નિય્યત (આશય) અને તેના પ્રકાર

વિષયસુચીકોષ્ટક

 

નિય્યતશાબ્દિકઅર્થ :   

નવા, યન્વી નિય્યતન્, ષુલાષી બાબ કે ઝરન થી છે, જેનો અર્થ થાય છે કે ઇરાદો કરવો, આશય કરવો,  નવા નો અર્થ આશય છી, અને નિય્યત થી અર્થાત દિલમાં કરવામાં આવતો ઇરાદો, જેવું કે કહેવામા આવે છે નવાકલ્ લાહુ બેખૈરીન્, એટલે કે અલ્લાહ તઆલા તમને સારૂ વણતર પહોંચાડે.

 

 નિય્યતકાયદાકીયઅર્થ :

 કોઇ કાર્યને ઇરાદા પૂર્વક કરવું

અલ્-અઝમ ફરી જ્યારે ઇરાદો મઝબુત થઇ જાય તો તેને મરવા માટે કોઇ પણ પ્રકારની આનાકાની કરવામાં ન આવે, જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે,

"فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ"(سورۃآل عمران: 159)  ફરી જ્યારે તમારો ઇરાદો પાકો થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિ:શંક અલ્લાહ તઆલા ભરોસો કરનારથી મુહબ્બત કરે છે.

 એટલે કે કોઇ કાર્યને તેને પાર પાડવા માટેના કારણોને અપનાવતા અલ્લાહ તઆલાની મદદ અને તેનાથી માંગતા કરવું, આ કબૂલાતમાં ફકત અલ્લાહની મદદની અપેક્ષા કરવાની નથી પરંતુ અલ્લાહ તઆલા માટે જ નિય્યત કરી તે કાર્યની જવાબદારીમાં તેનાથી મદદ માંગવી જરૂરી છે.

કોઇ કાર્ય કરવા માટે દિલમાં તેનો ઇરાદો કરવો. જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે,

"وَلَقَدْ هَمَّتْ بِهِ ۖوَهَمَّ بِهَا لَوْلَا أَن رَّأَىٰ بُرْهَانَ رَبِّهِ ۚ" (سورۃ یوسف:24)

સ્ત્રી યુસુફ તરફ આકર્ષીત થઇ અને યુસુફ તેની તરફ આકર્ષીત થતા જો અલ્લાહની નિશાનીઓ ન દેખતા.

 

 હદીષે શરીફ :

 આપ સ.અ.વ. એ ફરમાવ્યું અલ્કમહ બિન વકાસ લૈષી નું વર્ણન છે કે મેં અલ્લાહ ના પયગંબરના મિંબર પર ઉમર બિન ખત્તાબ ની જુબાન વડે આ સાંભળ્યું, તે કહી રહ્યા હતા કે મેં અલ્લાહ ના પયગંબર ની જુબાનથી સાંભળ્યું, આપ ફરમાવી રહ્યા હતા, દરેક કાર્યનો આધાર નિય્યત ઉપર છે, અને દરેક કાર્યનો ફળ દરેક માનવીને તેની નિય્યત ના આધારે જ મળશે, તો જેની નિય્યત વતન છોડવાની પુષ્કળ ધન પ્રાપ્ત કરવાની હશે અથવા તો કોઇ સ્ત્રી સાથે લગ્ન કરવાની હશે, તો તેની હિજરત તેના માટે જ હશે, જેને પ્રાપ્ત કરવાની તેણે નિય્યત કરી હતી, (સહીહ બુખારી, કિતાબ વહી કા બયાન, બાબ આપ સ.અ.વ. પર વહી કી શરૂઆત કેસે હુઇ? હદીષ નં 1)

 

નિય્યત ઉચિત થવા માટેના કારણો :

1.     નિય્યત ઉચિત થવાના કારણોમાંથી એક આ પણ છે કે તેના વડે આદત અને  બંદગીમા6 તફાવત કરવામાં આવે. આદત ના આધારે કરવામાં આવતું કાર્યનું કોઇ પણ ફળ નથી, બંદગી સમજીને કરવામાં આવતા કાર્ય પર ફળ મળશે, એટલા માટે જ જે માનવી પરોઢથી લઇને સૂર્યાસ્ત સુધી ખાધા-પીધા વગર અને વગર સમાગમે અલ્લાહ ને અનુસરણની નિય્યત ન કરે તો તેનું આ કાર્ય ફકત એક આદત ગણવામાં આવ્શે, ન કે બંદગીના આધારે.

1.એવી જ રીતે જે વ્યક્તિ જનાબતનું સ્નાન અને પાકી સફાઇ નું સ્નાન આ બન્ને માં અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ ની નિય્યત ન હોય તો તો તેનું આ સ્નાન અને આ કાર્ય તો સારૂ હશે પરંતુ કાઅર્ય કરવા માટે આ કાર્ય પર કોઇ ફળ અને ષવાબ મળવા નો નથી.

