શરીઅતે ઇસ્લામી ના મસ્દરો અલ્લાહે દરેક મઝ્હ્બ મા થી દીને ઇસ્લામ ને પસન્દ કર્યો. જે મઝ્હ્બ ને અલ્લાહે સૌ માટે નાઝીલ કર્યો છે. જેની અસલ બુનીયાદ કુર આન મજીદ , હદીષ એટ્લે ( આપ સ.અ.વ.) ની સાચ્ચી અહાદીષ શરીફા અને આપ સ.અ.વ. ના સાથીયો એટ્લે કે સહાબા ર.ઝી. ની સમઝ પર મુકેલી છે. કુર આન અલ્લાહ ફરમાવે છે. કે “ આજે મે તમારા દીન ને તમારા માટે સંપુર્ણ કરી દીધો. અને પોતાની ક્રુપા તમારા પર પરિપુર્ણ કરી દીધી છે. અને તમારા માટે દીને ઇસ્લામ ને તમારા માટે પસંદ કરી લીધો છે. ( માઇદાહ : 3) અને ફરમાવ્યુ કે “ અલ્લાહ ના નઝ્દીક દીન માત્ર ઇસ્લામ જ છે. અને અહેલે કીતાબ પાસે જ્ઞાન આવ્યા પછી પણ આપસ મા અત્યાચાર અને હસદ ના લીધે ઇખ્તેલાફ કરવા લાગ્યા અને અલ્લાહ ની આયતો ને જે પણ ધુત્કારસે અલ્લાહ તેનો હીસાબ કરીબ મા લેશે. ( આલે ઇમરાન 19) અને ફરમાવ્યુ કે “ જે કોઇ ઇસ્લામ ને છોડીને બીજો કોઇ મઝ્હ્બ તલાશ કરશે તેનો મઝ્હ્બ કબુલ કરવામા નહી આવે. અને તે આખેરત મા ખુબ જ નુક્સાન મા હશે. ( આલે ઇમરાન 85) અને ફરમાવ્યુ “ પરંતુ જે વ્યક્તિ રસુલ નો વિરોધ કરવા ઉપર ઉતરી આવ્યો હોય અને ઇમાન વાળાઓ ના માર્ગ સીવાય બીજો કોઇ માર્ગ અપનાવે , જ્યારે કે સીધો માર્ગ તેના પર સ્પષ્ટ થય ચુક્યો હોય, તો અમે તેને તેજ તરફ ચલાવીશુ. જે દીશા મા તે પોતે વળી ગયો છે. અને તેને જહન્નમ મા ઝોકીશુ. જે સૌથી ખરાબ ઠેકાળુ છે.( નીસા : 115) હદીષ આપ સ.અ.વ. એ ફરમાવ્યુ “ હુ તમારી પાસે બે વસ્તુ છોડીને જઇ રહ્યો છુ જ્યા સુધી તેને મઝબુતી થી પક્ડીને રાખસો તો ગુમરાહ નહી થાવ. એક છે કુર આન શરીફ અને બીજી મારી સુન્નત એટ્લી કે હદીષ. ( અલ-મુઅત્તા ; 1594 – સીલ્ સીલાતુ અલ અહાદીષ સહીહા : 1761 ) દીને ઇસ્લામ ના મસ્દરે અસ્લી દીને ઇસ્લામ ના મસાદીરે અસ્લી બે જ છે. જે આ પ્રમાણે છે. 1) કુર આન 2) હદીષ દીન ની દરેકે દરેક અકીદાઓ , મસ અલા, મકાસીદો, અહ્કામ, ની બુન્યાદ આ જ છે. અને આ વસ્તુ દીને ઇસ્લામ ની શોભા છે કારણ કે આ દીન દીને ઇલાહી છે. આ દીનના દરેક અહ્કામ આસ્માન થી નાઝીલ થયા જેના શક્લ ના રૂપે કુર આન ના ક્ષ્લોક આયતો અને હદીષ. ઇમામ શાફઇ ર.