રોઝહ


રોઝહ ઇસ્લામ ની બુન્યાદ માં થી એક બુનયાદ છે. રોઝહ નો અર્થ ખાવા પીવા, બોલવા, અને હમબિસ્તરી કરવાથી રૂકી જવુ. શરીઅત ની ઝુબાન માં રોઝહ એટલે કે એક ખાસ શર્તો સાથે, ખાસ દિવસો માં, ખાવા પીવા , બેકાર ના કાર્યો, અને દિવસ માં હમબિસ્તરી કરવાથી રૂકી જવુ. 

 

અનુક્રમ્ણીકા

 

રોઝહ આ ઉમ્મત ની ખુસુસીયત માં શામિલ નથી. 

અલ્લાહ ફરમાવે છે “ અય ઇમાન વાળાઓ! તમારા પર રોઝહ ફર્ઝ કરવામાં આવ્યા છે જેવી રીત ના કે તમારા આગલા લોકોમાં ફર્ઝ કરવામાં આવ્યા હતા. આ એટ્લા માટે કે તમે નૈક બની જાઓ. ( બકરહ : 183 ) આ આયત આ વાત ની દલીલ છે કે રોઝહ એ જુની ઇબાદત છે. આપણા પહેલા લોકો પર પર રોઝ્હ  ફર્ઝ હતા. જેવી રીત  કે આપણા પર ફર્ઝ કરવામાં આવ્યા છે. પરંતુ હા આ વાત ની કોઇ ખબર આપ સ.અ.વ. આપી નથી કે તેઓ રમઝાન ના રોઝહ રાખતા હતા. યા નહી તો બીજા. ( ફતાવા બીન બાઝ : 7/15 )

 

રોઝહ ક્યારે ફર્ઝ કરવામાં આવ્યા?

રમઝાન ના રોજહ 2 હીજરી માં ફર્ઝ કરવામાં આવ્યા. અને આપ સ.અ.વ. એ પોતાની ઝિન્દગી માં 9 વર્ષ સુધી રમઝાન ના રોઝહ રાખ્યા. ઇમામ નવવી રહ. ફરમાવે છે કે રમઝાન ના રોઝહ 2 હીજરી માં ફર્ઝ થયા અને આપ સ.અ.વ. 11 હીજરી રબીઉલઅવ્વલ ના મહીના માં વફાત પામ્યા.

 

રમઝાન ના રોઝહ કોના પર ફર્ઝ છે? 

જેમાં પાંચ શર્તો હોય તેના પર રમઝાન ના રોજહ ફર્ઝ કરવામાં આવ્યા. તે આ પ્રમાણે છે. મુસલમાન હોવુ, મુકલ્લફ હોય , રોઝહ રાખવાની તાકત ધરાવતો હોય, મુકિમ હોય, તેમા કોઇ બીમારી કે ના રાખવાનુ કારણ ના હોવુ જોઇએ.

 

  1. મુસલમાન હોવુ : કાફીર રોઝહ નથી રાખી શક્તો, અને ન તો તેના પર ફર્ઝ છે અને તેના રોઝહ રાખ્વુ સહીહ પણ નથી, અને જો તે મુસલમાન થઇ જાય તો તેના પર રોજહ ની કઝા પણ ફર્ઝ નથી. અલ્લાહ ફરમાવે છે “ તેમના આપેલા માલ સ્વીકાર થવાનુ કારણ આ સિવાય કાઇ જ ન હતુ કે તેઓ એ અલ્લાહ અને તેના રસુલ નો ઇનકાર કર્યો, નમાઝ માટે આવે છે તો આળસ કરતા આવે છે. અને અલ્લાહ ની રાહ માં ખર્ચ કરે છે તો અનિચ્છાએ ખર્ચ કરે છે, ( તૌબા : 54 )
     
  2. મુકલ્લફ હોવો ઝરૂરી છે. એટ્લે કે તેનામાં અક્લ હોય અને તે બાલીગ પણ હોય, કારણ્કે બાળક અને પાગલ મુકલ્લફ નથી. અકલ હોવી પણ ઝરૂરી છે કારણ્કે પાગલ પર શરીઅત ના કોઇ પણ હુકમ લાગુ થતા નથી. 
     
