રસુલો પર ઈમાન


રુસૂલ એ રસુલ નું બહુવચન છે. તેનો અર્થ પયગંબર થાય છે. જે કોઈ વાત પહોચાડવા માટે મોકલવાવા માં આવ્યા હોય.સમજી લેવું જોઈએ કે અહીયાં રસુલો નો મતલબ માણસો માં થી એવા ખાસ લોગો જેમના ઝરીએ વહી ધ્વારા શરીઅત ઉતારી. અને તેમણે તબલીગ નો હુકમ આપ્યો. જ્યારે અલ્લાહે આદમ અ.સ. ને ધરતી પર ઉતાર્યા અને તેમની નસલ ધરતી માં ફેલી ગઈ તો અલ્લાહે તેમને  છોડી ન દીધા. પરંતુ અલ્લાહે તેમના માટે રોજી  નો બંદોબસ્ત કર્યો.અને તેમની નસલ માં થી અમુક પર વહી ઉતરી. અમુક અલ્લાહ પર ઈમાન લાવ્યા અને અમૂકે અલ્લાહ નો ઇનકાર કર્યો.અલ્લાહ ફરમાવે છે. “ અમે દરેકે દરેક ઉમ્મત માં એક રસુલ મોકલી દીધા અને તેના મારફત બધાને ચેતવી દીધા કે અલ્લાહ ની બંદગી કરો  અને તાગુત  ની બંદગી થી બચો .ત્યાર પછી અલ્લાહે તેમનામા થી કોઈ ને માર્ગદર્શન પ્રદાન કર્યું અને કોઈ ના ઉપર પથભ્રષ્ટા છવાઈ ગઈ.( નહલ :36) પહેલા રસુલ નુહ અ.સ. અને છેલ્લા રસુલ મોહમ્મદ સ.અ.વ. છે. અલ્લાહ ફરમાવે છે. “ હે પયગંબર અમે તમારા તરફ એવી જ રીતે વહી મોકલી છે. જેવી રીતના કે પહેલા નુહ અ.સ. પર વહી મોકલી હતી.” ( નીસા: 163) 

 

અનુક્રમ્ણીકા

 

1) કુર આન

અલ્લાહ ફરમાવે છે. અમે જે રસુલ મોકલીએ છે એટલા માટે જ તો મોકલીએ છેકે તેઓ સદાચારી લોકો ને સુભ સમાચાર આપનારા અને દુરાચારીયો ને ડરાવનારા હોય પછી જે લોકો તેમની વાત માની લે અને પોતાનું વર્તન સુધારી લે તેના માટે કોઈ ભય  અને દૂ:ખ નો પ્રસગ નથી. અને જે લોકો અમારી આયતો ને ખોટી ઠેરવે તેઓ પોતાની અવજ્ઞાના પરીણામે સજા ભોગવીને રહેશે” ( અનઆમ : 48-49) અને ફરમાવ્યું હે પયગંબર તમારા પહેલા અમે ઘણા રસુલો ને મોકલી ચૂક્યા છે. જેમાથી કેટલાક ના એહવાલ અમે તમને બતાવ્યા છે. અને કેટલાક નથી બતાવ્યા. કોઈ રસુલ ની પણ એ શકિત ન હતી કે અલ્લાહ ની અનુમતી વીના સ્વયં કોઈ નીશાની લઈ ને આવતો પછી જ્યારે અલ્લાહ નો આર્દ્શ આવી ગયો તો સત્ય પૂર્વક ફેસલો કરી દેવા માં આવ્યો અને ત્યારે દુષ્કર્મી લોકો નુકસાન માં પડી ગયા.  (ગાફીર 78) અને ફરમાવ્યું “ હે પયગંબર તમારા પહેલા પણ અમે મનુષ્યો માં થી રસુલો બનાવ્યા.જેમના પર વહી અમે વહી મોકલતા હતા તમે લોકો જો જ્ઞાન ધરાવતા ન હોવ તો ગ્રથવાળા ને પૂછી લો તે રસુલો ને અમે કોઈ એવા શરીર આપ્યા ન હતા કે તેઓ ભોજન ન લેતા હોય અને ન તો તેઓ હમેશા જીવીત રહનારા હતા. પછી જોઈલો કે અંતે અમે તેમની સાથે કરેલા વાદા પૂરા કર્યા.અને તેમને અને જેને જેને અમે ઇચ્છ યુ બચાવી લીધા અને હદ થી વધી જ્નારાઓ ને નષ્ટ કરી દીધા.( અંબીયા 7-9 ) અને ફરમાવ્યું જે લોકો અલ્લાહ અને તેના રસુલો  સાથે કુફ્ર  કરે છે.અને ચાહે છે કે અલ્લાહ અને તેના રસુલો ના વચ્ચે ભેદભાવ કરે છે અને કહે છે કે અમે કોઈ ને માનીશું નહી અને કુફ્ર અને ઈમાન વચ્ચે એક રસ્તો કાઢવાનો ઇરાદો રાખે છે.તે બધા કટ્ટર કાફીરો છે.અને આવા કાફીરો માટે અમે એવી સઝા તય્યાર કરી રાખી છે. જે તેમને  અપમાનીત અને ફજેત કરનારી છે.(નીસા ;150,151)

