સુવ્વર (ડુક્કર) ઇસ્લામ માં હરામ કેમ?


મુસલમાનો માટે અસલ આ જ છે કે તેઓ અલ્લાહ અને તેના રસુલ ના આદેશો નું પાલન કરે, અને જે વસ્તુ થી તેમણે રોકયા છે તેનાથી રૂકી જવુ. ચાહે તેની હિકમત બતાવી હોય કે ન બતાવી હોય. અને એક મુસલમાન શરઇ હુકમ નો ઇનકાર નથી કરી શક્તો. કોઇ પણ વસ્તુ માં તેનું રીઝન બતાવ્વા માં આવ્યુ હોય કે ન હોય કોઇ પણ હાલત માં દલીલ મળી જાય તો તેના પર અમલ કરવો ઝરૂરી  છે. અલ્લાહ ફરમાવે છે “ કોઇ મોમીન પુરૂષ અને કોઇ મોમીન સ્ત્રીને આ અધિકાર નથી પહોંચતો, કે જ્યારે અલ્લાહ અને તેના રસુલ કોઇ મામલા માં ફૈસલો કરી દે તો પછી તેને પોતાના તે મામલા માં સ્વંય ફૈસલો કરવાનો અધિકાર પ્રાપ્ત રહે. અને જે કોઇ અલ્લાહ અને તેના રસુલ ની અવજ્ઞા કરે તો તે સ્પષ્ટ પથભ્રષ્ટામાં પડી ગયો. ( અહઝાબ : 36 ) અને ફરમાવ્યુ “ ઇમાન લાવનારોનું કામ તોન એ છે, કે જ્યારે તેમને અલ્લાહ અને તેના રસુલ તરફ બોલવ્વામાં આવે જેથી રસુલ તેમના મામલાઓ નો ફૈસલો કરે તો કહે છે કે અને સાંભળ્યું અને આજ્ઞાપાલન કર્યુ. ( નુર ; 51 ) 

 

અનુક્રમ્ણીકા

 

કુર આન

અલ્લાહ ફરમાવે છે “ અલ્લાહ તરફ થી જો કોઇ મનાઇ તમારા ઉપર છે તો એ છે કે મુડદાલ ન ખાઓ, લોહી અને ડુક્ક્રર ના માંસ થી બચો, અને કોઇ એવું વસ્તુ ન ખાઓ જેનાપર અલ્લાહ ના સિવાય બીજા નું નામ લેવામાં આવ્યુ હોય, હા જે વ્યકિત મજબુરી ની હાલત માં હોય તો તે આમાં થી કોઇ વસ્તુ ખાઇ લે, પણ તે કાનુન ભંગ નો ઇરાદો ધરાવતી ન હોય, અથવા તો આવસ્યકતાની સીમા થી આગળ ન વધે, તો તેના પર કોઇ ગુનોહ નથી, અલ્લાહ ક્ષમાશીલ, અને દયાળુ છે. ( બકરહ : 173) અને ફરમાવ્યુ કે “ તમારા માટે હરામ કરવામાં આવ્યુ છે, મુડદાલ, લોહી, ડુક્કર નું માસ , તે પશુ જે અલ્લાહ ના નામ સિવાય બીજા ના નામ પર ઝબહ કરવામાં આવ્યુ હોય, તે જે ગળુ ટુંપાઇ ને કે પ્રહાર થી, કે ઉચ્ચે થી પડી જવાથી, કે ટકરાઇ ને મુત્યુ પામ્યુ હોય, અથવા તો જેને કોઇ હિંસક પશુએ ફાડી નાખ્યુ હોય, - સિવાય એ કે જેને તમે જીવતુ જોઇને ઝબહ કરી દીધુ, - અને તે જે કોઇ વૈદી પર ઝબહ કરવામાં આવ્યુ હોય, સાથે એ પણ તમારા માટે હરામ છે જે પાસા વડે તમારૂ ભાગય જાણો, આ બધા ગુનાહ છે, આજે કાફિરો ને તમારા દિન થી સંપુર્ણ નિરાશા થઇ ગઇ, તેથી તમે તેમના થી ન ડરો ફકત મારા થી ડરો, આજે મે તમારા દીન ને તમારા માટે સંપુર્ણ કરી દીધો, અને પોતાની ક્રુપા તમારા પર પરિપુર્ણ કરી દીધી, અને તમારા માટે દિને ઇસ્લામ ને તમારા માટે પસંદ કરી દીધો છે, (એટ્લા માટે હરામ- અવૈધ અને હલાલ વૈધનાં પ્રતિબંધો તમારા પર મુકવામાં આવ્યા છે તેનું તમે પાલન કરો) અલબત્તજે વયકિત ભુખ થી વિવશ થઇને આ પૈકિ કોઇ વસ્તુ ખાઇ લે, સિવાય એ કે તે ગુનોહ કરવા તરફ તેની અભિરૂચી હોય તો નિ:શક અલ્લાહ માફ કરવાવાળો અને દયાળુ છે, ( માઇદહ : 3) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે “તમારા માટે હરામ કરવામાં આવ્યુ છે, મુડદાલ, લોહી, ડુક્કર નું માસ , તે પશુ જે અલ્લાહ ના નામ સિવાય બીજા ના નામ પર ઝબહ કરવામાં આવ્યુ હોય, હા જે વ્યકિત મજબુરી ની હાલત માં હોય તો તે આમાં થી કોઇ વસ્તુ ખાઇ લે, પણ તે કાનુન ભંગ નો ઇરાદો ધરાવતી ન હોય, અથવા તો આવસ્યકતાની સીમા થી આગળ ન વધે, તો તેના પર કોઇ ગુનોહ નથી, અલ્લાહ ક્ષમાશીલ, અને દયાળુ છે. ( નહલ ;115 )

