વ્યક્તિ હજ્જનો સભ્ય થાય ત્યાં સુધી ઉમરાહનો લાભ ઉઠ।વે,તે પોતાની શક્તિ અનુસાર કુરબાની કરે. અને જો કુરબાની ન કરી શકતી હોય,તો ત્રણ રોઝ।હજ્જના સમયમાં અને સાત ઘરે પહોંચીને,એરીતે કુલ દસ રોઝ।રાખે,આ છુટ તે લોકો માટે છે જેમના ઘર પ્રતિષિઠ્ત મસ્જિદ (કાબા) ની નઝદીક ન હોય અલ્લાહના આ આદેશનો ભંગ કરવાથી બચો. અને સારી રીતે જાણી લો કે,અલ્લાહ સખત સઝ।આપનારા છે. હજ્જના મહિના સૌ જાણે છે,જે વ્યક્તિ આ ઠરાયેલા મહિનાઓમાં હજ્જનો ઈરાદો કરે તેણે સાવધાન રહેવું જોઈએ કે હજ્જના સમય દરમ્યાન તેનાથી કોઈ જાતિય ક્રુત્ય ,કોઈ દુશ્ક્રુત્ય અને કોઈ લડાઈ̶ઝઘડો ન થાય અને જે સદકાર્ય તમે કરશો ,તે અલ્લાહની જાણમાં હશે. હજ્જની મુસાફરી (યાત્રા) માટે ભાથુ સાથે લઇ જાવ,અને સૌથી સારુ ભાથુ પરહેઝગારી (અલ્લાહનો ડર અને સંયમ ) છે. પછી હે બુદ્ધિશાળીઓ અને સમજદારો ,મારી અવજ્ઞાથી બચો અને જો હજ્જના સાથે ̶સાથે તમે પોતાના હરામ (મુઝદલ્ફહ) પાસે થોભીને અલ્લાહનું સ્મરણ કરો. અને એવી રીતે સ્મરણ કરો,જે રીતે તેણે તમને આદેશ આપ્યો છે,નહીં તો આ અગાઉ તમે લોકો ભટકી ગયેલા હતાં.(બકરહ ˸૧૯૬ ̶૧૯૮)

 

બીજી જગ્યાએ અલ્લાહતાલા ફરમાવે છે

લોકો ઉપર અલ્લાહનો એ હક્ક છે જે આ ઘર સુધી પહોંચ્વાનું સામર્થ્ય ધરાવતો હોય તે આ ઘરની હજ્જ કરે,અને જો કોઈ આ આદેશનું પાલન કરવાનો ઈન્કાર કરે તો તેણે જાણી લેવું જોઈએ કે અલ્લાહ તમામ જગત નિવાસીઓથી બે નિયાઝ છે. (આલે ઈમરાન ̶૯૭)

 

એક બીજી જગ્યાએ ફરમાવ્યું

અને લોકોને હજ્જ માટે જાહેર ઘોષણા કરી દો કે તેઓ તમારા પાસે દરેક દુર ̶સુદુર ના સ્થળોએથી પગપાળા અને ઉંટો ઉપર સવાર થઈને આવે,જેથી તેઓ ફાય્દાઓ જુએ છે. અહિં એમના માટે રાખવામાં આવ્યા છે,અને કેટલાક નિશ્ચિત દિવસોમાં તે જાનવરો ઉપર અલ્લાહનું નામ લે જે તેણે તેમને આપ્યા છે,પોતે પણ ખાય અને ગરીબ મોહ્તાજને પણ આપે. પછી પોતાની અસ્વચ્છતાઓ અને ગંદકીને દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે. અને આ પ્રાચીન ઘરનો તવાફ કરે. (હજ્જ˸૨૭ ̶૨૯)

 

હદીષ

“અબ્દુલ્લાહ બિન ઉમર રાઝીયલ્લાહ અનહુ બયાન કરે છે કે,રસુલ સલ્લલાહુ અલયહી વસ્સલમ એ ફરમાવ્યું “ઈસ્લામના સ્તંભો પાંચ છે. (૧) ગવાહી આપવી કે અલ્લાહને છોડીને કોઈ પુજ્યને લાયક નથી અને મોહંમ્મદ પયગમ્બર સલ્લલાહુ અલયહી વસ્સલમ અલ્લાહના સાચ્ચા રસુલ છે. (૨) નમાઝપઢવી (૩) ઝકાત આપવી (૪) હજ્જ કરવી (૫) રમાઝ।નના રોઝા રાખવા    (સહીહ બુખારી ̶૮)

 

