લૈલતુલ્ કદ્રનો શાબ્દિક અને કાયદાકીય અર્થ

Table of Contents

 

લૈલતુલ્ કદ્ર નો શાબ્દિકઅર્થ : 

કદ્ર શબ્દ ષુલાષી મુજર્રદ ના બાબ ઝરબ અને નસર નું મસ્દર છે, જેનો અર્થ કોઇ પણ વસ્તુની સમાપ્તિ, કોઇ કમી વધારા વગર બરાબર હોવું, જેવું કે કહેવામાં આવે છે કે હાઝા કદરુ ઝાલિક આ તેના બરાબર છે, તાકાત, હિમ્મત, ઇઝ્ઝત, મહાનત, માલદારી, તેનું બહુવચન અકદાર છે,

કદ્રના કેટલાક બીજા અર્થ પણ છે, રોજીમાં તંગીનો અર્થ પણ થાય છે,

 

લૈલતુલ્ કદ્રનો કાયદાકીય અર્થ ;

અત્યંત મહાનતાવાળી રાત જે રમઝાન ના છેલ્લા દસ દિવસમાં હોય છે, જેવું કે હદીષમાં પણ છે

"تحرّوُا ليلة القدر في الوتر من العشر الأواخر من شهر رمضان"(બુખારી/ સલાતુત તરાવીહ 1880 અને ફીલ્ વિતરી મઅલ્ અશરી 1878 માં છે)

  આયશા રઝી, રિવાયત કરે છે કે આપ સ.અ.વ.એ ફરમાવ્યું રમઝાન માસમાં છેલ્લા દસ દિવસોમાં લૈલતુલ્ કદ્રને શોધો..

ઘણા આલીમોએ આ વાતની પુષ્ટી કરી છે, કે આ રાત રમઝાન માસના છેલ્લા દસ દિવસોમાં જ છે, પરંતુ કેટલાકે રમઝાનમાં સત્યાવીસ રાત  ને લૈલતુલ્ કદ્ર ગણી છે.

 

લૈલતુલ્ કદ્રને છૂપી રાખ્વા પાછળના કારણો :

અબૂ સલમા બયાન કરે છે કે મેં અબૂ સઇદ ખુદરી રઝી, થી સવાલ કર્યો તેઓ મારા મિત્ર હતા, તેમણે જવાબ આપ્યો કે અમે આપ સ.અ.વ. સાથે રમઝાન માસનાઅ વચ્ચે ના દસ દિવસોમાં એઅતેકાફમાં બેઠા, પછી વીસ તારીખની સવારે આપ સ.અ.વ. એઅતેકાફથી નીકળ્યા, અને અમાને ખુત્બો આપ્યો, આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે મને લૈલતુલ્ કદ્ર બતાવવામાં આવી, પરંતુ ભુલાવી પણ દેવામાં આવી, અથવા તો આપ સ.અ.વ.એ એવું ફરમાવ્યું કે હું પોતે ભુલી ગયો, એટલે તમે તેને છેલ્લા દસ દિવસોમાં શોધો, મેં આ પણ જોયું છે કે (સપનામાં) કે હું કીચડમાં સિજદો કરૂ છું, એટલા માટે જેણે મારી સાથે એઅતેકાફ કર્યો હોય તે ફરી મારી સાથે બેસી જાય, હાઁ અમે ફરી એઅતેકાફ કર્યો, તે વખતે આકાશ પર વાદળનો એક ટુકડો પણ ન હતો, પણ જોત જોતામાં જ વાદળો છવાઇ ગયા અને એટલો વરસાદ વરસ્યો કે મસ્જિદની છત પર થી પાણી ટપકવા લાગ્યું, જે ખજૂરની ડાળીઓ વડે બનાવી હતી, પછી નમાજ માટે તકબીર કહેવામાં આવી અમે જોયું કે આપ સ.અ.વ. કીચડમાં સિજદો કરી રહ્યા હતા, અહીં સુધી કે કીચડનું નિશાન આપ સ.અ.વ.ના માથા પર જોયા, હદીષ લૈલતુલ્ કદ્ર કે આખરી અશરે કી તાક રાતો મે સહીહ બુખારી કિતાબ લૈલતુલ્ કદ્ર કા બયાન બાબ; શબે કદર કો આખરી તાક રાતો મેં તલાશ કરના, હદીષ નં 2016)

આ રાતને છૂપી રાખવાની કેટલાક કારણો છે જે નીચે દર્શાવેલ છે.

1. તેનું ખરેખર કારણ ફકત અલ્લાહ પાસે જ છે, આ તે જવાબા છે જ્યારે સહાબા આપ સ.અ.વ. ની અદાલત માં તે વખત આપતા હતા જ્યારે તેઓને ચોક્કસપણે જ્ઞાન ના હોય, તેઓ ફરમાવતા કે અલ્લાહ અને તેના પયગંબર વધુ જાણે છે. (બુખારી/મુસ્લિમ મિશ્કાત કિતાબુલ્ ઇમાન )

2. જેથી આપણે રાતને રમઝાનમાસ ના છેલ્લા દસ દિવસોમાં શોધીએ, અને આ વસ્તુમાં બંદગીની મીઠાસ છે.

3. આ શોધમાં એવી મીઠાસ છે જે સામાન્ય રીતે બીજી રાતોમાં નથી,

4. આ શોધમાં અલ્લાહ તઆલાના આદેશ પાલન દેખાઇ આવે છે, અને આ તે લઝઝત નથી જેના આપણે આદી છે, પરંતુ તેની ખુબી અલગ હોય છે, કારણ કે ઘણી વખતે આપણા માટે તે આદેશોનું પાલન સરલ હોય છે જેના આપણે આદી છે, પરંતુ કાયદો આ પ્રમાણે છે કે હંગામી બંદગી કરવામાં ફળ અને ષવાબ બન્ને વધારે મળે છે.