 

હદીષ

જાબીર બીન અબ્દુલ્લાહ રઝી. ફરમાવે છે કે તેમણે રસુલ સ.અ.વ. ને કહેતાસાંભળ્યુ “ ફતહ મક્કા ના વર્‍ષે આપે ફરમાવ્યુ હજુ આપ મક્કા માં જ હતા, અલ્લાહ અને તેના રસુલ ને શરાબ , મુડદાલ , ડુક્કર, અને બુતો ને વેચ્વુ હરામ છે, પુચવામાં આવ્યુ કે મુડદાલ ની ચરબી નો શું હુકમ છે? તેને અમે નાંવ માં વાપરીએ છે, ચામડાઓ પણ તેના તેલ નું કામ કરીએ છે, અને લોકો તેના થી દીવા પણ સણગાવે છે , ત્યાંજ આપ સ.અ.વ. એ ફરમાવ્યુ કે અલ્લાહ યહુદીઓ ને બરબાદ કરે અલ્લાહે જ્યારે તેમના પર ચરબી હરામ કરી તો તેમણે ચરબી ને ઓગાળીને વેંચી અને તેની કિંમત ખાધી, ( બુખારી : 2236/ મુસ્લિમ : 1581 )

 

ડુક્કર નું માંસ હરામ

ડુક્કર નુ માંસ ન ખાવુ જોઇએ આ કુર આન થી ષાબીત છે, અલ્લાહ ફરમાવે છે “તમારા માટે હરામ કરવામાં આવ્યુ છે, મુડદાલ, લોહી, ડુક્કર નું માસ , તે પશુ જે અલ્લાહ ના નામ સિવાય બીજા ના નામ પર ઝબહ કરવામાં આવ્યુ હોય ( બકરહ : 173 ) અને ફરમાવ્યુ કે “ તમારા માટે હરામ કરવામાં આવ્યુ છે, મુડદાલ, લોહી, ડુક્કર નું માસ , તે પશુ જે અલ્લાહ ના નામ સિવાય બીજા ના નામ પર ઝબહ કરવામાં આવ્યુ હોય, તે જે ગળુ ટુંપાઇ ને કે પ્રહાર થી, કે ઉચ્ચે થી પડી જવાથી, કે ટકરાઇ ને મુત્યુ પામ્યુ હોય, અથવા તો જેને કોઇ હિંસક પશુએ ફાડી નાખ્યુ હોય, - સિવાય એ કે જેને તમે જીવતુ જોઇને ઝબહ કરી દીધુ, એક મુસલમાન માટે ડુક્કર નું માંસ ખાવુ એ હરામ છે, ત્યારે હલાલ છે જ્યારે તેના સિવાય બીજી કોઇ પણ વસ્તુ ન હોય અને જાન જવાનો ખતરો હોય તો, આ કાયદો છે કે ઝરૂરતો હરામ વસ્તુ ને પણ હલાલ કરી દે છે.

 