તેનાથી વિરોધમાં અગર કોઇ વ્યક્તિ પોતાના કાર્યને કરતા અલ્લાહની નજદીકી અને અલ્લાહના પયગંબરને અનુસરણ ની નિય્યત કરે તો તેનો પુરા દિવસના કાર્યો બંદગી ગણાશે અને તેના પર માનવીને ફળ અને ષવાબ પર મળશે,  અને અલ્લાહની આ વાતની આ જ સમજુતી છે,

"وما خلقت الجنَّ والإنس إلاّ ليعبدون"(سورۃ الذاریات: 56)

મેં માનવી અને જિન્નાતોને ફકત એટલા માટે જ પૈદા કર્યા છે કે તેઓ ફકત મારી ક બંદગી કરે.

આ વાત એવી નથી કે રોજીંદા કાર્યોને નમાઝ રોઝા જેવી બંદગીઓ સાથે સરખામણી કરવામાં આવે, પરંતુ આ મકસદ છે કે દરેક કાર્યમાં અલ્લાહની નજદીકી નો ઇરાદો કરવામાં આવે, જેથી નિય્યતના કારણે તે રોંજીદા કાર્યને બંદગી બનાવવામાં આવે, અલ્લાહ તઆલા તરફથી ફકત નિય્યતના કારણે આ ઉમ્મત પર ઘણી કૃપાઓ છે, અને આ જ કૃપા હતી જે અલ્લાહના પયગંબરના પુરા જીવનને આધારીત હતી, જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે,

"وما أرسلناك إلآّ رحمة للعالمين" (سورۃ الانبیاء: 107)

અને અમે તમાને સમ્રગ માનવજાત માટે દયાળુ બનાવીને જ મોકલ્યા છે,

નિય્યત વડે જ અલ્લાહની કૃપાનો અંદાજો આ હદીષ થી લગાવી શકીએ છીએ,

અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી, ફરમાવે છે કે આપ સ.અ.વ. એ એક હદીષે કુદુસી માં ફરમાવ્યું અલ્લાહ તઆલાએ નૈકી અને બુરાઇ નક્કી કરી દીધી છે, અને તેને સ્પષ્ત બયાન કરી દીધી, બસ જેણે કોઇ નૈકી કરવાનો ઇરાદો કર્યો, અને જો તે નૈકી ન કરી શકયો તો પણ અલ્લાહ તઆલા તેના માટે તે નૈકી નો બદલો લખી દે છે, અને જો ઇરાદો કર્યા પછે તે નૈકી કરી દીધી તો અલ્લાહ તઆલા તેનો બદલો દસ નૈકી થી લઇને સાતસો નૈકી સુધી લખી દે છે, અને તેનાથી વધારે પણ. અને જેણે કોઇ બુરાઇનો ઇરાદો કર્યો અને તેના પર અમલ ન કર્યો, તો અલ્લાહ તઆલા ત્યાં નૈકી લખી દે છે, અને તેને ઇરાદો કરી તેના પર અમલ પણ કરી લીધો તો અલ્લાહ તઆલા ફકત એક જ બુરાઇ લખે છે. (સહીહ બુખારી, કિતાબ દિલકો નરમ કરને વાલી બાતો કે બયાન મેં, બાબ જીસને કીસી બદી યાઅ નૈકીકા ઇરાદા કીયા તો ઉસકા નતીજા કયા હે ? હદીષ નં 6491/ મુસ્લિમ કિતાબુલ્ ઇમાન 187 એહમદ /મુસ્નદ બાની હાશીમ/ 1897 દારિમી/ કિતાબુર્રરીકાક 2667)

અલ્લાહ તઆલાની કૃપાનો અંદાજો કરો  કે નૈકી ના ઇરાદા પર એક નૈકી લખવામાં આવે છે કારનકે ફકત નિય્યત કરવાના કારણે નિય્યતીને તેનો બદલો મળે છે, અને તેના પર અમલ કરવાના બદલામાં તેના ફળમાં વધારે ને વધારો થતો રહે છે, અને બીજી તરફ બુરાઇ નો ઇરાદો કરવા પર કોઇ ગુનોહ લખવામાં આવતો નથી, આ અલ્લાહની મોટી કૃપાની પુષ્ઠી છે, અને જ્યારે માનવી બુરાઇની નિય્યત નથી કરતો તો ફકત પોતાને બુરાઇથી વંચિત રહેવાના કારણે તેના માટે એક નૈકી લખવામાં આવે છે, સુબ્હાન અલ્લાહ અલ્લાહ તઆલાની ઝાત ઘણી જ કૃપા અને મહાનતા વાળી છે, કારણ કે કોઇ ખોટા કાર્યથી બચવું પણ એક કાર્ય છે, અને બંદાને તેના દરેક કાર્યો નો ષવાબ મળતો રહે છે. ફકત નિય્યત કરવાથી જે ફળ મળે છે તેનો અંદોજો કરવો જોઇએ કે કેવી રીતે નૈકી કરવાથી તેનું ફળ બમણું ને બમણું ને મળે છે, અને એક મોમીન બંદો કેવી રીતે અલ્લાહની કૃપામાં ડુબતો રહે છે, અગર કોઇ વ્યક્તિ સફર કરે છે ફરવા માટે નીકળે છે અને જો તે આ પ્રમાણે કહે છે

"روحوا القلوب ساعة بعد ساعة"સમય અંતરે પોતાના પ્રાણને આરામ પહોંચાડો, તો આવા વ્યક્તિને તેના સફર કરવા પર પણ તેનો બદ્લો મળે છે.