અબુહુરૈ રહન રાઝીયલ્લાહુ અન્હુ એ રસુલ સલ્લલાહુ અલયહી વસ્સલમ થી સવાલ કર્યો ?  કેવુ કામ સૌથી સારુ છે ?આપ રસુલ સલ્લલાહુ અલયહી વસ્સલમ એ જવાબ આપ્યો કે અલ્લાહ અને તેના રસુલ પર ઈમાન લાવવું. પુછવામાં આવ્યું ત્યાર પછી ?ફરમાવ્યું અલ્લાહના રસ્તામાં જેહાદ કરવું પુછવામાં આવ્યું ત્યાર પછી ?ફરમાવ્યું હજ્જે મબરુર કરવો.      (બુખારી ̶૧૫૧૯)

 

 હઝરતે આઈશા રાઝીઅલ્લાહુ અન્હા એ આપ રસુલ સ.અ.વ. ને સવાલ કર્યો સારામાં સારુ કામ જેહાદ છે તો અમે લોકો કેમ જેહાદ ન કરીએ ?આપ રસુલ સ.અ.વ. એ જવાબ આપ્યો સૌથી અફાઝલ જેહાદ હજ્જ છે. જે મબરુર થાય.    (સહીદ બુખારી ̶૧૫૨૦)

 

હજ્જ વાજીબ થવાની શર્તો

હજ્જ વાજીબ થવાની પાંચ શરતો છે જેનામાં એ પાંચ શરતો હશે તેના પર જ હજ્જ વાજીબ છે. તે પાંચ શરતો આ પ્રમાંણે છે.

(૧)ઈસ્લામ

(૨) બુલુગત

(૩) આઝ।દી

(૪) અકલ

(૫) ઈસ્તેતાઅત (તાકત)

 

(૧)  ઈસ્લામ:

સૌ ઈબાદતોમાં આ શરત લાગુ પડે છે. કારણ કે,કાફીરની ઈબાત દુરુસ્ત નથી. અલ્લાહતાલા ફરમાવે છે “ તેમના આપેલા માલ સ્વીકાર ન થવાનું કારણ એ સિવાય કંઈ નથી કે,આ લોકોએ અલ્લાહ અને તેના રસુલનો ઈન્કાર કર્યો છે. (તૌબા ˸૫૪) અને જ્યારે મઆઝ રઝીયલ્લાહુઅન્હુ ને જ્યારે આપ રસુલ સ.અ.વ.  એ યમન મોકલ્યા તો તેમને કહ્યું “ એ મઆઝ તમે અહલે કિતાબ (જેમને કિતાબ આપવામાં આવી) પાસે જઈ રહ્યા છો,ત્યાં જયને તેમને એક અલ્લાહની બંદગી તરફ બોલાવવા અને કહેજો કે હું તો અલ્લાહનો રસુલ છું. જો એ લોકો તારી આ વાત માની લે પછી તેમને કહેજે કે અલ્લાહ્તાલા રાત ̶દિવસમાં પાંચ ટાઈમની નમાઝ ફઝૅ કરી છે. અને આ વાત પણ માની લે પછી તેમને કહે જેકે અલ્લાહતાલા એ તમારા માલદારો પર ઝકાત ફઝૅકરી છે. જે તમારા જરુરમતંદો ને આપવામાં આવશે (સહીદ બુખારી ̶૧૩૯૫) (સહીહ મુસ્લિમ ̶૨૯) એટલા માટે કાફીરને સૌ પ્રથમ ઈસ્લામમાં આવવાની દઅવત આપીશું. આવી ગયા પછી તેના પર નમાઝ,રોઝ।, ઝકાત,હજ્જ વગેરો આદેશો લાગુ પડશે.

 

(૨) અકલ,બુલુગત (બાલીગ):

નબી સ.અ.વ.  ફરમાવ્યું “ ત્રણ લોકોથી કલમ ઉઠ।વી લેવામાં આવે છે (૧) સુતેલો વ્યક્તિ જ્યાં સુધી ઉઠી ન જાય (૨) બાળક પરથી જ્યાં સુધી તે બાલીગ ન થાય (૩) પાગલ પરથી જ્યાં સુધી તે સાજો ન થાય.    (અબુદાઉદ :૪૪૦૩)

 

બાળક પર હજ્જ વાજીબ નથી. હાં અગર તેનો જિમ્મેદાર તેને હજ્જ કરાવે તો બન્નેને તેનો હજ્જનો સવાબ મળશે. કારણ નબી સ.અ.વ.  ની પાસે એક ઔરતે બાળક ઉઠ।વીને સવાલ કર્યો ˸શું આના માટે હજ્જ છે ?જવાબ આપવામાં આવ્યો હાં,અને આનો બદલો તને પણ મળશે. (સહીહ મુસ્લીમ ˸૩૨૩૨)

 

(૩) આઝ।દી 

ગુલામ પર હ્જ્જ વાજીબ નથી.કરણ કે તે તો પોતાના માલીકના હાથ નીચે હોય છે

 