ઇમામ નવવી રહ. ઉમ્મતે નો આના પર ઇજમાઅ છે કે ડુક્કર નુ માંસ હરામ છે. તેના બધા જ પાર્ટ ચરબી , લોહી, બધુ જ હરામ છે, ઇમામ ઇબને રૂશ્દ કહે છે કે ઉમ્મત આના પર મુત્તફિક છે કે ડુક્કર નુ માંસ તેને ચરબી તેનું લોહી હરામ છે, ( બીદાયતુલ મુજતહીદ )

 

ડુક્કર્ ના માંસ ને હરામ કરવાની ઇલ્લત

અલ્લાહ ફરમાવે છે કે “ આ નજીસ છે ( અનઆમ : 146 ) અને નજસ એટ્લે જેને શરીઅત અને ફિતરત બન્ને ખરાબ શામીલ કરે, આ જ એક ઇલ્લત કાફી છે આના સિવાય બીજી ઇલ્લત કે ખાવા પીવાની જે આમ વસ્તુ ઓ આપ્ણા પર હરામ છે તેની ઇલ્લત માં પર ડુક્કર ને ન ખાવાની ઇલ્લત બતાવ્વામાં આવી છે, અલ્લાહ ફરમાવે છે “ તેમના માટે શુધ્ધ વસ્તુઓ હલાલ અને અશુધ્ધ વસ્તુઓ હરામ કરી છે, ( અઅરાફ : 157 ) આમ ઇલ્લત ડુક્કર ના માંસ ન ખાવાને પણ શામિલ છે. ડુક્કર શરીઅતે ઇસ્લામીયા માં નજીસ અને ગંદુ ગણાય છે, આ આયત માં તે ગંદી વસ્તુઓ મુરાદ છે જે ઇન સાન ની સહત, તેનો માલ, અને તેના અખ્લાક પર અસતકારક હોય, જે વસ્તુ પણ ઇન સાની ઝીંદગી ને બરબાદ કરી નાખે તે વસ્તુ હરામ છે . 

 

ડુક્કર્ ના માંસ ના નુકશાનો

આજે રીસર્ચ માં ષાબીત થૈ ગયુ છે કે એક માત્ર ડુક્કર જ એવુ પ્રાણી છે જેના ખાવાથી ઇન સાન ને નુકસાન પહોંચી શકે છે. ડુક્કર માં એવાં કિટાણુ મળ્યા છે જેનાથી ઇન સાન નુ જીસ્મ અલગ અલગ પ્રકાર ની બીમારી તેને લાગે છે જેવી કે દીમાગ નું ન વધ્વું, બેક્ટેરીયા , કેંસર. વગેરે,...... આવી ખતરનાક બીમારી થી બચવ્વા અલ્લાહે આપણ ને ડુક્કર નુ માંસ ખાવા ની ના પાડી છે, જાન બચાવ્વી તે પણ પાંચ ઝ્રૂરીયતો માં એક છે.

 

વધારે જુઓ

હલાલ , હરામ , અલ્લાહ , રસુલ કુર આન , હદીષ, શરીઅત વગેરે......

1319 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