  એક વ્યક્તિ પોતાની પત્નિ સાથે સંભોગ  કરે છે, અને જો તે પોતે અશ્ર્લિલતા થી બચવાની નિય્યત કરી લે તો તેને તે સંભોગમાં પણ ફલ મળે છે, આજ સ્થિતી રોજીની તલાશ, જ્ઞાનની તલાશ, લગાતાર સફર, ઉત્તમ પોશાક, ઉત્તમ વાતચીત, લોકો સાથે સદવર્તન, અને દરેક દૂનિયા ના જીવન નો છે. કેટલીક વખત લોકો કોઇ પ્રવિધી એ દેખાડે છે અને આ જ કાર્ય એક મુસલમાન અલ્લાહ અને તેના પયગંબરનો આદેશ સમજી કરે છે તો તેને બદલો મળે છે, અને આ જ કાર્ય બીજા લોકો નિય્યત વગર કરે છે જેથી તે તેના ષવાબ થી વંચિત રહે છે.

2.   નિય્યત ને બંદગી જ વચ્ચે તફાવત માટે કાયદાકીય બનાવી છે, કારણ કે એક વ્યક્તિ ખાધા પીધા અને સંભોગ વગેરે થી વંચિત રહે છે પરંતુ કેટલીક વખતે તે વ્યક્તિ ફર્ઝ, નફિલ રોઝામાં તફાવત કરવા માટે નિય્યત ખુબ જ જરૂરી છે, આવી જે રીતે એક કાર્ય છે પરંતુ તેની કોલીટી માં થોડોક તફાવત છે, અને આ નિય્યત જ ઘણા કાર્યો ના વચ્ચે તફાવત કરે છે, જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે

3.              "الحج أشهرٌ معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا جدال في الحج" (سورۃ البقرۃ:197)

હજ્જ ના દિવસો નક્કી છે, એટલા માટે જ જે વ્યક્તિ હજ્જ જરૂરી કરી લે તે પોતાની પત્નિ સાથે મેળ મિલાપ અને લોકો સાથે લડાઇ ઝઘડાથી બચીને રહે.

એટલે કે જે વ્યક્તિ હજ્જની નિય્યત કરી લે, તો તેના ઉપર સંભોગ, ઝઘડો અને ખરાબ વાતોથી બચવું જરૂરી છે.

3. નિય્યતના જ આધારે પોતે કરવાવાળા કાર્ય અથવા તેની તરફથી કાર્ય બીજો કરનાર અથવા તો કોઇ નફીલ કાર્ય જે બીજા માટે કરવામાં આવ્યો હોય તે બધા જ વચ્ચે તફાવત કરી શકાય, ઘણા લોકો હજ્જ કરી રહ્યા છે પરંતુ કોઇ પોતાના માટે અને કોઇ બીજા માટે, કરી રહ્યો હોય છે, અને તેની વચ્ચે તફાવત કરનારી વસ્તુ ફકત નિય્યત છે, આ જ કાર્ય બીજા બધા કાર્યો માં પણ થાય છે, એક વ્યક્તિ ઘન માટે અથવા કોઇ દૂનિયાના હેતુ માટે લોકોને શિક્ષા આપે છે, અને બીજી તરફ એક બીજો વ્યક્તિ બદલો અને અલ્લાહ અને તેના પયગંબરનુ અનુસરણ કરી આ બન્ને વચ્ચે તફાવત કરનારી ખાસ વસ્તુ નિય્યત જ છે.

એટલા માટે દરેક વ્યક્તિ પોતાન્ના દરેક કાર્ય માં સાચા રસ્તો નક્કી કરી લે, જે તેને તેની મંઝીલ તરફ પહોંચાડી રહી હોય.

 

નિય્યત ઉચિત થવા માટેના કારણો :  

રમઝાન માસના શરૂમાં (પુરા રમઝાન માસની નિય્યત કરવી કાફી છે) પરંતુ રમઝાન વચ્ચે સફર અથવા બિમારીના કારણે રોઝો ન રખાયો તો બીજી વખતે નિય્યત કરવી જરૂરી છે, કારણ કે તેણે પ્રથમ નિય્યત તોડી દીધી, (ફતાવા અરકાને ઇસ્લામ શૈખ ઇબ્ને ઉષૈય્મિન રહ. પેજ 664)

દરેક પ્રકારની પ્રશંક્ષા બન્ને જગતના પાલનહાર માટે જ છે.

293 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