સહૂર શાબ્દિક અને કાયદાકીય અર્થ

વિષયસુચીકોષ્ટક

 

સહરનોશાબ્દિકઅર્થ

સહર શબ્દ સીન અને હા પર ફત્હ સાથે ષુલાષી મુજર્ર્દ ના બાબ સમેઅ નું મસ્દર છે, જેનો અર્થ થાય છે કે પરોઢમાં આવવું, ડોલ વગેરે ખેંચવાથી ફેફસાઓનું કપાઇ જવું, ષુલાષી મઝીદ ફી કે બાબે તફઊલ થી તસહ્હુર નો અર્થ થાય છે સહરી ખાવી, થાય છે.

·અસ્સહરુ સવાર ના થોડેક પહેલાના સમય એટલે કે પરોઢના સમયને કહેવામાં આવે છે, જેવું કે અસ્સહરુલ્ અઅલા, સુબહ કાઝિબ અને અસ્સહરુલ્લ આખર સુબહ સાદિક કહેવામાં આવે છે, એવી જ રીત દરેક વસ્તુના કિનારાને પણ અસ્સહરુ કહેવામાં આવે છે, જેનું બહુવચન થાય છે અસ્હાર.

 

સહૂરનોકાયદાકીયઅર્થ

 સહર શબ્દ સીનના ફત્હ  અને હા પર પેશ સાથે સહરી એટલે કે તે ખોરાક જે રોઝા રાખવાની નિય્યત થી ફજર પહેલા ફજરની અઝાન સુધી ખાવામાં આવે છે, જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ (سورۃ البقرۃ:187)

તમે ખાતા પીતા રહો અહીં સુધી કે સવારનો સફેદ દોરો કાળો દોડો ના થઇ જાય.

 

સહરી ખાવાના ફાયદાઓ

સહરી ખાવાની બરકત થી ઘણા બધા ફાયદાઓ આપણને જોવા મળે  છે, જેવું કે સુન્નતનું અનુસરણ, કિતાબવાળાઓનો વિરોધ, તેના વડે બંદગીમાં ડરનો વધારો,  ઊત્સાહ અને સ્વાસ્થયમાં વધારો, ભુખ અને તરસ લાગવાથી જે આળસ ઉત્પન્ન થાય તેનાથી બચાવ, તે વખતે માંગનાર ને દાન કરવું, અથવા તો ખાવા માટે તેને પોતાની સાથે ખવડાવવું, દૂઆ કબૂલ થવાના સમયે દુઆઓ નો કાળજી રાખવી, અને સૂતા પહેલા રોઝાની નિય્યત કરવી.

અબૂહુરૈરહ રઝી, ફરમાવે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ સહરી ખાવો, કારણકે સહરી ખાવામાં બરકત છે, (સૂનન નસાઇ, કિતાબ રોઝો કે અહકામ ઔર મસાઇલ, બાબ આ હદીષમાં અબ્દુલ્ મલિક બિન સુલૈમાન પર રાવીયો કે ઇખ્તેલાફ કા બયાન હે, હદીષ નં 2153 શૈખ અલ્બાની રહ. આ હદીષને સહીહ કહી છે)

બીજી જગ્યાએ ફરમાવ્યું البرکۃ فی ثلاثۃ:الجماعۃ،والثرید،والسحور" (طبرانی)ત્રણ વસ્તુઓમાં બરકત છે જમાઅત, ષરીદ, અને સહરીમાં

સહરીમાં બરકત ચોક્કસ છે, કારણકે આપ સ.અ.વ. ની સુન્નત છે, અને રોઝા માટે માનવીને મજબોત કરે છે, અને બરકત વાળો ખોરાક છે, જેવું કે આપ સ.અ.વ એ ફરમાવ્યું

"ھلم الی الغذاء المبارک"(ابوداؤد، کتاب الصیام، باب من سمی السحور الغذاء، 2244)
બરક્તવાળા ખોરાક ખાવો,

આપણી અને કિતાબવાળા વચ્ચે તફાવત કરનારી સહરી છે, જેવું કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું

અમ્ર બિન આસ રઝી, ફરમાવે છે કે આપ સ.અ.વ એ ફરમાવ્યું “ આપણા અને કિતાબવાળા ના રોઝા વચ્ચે જે તફાવત છે તે સહરી છે, (મુસ્લિમ, 1096 સુનન નિસાઇ કિતાબ રોઝોકે અહકામ વ મસાઇલ વ ફઝાઇલ, બાબ આપણા અને કિતાબવાલા વચ્ચે તફાવત કરનારી વસ્તુનું બયાન હદીષ 2168 શૈખ અલ્બાની ને ઇસ હદીષ કો સહીહ કહાહે )

દરેક પ્રકારની પ્રશંક્ષા બન્ને જગતના પાલનહાર માટે જ છે.

374 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