હ. કહે છે. કે કુર આન અને હદીષ નબવી સિવાય કોઇ પણ વાત માન્ય નથી. અને આ બન્ને ને છોડીને જે કઇ પણ છે. તે સૌ આના તાબેઅ છે. ( જીમા અ ઇલ્મ ; 11) કુર આન મજીદ કુર આન મજીદ એ અલ્લાહ તરફી એક ચમત્કારી બુક છે. જે છેલ્લા નબી આપ સ.અ.વ., પર હજરત ઝીબ્રઇલ અ.સ. ના ઝરીયે નાઝીલ થયુ. જે તવાતીર થી આપ્ણા તરફ ઉતર્યુ છે. જેની તિલાવત કરવી ઇબાદત છે. અને જેની શરૂઆત સુરે ફાતેહા અને છેલ્લી સુરહ સુરે નાસ છે. કુર આન એ સૌના માટે છે. અલ્લાહ ફરમાવે છે ‘ અમે આ કુર આન દરેક માટે હક સાથે નાઝીલ કરી. જે હીદાયત પર આવી ગયો તેનો ફાયદો તેના માટે જ છે. અને જે ગુમરાહી નો રાસ્તો પસંદ કરે તો તેનુ નુક્સાન પણ તેના માટેજ છે. અને તમે તે લોકોના ઝિમ્મેદાર નથી. ( ઝુમર 41) કુર આન પહેલી કીતાબો જેવી કે ઇંજીલ, તૌરાત, ની તસ્દીક કરે છે. અની તેમની દેખરેખ પણ કરે છે. જેવુ કે અલ્લાહ ફરમાવે છે કે “ અમે તમારી પાસે આ કીતાબ હક્ક ની સાથે નાઝીલ કરી છે. જે પહેલાની કીતાબો ની તસ્દીક કરવાવાળી અને તેની હીફાઝત કરવાવાળી છે. ( માઇદહ : 48) કુર આન નાઝીલ થયા પછી આ એક જ કીતાબ છે જે ઇન્સાનો માટે કીયામત સુધી રહેસે હવે જે કોઇ આના પર ઇમાન નહી લાવે તો તે કાફીર અને તેનો અંજામ કીયામત ના દીવસે ખરાબ થશે. તેને સઝા આપવામા આવશે. જેવુ કે અલ્લાહ ફરમાવે છે. કે “ જે કોઇ અમારી આયતો નો ઇંનકાર કરશે તો તેને અઝાબ આપવામા આવ્શે. એટ્લા માટે કે તે અલ્લાહ ની આયતો નો ઇનકારી છે. ( અન આમ : 49) કુર આન નુ મહત્વ અને ઉમ્મત ની ઝરૂરત ના લીધે અલ્લાહે આ કીતાબ નાઝીલ કરી અને કુર આન ની હીફાઝત ની ઝિમ્મેદારી અલ્લાહે પોતે લઇ રાખી. અલ્લાહ ફરમાવે છે કે નિ :શક અમે જ આ કીતાબ ને નાઝીલ કરવાવાળા અને અમે જ તેની હીફાઝત પણ કરનારા છે. ( હીજર 9) હદીષ આપ સ.અ.વ. એ કહેલી વાતો તેમણે કરેલા કામો અને તકરીર નુ નામ છે. કુર આન પછી શરીઅત નુ બીજુ મસ્દર હદીષ છે. અને જેની હુજ્જીયત પર ઉમ્મત નો ઇત્તેફાક છે. અને તેનો રૂતબો પણ કુર આન પછી તરત જ છે. અને હદીષ પણ કુર આન ની માફ્ક વહી ઇલાહી છે. અલ્લાહ ફરમાવે છે. “ મોહમ્મદ તેમની ચાહત મુજબ કોઇ વાત નથી કહેતા એ તો વહી છે જે તેમ્ના ઉપર ઉતારવામા આવે છે. ( નજમ : 3-4 ) અલ્લાહે જ્યા પોતાની ઇતાઅત ઝરૂરી કરી છે ત્યા પોતાના રસુલ ની ઇતાઅત પણ ઝરૂરી કરી છે. અલ્લાહ ફરમાવે છે કે “ અય ઇમાન વાળાઓ ! આજ્ઞાપાલન કરો અલ્લાહ નુ અને આજ્ઞાપાલન કરો તેના રસુલ નુ. અને તે લોકો નુ જે તમારા પૈકિ જવાબદાર હોય પછી જો કોઇ મામલા મા તમારા વચ્ચે ઝઘડો પડે તો તેને અલ્લાહ અને રસુલ ની તરફ રજુ કરો જો તમે ખરેખર અલ્લાહ અને આખિરત ના દિવસ પર ઇમાન ધરાવતા હોય. આ જ એક સાચ્ચી કાર્ય- પધ્ધ્તિ છે. અને પરિણામ ની દ્ર્ષિટ એ પણ સારી છે. ( નીસા ;59 ) અને ફરમાવ્યુ : જે લોકો અલ્લાહ અને તેના રસુલ ની ફરમાબરદારી કરશે તેઓ તે લોકો સાથે હશે જેમને અલ્લાહે ઇમાન થી નવાઝયા છે. એટ્લે કે નબીયો અને સિદ્દીકો અને શહીદો અને સાલેહીન , કેવા ઉત્તમ છે આ સાથીઓ જે કોઇ ને પ્રાપ્ત થાય. આ સાચી ક્રુપા છે જે અલ્લાહ તરફ થી મળે છે. અને હકીકત જાણ્વા માટે તો માત્ર અલ્લાહ નુ જ જ્ઞાન પુરતુ છે. ( નીસા ; 69-70 ) અને ફરમાવ્યુ કે “ તમને રસુલ જે આપે તે લઇ લો અને રસુલ જેનાથી રોકે રુકી જાવો અને અલ્લાહ થી ડરતા રહો. નિ:શક અલ્લાહ સખત અઝાબ આપવાવાળો છે. ( હશર: 7) અને અલ્લાહે રસુલ ની પૈરવી મા હીદાયત નો રસ્તો બતાવ્યો છે. અલ્લાહ ફરમાવે છે. “ કહી દો ! અલ્લાહ નો આદેશ માનો. રસુલ ની ફરમાબરદારી કરો અગર ત્યાર પછી પણ તમે નાફરમાની કરી તો બરાબર સમજી લો કે રસુલ ના શિરે જે કર્તવ્ય નો ભાર મુકવામા આવ્યો છે તેનો જવાબ દાર તેજ છે. અને તમારા ઉપર કર્તવ્ય નો જે ભાર મુકવામા આવ્યો છે. તેના જવાબ્દાર તમે છો. તેનુ આજ્ઞાપાલન કરશો તો તમે જ માર્ગદર્શન પામશો. નહી તો રસુલ ની જવાબદારી આના થી વિશેષ સહેજ પણ નથી કે સ્પષ્ટ પણે આદેશ પહોચાડી દે, ( નુર ; 54 ) અને ઝઘડા વખતે ફેસલા માટે રસુલ ની ઇત્તેબાઅ બતાવ્વામા આવી છે. હઝરતે ઇરબાઝ બીન સારીયહ રઝી. ફરમાવે છે. કે એક દિવસે રસુલ સ.અ.વ. એ નમાઝ પઢાવી. નમાઝ પઢ્યા પછી આપ સ.અ.વ. અમારી તરફ ફરયા અને અમાને એવી સારી સારી નસીહતો કરી કે અમારા આખો માથી આસુ નીકળી આવ્યા. દીલ પણ ડરી ગયા એક માણ્સે કહ્યુ કે અલ્લાહ ના રસુલ આ તો નસીહતો સાભંળીને એવુ લાગે છે. કે તમે રૂખ્સત થવાના છો. તમે અમાને વસીય્યત કરો. આપ સ.અ.વ. ફરમાવ્યુ કે હુ તમને વસીય્યત કરુ છુ કે અલ્લાહ થી ડરતા રહેજો અને તેના આદેશો નુ પાલન કરજો અગર એક હબશી ગુલામ પણ હોય. મારા પછી તમારા મા જે પણ ઝીંદહ રહેશે તે ઘણો ઇખ્તેલાફ જોશે. મારા તરીકા ને અપનાવો અને ખુલફાએ રાશીદીન ના તરીકાને પણ . તેના પર ભરોસો કરો અને તેને પોતાના દાત વડે મઝબુતી થી પકડી લો. અને દીન મા નવી નવી વાતો થી બચો. જે નવી વાત છે તે બિદઅત છે અને બિદઅત એ ગુમરાહી છે.