 

2) અલ્લાહે દરેક ઉમ્મત માં રસુલો મોકલ્યા

કોઈ પણ ઉમ્મત એવી  ન હતી કે તેમની તરફ પ્યગંબર ન આવ્યા હોય. રસુલો માં થી અમુક રસુલ ને અલ્લાહે નવી શરીઅત લઈ  મોકલ્યા અને અમુક રસુલ ને પાછલા પયગંબર ની શરીઅત ને દોહરાવવા માટે દિવ્ય પ્રકાશના ના ઝરીએ શરીઅત ઉતારી અલ્લાહ ફરમાવે છે. “ અમે દરેકે દરેક ઉમ્મત માં એક રસુલ મોકલી દીધા અને તેના મારફત બધાને ચેતવી દીધા કે અલ્લાહ ની બંદગી કરો  અને તાગુત  ની બંદગી થી બચો .ત્યાર પછી અલ્લાહે તેમનામા થી કોઈ ને માર્ગદર્શન પ્રદાન કર્યું અને કોઈ ના ઉપર પથભ્રષ્ટા છવાઈ ગઈ.( નહલ :36) એક બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. “ અને કોઈ સમુદાય એવો નથી જેમાં કોઈ સચેત કરનાર ન આવ્યા હોય (ફાતીર : 24) અને ફરમાવ્યું કે અમે તોરાત અવત્રીત કરી જેમાં માર્ગદર્શન અને પ્રકાશ હતા બધાજ પ્યાગ્મ્બરો મુસ્લીમ હતા તેના જ અનુસાર આ યહુદીઓ ના માઅમાલાઓ  ના ચુકાદા આપતા હતા.    ( માઈદહ: 44)

 

