રબીઉલ્ અવ્વલ

રબીઉલ્ અવ્વલ  હિજરી વર્ષનો ત્રીજો માસ છે, ઇસ્લામી અથવા એંગ્રેજી કેલેંડર ચાંદના આધારે ચાલતુ કેલેંડર છે, જે ચાંદની સ્થિતી પર આધારિત છે, ઇસ્લામી કેલેંડર હર વર્ષે અંગ્રેજી કેલેંડરના આધારે દસ સિવસ સતત ઓછા થતા રહે છે.

સવાલ : આપ સ.અ.વ. નો જન્મ અને મરણની તારીખ શું છે ? આ વિશે કુરઆન અને હદીષમાં સાચ્ચી વાત શું છે?

ચરિત્રકાર અને ઇતિહાસકારોનું તારીખ, દિવસ અને જન્મના માસ વિશે તફાવત છે, આ તફાવતનું યોગ્ય કારણ છે, કે કોઇને પણ આ પવિત્ર બાળક વિશે ભવિષ્યમાં જે મહાનતા હતી તે મહાનતા વિશે નહતા જાણતા હતા, એટલા માટે જ તો તેમને સામાન્ય બાળકોની માફક જા સમજાવામાં આવ્યા, આ જ કારણસર કોઇ પણ આપ સ.અ.વ. ના જન્મની નિશ્ર્ચિત તારીખની કલ્પના થઇ શકતી નથી,

ડોકટર મુહમ્મદ તૈય્યિબ નજ્જાર રહ. કહે છે કે બની શકે છે કે આનું કારણ જે સમયે આપનો જન્મ થયો તે સમયે કોઇને પણ આપ સ.અ.વ. ની મહાનતા વિશે કલ્પના ન હતી.એટલા માટે જ આપ સ.અ.વ.ની બાળપણના જીવન પર ધ્યાન આપવામાં ન આવ્યું, હાં જ્યારે આપ સ.અ.વ. ની ઉમ્ર 40 વર્ષેની થઇ અને જ્યારે આપ સ.અ.વ એ ઇસ્લામનો પ્રચાર કરવાનું શરૂ કર્યુ તો પછી આપ સ.અ.વ. વિશે જોડાયેલી વાતો યાદ કરવા લાગ્યા અને  આપ સ.અ.વ.ના જીવના દરેક નાની મોટી વાત વિશે જાણવા લાગ્યા. તે માટે પોતે આપ સ.અ.વ.ના પોતાના જીવનમાં થયેલી મહત્વની વાતોનું બયાન ખુબ જ મદદરૂપ સાબિત થયું. એવી જ રીતે આપ સ.અ.વ. ના જીવન વિશે સહાબાઓએ અને બીજા લોકોએ પણ વર્ણન કર્યુ છે.

તે વખતથી આપ સ.અ.વ. ના જીવનમાં કોઇ પણ વાત સાંભળતા તેને સુરક્ષીત કરી લેતા, જેથી પોતાના પછી આવનારા લોકોને આપના જીવનની માહિતી આપી શકે.  (અલ્ કવ્લુ અલ્ મુબીન ફી સીરતિ સય્યિદિ મુરસલીન)

આપ સ.અ.વ. ના જીવનથી જોડેલી સાચ્ચી વાતોમાં વર્ષની સાથે સાથે  દિવસની પણ ચોક્કસ જાણ છે.

 

1. વર્ષ વિશે આ વાત સત્ય છે કે આ વર્ષ હાથી વર્ષ હતું,  ઇબ્ને કય્યિમ રહ. કહે છે કે આ વિશે કોઇ તફાવત નથી, આપ સ.અ.વ. નો જન્મ મક્કામાં આમુલ્ ફિલ વર્ષે થયો, (ઝાદુલ્ મઆદ ફી હદ્યિ ખયરુલ્ અલ્ ઇબાદ : 1/ 76)

ઇબ્ને કષીર રહ. નું ઉપર પ્રમાણે જ કહેવું છે.

ઇબ્રાહીમ બિન મુન્ઝિર રહ. જેઓ ઇમામ બુખારીના શિક્ષક હતા, તેઓને કહેવું છે કે “ આ વિશે  જ્ઞાનવાળાઓને કોઇ પણ શંકા નથી.

