મુહર્રમનો મહિનો

મુહર્રમનો મહિનો હિજરે વર્ષનો પ્રથમ મહિનો છે, અને આ પ્રતિષ્ઠિત મહિનાઓ માંથી એક છે, ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના પરિભ્રમણ પ્રમાણે હોય છે, આ બાર મહિના પર આધારિત છે, ઇસ્લામી કેલેન્ડર દર વર્ષે સૂર્ય વર્ષ પર આધારિત કરતા 10 દિવસ ઓછા થતા હોય છે, ઇસ્લામી વર્ષને હિજરી વર્ષ કહેવામાં આવે છે, આ વર્ષ હિજરતના દુ:ખી વાકેની યાદ તાજી કરે છે.

કુરઆન :

અલ્લાહ તઆલા ફરમાવે છે “ મહિનાઓની ગણતરી અલ્લાહની નજીક બારની છે, તે જ દિવસથી જ્યારે આકાશ અને ધરતીનું સર્જન કર્યું, તેમાંથી ચાર પ્રતિષ્ઠિત મહિના છે, આ જ સત્ય દીન છે, તમે આ મહિનાઓમાં પોતાના પર અત્યાચાર ન કરો, અને તમે દરેક મુશરિકો સાથે જેહાદ કરો, જેવી રીતે તે લોકો તમારી સાથે લઢે છે, અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે. (સૂરહ તૌબા 36)

સમજુતી : ફી કિતાબીલ્લાહ થી અર્થાત : લોહે મહફૂઝ છે, એટલે કે શરૂઆતથી જ અલ્લાહ તઆલાએ બાર મહિનાઓ નક્કી કરી દીધા છે, જેમાં ચાર પ્રતિષ્ઠિત છે, જેમાં લડાઇ તથા યુદ્વની સંપૂર્ણ રીતે રોક લગાવી દીધી છે.

ઝમાના એ જ સ્થિતિ પર આવી ગયો એટલે કે મક્કાના મુશરિકો મહિનાઓ ને આઅગળ પાછળ કરતા હતા, જેનું સ્પષ્ટતીકરણ આગળ આવી રહ્યું છે, તેને ખતમ કરી દીધું.

હદીષ :

અબૂ બકરહ રઝી, કહે છે કે હજ્જતુલ્ વદાઅ ના દિવસે આપ સ.અ.વ.એ બયાન આપ્યું અને કહ્યું “ ઝમાનો ફરી-ફરીને તેની ખરી જગ્યાએ આવી પહોંચ્યો છે જ્યાં આકાશ અને ધરતીના સર્જન વખતે હતો, બાર મહિના હોય છે, તેમાં ચાર પ્રતિષ્ઠિત છે, ત્રણ મહિના સતત છે ઝીલ્ કઅદહ, ઝીલ્ હિજ્જહ, મુહર્રમ અને ચોથો રજબનો મહિનો છે, જે જમાદીષ્ષાની અને શઅબાન વચ્ચે આવે છે. ( સહીહ બુખારી : 4406)

ઇસ્લામી મહિના

1.    મુહર્રમ

2.    સફર

3.    રબીઉલ્ અવ્વલ

4.    રબીઉલ્ ષાની

5.    જમાદીલ્ અવ્વલ

6.    જમાદીષ ષાની

7.    રજબ

8.    શઅબાન

9.    રમઝાન

10.                      શવ્વાલ

11.                      ઝી કદદહ

12.                      ઝીલ્ હિજ્જહ

ચાંદ જોવાની દુઆ

તલ્હ બિન ઉબૈદુલ્લાહ રઝી, કહે છે કે આપ સ.અ.વ. જ્યારે મહિનાનો ચાંદ જોતા તો આ દુઆઅ પઢતા “ અલ્લાહુમ્મ અહિલ્-હુ અલયના બિલ્ યુમ્નિ વલ્ ઇમાનિ વસ્સલામતિ વલ્ ઇસ્લામિ રબ્બી વ રબ્બુકલ્લાહ  (જામિઅ તિરમીઝી : 3451)

હે અલ્લાહ ! અમારા માટે આ ચંદ્રને ભલાઇ, ઇમાન, શાંતિ અને ઇસ્લામ સાથે જાહેર કર.