(૪) અકલ 

અલ્લાહતાલા ફરમાવે છે કે,“ લોકો પર અલ્લાહે હજ્જ ફઝૅ કર્યો છે જો ત્યાં સુધી જવાની તાકત ધરાવતા હોય તો” (આલે ઈમરાન ̶૯૭)

 

આ કુદરત માલી પણ હોવી જોઈએ અને બદની પણ. બદની કુદરતનો મતલબ તે બિમાર ન હોવો જોઈએ. બયતુલ્લાહ સુધી પહોંચવની તાકત ધરવતો હોવો જોઈએ. અને માલી કુદરતથી મુરાદ તે બયાતુલ્લાહ સુધી જાય ને પાછો આવવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. “ થોડુ ઉંડાણમાં જાણીએ” મુસ્તકીલ ફતવા કમીટીનું કહેવું એમ છે કે,“બતયુલ્લાહ સુધી જઈને આવવાનો ખર્ચ ધરાવતો હોવો જોઈએ. તેની મરઝી તે પ્લેનમાં,ગાડીમાં,યા તો પછી જાનવર પર,તેની પાસે જઈને આવવા સુધીનો સફર ખર્ચ પણ હોવો જોઈએ એ સિવાય હજ્જ થી આવવા સુધીનો ઘરેલું ખર્ચ પણ ધરાવતો હોય ઔરત સાથે તેનો શોહર અથવા મહરીમ હોવો જરુરી છે.

 

એવી જ રીતના આ શરત લાગુ પડે છે કે,“બયતુલ્લાહ સુધી આવવા જવાનો ખર્ચ જરૂરિયાતી ખર્ચ અને દેવાના  ખર્ચ થી વધારે હોવો જોઈએ. જરૂરિયાતી ખર્ચ એટલે કે,જેને છોડીને ઈન્સાન ન રહી સકતો હોઈ,ઉદાહરણ તરીકે વિધ્યાર્થિ પોતાની ચોપડીઓ વેચીને હજ્જ નહિં કરે,માણસ પાસે એક ગાડી છે તો તેને એમ કહેવામાં નહિં આવે કે તુ ગાડી વેચી ને હજ્જ કર,હા અગર તેની પાસે એકથી વધારે ગાડીઓ હોય તો તે એવું કરી શકશે. “ વાતનો ખુલાસો આમ થાય છે કે,બન્નેની તાકત હોવી જરૂરી  છે. માલી તાકાત પણ અને બદની તાકાત પણ.

 

ઔરતના હજ્જ માટે મહરમ હોવો જરૂરી છે. કારણ કે,આપ સલ્લલાહુ અલયહી વસ્સલમ એ ફરમાંવ્યું કે,“ઔરત મહરમ વગર સફર ન કરે”   (બુખારી ̶૧૮૬૨,મુસ્લિમ ̶૧૩૪૧)

 

                        ઔરતના મહરમ તેનો શૌહર અને તે શખ્સ જેનાથી શાદી કરવી હરામ છે.

 

બહેનવી,માસા અને ફુઆ આ લોકો મહરમ નથી બની સકતા. અમુક ઔરતો સુસ્તીથી કામ લઇ પોતાના બહેનવી,માસા,માસી,સાથે ફોઈ ̶ફુવા સાથે હજ્જ કરે છે. જે તદન ખોટું છે. કારણ કે તે લોકો મહરમ નથી. તેનો હજ્જ હજ્જે મબરુર ન થશે. હજ્જે મબરુર થવા માટે શરત એ છે કે,કોઈ ગુનોહ ન થાય અને અહિંયા તો શરૂ થી આખિર સુધી ગુનોહ જ કરે છે. મહરમ માટે એ શરત છે કે,તે પણ બાલીગ અને આકીલ હોય. કારણ કે,મહરમનો મક્સદ ઔરતની હિફાઝત છે. બાળક અને પાગલ આ મક્સદ ને પુરો નથી કરી સક્તા. મહરમ ન હોવાથી ઔરત પર હજ્જ ફર્જ નથી જ્યાં સુધી તેને મહરમ મલી ન જાય અને હાં ઔરતે હજ્જ કરવા માટે શોહરની ઈજાઝત લેવી જરૂરી નથી. નફીલ હજ્જમાં શોહરની ઈજાઝત લેવી જરૂરી છે. એવું ઈબ્નુલમુનઝીરે કહ્યું છે.