જ્યારે કે ખલીફ બિન ખિયાત ઇબ્ને જઝાર, ઇબ્ને દહય્યા, ઇબ્ને જોઝી  અને ઇબ્ને કય્યિમ રહ. આ બધાએ તો અહીં સુધી કહી દીધુ છે કે આ વિશે દરેક નો ઇજમાઅ (સર્વાનુમતિ) છે.

 (સુબુલ અલ્ હુદા વ્ ર્રશાદે ફી સીરતિ ખૈરિલ્ ઇબાદ : 1 / 334-335)

ડાકટર અકરમ ઝિયાઉ ઉમરી  કહે છે , સત્ય વાત તો આ છે કે આ વિશે દરેકા રિવાયતો કમઝોર છે. જેનો સાર એવો થાય છે કે આપ સ.અ.વ.નો જન્મ હાથીવાળા વર્ષના દસ વર્ષ પછી થયો, અથવા 23 વર્ષ પછી અથવા 40 વર્ષ પછી થયો, જ્ઞાનવાલાળાઓનું એક જૂથ આ વાત કહે છે કે આપ સ.અ.વ. નો જન્મ આમુલ્ ફિલ વર્ષે થયો, તેમની આ વાતની પુષ્ટિ નવા સંશોધનોએ પણ કરી છે જે મુસ્લિમ અને મુશ્તસરિકીન ધ્વારા કરવામાં આવી છે, તેમને આમુલ્ ફિલને 570 ઇસ્વી અથવા 571 ઇસ્વી ના બરાબર શોધ કરી છે. (અસ્ સિરતુન્ નબવીય્યહ અસ્ સહીહ :1/97)

2) જ્યારે કે આપ સ.અ.વ. ના જન્મનો દિવસ સોમવાર છે, આપ સ.અ.વ. તે દિવસે પેદા થયા, તે જ દિવસે રિસાલત (પયગંબરી) આપવામાં આવી, અને તે જ દિવસે મૃત્યુ પણ પામ્યા, એટલા માટે અબૂકતાદહ રઝી.  કહે છે કે આપ સ.અ.વ. થી સોમવારના રોઝહ વિશે પૂછવામાં આવ્યુ, તો આપ સ.અ.વ. એ ફરમાવ્યુ “ તે દિવસે હું પેદા થયો, અને તે જ દિવસે મને પયગંબરી સોંપવામાં આવી, અને તે જ દિવસે મારા પર વહી ઉતારવામાં આવી. (મુસ્લિમ : 1162)

ઇબ્ને કષીર રહ. કહે છે કે તે વ્યક્તિએ ખોટી વાત કહી જે કહે કે આપ સ.અ.વ. નો જન્મ 17 રબીઊલ અવ્વલે થયો. જુમ્અ ના દિવસે જન્મ વિશે હાફિઝ ઇબ્ને દહય્યાએ કોઇ શીયા આલીમન કિતાબ “ એઅલામુલ્ ર્રવા બેઅઅલામિલ્ હુદા” તેમણે આ વાતને કમઝોરા બતાવી છે, અને આવી વાતો પર રોક લગાવવી જોઇએ જે કુરઆન ના વિરોધ છે. (અસ્ સિરતુન્ નબવિયહ 1/ 199)

આપસ.અ.વ. નાજન્મથવાના મહિના અને તે મહિનાનો દિવસ નક્કી છે, જે વિશે અમાને કેટલાક પૂરવા મળયા છે.

 

1) આપ સ.અ.વ. નો જન્મ 2 રબીઉલ્ અવ્વલ નાદિવસે થઇ

એટલા માટે કે ઇબ્ને કષીર રહ, કહે છે “ આ પણ કહેવામાં આવ્યુ છે કે આપ સ.અ.વ. નો જન્મ 2 રબીઉલ્ અવ્વલના દિવસે થયો છે. આ વાત ઇબ્ને અબ્દુલ્ બર્ર રહ. એ “અલ્ ઇસ્તિઆબ” માં કહી છે, અને વાકિદીએ પણ અબૂમઅશર નજીહ બિન અબ્દુર્ર રહમાન મુદનીથી પણ આ વાત નકલ કરવામાં આવી છે.

 

2) અને આ પણ કહેવામાં આવ્યુ છે કે 8 રબીઉલ અવ્વલએ આપ સ.અ.વ. નો જન્મ થયો.

