ફરીશ્તો પર ઇમાન


 

અનુક્રમ્ણીકા

 

મલાઇકહ: એટલે ફરીશ્તાઓ.અને અલ્લાહ ની બંદગી કરવાવાળી અદેખઇ મખ્લુક છે. તેમના માં રૂબુવ્વીય્ય્ત અને ઉલુહ્હીય્યત ની કોઇ ખાસીયત નથી. અલ્લાહે તેમને નુર[રોશની] થી પેદા કરયા. અને તેમને સંપુર્ણ આદેશો પુરા કરવા ની ક્ષમતા આપી.

 

કુરઆન માં અલ્લાહ ફરમાવે છે. ધરતી અને આકાશો માં જે કોઇ મખ્લુક છે તે અલ્લાહ નીજ છે. અને જે ફરીશ્તાઓ તેની પાસે છે. તેઓ ન પોતાને મોટા સમજી ને તેની બંદગી થી મો ફેરવે છે અને ન ખીન્ન થાઇ છે. રાત અને દિવસ તેની તસ્બીહ કરતા રહે છે અને થાકતા પણ નથી.{અંબીયા 19-20 } પંરતુ જો આ લોકો અભીમાન માં પોતાની જ વાતા ઉપર દુરાગ્રહી રહે તો પરવા નથી જે ફરીશ્તઓ તારા રબ ના નિકટ્વર્તી છે તેઓ રાત અને દીવસ તેની તસ્બીહ કરી રહયા છે. અને કયારેય થાકતા નથી.{ફુસ્સીલત: 38}

 

ફરીશ્તોની સંખ્યા

ફરીશ્તોઓ ની સંખ્યા ઘણી છે. અલ્લાહ ના સિવાય તેમની ચોક્ક્સ સંખ્યા કોઇ જાણ્તુ નથી. હજરતે અનસ વાળી હદીસ મેઅરાજ  વખતે જ્યારે આપ સ.અ.વ. આસ્માન પર “બય્તે મઅમુર”  પહોંચીયા ત્યારે જોયુ કે દરેક દીવસે સીત્તેંર હજાર ફરીશ્તાઓ નમાજ પઢે  છે જે ફરીશ્તાએ એકવાર નમાજ પઢી લીધી ફરીવાર તેની વારી આવતી જ નથી.{ બુખારી: 3207/ મુસ્લીમ 164}

 

ફરીશ્તાઓ પર ઇમાન લાવ્વુ એ ચાર વસ્તુઓ ના આધારીત છે.

{1}  ફરીશ્તોના અસ્તિતવ પર ઇમાન

 

{2} જે ફરીશ્તાઓ ના નામ આપણે જાણીયે છે તેના પર મુફસ્સ્લ ઇમાન અને જે ફરીશ્તાઓ ના નામ આપણે જાણતા નથી તેના પર ઇજ્માલન ઇમાન

 

{3} ફરીશતાઓ ના જે ગુણ આપણે જાણીયેછે તેના પર ઇમાન જેવી રીતના કે હજરત જીબ્રઇલ વિશે આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે “ મે જીબ્રઇલ ને તેમની અસલ શકલ અને સુરત માં જોયા તેમના છ્સો પંખ હતા.જે આસ્માન ને  ઢાંકી દીધેલા હતા”. {મુસ્નદએહમદ: 407} 

 

ફરીશ્તાઓ અલ્લાહ ના હુક્મ થી ઇન્સાની શકલ માં પણ આવી શકે છે.