3) દરેક રસુલ ઇન્સાન અને રસુલ હતા

દરેકે દરેક રસુલ ઇન્સાન હતા. કોઈ પણ નબી એ પોતાને રબ ના બરાબર ગણ્યા જ નથી અને ન તો કોઈ નબી એ પોતાની બંદગી નો દઅવો કર્યો.અહી સુધી મોહમ્મદ સ.આ.વ. એ જે પયગંબરો ની ક્ષૂખ્લામાં છેલ્લા રસુલ હતા.તેમનો મરતબો ઉચ્ચ હતો તેમના વીશે  કહેવામા માં આવ્યું “ હે નબી આ લોકો ને કહો હું મારી જાત માટે કોઈ પણ જાત નો ફાયદો કે નુકસાન નો અધીકાર ધરાવતો નથી.અલ્લાહ જે કઈ ચાહે છે તે જ થાય છે. અને જો મને અદ્રશ્ય નું જ્ઞાન હોત તો હું ઘણા ફાયદા  મારા માટે પ્રાપ્ત કરી લેતો.અને મને કયારેય કોઈ નુકસાન ન પહોંચતું હું તો માત્ર એક સચેત કરનાર અને ખુશ ખબરી સભળાવવા વાળો છું જે મારી વાત ને માને .( આરાફ: 188) એક બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે.” ન  હું તમારા માટે કોઈ નુકસાન નો અધીકાર ધરાવ છું ન કોઈ ભલાઈ નો. કહો અલ્લાહ ની પકડ માં થી કોઈ બચાવી સક્તુ નથી અને ન તો હું તેના દામન સીવાય કોઈ આક્ષર્યસ્થાન મેળવી શકું છું.(જીન 21-22) રસુલો સાથે પણ ઈન્સાનોના ગુણો હતા જેવી રીતના કે બીમારી,મુર્ત્યુ,ખાવા પીવા ની ઝ્રૂરીયાત વગેરે.... ઇબ્રાહીમ અ.સ. ના ઇનસાની ગુણો અલ્લાહ કુર આન માં ગણાવે છે. જ્યારે ઇબ્રાહીમ અ.સ. એ ખાવા પીવા અને બીમારી ની નિસ્બત અલ્લાહ પાસે જ કરી. “ મારો અલ્લાહ તો એ જ છે. જે મને ખવડાવે અને પીવડાવે છે. અને જ્યારે હું બીમાર પડું છું ત્યારે તે જ મને સાજો કરે છે. જે મને મુર્ત્યુ આપ્શે અને ફરીવાર ઝીંદાહ પણ એ જ કરશે.(શુઅરા : 79-81) અને આવી જ રીત ના મોહમ્મદ પયગંબર સાહેબે ફરમાવ્યું “ હું તો તમારા જેવો જ એક ઇન્સાન છું. જેવી રીતના તમે ભૂલી જાવ છો એવી જ રીતના હું પણ ભૂલી જાવ છું. એટલા માટે જ જ્યારે હું ભૂલી જવ ત્યારે તમે મને યાદ કરાવી દો ( બુખારી 401-મુસ્લિમ 572)

 

4) દરેક રસુલ બંદગી ના ઉચ્ચ સ્થાને હતા

અલ્લાહે પોતાના પયગંબર ને ઊચા માં ઊચું સ્થાન આપ્યું હતું આ વાત ની પુષ્ઠી કુર આન માં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે નુહ અ.સ. ના વીશે

કુર આન માં વર્ણન છે. “ નુહ એક શાકીર બંદો હતો ( ઇસરાઅ :3) મોહમ્મદ પયગંબર સાહેબ વીશે પણ કુર આન માં પ્રશસા કરવામાં આવી છે. અલ્લાહ ફરમાવે છે. “ અંત્યત મુબારક છે તે જેણે આ ફુરકાન પોતાના  બંદા ઉપર અવતરીત કર્યું જેથી સંમ્રગ દુનીયા ના લોકો માટે તે ચેતવણી બની રહે.( ફુરકાન : 1) એવી જ રીતના ઇબ્રાહીમ,યાકુબ ,અને ઇશહાક અ.સ. વીશે ફરમાવવામાં આવ્યું. “ અને અમારા બ્ંદાઓ ઇબ્રાહીમ,યાકુબ ,અને ઇશહાક અ.સ. નું વર્ણન કરો તેઓ ખૂબ જ કાર્ય-શકિત  ધરાવનારા અને દ્રષ્ટી વાળા હતા. અમે તેમને એક વિશિષ્ટ ગુણ ના કારણે ચૂની લીધા હતા અને તે આખીરત ના ઘર ની યાદ હતી.(સાદ: 45-46) ઈસા બીન મરયમ વીશે પણ વર્ણન કરવામાં આવ્યું “ મરયમ નો પુત્ર તો એક બંદો જ હતો . જેને અમે ઈનામ થી ન્વાઝ્યો.અને ઇસરાઈલ ની સંતાન માટે તેને  

એકે નમૂનો બનાવી દીધો.(ઝૂખરૂફ : 59)

 

રસુલો પર ઈમાન લાવવું એ ચાર વસ્તુ ને આધારીત છે.