 

હજ્જ ના ફાયદાઓ

અલ્લાહ્તાલા એ હિક્મત થી પોતાની મ્ખ્લુક ને આઝમાવવા,માટે અલગ ̶અલગ ઈબાદત ફઝૅ કરી છે. એમાં અમુક બદની ઈબાદત છે. જેવી રીતના કે નમાઝ છે. રોઝ।છે. અમુક માલી ઈબાદત છે જેવી રીતના કે ઝકાત,અને અમુક માલી અને બદની બન્ને શામીલ છે. જેવી રીતના કે હજ્જ,એક સાચ્ચો મોમીન પોતાના રબને ખુશ કરવા માટે આ ત્રણેય જાતની ઈબાદત કરવા માટે તૈયાર હોય છે. તેની નઝરમાં કોઈ ઈબાદત કરી પોતાના રબને રાઝી કરવાનો વિચાર નથી હોતો પરંતુ તે ત્રણેય ઈબાદત કરવા ઉત્સુક હોય છે. હજ્જ કરવાના અમુક ફાયદાઓ.

 

(૧) હજ્જ એ ઈસ્લામ નો સ્તંભ છે. તેના વગર ઈસ્લામ મુકમ્મલ નથી.

 

(૨) આ અલ્લાહના રસ્તામાં એક પ્રકારનું જેહાદ છે. એટલા માટે જ અલ્લાહે કુરાનમાં જેહાદની આયતો પછી હજ્જનુ વર્ણન કર્યું. હઝરતે આઈશા રઝીયલ્લાહુ અન્હા એ સવાલ કર્યો અલ્લાહના રસુલ શું ઔરતો માટે પણ જેહાદ છે ?એટલે કે,હજ્જ અને ઉમરાહ.

 

(૩) જો કોઈ સુન્નતના તરીકા પર હજ્જ અદા કરે છે તેના માટે ઘણો જ સવાબ છે. આપ સલ્લલાહુ અલયહી વસ્સલમે ફરમાવ્યું કે,“જે કોઈ પણ હજ્જ ગુનાહ,બુરા કામોથી બચીને કરે તો તે હજ્જ કર્યા પછી તેઓ થઈ જાય છે જાણે કે,હમણાં જ માં ના પેટમાંથી જન્મ લીધો છે.        (બુખારી ̶૧૮૧૯/મુસ્લિમ ̶૧૩૫૦)

અને જાબીર બીન અબ્દુલ્લાહ રઝીયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે,રસુલ સલ્લલાહુ અલયહી વસ્સલમે ફરમાવ્યું કે,જે લોકો હજ્જ અને ઉમરા કરવા નીકળે છે તેઓ અલ્લાહની ટુકળીઓ છે. અલ્લાહ તેમની દુઆઓ ને કબુલ કરે છે. અને તેઓ જે માંગે છે તે આપે છે. (સહીદ જામેઅ ˸૩૧૭૩)

 

(૪) હજ્જ કરવામાં અલ્લાહની યાદ તેની ઈઝઝત અને તેની નિશાનીઓનો ઈઝહાર છે.

ઉદાહરણ તરીકે :- તલ્બીયા,બયતુલ્લાહનો તવાફ,સફા મરવહની દોડ,અરફાતમાં રુકવું.,મુઝદલ્ફહ માં રાત ગુઝ।રવી,જમારાત ને કાંકરીયો મારવી,વગેરે આપ સલ્લલાહુ અલયહી વસ્સલમ એ ફરમાવ્યું “બયતુલ્લાહનો તવાફ,સફા મરવાહની દોડ,જમારાતને કંકરીયો એટલા માટે મારવામાં આવે છે કે,અલ્લાહની યાદ (અબુદાવુદ ̶૧૮૮૮)

 

(૫) હજ્જમાં દુનિયાના દરેક છેડાના લોકો ભેગા થઈ એક બીજાથી મોહબ્બત,ઓળખાણ,અને સાથે-સાથે ભલાઈ,અને નેકીના કામો કરે છે.

 

(૬) સૌ મુસલમાન એક લીબાસમાં એક જેવો જ અમલ કરતા હોય છે. એક જ શકલ વ સુરતમાં સૌએ બે ચાદર જ ઓઢીહોય છે. સૌ અલ્લાહની સામે નમેલા હોય છે.

 

(૭) હજ્જમાં દીન અને દુનિયાની ભલાઈ જ ભલાઈ છે. અલ્લાહ ની ઈઝઝત ના રૂપે જે કુરબાનીયો થાય છે. તે દુનિયાના ગરીબ મીસ્કીન લોકોને આપી સદકો કરવામાં આવે છે. 

 

વધારે જુઓ

ઈસ્લામ ના અરકાન,ઈમાન ના અરકાંન ,નમાઝ ,ઝ્કાત ,રોઝ્હ ,ઈબાદત ,વગેરે ......

 

હવાલા

સીફતું-અલ-હજ્જ વ ઉમરાહ “ મોહમ્મદ સાલહ ઉષ્યમીન. મજમુ ઉલ ફ્તાવા મોહમ્મદ સાલહ ઉષ્યમીન. 

1539 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