 

જેવી રીતના કે હજરત જીબ્રઇલ વિશે મશ્હુર છે કે જયારે અલ્લાહે હઝરતે મરયમ અ.સ. પાસે મોક્લ્યા ત્યારે તેઓ તેમની પાસે એક મામુલી ઇન્સાન ની શ્ક્લ માં આવ્યા હતા. એવી જ રીતે એક્વાર હજરત જીબ્રઇલ આપ સ.અ.વ. ની ખીદમત માં આવ્યાં તે વખ્તે આપ સહાબા સાથે બેઠા  હતા તેમના કપડા સફેદ અને તેમના વાળ ઘણા જ કાળા હતાઅને તે મુસાફર પણ ન હતા. તેઓ ઘુટ્ણ પણ ઘુટ્ણ રાખી ને બેસી ગયા અને પોતાના હાથ ને પોતાની જાગોં પર મુકી દીધા. અને ઇસ્લામ,એહસાન, ઇમાન, અને કયામત ની ઘડી વીશેસવાલ કરવા લાગ્યા.આપ સ.અ.વ. તેમને જવાબ આપતા રહ્યા. તેમના ગયા પછી આપે કહ્યુ કે જીબ્રઇલ હતા. જે તમને તમારો દીન સીખાડવા આવ્યા હતા.{મુસ્લીમ: 9-10} એવી જ રીતના તે ફરીશ્તાઓ જેમ્ને અલ્લાહે હઝરતે ઇબ્રાહીમ અ.સ. અને હઝરતે લુત અ.સ. પાસે મોકલ્યા હતા તેઓ પણ ઇન્સાની શક્લ માં જ આવ્યા હતા.

 

{4} ફરીશ્તાઓ ના એવા કાર્યો પર ઇમાન લાવ્વુ જે આપણે જાણીયે છે.તેઓ અલ્લાહ ના હુક્મ થી કરતા હોય છે.જેવી રીતના કે અલ્લાહ ની તસ્બીહ પઢવી અને રાત- દીવસ મુસલ્સ્લ થાકયા અને ઉકતાયા વગર તેની બંદગી કરવી. થોડાક ફરીશ્તાઓ ખાસ કાર્યો માટે મુકર્રર છે.

 

{1} જીબ્રઇલ અમીન: અલ્લાહે તેમને પોતાના નબીયો અને રસુલો પાસે વહી મોક્લ્વાનુ કાર્ય સોપેલુ છે. અલ્લાહ ફરમાવે છે. આને લઇને તારા હ્રદય ઉપર વિસ્વ્નીયરૂહ [જીબ્રઇલ] ઉતરી છે. જેથી તુ લોકો માં શામીલ થઇ જાય જેઓ ચેતવનારા છે.{શુઅરા: 193-194}

 

{2} મીકાઇલ: તેમને વરસાદ અને રોઝી-રોટી પોહ્ચાડ્વાનુ કામ સોંપેલુ છે..અલ્લાહ ફરમાવે છે “ અલ્લાહ પણ તેઓ નો દુશ્મન છે જેઓ અલ્લાહ ના અને તેના ફરીશ્તાઓ ના તેના રસુલો ના. જીબ્રઇલ , અને મીકાઇલ ના દુશ્મન છે. અલ્લાહ ખુદ તેઓનો દુશ્મ્ન છે. {બકરહ: 98}

 

{3} ઇસ્ રાફીલ : કયામત વખતે અને બીજીવાર ઝીંન્દહ થવાના વખતે સુર ફુકવા માટે તય્યાર છે.

 

{4} મોત નો ફરીશ્તો: મોત ના સમયે રૂહ નીકાળવાનુ કામ કરે છે. અલ્લાહ ફરમાવે છે “ આમને કહો મુત્યુ નો તે ફરીશ્તો જે તમારા ઉપર નિયુક્ત કરવામાં આવ્યો છે તમને આખા ને આખા પોતાના કબઝામાં લઇ લેશે અને પછી તમે પોતાના રબ પાસે પાછા લાવ્વામાં આવશો.”{ સજદહ : 11}

 

{5} માલીક : આ ફરીશ્તો દારોગહે જહન્ન્મ છે. અલ્લાહ ફરમાવે છે. “ તેઓ પોકારશે. હે માલીક તારો રબ અમને મોત આપી દે તો સારૂ. તે જ્વાબ આપસે તમે આમા જ પડ્યા રહેશો.” { ઝુખરૂફ :77}

 