  3. તેના મા તાકત પણ હોવી ઝરૂરી છે. એટ્લે કે તે રોઝહ રાખવાની તાકત ધરાવતો હોવો જોઇએ. અને જે રોઝહ રાખવાની તાકત નથી ધરાવતો પરંતુ આલીમો એ કહ્યુ કે તેના પર રોઝહ ની કઝા એટ્લે કે તેને રોજહ દોહરાવવા પડશે. અલ્લાહ ફરમાવે છે “ કે મુસાફીર અને બીમાર પર રોજહ નથી પરંતુ તે લોકો ઝરૂર થી દોહરાવશે. 

    આ બીમાર બે પ્રકાર ના હોય છે.  1) જેની બીમારી વકતી હોય છે 2) એક તે બીમાર જેની બીમારી હમેંશા માટે હોય છે. ઉપર તે લોકો માટે જેની બીમારી વકતી હોય છે. જે લોકો ની બીમારી હમેશા માટે હોય છે તેઓ એક મીસ્કીન્ને ખાવાનુ ખવડાવી દેશે. અલ્લાહ ફરમાવે છે જે તેની તાકત રાખે તેઓ એક મીસ્કીન ને ખાવાનુ ખવડાવી દે. ( બકરહ : 184)  ઇબ્ને અબ્બાસ રઝી. આ આયત ની તફસીર માં કહે છે કે એવો વુધ્ધ મર્દ કે ઔરત  જેને રોજહ રાખવાની તાકત ના હોય તેઓ રોઝ એક મીસ્કીન ને ખાવાનુ ખવડાવી દે. 
     
  4. મુકીમ ; અગર કોઇ મુસાફીર છે તો તેના પર રોઝહ રાખવા ફર્ઝ નથી. અલ્લાહ ફરમાવે છે “ અગર કોઇ બીમાર કે મુસાફીર હોય તો તે બીજા દિવસો મા રોઝહ રાખી લે. આલીમો નો ઇત્તેફાક છે કે મુસાફીર માટે રોઝહ ન રાખવા બહેતર છે. કારણકે અલ્લાહ કહે છે કે પોતાની ઝાત ને કતલ ન કરો. 
     
  5. કોઇ વસ્તુ માનેઅ ન હોય, આ વસ્તુ ઔરતો માટે ખાસ છે. હાઇઝ્હ અને નિફાસ વાળી ઔરતો પર રોઝહ ફર્ઝ નથી. આપ સ.અ.વ. ફરમાવે છે ઔરત ને હૈઝ અને નિફાસ આવવાથી ન તો તેમના પર રોઝહ ફર્ઝ છે અને ન તો નમાઝ, અગર ઔરત  રોઝ્હ રાખવાની તાકત પણ રાખે તો પણ તેને તેની કઝા કરવી ઝરૂરી છે. અને આલીમો નો ઇત્તેફાક છે.

 

રોઝહ રાખવાની શરઇ હિકમત

સૌ પ્રથમ આપણે આ વાત જાણી લેવી જોઇએ કે અલ્લાહ ના નામો માંથી એક નામ હકિમ પણ છે. અલ્લાહે આપણ ને રોઝહ રાખવાનો આદેશ આપ્યો તેમાં પણ કોઇ હિક્મત ઝરૂર હશે, તેના આદેશો હિકમત પર જ હોય છે. 2) બીજી હિકમત આ છે કે અલ્લાહે આપેલા બધાજ આદેશો હિકમત પર જ છે. કઇંક વખતે તેની હિકમત નુ જ્ઞાન આપણ ને હોય છે અને કઇંક વખતે તેની હિકમ્તો નુ જ્ઞાન નથી પર હોતુ. અને કઇંક વખતે આપણી અકલ થોડીક હિકમતો ને જાણી શકે છે અને થોડીક હિકમતો ને નહી. 3) અલ્લાહે આપણને રોજહ રાખવાની એક હિકમત બતાવી છે હે આયત માં દર્જ છે અલ્લાહ ફરમાવે છે કે અય ઇમાન વાળાઓ તમારા પર રોઝહ ફર્ઝ કરવામાં આવ્યા છે કે જેવી રીત ના કે તમારા પહેલા લોકો માં ફર્ઝ કરવામાં આવ્યા હતા. અને આ એટ્લા માટે કે તમે બધા પરહેઝગાર બની જાઓ. ( બકરહ : 183) રોઝહ રાખવા થી તકવો વધે છે, અને તકવા અપનાવવાનો અલ્લાહે આદેશ આપ્યો છે. અને જેનાથી તકવા માં ખલેલ થાય તેના થી દુર રહેવા નો આદેશ આપ્યો છે. આલીમોએ રોઝહ રાખવાની બીજી હિકમ્તો બતાવી છે જે આ પ્રમાણે છે.

