રોઝાનો શાબ્દિક અને કાયદાકીય અર્થ

રોઝાનોશાબ્દિકઅર્થ 

પરોઢિયું થી લઇં સૂર્યાસ્ત સુધી રોઝા તોડવા વારી વસ્તુઓને અલ્લાહની ઇબાદત સમજી છોડી દેવું.

અલ્લાહ તઆલા ફરમાવે છે “"يٰٓاَيُّہَا الَّذِيْنَ اٰمَنُوْا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَـمَا كُتِبَ عَلَي الَّذِيْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ۝۱۸۳ۙ(البقرة:183)

અર્થ : હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા જરૂરી કરવામાં આવ્યા છે, જેવી રીતે કે તમારા પહેલા લોકો પર જરૂરી કરવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાવ.

નિ:શંક આપ સ.અ.વ. એ ઊમર રઝી. ની હદીષે મુસાફિરમાં રોઝાને ઇસ્લામના સિદ્રાંતોમાં ગણતરી કરી છે, ફરમાવ્યું “ વર્ણન કરે છે કે એક દિવસે અમે પયગંબર પાસે બેઠા હતા, એટલા માંજ એક વ્યક્તિ આવ્યો, જેના કપડા ઘણા સફેદ અને તેના વાળ ઘણા જ કાળા હતા, તેના ઊપર સફરના નિશાન પણ ન હતા, અને અમારા માંથી કોઇ વ્યક્તિ તેને જાણતું પણ ન હતું, તે આપ સ.અ.વ. પાસે આવી બેસી ગયો, અને પોતાના ઘુંટણને આપ સ.અ.વ. સાથે લગાવી દીધા, પોતાની હથેળી આપ સ.અ.વ. ના જાંઘ પર મુકી દીધી, ફરી કહ્યું “ હે મુહમ્મદ મને ઇસ્લામ વિશે જણાવો, આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે “ સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઇ બંદગીના લાયક નથી, અને મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના પયગંબર છે, નમાઝની પાબંદી કરવી, ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, અને જો તાકાત હોય તો અલ્લાહના ઘરનો તવાફ (ચક્કર) કરવો. તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, અમાને આશ્ર્ચર્ય થયું કે કે પોતે જ સવાલ કરે છે અને પોતે જ જવાબની પુષ્ઠિ પણ આપે છે, ફરી સવાલ કર્યો કે મને ઇમાન વિશે જણાવો, આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે અલ્લાહ પર ઇમાન, ફરિશ્તો પર ઇમાન, તેની કિતાબો પર ઇમાન, તેના પયગંબરો પર ઇમાન, આખેરત (પરલોક)  પર ઇમાન, અને સારી તથા ખરાબ ભાગ્ય પર ઇમાન લાવ્વું. તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, તેણે સવાલ કર્યો કે મને એહસાન વિશે જણાવો, આપ સ.અ.વ. એ જવાબ આપ્યો કે અલ્લાહની બંદગી તેવી રીતે કરો કે જાણે તમે તેને જોઇ રહ્યા છો, અને જો તમે તેને નથી જોઇ રહ્યા તો તે તો તમને જોઇ રહ્યો છે.

તેણે ફરી સવાલ કર્યો હવે મને કયામત વિશે જણાવો ? આપ સ.અ.વ. એ ફરમાવ્યું જેનાથી સવાલ કરવામાં આવી રહ્યા છે તે સવાલ કરવાવાળાથી વધારે નથી જાણતો, તેણે કહ્યું સારૂ તો મને તેની નશાની તો જણાવો, આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે એક તો આ કે બાંદી પોતાના માલિકને જનમ આપશે, બીજુ કે તમે જોશો કે ખુલ્લા પગ, નિવસ્ત્ર, લાચાર, લોકો મોટા મોટા મહલ બનાવશે,” ઊમર રઝી. કહે છે હું ત્રણ દિવસ સોધી રૂકી રહ્યો, પછી મને આપ સ.અ.વ.એ ફરમાવ્યું “ ઊમર તમે જાણો છો કે સવાલ કરનાર કોણ હતું ? મેં કહ્યું અલ્લાહ અને તેના પયગંબર વધારે સારૂ જાણે છે,  આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે તે જિબ્રઇલ અ.સ. થે. તેવો તમાને દીનના સિદ્રાંતિ વિશે જાણકારી આપવા આવ્યા હતા.”

 (સહીહ મુસ્લિમ કિતાબુલ્ ઇમાન 6 )

જાણવા મળ્યું કે રોઝા એક શારીરિક બદંગી છે, અને ઇસ્લામના સિદ્રાંતો માંથી એક સિદ્રાત છે.