 1.  આ વાત પર ઈમાન લાવવું કે તેમની પાયગ્મ્બરી સાચ્ચી છે. અને અલ્લાહ તરફ થી જ છે. ખ્યાલ માં રહે કે જેણે પણ કોઈ રસુલ ની પયગંબરી નો ઇનકાર કર્યો તો તેણે બધાજ રસુલો ની પયગામબરી નો ઇનકાર કર્યો . અલ્લાહ ફરમાવે છે. ( નુહ ની કોમે રસુલો ને  ખોટા ઠેરાયા.( શુંઅરાઅ : 105) વીચારવા જેવુ છે કે 
  વિચારવા જેવુ છે કે અલ્લાહે નુહ  અ.સ. ની કોમ ના બધા જ રસુલો ને ખોટા ઠેરાવવા વાળી કહે છે.પરંતુ જ્યારે નુહ અ.સ. સીવાય બીજા કોઈ પણ રસુલ ન હતા. એવી જ રીતે ઈસાઈયો એ મોહમ્મદ પયગંબર સાહેબ ને ખોટા ઠેરાવ્યા અને તેમની  વાતો પણ ન માની તો એવું મનાશે કે તેમણે ઈસા બીન મરયમ ને પણ ના માન્યા. અને તેમની વાત માનવાવાળા પણ ના રહ્યા કારણ કે ઈસા બીન મરયમે  તેમની કોમ ને આપ સ.અ.વ. વીશે જાણ કરી હતી.અને આનો મતલબ એવો હતો કે આપ સ.અ.વ. અલ્લાહ ના તરફ થી જ રસુલ બનાવી ને મોકલવામાં આવ્યા હતા.

   
 2.  એવા રસુલો પર ઈમાન લાવવું જેમના નામ આપણ ને ખબર છે. 

  ઉદાહરણ તરીકે આપ સ.અ.વ. ઇબ્રાહીમ,મુસા,ઈસા,અને નુહ આ પાચેવ ઉચ્ચ પાયા ના રસુલ હતા. કુર આન માં બે જ્ગ્યા એ તેમનો ઝીક્ર કરવામાં આવ્યો છે. “ હે નબી યાદ રાખો તે પ્રતીજ્ઞા અને વચન ને જે અમે બધાજ પયગંબરો પાસે થી લીધેલ છે.તમારા થી પણ અને નુહ,ઇબ્રાહીમ,મુસા અને ઈસા બીન મરયમ થી પણ. બધા થી અમે પાકું વચન લઈ ચૂક્યા છે.(અહઝાબ : 7) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. “તેણે તમારા માટે દીન ની તે પધ્ધતિ નક્કી કરી છે જેનો આદેશ તેણે નુહ ને આપ્યો હતો.અને જેનો આદેશ હે મોહમ્મદ અમે ઇબ્રાહીમ,મુસા ઇસસા,ને પણ આપી ચૂક્યા છે.તેજ આદેશ અમે તમને પણ આપયે છે.અને તેના માંઅમલમાં વહેચાઈ ન જાઓ.”(શૂરા 13) આ ઉચ્ચ રસૂલ ના નામ વગર જેમના નામ આપણે જાણતા નથી તેમના પર  ઈમાન લાવવું જરૂરી છે. અલ્લાહ ફરમાવે છે. “ હે પયગંબર અમે તમારા પહેલા ઘણા રસુલો મોકલી ચૂક્યા છે. જેમાથી કેટલાક ના એહવાલ અમે તમને બતાવ્યા છે.અને કેટલાક ના નથી  બતાવ્યા. કોઈ રસુલ ની પણ એ શકિત ન હતી કે અલ્લાહ ની અનુમતી સીવાય સ્વયં કોઈ નીશાની લઈ આવતા.પછી જ્યારે અલ્લાહ નો આદેશ આવી ગયો. તો સતી પૂર્વક ફેસલો કરી દેવામાં આવ્યો. અને ત્યારે દુષ્કર્મી લોકો નુકસાન માં પડી ગયા.(ગાફીર:78) 