( અબુદાવુદ : 4607 – સહીહ ઇબ્ને માઝા ; 40 ) ઇજ્માઅ અને કીયાસ આલીમો એ કુર આન અને હદીષ વડે બીજા બે મસ્દર પણ જણાવ્યા છે. જેના થી શરીઅત નો કોઇ હુક્મ હાસીલ કરી શકાય છે. આલીમો એ તેને “ તજુઝા” મસાદીરે તશરીઅ, અથવા તો મસાદીરે તશરીઅ – ઇસ્લામી નામ આપ્યુ છે. અને તે ઇજ્માઅ અને કીયાસ છે. ઇજ્માઅ ઇજ્માઅ એટ્લે કે આપ સ.અ.વ. ના મુત્યુ પછી કોઇ ખાસ ઝમાના મા ઉમ્મ્તે મુસ્લીમા ના મુજતહીદીનોનો કોઇ શરઇ દલીલ વડે શરીઅત ના કોઇ મસ અલા પર મુત્તફિક થવુ. અલ્લાહ ફરમાવે છે કે “ પરંતુ જે વ્યક્તિ રસુલ નો વિરોધ કરવા ઉપર ઉતરી આવ્યો હોય અને ઇમાન વાળાઓ ના માર્ગ સીવાય બીજો કોઇ માર્ગ અપનાવે , જ્યારે કે સીધો માર્ગ તેના પર સ્પષ્ટ થય ચુક્યો હોય, તો અમે તેને તેજ તરફ ચલાવીશુ. જે દીશા મા તે પોતે વળી ગયો છે. અને તેને જહન્નમ મા ઝોકીશુ. જે સૌથી ખરાબ ઠેકાળુ છે.( નીસા : 115) ઇમામ ઇબ્ને કષીર રહ. કહે છે કે ઇમામ શાફઇ રહ. ઘણુ સમજીને આ આયત થી ઇજ્માઅ ને ષાબીત કરે છે. ( તફસીરુ-અલ-કુર આન- અઝીમ 2/143) અબ્દુલ્લાહ બીન ઉમર રઝી. ફરમાવે છે. કે આપ સ.અ.વ. એ ફરમાવ્યુ “ મારી ઉમ્મત ને અલ્લાહ ગુમરાહી અને ઝલાલત પર મુત્તફિક નહી કરે. અને અલ્લાહ નો હાથ જમાઅત પર છે. ( તીરમીઝી : 2167) આના થી મુરાદ આલીમો, મુજતહીદીન છે જે લોકો દીન ના કોઇ પણ ખોટા મસ અલા પર મુત્તફિક નહી થાય. ( તહફતુ-અલ- અહવઝી: 6/321) શૈખ ઉષ્યમીન રહ. કહે છે. કે ઉમ્મત નો કોઇ વસ્તુ પર ઇત્તેફાક યા તો હક્ક હશે નહી તો બાતીલ. અગર હક્ક હોય તો આ હુજ્જત છે અને જો આ બાતીલ હોય તો આ કેવી રીત્ના મુમ્કીન છે કે અલ્લાહ આ ઉમ્મત ને એક બાતીલ વસ્તુ પર મુત્તફિક કરે . કારણ્કે દીને ઇસ્લામ સાચ્ચો મઝહ્બ છે તે અલ્લાહ તરફી જ છે અને કીયામત સુધી આ દીન રહેશે તો આ મુમ્કિન જ નથી ઉમ્મત કોઇ એક બાતીલ મસ અલા પર મુત્તફિક થાય. કીયાસ કીયાસ નો મતલબ આ થાય છે કે એક એવો મસઅલો જેની કોઇ શરઇ દલીલ નથી તે મસઅલાને એક એવા મસઅલા થી ષાબીત કરવુ જેની શરઇ દલીલ મોજુદ છે. જેની દલીલ નથી તેને ફરઅ અને જેની દલીલ હોય