અરબી શબ્દ “ અસ્સ-વ્મું નો શાબ્દિક અર્થ આ છે “ કોઇ વસ્તુથી સંપૂણપણે રૂકી જવું” અને આ શબ્દ માનવી, જાનવર, અને નિર્જીવ વસ્તુઓ સૌ માટે ઉપયોગ થાય છે,

વાતચીત થી રૂકી જવા વ્યક્તિને પણ સાઇમ કહેવામાં આવે છે, જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે, "فَنَادَاهَا مِن تَحْتِهَا أَلَّا تَحْزَنِي قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِيًّا، وَهُزِّي إِلَيْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسَاقِطْ عَلَيْكِ رُطَبًا جَنِيًّا، فَكُلِي وَاشْرَبِي وَقَرِّي عَيْنًا ۖ فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا"(سورۃ مریم:26۔24)

એટલા માંજ તેને નીચેથી અવાજ આપ્યો, કે નારાજ ન થાવ, તારા પાલનહારે તમારા પગ નીચે એક ફુવારો જારી કરી દઇશું, અને આ ખજૂરના ઝાડને પોતાની તરફ હલાવ, આ તારી સામે તાજી અને પાકી ખજૂરો આપશે, હવે આરામથી ખાવો પીવો અને આંખો ઠંડી રાખ, જો તને કોઇ માનવી દેખાઇ આવે તો કહી દેજે કે મેં અલ્લાહ દયાળુંના નામનો રોઝો રાખ્યો છે, હું આજે કોઇ વ્યક્તિ સાથે વાત નહીં કરુ”

હા વાત કરીએ, જાનવરો માટે, સૌવ્મ શબ્દ નો ઉપયોગ આ પ્રમાણે થાય છે, “ ખય્લુન્ સિયામુન્, અને ખય્લુન્ ગય્ર સિયામીન્, બિમારીના કારણે ભુખ્યા ઘોડાને રોઝગાર ઘોડો, અને ઘાસ-ફુંસની જુગાલી કરવાવાલા ઘોડાને બિન રોઝગાર કહેવામાં આવે છે.

નિર્જીવ વસ્તુઓ માટે આ સૂચન : “ સામતિશ્ શમ્સુ ફી કબદીસ્ સમાઅ” સૂર્ય ના ઝવાલ વખતે થોડોક સમય રૂકી જવું. સૂર્ય એ આકાશના ટુકડામાં રોઝો રાખ્યો.”

 

રોઝાનો કાયદાકીય અર્થ

કોઇ ખાસ વસ્તુને ખાસ ગુણની સાથે કોઇ ખાસ વ્યક્તિ તરફથી એક નક્કી કરેલ સમયમાં અને નક્કી કરેલ શર્તો સાથે રૂકી જવાને સવ્મ કહેવામાં આવે છે.

ખાસ વસ્તુથી રૂકી જવું એટલે કે રોઝો ખત્મ કરનારી ત્રણ વસ્તુથી બચીને રહેવું, અને તે આ છે, ખાવાનું, પીવાનું, અને સંભોગ કરવાથી બચવું.

ખાસ ગુણ અર્થાત, અલ્લાહથી નજીક થવાનો ઇરાદો કરતા રોઝા રાખવા, એટલા માટે જ જો કોઇ વ્યક્તિ રોઝા તોડનારી વસ્તુઓથી નિય્યત અને ઇરાદા વગર બચીને રહ્યો તો તેનો રોઝો કાયદાકીય નહી ગણાય કે તેના રોઝા રાખવાનું ફળ તેને આપવામાં આવે. પરંતુ તે ફકત શાબ્દિક રોઝો ગણાશે.

ખાસ સમય અર્થાત પરોઢ થી લઇ સૂર્યાસ્ત સૂધી દર્શાવેલ વસ્તુઓથી રૂકી જવું.

 

ખાસ શર્તો અર્થાત માસિક અને નિફાસની પાકી સાથે લગ્ન ની વયે પહોંચી જવું, અને લગ્ન પુરૂષો માટે વીર્યનું ટપકવું અને સ્ત્રીઓ માટે માસિકના દિવસો છે, એવી જ રીતે વ્યક્તિનું સમજદાર હોવું, કારણકે કોઇ પાગલ અને ભોલી જનાર વ્યક્તિ અને આ બન્ને માફક લોકોની બંદગીની કબૂલ થતી નથી.

 

જે લોકો પુખ્ત વયના નથી તેઓનો પણ રોઝો ગણાશે ભલેને તેમના ઊપર રોઝા રાખવા જરૂરી નથી, હાઁ તેને પ્રોત્સાહન આપવા માટે રોઝા રાખવાની આદત બનાવી પડશે, બડજબડીથી નહીં

 

દરેક પ્રકારની પ્રશંક્ષા બન્ને જગતના પાલનહાર માટે જ છે.

680 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