   
 3. તેમની જે પણ ખબર સાચચી હોય તેને  સ્વીકારવી : 
   
 4.  એ રસુલો માં થી જે રસુલ આપણી પાસે આવ્યો  તેમની શરીઅત ને માનવું અને એમાં કોઈ શંકા નથી કે તે આખરી રસુલ મોહમ્મદ સ.અ.વ. છે.જે દરેક ઈન્સાનો માટે મોક્લ્વામાં આવ્યા છે. અલ્લાહ ફરમાવે છે. “ નહી હે પયગંબર તમારા રબ ના સોંગદ આ લોકો કદાપિ મોમીન થઈ શકશે નહી જ્યાં સુધી પોતાના પરસ્પર ઝઘડાઓ માં તેઓ તમને ફેસલો કરવાવાળા ન માને.પછી તમે જે કઈ પણ ફેસલો કરો તેના માટે પોતાના હ્રદય માં સહેજ પણ સંકોચ ન અનુભવે.પરંતુ તેને સંપૂર્ણપણે માની લે. (નીસા:65)

 

નબીયો અને રસુલો ની સંખ્યા

નબીયો અને રસુલો ની સંખ્યા ઘણીજ છે॰જેમની સંખ્યા અલ્લાહ વગર કોઈ પણ જાણતું નથી. એમાં થી અમુક નું વર્ણન અલ્લાહે કર્યું છે.અને અમુક નું વર્ણન નથી કર્યું.અલ્લાહ ફરમાવે છે. “ અમે તે રસુલ પર વહી અવત્રીત કરી જેમનો ઉલ્લેખ આ પહેલા અમે તમારી સમક્ષ કરી ચૂક્યા છે. અને તે રસુલો ઉપર પણ જેમનો ઉલ્લેખ અમે તમારી સમક્ષ નથી કર્યો.” ( નીસા 164) અલ્લાહે અવતરીત કરેલી દરેકે દરેક કીતાબો અને ન્બીયો અને રસુલો પર ઈમાન લાવવું જરૂરી છે. અલ્લાહ ફરમાવે છે. “ હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો! ઈમાન લાવો અલ્લાહ અને તેના રસુલો પર અને તે ગ્રંથો ઉપર જે અલ્લાહે પોતાના રસુલો પર અવતરીત કર્યા છે.અને તે દરેક ગ્રંથ ઉપર જે આ પહેલા  અવતરીત કરી ચૂકયા  છે. જેણે અલ્લાહ,અને તેના ફરીશતા,તેના ગ્રંથો,તેના રસુલો અને આખીરત ના દીવસ ને માનવાનો ઇનકાર કર્યો તે પથભ્રષ્ટતામાં ભટકી ને ખૂબ દૂર નીકળી ગયો. ( નીસા : 136) અલ્લાહે કુર આન માં 25 રસુલો નું વર્ણન કર્યું છે.તે દરેક પર ઈમાન લાવવું જરૂરી છે. તે 25 રસુલો આ મુજબ છે.

 

1)  આદમ

2) ઈદરીસ

3) નુહ

4) હૂદ

5) સાલેહ

6) ઇબ્રાહીમ

7) લૂત

8) ઈસ્માઈલ

9) ઇસહાક

10) યઅકુબ

11) યુસુફ

12) શોયબ

13) અય્યુબ

14) ઝૂલકીફલ

15) મુસા

16) હારૂન

17) દાવુદ

18) સુલેયમાન

19) ઇલયાસ

20) અલ્યસીઅ

21) યુનુસ

22) ઝ્કરીયા

23) યહયા

24) ઈસા

25)મોહમ્મદ સ.અ.વ.