 

રોઝહ ની હિકમતો

  1. રોઝહ અલ્લાહે આપેલી નેઅમતો નો શુક્ર કરવાનો એક ઝરીઓ છે. કારણ કે રોઝહ ખાવા પીવાનુ છોડી દેવાનુ નામ નથી, પરંતુ ભોજન કરવુ એ ઝબરદ્સ્ત નેઅમત છે રોઝહ રાખવાથી તે નેઅમત નો એહસાસ થાય છે.
     
  2. રોઝહ હરામ કામ છોડવા માટેનો એક ઝબરદ્સ્ત વસીલો છે. જ્યારે અલ્લાહ ના હુકમ થી નફ્સ એક હલાલ કામ થી રૂકી શકે છે તો જે કામ હરામ છે તેના થી તો નફ્સ વધારે પડ્તો દુર રહેશે. રોઝહ રાખવાથી બંદો હરામ કામ થી દુર રહે છે.
     
  3. રોઝહ રાખવાથી ખવાહીશાત પર કંટ્રોલ્ લાવી શકાય. આપ સ.અ.વ. ફરમાવ્યુ કે “ અય નૌજવાનોની જમાઅત ! તમારા માથી જે કોઇ નિકાહ રાખવા ની તાકત રાખતા હોય તેઓ શાદી કરી લે. કારણકે શાદી કરવાથી આંખો ની અને ગુંપ્તાગ ની હિફાઝત થાય છે. અને જો કોઇ શાદી ની તાકત ન ધરાવતો હોય તો તેણે રોઝહ રાખી લેવા જોઇએ કારણકે તે તેના માટે ઢાલ છે.
     
  4. રોઝહ રાખવાથી ફકીર અને મીસ્કીનો ને હાલત ની ખબર પડે છે . જ્યારે માણસ ભુખ્યો અને તરસ્યો હોય છે ત્યારે તેને મીસ્કીનાને ફકીર યાદ આવે છે કે તેઓ કેવી રીત ના રોઝેરોઝ ભુખ્યા અને તરસ્યા રહેતા હશે.
     
  5. રોઝહ રાખવાથી શયતાન નુ ઝોર ઓછુ થઇ જાય છે. જેના થી ઇનસાન ગુનાહ ના કામ ઓછા કરતા હોય છે. આ એટ્લા માટે કે હદીષ મા ઝિક્ર છે કે શયતાન ઇનસાન મા ખુન ની માફક ગરદીશ કરતો હોય છે. રોઝહ રાખવાથી તેની આ ગરદીશ ની જગયા તંગ પડવા લાગે છે. જેના થી દિલ નૈકિ ના રસ્તા તરફ આવી જાય છે અને બુરાઇ ના રસ્તા થી દુર રહે છે. ( મજમુઉલ ફતાવા ; 25/246 )
     
  6. રોઝગાર પોતાને અલ્લાહ ની હિફાઝત માં તૈય્યાર કરે છે. અલ્લાહ તેની હિફાઝત કરતો હોય છે. જેના લીધે તે હરામ કામ અને ગુનાહ ના કામ થી દુર રહે છે.
     
  7. રોઝહ રાખવાથી અલ્લાહ ની પાસે અજર વ ષવાબ ની ઉમ્મીદ મા વધારો થાય છે.
     
  8. રોઝહ રાખવાથી મોમીન અલ્લાહ અને તેના રસુલ નો ઇતાઅત ગુઝાર બને છે. 

 

આ હિકમતો રોજહ માં છુપાયેલી છે.

 

 

વધારે જુઓ

અરકાને ઇસ્લામ . અરકાને ઇમાન , નમાઝ, ઝકાત , હજ્જ વગેરે....

871 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