ઇબ્ને કષીર રહ . કહે છે કે આ વાત પણ કહેવામાં આવી છે કે 8 રબીઉલ્ અવ્વલે આપ સ.અ.વ. નો જન્મ થયો, આ વાત હુમૈદીએ ઇબ્ને હઝમ રહ, પાસેથી નકલ કરી છે, અને માલિક , અકીલ, યુનુસ, અને ઝેદ બિન યઝીદ વગેરે જોહરીથી મુહમ્મદ ઝુબૈર બિન મુતઇમ થી રિવાયત કરી છે, અને ઇબ્ને અબ્દુલ્લ બર્ર રહ. કહેવુ છે કે ઇતિહાસકારો આને જ સાચ્ચુ કહે છે, જ્યારે કે મુહમ્મદ બિન મૂસા ખવારઝમિએ આને જ ખરેખર સાચ્ચી તારીખ કહી છે. હાફિઝ અબૂ ખત્તાબ ઇબ્ને દહ્ય્યાએ પોતાની કિતાબ “ અત્તનવીર ફી મૌલુદી અલ્બશીરી અન નઝીરી માં વર્ણન કર્યુ છે. (અસ્ સિરતુન્ નબવીય્યહ 1/199)

 

3)  આ પણ કહેવામાં આવ્યુ છે કે 10 રબીઉલ્ અવ્વલ ના દિવસે આપનો જન્મ થયો.   

ઇબ્ને કષીર રહ, કહે છે “ આપ સ.અ.વ. નો જન્મ 10 રબીઉલ્ અવ્વલ ના દિવસે થયો, આ વિશે ઇબ્ને દહય્યિહ એ પોતાની કિતાબ માં નકલ કર્યુ છે, અને ઇબ્ને અસાકિરએ અબૂ જઅફર બાકિરથી રિવાયત કરી છે,

(અસ્ સિરતુન્ નબવીય્યહ 1/199)

 

4) અને આ પણ કહેવામાં આવ્યું છે કે 12 રબીઉલ અવ્વલ ના દિવસે આપ સ.અ.વ. નો જન્મ થયો.

ઇબ્ને કષીર રહ, કહે છે કે “ આ આ પણ કહેવામાં આવ્યું છે કે 12 રબીઉલ અવ્વલ ના દિવસે આપ સ.અ.વ. નો જન્મ થયો. આ વાતની પુષ્ટી ઇબ્ને ઇસ્હાકે કરી છે. અને ઇબ્ને શૈબહએ પોતાની પુસ્તક “ અલ્ મુસ્નિફમાં” અફ્ફાનથી તેમણે સઇદ બિન મીનાઅ થી તેમણે જાબીર અને ઇબ્ને અબ્બાસ બન્નેથી રિવાયત કરી છે, અને બન્ને કહે છે કે “ આપ સ.અ.વ. હાથીવાળા વર્ષે સોમવારના દિવસે 12 રબીઉલ અવ્વલ મહિનામાં જ્ન્મયા, સોમવારના દિવસે જ આપ સ.અ.વ. ને પયગંબરી સોંપવામાં આવી. અને તે જ દિવસે આપ સ.અ.વ. ને મેઅરાજ કરાવવામાં આવી, અને તે જ દિવસે આપ સ.અ.વ. એ હિજરત પણ કરી. અને તે જ દિવસે આપ સ.અ.વ. મૃત્યુ પામ્યા, જુમહુર પાસે આ જ વાત ઉત્તમ છે.અલ્લાહ વધુ જાણનાર છે. ((અસ્ સિરતુન્ નબવીય્યહ 1/199)

આ સિવાય આ પન કહેવામાં આવ્યુ છે કે આપ સ.અ.વ. નો જન્મ રમઝાન માસમાં થયો, આ પણ કહેવામાં આવ્યુ છે કે સફર ના મહિનામાં, અને આ સિવાય ઘણી વાતો આપણ ને મળતી આવી છે.