 

રસુલો ને મોકલ્વાનો મકસદ 

અલ્લાહે આદમ અ.સ. ની  નસલ માં ન્બીયો અને રસુલો ને પેદા કર્યા અને તેમણે મોકલવાનો મકસદ અનેક ની બંદગી છોડીને એક અલ્લાહ ની બંદગી તરફ ઉમ્મત ને ફેરવી.તેમાજ તમારા માટે દુનીયા અને આખીરત ની કામયાબી છે. જે આ વાત ને માને તેને  જન્નત ની ખુશખબરી અને જે આ વાત ને ના માને તેને  જહન્નમ નો અઝાબ. અલ્લાહ ફરમાવે છે. “ અમે દરેક ઉમ્મત માં એક રસુલ મોકલી દીધા છે.અને તેના મારફત બધાને ચેતવી દીધા કે અલ્લાહ ની બંદગી કરો  અને તાગુત ની બંદગી થી બચો. ત્યાર પછી એમના માથી કોઈ ને અલ્લાહે માર્ગદર્શન પ્રદાન કર્યું અને કોઈ ના ઉપર પથભ્રષ્ટતા છવાઈ ગઈ.( નહલ : 36)

 

અલ્લાહે અમુક પયગંબર ને અમુક પર ફઝીલત આપી છે. એમાં થી ઉચ્ચ પયગંબર આ મુજબ છે. નુહ,ઇબ્રાહીમ,મુસા,ઈસા.અને મોહમ્મદ સ.અ.વ. અલ્લાહ ફરમાવે છે. “હે નબી યાદ રાખો તે પ્રતીજ્ઞા અને વચન ને જે અમે બધાજ પયગંબરો પાસે થી લીધેલ છે.તમારા થી પણ અને નુહ,ઇબ્રાહીમ,મુસા અને ઈસા બીન મરયમ થી પણ. બધા થી અમે પાકું વચન લઈ ચૂક્યા છે.

 

(અહઝાબ : 7) અને દરેક પયગંબરો માં સોથી અફઝલ આખરી નબી મોહમ્મદ સ.અ.વ. છે અલ્લાહ ફરમાવે છે. “ અને હે પયગંબર અમે તમને સમગ્ર મનુષ્ય માટે ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવીને મોકલ્યા છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી.( સબા : 28)

 

રસુલ લોકો માટે ઉત્તમ નમૂનો અને આર્દ્શ છે.