{6} મા ની કોખ માં બાળક ની નીગરાની માટે એક ફરીશ્તો: હઝરતે અનસ રીવાયત કરે છે. કે આપ સ.અ.વ. એ ફરમાવ્યુ “ મા ની કોખ માં અલ્લાહે એક ફરીશ્તા ને નીગરાન કરી દીધો છે. તે કહે છે. હે રબ આ વિર્યનું એક ટપકુ છે. હે રબ આ ભેગુ થયેલુ લોહી છે. હે રબ આ માસ છે. ફરી જ્યારે અલ્લાહ ચાહે છે ત્યારે  તેની બનાવટ પુરી કરે છે અને પછી હુક્મ આપે છે. કે તે બાળક છે કે બાળકી,નેક છેકે બદબખ્ત, રોઝી કેટલી, ઉમર કેટ્લી, આ બધુ જ ફરીશ્તો માં ના પેટ માં લખી દેછે.” { બુખારી:318- મુસ્લીમ: 2647}

 

{7} દરેક વ્યકિત ના કાર્યો ની નીગરાની માટે બે ફરીશ્તાઓ નીગરાન જે ઇન્સાનની જમણી અને ડાબી બાજુએ નીયુક્ત છે. અલ્લાહ ફરમાવે છે” જો કે તમારા ઉપર નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે. એવા પ્ર્તિ  લખનારાઓ” { ઇંન્ફીતાર: 10-11}

 

{8} મુરદાર થી સવાલ કરવા માટે ફરીશ્તાઓ : જ્યારે મુરદાર ને ક્ર્બમાં મુકવામાં આવે છે ત્યારે બે ફરીશ્તાઓ તેની પાસે આવી સવાલ કરે છે તેના દીન, તેના રબ અને તેના રસુલ બાબતે.આપ સ.અ.વ. એ ફરમાવ્યુ કે “ મુરદાર ને  ક્ર્બમાં ડાટ્યા બાદ બે કાળા રંગના ફરીશ્તાઓ આવે છે તેમની આંખો અજીબ હોય છે.એમાં થી એક ને મુંન્કર અને બીજા ને નકીર કેહવામાં આવે છે”{તીરમીઝી: 1071}

 

{9} તે ફરીશ્તાઓ જેઓ શુક્ર્વાર ની નમાઝ માં નામ નોધણી કરે છે. અબુ હુરેરહ રીવાયત કરે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ જ્યારે શુક્રવાર નો દીવસ આવે છે ત્યારે ફરીશ્તાઓ મસ્જિદ ના દરવાઝા પર બેસીને આવનારાઓના નામ લખે છે. જે પહેલા આવનારા માટે ઉંટ્ની કુરબાની નો સવાબ, તેના પછી આવનારા માતે ગાય ની કુરબાની નો સવાબ, ત્યાર પછી આવનારા માટે ઘેટા ની કુરબાની નો સવાબ, તેના પછી મરઘી નો અને ત્યાર બાદ ઇંડાનો, પરંતુ જ્યારે ઇમામ ખુત્બો આપવાનુ શરૂ કરે છે ત્યારે તેમના દફતર બંધ કરી ઇમામ નો ખુત્બો સાભંળવા બેસી જાય છે.{બુખારી:929- મુસ્લીમ;850}      

 

ફરીશ્તાઓ પર ઇમાન લાવ્વાના ફાયદાઓ

{1} અલ્લાહ ની અઝમત તેની બડાઇ તેની તાકત અને તેની સલ્તનત નુ ઇલ્મ.

{2} આદમ ની અવ્લાદ પર કરેલી નેઅમતો નો શુક્ર કરવો. કે તેણે ફરીશ્તાઓ ને આદમ ની અવ્લાદ ની હીફાઝત માટે નીગરાન બનાવ્યા.

{3} ફરીશ્તાઓ થી મોહ્બ્બ્ત કે તેઓ અલ્લાહ ની બંદગી માં અને તેમને આપેલા કાર્યો માં મસરુફ છે. 

 

વધારે જુઓ

ઈમાન,ઇસ્લામ,જીબ્રઈલ ,મુનકર,નકીર વગેરે ........

 

 

હવાલા

શરહે ઉસૂલૂ – લ – ઈમાન શેખ મોહમ્મદ બીન સાલેહ ઉષ્યમીન

643 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