નમાઝ નમાઝ ઈસ્લામઅરકાન માં બીજો જરુરી રુકન છે.જે દિવસે અને રાત માં પાંચ ટાઈમ ફર્ઝ છે.નમાઝ બંદા અને તેના રબ વચ્ચે ઇસ્લામ ધર્મ માં નમાઝ નુ ઘણુ મહત્વ છે.આ દરેક અઅમાલ માં સૌથી મહત્વની ધરાવનારી ઈબાદત છે.જે અરબી માં પઢવામાં આવે છે.જેમા દુઆઓ,પઢવામાં આવે છે. નમાઝ નો અસલ મતલબ અરબી ઝુબાન માં નામાઝ નો અસલ શબ્દ “સલાત”થાય છે.જેનો અર્થ થાય છે “દુઆ”શરીઅત માં સલાત નો મતલબ : એક ફર્ઝ ઈબાદત નુ નામ જે એક મુસલમાન દિવસ અને રાત માં પાંચ વાર એક ખાસ તરીકા થી અદા કરે છે.જેની શરુઆત “અલ્લાહુ અક્બર”થી અને ખત્મ “અસ્સલામો અલયકુમ”થી થાય છે. કુરાન કુરાન મજીદ માં લગભગ ૭૦૦ વાર નમાઝ વિશે દર્શાવવા માં આવ્યું છે અલ્લાહત્લાહ ફરમાફે છે “હે નબી તિલાવત કરો આ ગ્રંથી ની જે તમારા તરફ વહી દ્વારા મોકલવામા આવ્યો છે.અને નમાઝ કાયમ કરો.નિ:શુક નમાઝ નિર્લજ્જતા અને બુરા કામોથી રોકે છે.અને અલ્લાહ નુ સ્મરણ આનાથી પણ મોટી વસ્તુ છે.અલ્લાહ જાણે છે જે કંઈ તમે કરો છો. ( અનકબુત : ૨૯) અને ફરમાવ્યુ “તેથી હે નબી જે વાતો આ લોકો બનાવે છે તેના ઉપર ધૈર્ય થી કામ લો અને પોતાના રબ ની પ્રશંશા સાથે તેની તસ્બીહ કરો.સુર્યોદય પહેલા અને સુર્યાસ્ત પહેલા ,અને રાત ની ઘડી ઓ પણ તસ્બીહ કરો અને દિવસ ના કિનારા ઉપર પણ ક્દાચ તમે ખુશ થઈ જાઓ. (તાહા : ૧૩૦) નબી સ.અ.વ. એ ફરમવ્યું “પાંચો નમાઝ ની પાબંદી એક જુમ્મા થી બીજી જુમ્મા સુધી ના નાન- નાના ગુનાહ મુઆફ થઈ જાય છે. જ્યાં સુધી કબીરહ ગુનાહ કરવામાં ન આવે . (મુસલીમ : ૨૩૩) નબી સ.અ.વ. એ ફરમાવ્યું “મુસ્લીમ અને કાફિરો વચ્ચે ફરક કરનારી વસ્તુ નમાઝ જ છે. જેણે નમાઝ છોડી તે કાફિર થઈ ગયો.(તિરમીઝિ : ૨૬૨૧) નમાઝ ની એહમીયત નમાઝ એ બુનિયાદી રુકન છે. જે અઅમાલ માં સૌથી મહત્વના દર્શાવે છે. નમાઝ મોમીન ના દિલ ને સુકુન પોહચાડે છે. તેના એક મુસ્લમાન ની પ્રામાણિકતા વધારે છે. જે મુસલમાન નમાઝ નથી પઢતા તેઓ પોતાના રબ ના ફરમા બરદાર બંદાઓ નથી. કયામત ના દિવસે સૌ પ્રથમ સવાલ નમાઝ વિશે થશે. નમાઝ ની શરતો (૧) ઈસ્લામ (૨) અકલ (૩) બુલુગત (૪) નમાઝ ના ટાઈમ નુ થવુ (૫) સતર( મર્દ માટે ડુટી થી ઘુટણ સુધી નો ભાગ અને ઔરત નો મોં અને હથેળી વગર દરેક અંગ છુપાવાનો સતર) (૬) ગંદકી થી પાક રહેવુ (૭) હદષે અકબર (જેમા ગુસ્લ કરવુ જરુરી છે.) હદષે અસ્ગર (સંડાસ ,પેશાબ ,વગેરે થી દુર રહેવુ) (૮) કિલ્લા તરફ મોંઢુ રાખવુ (૯) નિય્યત કરવી. નમાઝ ના અરકાન રુકન અદા કરવો જરુરી છે. નમાઝ ના અરકાન ૧૪ છે. (૧) જે માણસ ઉભો રહી નમાઝ પઢવાની તાકાત રાખે તેણે ઉભા રહીને નમાઝ પઢવી (૨) અલ્લાહુ અકબર કહેવુ (૩) સુરે ફાતેહા ની તિલાવર (૪) રુકુઅ કરવો (૫) રુકુઅ થી ઉઠવુ (૬) રુકુઅ થી ઉઠીને ઉભા રહેવુ (૭) સજદો કરવો (૮) સજદહથી ઉઠવુ (૯) બે સજદા વચ્ચે બેસવુ (૧૦) નમાઝ ને શાંતિ પૂર્વક અદા કરવી (૧૧) આખરી તશહહુદ (૧૨)તશહહુદ અને સલામ માટે બેસવુ (૧૩) બંન્ને તરફ સલામ ફેરવવુ (૧૪) દર્શાવેલ તરતીબ નો ખ્યાલ રાખવો . નમાઝ ના વાજીબાત નમાઝ ના ૮ વાજીબાત છે. (૧) તકબીરે તહરીમા ને છોડી ને બીજી તકબીરો (૨) ઈમામ અને મુન્ફરીદ નુ સમેઅલ્લાહુ લેમન હમીદહ કહેવુ (૩) રબ્બના લકલ્હમ્દ કહેવુ (૪) રુકુઅ મા એકવાર સુબહન –રબ્બેયલઝિમ કહેવુ (૫) સજહદ મા એકવાર સુબહન –રબ્બેયલઝિમ કહેવુ (૬) બે સજહદ વચ્ચે રબ્બીગફીરલી કહેવુ (૭) પહેલા તશહહુદ પઢવુ (૮) પહેલા તશહહુદ મા બેસવુ. વધારે જુઓ અરકાને ઇસ્લામ ,અકીદાહ ,તોહીદ ,નમાઝ માં ખુશુઅ અને ખુઝુઅ ઈબાદત ,વગેરે ...... |