હિજરી વર્ષની શરૂઆત

મુહર્રમનો મહિનો હિજરે વર્ષનો પ્રથમ મહિનો છે, તેની શરૂઆત ઉમર બિન ખત્તાબ રઝી ના ઝમાનામાં થઇ, હઝરતે ઉમરની સરદારી વખતે જ્યારે ઇસ્લામ ફેલાવવા લાગ્યો અને લોકો ઇસ્લામ કબૂલ કરવા લાગ્યા તો સિયાસતના કાર્યોમાં તારીખ લખવાની જરૂરત પડી, કેટલીક વખતે એવું થતું હતું કે હઝરત ઉમર તરફથી જે પત્ર મંત્રીઓને પહોંચાડતા અથવા મંત્રીઓ જે પત્ર હઝરતે ઉમર પાસે પહોંચાડતા તેના પર તારીખ લખેલી ન હતી, જેની કારણે મુશ્કેલી પડતી હતી, જેથી દરેક સહાબાને આ વસ્તુની જરૂરત પડી કે ઇસ્લામ દીન જે એક સંપૂર્ણ દીન છે, ઝબરસસ્ત માર્ગદર્શન અને તરીકો ઇસ્લામ બતાવે છે, ઇસ્લામની એક પોતાની તારીખ હોવી જ જોઇએ, જેની શરૂઆત કોઇ મહત્વ ધરાવતા ઇસ્લામી કિસ્સાથી કરવામાં આવે, અબૂ મૂસા અશઅરી રઝી ખાસ કરીને બધાની નજર આ વસ્તુ તરફ કરાવી, છેવટે હઝરતે ઉમર રઝી, આ વાત દરેક સહાબા સમક્ષ મુકી દરેકે આ વાતને ખુબ પસંદ કરી.

હઝરતે ઉમર રઝી ને સહાબા પાસે રાય માંગી કે ઇસ્લામી તારીખની શરૂઆત ક્યાં થી કરવામાં આવે અને કેવા કિસ્સાથી કરવામાં આવે ? સહાબાઓએ પોતાની રાય આપી, છેવટે આ વાત નક્કી થઇ કે ઇસ્લામી તારીખની શરૂઆત હિજરતના કિસ્સાથી થવી જોઇએ, કારણકે હિજરતનો કિસ્સો ઇસ્લામ દીનમાં એક અલગ મહત્વ ધરાવે છે, આ એક તરફ મક્કામાં મુસલમાનોનું જીવની યાદ અપાવે છે, જ્યાં મુસલમાનો પર અત્યાચાર કરવામાં આવ્યું ઇસ્લામ અપનાવી લેવાના કારણે તેમના પર ઝબરદસ્તી કરવામાં આવી, ઇસ્લામથી ફરી જવા માતે અંથક કોશીશો કરી, ઘણી પ્રકારની સજાઓ આપી, ધન છીનવી લીધું, મારી નાખવાની ધમકી આપવામાં આવી. ઘન તથા હોદ્દાની લાલચ આપવામાં આવી, છેવટે મુસલમાનોએ કંટાલી પોતાના દીનના બચાવ માટે પોતાના ઘરવાળોને અને વતનને છોડવા માટે રાજી થઇ ગયા, અને રાત્રના અંધકારમાં અત્યાચારીઓથી બચતા હબશહ અને મદીનહ તરફ હિજરત કરી, અત્યાચારીઓ એ જ્યારે આ પરિસ્થિતી જોઇ તો આપ સ.અ.વ.ને કતલ કરવાનો ઇરાદો કર્યો, અને આ દુષ્કાર્ય કરવા માટે એક રાત્રે આપ સ.અ.વ.ના ઘરને ઘેરી લીધું, જેવા જ આપ સ.અ.વ. પોતાના ઘરેથી બહાર નીકળતાની સાથે જ આપ સ.અ.વ.ને મારી નાખવા માટે તૈયાર હતા, પરંતુ આપ સ.અ.વ. તે જ રાત્રે અલ્લાહના આદેશથી તેની દેખરેખ હેઠળ મદીનહ તરફ રવાના થયા, ઇસ્લામના શત્રુઓ પોતાની દરેક ચાલ રમતા પણ તેઓ આપ સ.અ.વ.ને પકડી ન શક્યા, અને ન તો વધતા ઇસ્લામની રોક માટે સફળ થયા, એવી જ રીતે મક્કાની આ અંધેરી રાત પછી મદીનહમાં ઇસ્લામનો નવા ઝંડાની શરૂઆત થઇ, હિજરત પછી ફકત દસ વર્ષના ઓછા સમયગાળામાં ઇસ્લામ અરબ ટાપુથી નીકળી રોમ અને ઇરાનની સરહદો સુધી પહોંચી ગયો, હિજરતનો આ જ પ્રકાશિત દિવસ હતો જેના કારણે સહાબાઓએ ઇસ્લામી તારીખની શરૂઆત આ કિસ્સા પ્રમાણે રાખી, અને તેની શરૂઆત મુહર્રમ મહિનાથી કરી, હિજરતનો કિસ્સો રબીઉલ્ અવ્વલમાં થયો પરંતુ અરબના લોકો અરબી વર્ષનો મહિનો મુહર્રમને ગણે છે એટલા માટે બે મહિના અને આઠ દિવસ પાછળ જઇ મુહર્રમથી ઇસ્લામી વર્ષની શરૂઆત થઇ.

