રમઝાનનો  શાબ્દિક અને કાયદાકીય અર્થ

વિષયસુચીકોષ્ટક

 

ઉર્દુ ડીશનરીમાં રમઝાનનોશાબ્દિકઅર્થ   

શબ્દ રમઝાન ફઅલાનના વજન પર છે, જે રમઝ નું મસદર છે, અને આ બાબ સમેઅ થી ષુલાષી મુજર્રદથી છે, જેવું કે ગિલ્યાન, ગશ્યાન, હૈજાન, અને સૈલાન વગેરે.....

રમઝાન શબ્દ અગર મસ્દર છે પરંતુ નામના રૂપ માં વપરાય છે, અને અરબી ભાષામાં આના ઉદાહરણ ઘણા છે, અને સૌથી સ્પષ્ત ઉદાહરણ કુરઆન છે, જેનો અર્થ નામના રૂપમાં વપરાય છે,

અલ્ અરઝુલ્ રમઝાઅ તે ધરતીને કહેવાય છે જે સૂર્યની ગરમીથી ભડકે બળતી હોય, અને કહેવામાં આવે છે રમઝુન્ નહારિ રમઝા દિવસનું સખત ગરમાશ થવું, રેતી વગેરે પર સખત તડકો પડવો, ગરમ ધરતી પર પગનું બળવું.

રમઝુન્ નહારિ દિવસ ની સખત ગરમી, ગરમી ની સખતાઇ, તડકાની સખતાઇ, અને સૂર્યની ગરમાશના કારણે ધરતીનું સખત ગરમ થવું. (અલ્ મુન્જિદ : પેજ 408)

 તેનું બહુવચન રમાઝીન રામિઝહ છે.)મિસ્બાહુલ્ લુગાત -304)

 

 અરબી ડીશનરીમાં રમઝાનનોશાબ્દિકઅર્થ

شھر رمضان، ھو من الرمض ای شدۃ وقع الشمس۔(المفردات فی غریب القرآن ص 203)

الرمض(محرکۃ) شدۃ وقع الشمس علی الرمل وغیرہ۔ (القاموس المحیط ص۔33 جلد 2)

اصل رمضان من الرمض وھو شدۃ وقع الشمس علی الرمل وغیرہ۔ (مجمع البیان فی تفسیر القرآن ص 275، جلد اول)

 

 રમઝાનનોકાયદાકીયઅર્થ 

કાયદાકીયની દ્રષ્ટીએ રમઝાન ચાંદ મહીનાનો નવમો મહીનો છે, અને દરેક સમજદાર, પૂખ્ત, મુસલ્માન, પર તેના રોઝા જરૂરી છે, કુરઆન માં અલ્લાહ તઆલા ફરમાવે છે "شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ" (سورۃ البقرۃ:185)

રમઝાન માસ તે છે જેમાં કુરઆન અવતરિત કરવામાં આવ્યું. રમઝાન ફકત તે મહીનો છે જેનો ઉલ્લેખ કુરઆન માં થયો છે,

 

રમઝાનનો માસના નામનું કારણ

1.     સખત ગરમી ની માફક ગુનાહને પણ સળગાવી નાખવા, અથવા તો ભુખ અનેતરસની માફક. (શૈખ અબ્દુલ કાદીર જીલાની રાહ. 561 ) ફરમાવે છે,

قال ابو عمرو وانما سمی رمضان لانہ رمضت فیہ الفضال من الحر، وقال غیرہ لان الحجارۃ کانت ترمض فیہ من الحرارۃ، والرمضاء الحجارۃ المحماۃ۔" (غنیۃ الطالبین باب 13 ص 371 مترجم)

એટલે કે (અરબી જબાનના પ્રખ્યાત ઇમામ) અબૂ અમ્ર એ કહ્યું કે રમઝાન માસના નામનું કારણ આ માસમાં સૂર્યની ગરમીના કારણે પત્થર વગેરે સખત ગરમ થઇ જાય છે, જેમાં ઊંટણીઓના બચ્ચાઓના પગ બળવા લાગે છે,

કારણકે આ માસમાં સૂર્યની સખત ગરમી ના કારણે રેતી અને પત્થર વગેરે સખત ગરમ થઇ જાય છે જેથી તેમના પર ચાલવા વાળાના પગ બળવા લાગે છે, એટ્લા માટે અરબાઓએ આ માસનું નામ રમઝાન રાખી દીધું, એટલે કે પગ બાળી નાખનાર મહીનો.