ન્બીયો અને રસુલો ને અલ્લાહે લોકો માથી પસંદ કર્યા. અને લોકો માટે ઉત્તમ નમૂનો અને આર્દ્શ બનાવ્યા.તેમની ઇઝ્ઝ્ત કરવામાં આવી. તેમની તરબીયત કરવામાં આવી અને તેમને  શરીયત આપી ને મોકલ્વામાં આવ્યા. તેમને પાપો અને ખરાબ કામો થી બચાવી લીધા. અને તેમને મોઝીઝ્હ આપી ને તેમની મદદ કરવામાં આવી. તો આ લોકો સોથી સારા અને ઉત્તમ લોકો થયા. અને તેઓ લોકો માથી સોથી વધારે જ્ઞાન ધરાવનારા પણ હતા. અને તેમનું જીવન દરેક બુરાઈ થી પાક હતું. અલ્લાહ ફરમાવે છે. “ અને અમે તેમને ઈમામ {નાયક }બનાવી દીધા જેઓ અમારા  આદેશો અનુસાર માર્ગદર્શન કરતાં હતા. અને અમે તેમને વહી ધ્વારા સદ્કાર્યો કરવાનો,નમાઝ કાયમ કરવાનો,ઝ્કાત આપવાનો,આદેશ આપ્યો અને તેઓ અમારી બંદગી કરનારા હતા.( અંબીયા : 73) આ આયાત થી જાણવા મળ્યું કે ન્બીયો અને રસુલો ના અખ્લાક લોકો માઠી સોથી ક્ષેષ્ઠ હોય છે. એટલા માટે જ આપણ ને તેમની પેરવી કરવાનો આદેશ આપ્યો.અલ્લાહ ફરમાવે છે. “ હે નબી તે લોકો અલ્લાહ તરફ થી જ માર્ગદર્શન પામેલા હતા. તો તમે તેમનાજ માર્ગ પર ચાલો.( અનઆમ 90) અને આપણા નબી મોહમ્મદ સ.અ.વ. માં દરેક નબી ના ગુણ ભેગા કરી દીધા.અને અલ્લાહે તેમનો મરતબો વધાર્યો.એટલા માટેજ આપણ ને તેમની વાતો માનવાનો આદેશ આપ્યો.અલ્લાહ ફરમાવે છે. “ હકીકત માં તમારા માટે અલ્લાહ ના રસુલ માં એક ઉત્તમ આર્દ્શ છે.તે વ્યકિત માટે જે અલ્લાહ અને આખેરાત ના દીવસ ની અપેક્ષા રાખતો હોય અને અલ્લાહ નું પૂષ્ક્ણ પ્રમાણ માં સ્મરણ કરે. ( અહઝાબ : 21) દરેક રસુલો પર ઈમાન લાવવું એ ઇસ્લામ ના મૂળ અકીદાહ માં છે. જેને છોડી ને ઈમાન મુકમ્મલ ન થઈ શકે.કારણકે દરેક નબી એક જ અકીદાહ તરફ રસ્તો બતાવતા હતા.અને તે અલ્લાહ પર ઈમાન છે. અલ્લાહ ફરમાવે છે. “ મુસલમાનો કહો  અમે ઈમાન લાવ્યા અલ્લાહ પર અને તે માર્ગદર્શન પર જે અમારી તરફ અવત્રીત થયું.અને જે ઇબ્રાહીમ ,ઈસ્માઈલ . યાકુબ,ની સંતાન પર અવતરીત થયું.અને જે મુસા,ઈસા,અને તમામ પયગંબરો ને તેમના માલીક તરફ થી આપવામાં આવ્યું હતું.અમે તેમના વચ્ચે કોઈ ભેદ નથી કરતાં અને અમે અલ્લાહ ના આજ્ઞાકીત છે.” (બકરહ: 136)

 

રસુલો પર ઈમાન લાવવાનો ફાયદાઓ

 1. બ્ંદાઓ પર અલ્લાહ ની કૃપા છે.  કે અલ્લાહે તેના રસુલો ને પોતાના બંદાઓ તરફ એટલા માટે જ મોકલ્યા કે તેઓ એમને અલ્લાહ ના માર્ગ તરફ નીશાન દહી કરે. અને તેની બંદગી કરવાનો તરીકો બયાન કરે. કારણ કે ઇન્સાન ની અક્લ પાસે એટલી ક્ષમતા નથી કે તે પોતે જ આ માર્ગ ને પારખી શકે.
   
 2. આ મોટી નેઅમત પર અલ્લાહ ની પ્રશસા કરવી.
   
 3. દરેક રસુલો અને ન્બીયો ની ઇઝ્ઝ્ત કરવી તેમની તકરીમ કરવી. તેમનાથી મોહબ્બત કરવી.તેમની પ્રશસા કરવી. કારણ કે તેઓ અલ્લાહ ના પસંદીદાહ બંદાઓ છે.એટલા માટે પણ કે તેઓ સોવ થી વધારે બંદગી કરવા વાળા હતા. અને તેમણે પૈગામ પહોચાડવા માટે મેહનત કરી અને બંદાઓ ને નસીહત પણ કરી.

897 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