તેને અસલ કહેવામા આવે છે. અલ્લાહ ફરમાવે છે. “ અલ્લાહ જ હવાઓ ને ચલાવે છે. જે બાદલો ને ઉઠાવે છે. પછી અમે તે વાદળો ને બનજર ઝમીન તરફ ફૈરી દઇએ છીએ. તેના થી બનજર ઝમીન તેનાથી ઝીન્દહ થઇ જાય છે. એવી જ રીત ના મર્યા પછી પાછુ ઉઠ્વાનુ છે. ( ફાતીર ; 9) ઇબ્ને ઉષ્યમીન ફરમાવે છે અલ્લાહે આ આયત મા મખ્લુક ને બીજી વાર ઉઠ્વાને પહેલી ખિલકત થી મુશાબહત આપી છે. અને મુરદાર ને ઝીન્દહ કરવાને મુરદાર ઝમીન ને બીજીવાર સીચાઇ વારી થવા પર દલીલ છે. અને આ જ કીયાસ છે. ( અલ ઉસુલ મીન ઇલ્મી અલ ઉસુલ 68) અબ્દુલ્લાહ બીન અબ્બાસ રઝી. ફરમાવે છે કે રસુલ સ.અ.વ. પાસે એક ઔરતે આવીને કહ્યુ કે અલ્લાહ ના રસુલ મારી માં ગુઝરી ગઇ તેના પર એક મહીના ના રોઝહ હતા. આપ સ.અ.વ. એ ફરમાવ્યુ કે અગર તેનુ દેવુ હોત તો એ દેવુ તારે ચુકાવુ પરતુ કે નહી? તેણે કહ્યુ હા મારે જ ચુકાવુ પડ્તુ. તો આપ સ.અ.વ. એ ફરમાવ્યુ કે પછી તો અલ્લાહ નુ દેવુ એ તો પહેલા આપ્વુ ઝરૂરી છે. ( મુસ્લિમ : 1148) આ હદીષ મા પણ્ કીયાસ ની દલીલ મળે છે. ઇમામ શાફઇ રહ. ફરમાવે છે કે કોઇને પણ જ્ઞાન વગર શરીઅત ના કોઇ પણ મસ અલા પર હલાલ અને હરામ નો ફેસ્લો કરવાનો હક્ક નથી. હા અગર તે કુર આન, હદીષ, ઇજ્માઅ અને કીયાસ નુ જ્ઞાન હોય તો તે ફૈસ્લો કરી શકે છે. ( અર-રીસાલહ- 39) ઇબ્ને તૈયમા રહ. ફરમાવે છે જયારે આપણે કીતાબ વ સુન્નત અને ઇજમાઅ કહીયે છે ત્યારે આ ત્રણની અસલ એક જ છે. કારણ્કે જે કઇ કુર આન મા છે તેના મુજબ રસુલ છે અને આના પર ઇત્તેફાક છે, અને મોમીન સૌ કીતાબુલ્લાહ ની ઇત્તેબાઅ ને વાજીબ જાણે છે. અને એવી જ રીતે રસુલ ની પણ ઇત્તીબાઅ કરવાનો કુર આન આદેશ આપે છે. આના પર પણ મુત્તફિક છે. અને એવી જ રીતના મુસલ્માન જેના પર મુત્તફિક થાય તે પણ હક્ક અને કીતાબ વ સુન્નત ના બરાબર જ છે. ( મજ્મુ-ઉલ- ફતાવા 40/7) અને ડોકટર અબ્દુલ કરીમ ઝયદાન કહે છે કે “ જ્યારે આપણે ફીક ની વાત કરીએ તો ફીક ના અસલ મસાદીર જેને આપ્ણે મસાદીરે તશરીઅ અથવા તો મસાદીરે તશરીઅ ઇસ્લામી કહીયે છે તે બધા જ મસાદીર અલ્લાહ ની વહી તરફ લોટે છે એટ્લા માટે જ તો કુર આન અને હદીષ ને મસાદીરે અસ્લીયા કહેવામા આવે છે અને આ બન્ને ના તાબેઅ એ મસાદીર જેમની તરફ કીતાબ વ સુન્નત નુ ફર્માન છે અને તેછે ઇજ્માઅ અને