શૈખ મુહમ્મદ બિન યાકુબ ફિરોજાબાદી શૈરાઝી, શૈખ ફઝલ હસન તબરેસી, અમે શૈખ અબ્દુલ્ કાદીર જીલાની રહ. કહે છે می بہ ٍلانہ یحرق الذنوب (القاموس المحیط جلد 2، ص۔330)

انماسمی رمضان لانہ یرمض الذنوب ای یحرقھا۔غنیۃ الطالبین باب 13، ص 371، مترجم

એટલે કે રમઝાન માસના નામનું કારણ આ છે કે અલ્લાહ તઆલાની કૃપા, માફીમાં વધારા  ના કારણે મુસલમાનો ના ગુનાહને બાળીને ખત્મ કરી નાખે છે.

મુલ્લા અલી કારી ની દ્રષ્ટીએ રમઝાન રમઝાઅ થી છે, તેનો અર્થ સખત ગરમ ધરતી, એટલા માટે રમઝાન માસના નામનું કારણ સખત ગરમ થાય છે, રમઝાન માસનું નામ એટલા માટે રાખવામાં આવ્યું કે અરબાઓ જુની ડીશનરી માંથી મહીના નામો નકલ કર્યા, તો તેમણે સમય અને ઝમાના સાથે નામ આપી દીધા, એટલા માટે આ માસનું નામ રમઝાન રાખી દીધું. (મુલ્લા અલી કારી મિરકાતુલ્ મફાતીહ 4/229)

અરબી જબાન માં રમઝાનની અસલ રમઝ છે, જેનો અર્થ સખત ગરમી અને તપીશનો છે, રમઝાન માં રોઝગાર જેવી રીતે ભુખ્યા અને તરસ્યા હોય છે અને તેની ગરમી જોવે છે, તેટલા માટે તેનું નામ રમઝાન રાખવામાં આવ્યું. (ઇબ્ને મનંઝુર લિસાનુલ્ અરબ 7/162)

2.     વરસાદ અથવા વાદળ વરસતા ને ગુનાહની સફાઇ સાથે સરખામણી,

અરબીમાં કહેવામાં આવે છે અર્રમઝુ મિનસ્ સહાબિ વલ્ મતરી વર્ રમઝિ, નિમસ્ સહાબિ વલ્ મતરી મા કાન ફી આખિરીસ્ સ્યફી વ અવ્વલુ ખરીફી

એટલે કે ગરમીના છેલ્લા દિવસોમાં વર્ષા થવી. (મિસ્બાહુલ્ લુગાત પેજ 304)

શૈખ અબ્દુલ્ કાદીર જીલાની રહ, ફરમાવે છે,

وقال الخلیل ماخذہ من الرمض وھو مطر یاتی فی الخریف فسمی ھٰذا الشھر رمضان لانہ یغسل الابدان من الآثام غسلا و یطھر القلوب تطھیرا (غنیۃ الطالبین باب 13، ص 371 مترجم)

એટલે કે ખલીલે કહ્યું છે રમઝાન રમઝ થી છે, અને આ એક વર્ષા છે, જે ગરમીના છેલ્લા દિવસોમાં વર્ષે છે, તો આ માસનું નામ રમઝાન આ કારણ સર થઇ કે તે પ્રામાણીક વ્યક્તિઓના શરીરો પર થી ગુનાહને ધોઇ નાખે છે, અને તેમના હૃદયોને ખરાબ અને ગંદી વાતો થી પાક સાફ કરે છે.

દરેક પ્રકારની પ્રશંક્ષા બન્ને જગતના પાલનહાર માટે જ છે.

959 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