5. આના વડે સતત કાર્યોને આદી બનીએ છીએ, કારણકે લૈલતુલ્ કદ્ર જાહેર કરી દેવામાં આવે તો સુસ્ત લોકો આ જ રાત પર બસ કરશે, અને બીજી રાતોમાં બંદગી નહી કરે.

6. આ રાતમાં દીનના આદેશનો જવાબદાર વ્યક્તિનો દિન તેમના પાલનહાર સાથે ખુલ્લી રીતે જોડે છે, એવી જ રીત જુમા , જમાઅત, બન્ને ઇદ, હજ્જ વગેરે જેવી બંદગીઓ ખરેખર તે સ્રોત છે જેમને ઇસ્લામની શરીઅતે એક સમાન્ય બંદગી વગર સતત કરીબ માટે ખાસ કરી છે, અને આ એક એવી નૈકી છે જેના કારણો અને ફાયદાઓ ખુલ્લા છે.

7. ઉપરાંત આ વગર પણ કેટલાક કારણો આ રાતને છૂપી રાખવામાં છે, જે ફકત અલ્લાહ તઆલા જ જાણે છે, અને આને છૂપાવવામાં તેની મહાનતા પર કોઇ આંચ નથી આવતી, જેવું કે કવિએ કહ્યું છે

"ليس الخفاء بعارِ على امرئ ذي جلال
فليلة القدر تخفى وهي خير الليالي"

એટલે કે કોઇ મહાન વ્યક્તિ પર કોઇ વસ્તુ છૂપી રાખવાથી કોઇ ખામી અને શંકા નથી, કારણકે રાતોમાં સૌથી ઉત્તમ રાત લૈલતુલ્ કદ્ર તો છૂપી જ છે.

 

લૈલતુલ્ કદ્ર નામનું કારણ ;

1, કારણકે આ રાતની બંદગી ની કદ્ર એક હઝાર માસની બંદગી કરતા પણ ક્ષેષ્ઠ છે, એવી રીતે કે આ રાત તિયાસી વર્ષની રાતની બંદગી બરાબર છે, જે પાછલા સમૂદાયોની લગભગ ઉમર જેવી જ છે, અને ઉમ્મતે મુહમ્મદીયહના લોકોની ઉમર લગભગ સાઇઠ સિત્તેર વર્ષની વચ્ચે છે, તો આના કારણે અલ્લાહ તઆલાએ આપણને આ રાત આપી, જેથી ઉમ્મતે મુહમ્મદીયહ પર અલ્લાહની ખાસ કૃપા છે.

2. કારણકે અલ્લાહ તઆલાએ આ રાતમાં  કુરઆન મજીદને લોહે મહફુઝથી દુનિયાના આકાશ પર અવતરિત કર્યુ, પછી તેવીસ વર્ષની મુદ્દત માં આપ સ.અ.વ. પર અવતરિત કર્યુ.

3. કારણકે આ રાતે ધરતી પર ફરિશ્તાઓ ઉતરે છે, જેથી ધરતી પર કૃપાઓ બનીને રહે, અને તે ફરિશ્તાઓના આવવાથી ધરતી તંગ થઇ જાય છે.

4. આ ભાગ્યની રાત છે, જેવું કે ઇબ્ને અબ્બાસ રઝી, ની હદીષ છે કે આ રાતમાં ભાગ્ય લખવામાં આવે છે, અને વર્ષ દરમિયાન થનારી વરસાદ, રોજી, પૈદાઇશ અને મૃત્યુ ના નિર્ણય થાય છે.

 

 લૈલતુલ્ કદ્ર રાતની નિશાનીઓ ;

ચોક્કસપણે આ રાતની ઓળખ બતાવવી યોગ્ય નથી, પણ આ રાતની કેટલીક નશાનીઓ આલીમોએ બતાવી છે,

1.     વાદળ ન હોય પરંતુ આકાશ સાફ અને પ્રકાશિત હોય.

2.     ચારેય તરફ શાંતિ છવાયેલી હોય.

3.     મૌસમ મધ્યમ હોય ન તો વધારે ગરમી અને ન તો સરદી

4.     સવારે સૂર્યનું કિરણો વગર નીકળવું

5.     સવાર થયા સુધી કોઇ પણ તારાઓ નું ન તુટવું

 

લૈલતુલ્ કદ્ર ની દુઆ

હઝરતે આયશા રઝી, તેઓએ કહ્યું કે અલ્લાહના પયગંબર જો મને લૈલતુલ્ કદ્ર ની રાત મળી જાય તો કેવી દુઆ પઢું ? આપ સ.અ.વ.એ ફરમાવ્યું  આ દુઆ પઢ

"اللہم إنك عفو تحب العفو فاعف عني"۔ ‘ અય અલ્લાહ તુ માફ કરવાવાળો છે, અને માફી ને પસંદ કરે છે, તું મને માફ કરી દેં. (સુનન ઇબ્ને માજા દુઆ કે ફઝાઇલ વ આદાબ ઔર અહકામ વ મસાઇલ બાબ : અફવ આફિયત કી દુઆ કા બયાન ; હદીષ નં 3850 શૈખ  અલ્બાની રહ. આ હદીષને સહીહ કહી છે.)

દરેક પ્રકારની પ્રશંક્ષા બન્ને જગતના પાલનહાર માટે જ છે.

 

801 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