કીયાસ... બીજા મસાદીરે તશરીઅ એ ચાર મસદર ને છોડીને બીજા મસદર ઉદાહરણ તરીકે સહાબી નુ કહેવુ, ઇસ્તેહ્સાન, સદ્દુ-લ- ઝરાએઅ, ઇસ્તીશહાબ, ઉર્ફ, આપણા થી પહેલા ની શરીઅત, અને મસાલેહુલ-મુરસીલહ. આ મસાદીરો ને હુજ્જીયત માનવામા આલીમો નો ઇખ્તેલાફ છે આ બધાજ કીતાબ વ સુન્નત ના તરફ લોટાવીને ફૈસલો કરીશુ. આલીમો ના મંતવ્ય ઇમામ અબુ હનીફા રહ. ફરમાવે છે. કે “ આ મારુ મંતવ્ય છે. અને મારા થી સારી કોઇ દલીલ લાવશે તો તેને હુ ઝરૂર કબુલ કરીશ. ઇમામ માલીક રહ. ફરમાવે છે કે ‘ હું તો એક ઇનસાન છુ હું પણ ભુલ કરુ છુ અને દુરુસ્ત પણ. મારી કોઇ પણ વાત કીતાબ વ સુન્નત જોડે ચકાશો. ઇમામ શાફઇ રહ. ફરમાવે છે કે ‘ જ્યારે હદીષ સહીહ હોય તો મારો કોલ દીવાર પર મારો. અને દલીલ તમને રસ્તા પર થી પણ મળે તો તે મારો કોલ છે. અને ઇમામ એહમદ રહ. ફરમાવે છે. ન તો મારી તકલીદ કરો ન તો માલીક ની તકલીદ કરો ન શાફઇ ન તો ષોરી ની અને એવી જ રીત્ના જ્ઞાન પ્રાપ્ત કરો જેવી રીત્ના અમે જ્ઞાન મેળવ્યુ. અને તેમણે આ પણ કહ્યુ કે દીન મા કોઇ માણસ ની પણ તકલીદ ન કરો. કારણ કે તેના થી ભુલ થઇ શકે છે. આ વાતો થી એ વાત ષાબીત થાય છે કે કોઇ પણ માણસે કોઇ ઇમામ ની તકલીદ કરવી બરાબર નથી. આપણા પર આ ઝરૂરી છે કે આપ્ણે કીતાબ વ સુન્નત ની વાતો ને માન્યે અને જે હક્ક હોય તેના પર જ અમલ કરવો જોઇએ ચાહે ઇમામે તેના ખીલાફ જ કેમ કરવાનુ ન કહ્યુ હોય્ ઇમામ ઇબ્ને તૈય્મા રહ. ફરમાવે છે કે કોઇ એક માણસ ની જ તકલીદ કરવી બરાબર નથી તકલીદ ના નામ પર લોકો એટ્લા અધકાર મા પડી ગયા છે કે તે જે ઇમામ ને માને છે તે જે કહે તેજ સાચ્ચુ તેના વગર બધુ જ ખોટુ. હદ તો અહી સુધી કે કીતાબ વ સુન્નત ના ખીલાફ પણ કરવા તૈયાર છે. ખરેખર આ હક્ક તો રસુલ નો જ છે. ( મજમુઉલ ફતાવા ; 23/382) અને શૈખ અલ્લામા સુલૈમાન બીન અબ્સુલ્લાહ રહ. કહે છે કે મોમીન પર આ વાત ઝરૂરી છે કે તે અલ્લાહ ની કીતાબ અને સુન્નત ને જ માને તેના ખીલાફ કોઇ પણ ઇમામ કે આલીમ કે બીજા કોઇ ને પણ તરઝીહ ન આપે આપ સ.અ.વ. એ આપ્ણ ને આજ હુક્મ આપ્યો છે. અને બધાજ આલીમો આના પર મુત્તફિક છે. જાહીલ અનપઢ લોકો આ વાત માનવા તૈયાર નથી થતા. ( તૈસુર-અલ-અઝીઝ-અલ-હમીદ ; 546) વધારે જુઓ કુર આન હદીષ, ઇજ્માઅ , કીયાસ, વહી વગેરે........ |