મુહર્રમના રોઝા :

મુહર્રમ મહિનાના રોઝોની મહત્વત્તા ખુબ જ છે, અબૂહુરૈરહ રઝી, કહે છે કે એક માનવી આપ સ.અ.વ. પાસે આવી અને તેણે કહ્યું “ રમઝાનના રોઝા પછી સૌથી મહત્વના રોઝા કેવા છે ? આપ સ.અ.વ.એ કહ્યું અલ્લાહના મહિનાના જેને તમે મુહર્રમ કહો છો. (સહીહ મુસ્લિમ : 1163/ ઇબ્ને માજા 1742 શબ્દોને ઇબ્ને માજાના છે.)

ઇમામ નવવી રહ, કહે છે આ હદીષમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે રમઝાન પછી મુહર્રમના રોઝા સૌથી મહત્વના છે. (સહીહ મુસ્લિમ : 8/55)

ઇમામ શૌકાની રહ. કહે છે કે આ હદીષથી જાણવા મળે છે નફીલ રોઝામાં સૌથી મહત્વના રોઝા મુહર્રમના છે. ( નૈલુલ્ અવતાર / 241/4)

આશુરાના દિવસના રોઝા :

હઝરત આયશા રઝી. કહે છે કે કુરૈશના લોકો જાહિલય્યત (આપ સ.અ.વ. ના પયગંબર બન્યા પહેલાના સમયગાણો) વખતે આશુરા વખતે રોઝો રાખતા હતા, અને આપ સ.અ.વ.એ પણ જ્યારે મદીનહ શહેર રતફ હિજરત કરી, તો આપના સાથીઓને પણ રોઝો રાખવાનો આદેશ આપ્યો, અને જ્યારે રમઝાનના રોઝા ફર્જ કરી દેવામાં આવ્યા જે ઇચ્છે આશુરાનો રોઝો રાખે અને જે ના ઇચ્છે તે છોડી દે. (સહીહ મુસ્લિમ : 1125)

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી કહે છે કે લોકો જાહિલય્યત (આપ સ.અ.વ. ના પયગંબર બન્યા પહેલાના સમયગાણો) વખતે આશુરા વખતે રોઝો રાખતા હતા, મુસલમાનોએ પણ રમઝાનના રોઝા ફર્જ થતા પહેલા આશુરાનો રોઝો રાખ્યો અને જ્યારે રમઝાનના રોઝા ફર્જ કરી દેવામાં આવ્યા જે ઇચ્છે આશુરાનો રોઝો રાખે અને જે ના ઇચ્છે તે છોડી દે. (સહીહ મુસ્લિમ : 1126)

જાબિર બિન સમુરહ રઝી, કહે છે કે આપ સ.અ.વ. આશુરાના દિવસે રોઝો રાખવાનો આદેશ આપતા હતા, અને અમાને તેનો રોઝો રાખવા પર જોર આપતા હતા, પછી જ્યારે રમઝાનના રોઝા ફર્જ કરવામાં આવ્યા તો પછી ન અમને આદેશ આપ્યો અને ન તો અમને રોક્યા, અને ન તો તેને રાખવા બાબતે જોર કરતા. (સહીહ મુસ્લિમ : 1128) 

733 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