આ વાતોના સદર્ભમાં જે વાત સત્ય છે તે આ કે આપ સ.અ.વ. ના જન્મ વિશે સૌથી નજીક વાત 8 રબીઉલ અવ્વલથી લઇને 12 રબીઉલ અવ્વલ ની વચ્ચે છે, અને અમુક મુસ્લિમ સંશોધનો, ખગોળવિજ્ઞાનીઓ, ગણિતશાસ્ત્રીઓએ આ વાત સાબિત કરી છે કે સોમવારનો દિવસ રબીઉલ અવ્વલની 9 તારીખે આવે છે, તો આ એક નવી વાત જાણવા મળી, પરંતુ આ જ ખરી વાત છે, અને ઇસવીસનના આધારે 20 એપ્રીલ 571 ઇસ્વી નો સિવસ હતો. આ વાત ને જ  ઇતિહાસકારોએ ખરી સાબિત કરી છે, તેમાં મુહમ્મદી અલ્ ખુઝરી, અને સફીઉર્ર રહમાન મુબારક પૂરી પણ છે.

અબૂલ્ કાસિમ સુહૈલી રહ. કહે છે “ ખગોળવિજ્ઞાનીઓનું કહેવું છે કે આપ સ.અ.વ. નો જન્મ ઇસ્વીના આધારે 20 એપ્રીલ બને છે,(અર્રવઝુ અલ્ ઉનુફિ 1/ 282)

પ્રોફેસર મુહમ્મદ ખુઝરી રહ. કહે છે કે મરહુમ મહમુદ પાશા જે મીસ્ર માં ખગોળવિજ્ઞાની છે, તેઓ ખગોળમાં, ભૂગોળમાં ગણિતમાં ખુબ જ નિષ્ણાત છે, તેઓએ ઘણી પુસ્તકો લખી છે, 1885 માં મૃત્યુ પામ્યા, તોએ સાબિત કર્યુ કે આપ સ.અ.વ. નો જન્મનો દિવસ સવારે 9 કલાકે રબીઉલ્ અવ્વલ 20 એપ્રીલે 571 ઇસ્વીએ થયો. જે હાથીઓ વાળા પછી પ્રથમ વર્ષ હતું, આપ સ.અ.વ નો જન્મ બની હાશિમમાં અબૂતાલિબ ના ઘરે થયો.

જ્યારે કે આપ સ.અ.વ.ના મરન વિશે કોઇ તફાવત નથી, આપ સ.અ.વ. નું મૃત્યુ સોમવારના દિવસે થયુ, અને ઇબ્ને કુતૈબહ વડે નકલ કરવામાં આવ્યુ છે કે આપ સ.અ.વ. નું મરણ બુધવારના દિવસે થઇ છે. પણ આ વાત સાચી નથી. આ પણ હોય શકે છે તેમનો કહેવાનો સાર દફન વિધી હોય, આ વાત તો સાચ્ચી જ છે કે આપ સ.અ.વ. ને બુઘવારના દિવસે દફન કરવામાં આવ્યા.

જ્યારે કે મરન વિશેના વર્ષ બાબતે પન કોઇ તફાવત નથી, અને મરણ 11 હિજરીએ થયું,

અને મરણના માસ વિશે પણ કોઇ તફાવત નથી અને મરણ રબીઉલ્ અવ્વલમાં થયું.

જ્યારે કે આ માસના દિવસ વિશે જ્ઞાનવાળાઓમાં તફાવત છે, અને તે આ પ્રમાણે છે.

1)  જમહુર આલીમો 12 રબીઉલ્ અવ્વલ કહે છે.

2)  ખવારઝમી કહે છે કે આપ નું મૃત્યુ રબીઉલ્ ના શરૂમાં થયું

3)  ઇબ્ને કલ્બી અને અબૂ અહનફ કહે છે કે આ રબીઉલ્ અવ્વલ થઇ, અને સુહેલી અને હાફિઝ ઇબ્ને હજર રહ, કહેવું છે.

હાં પણ પ્રખ્યાત આ જ છે જે જુમહુર આલીમોએ કહ્યું, આપ સ.અ.વ. નું મૃત્યુ 12 રબીઉલ્ અવ્વલ ના દિવસે 11 હિજરીમાં થયું, ( અર્ર રવઝુલ્લ ઉનુફિ અઝ અલ્લામાહ સુહૈલી રહ. 4/ 439-440 ) (અસ્ સિરતુન્ નબવીય્યહ અઝ ઇમામ ઇબ્ને કષીર રહ, 4/ 509 ) (ફત્હુલ્ બારી અઝ ઇબ્ને હજર રહ. 8/130)

વધારે જૂઓ

ઇસ્લામી મહીના, માહે મુહર્રમ, માહે સફર, શઅબાન, રમઝાન વગેરે......   

732 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