તકદીર પર ઇમાન


“તકદીર પર ઈમાન લાવવાનો મતલબ અને તેના ફાયદાઓ “

 

તકદીર કાએનાત મા થનારા રદ્દો વ બદલના વિશે અલ્લાહ તરફી લગાવવામાં આવેલા અંદાજનું નામ તકદીર છે. આ રદ્દો વ બદલ અલ્લાહના જ્ઞાનમાં પહેલે થી જ હોય છે.અને તે રદ્દો વ  બદલ હિકમતે ઈલાહીના મુતાબિક જ થાય છે.

 

અનુક્રમ્ણીકા

 

તકદીર પર ઈમાન લાવવા માટે ચાર વસ્તુમાં જાણવું જરૂરી છે

(૧) આ વાત પર ઈમાન લાવવું કે,અલ્લાહ દરેકે દરેક વસ્તુઓ વિશે મુખત્સર અને તફસીલથી દરેક લીહાજથી શરૂઆત થી ખત્મ સુધી જાણે છે. અને જણાવશે. આ જ્ઞાનનો  રબ્ત પોતાના કાર્યો સાથે હોય અથવા તો બંદોના આમાલ સાથે.

 

(૨) એ વાત પર ઈમાન લાવવું કે અલ્લાહ એ તકદીર ને લોહે મહફુઝમાંજ લખી દીધી છે. આ બન્ને વાતોની દલીલ કુઍ।ને મજીદમાં દર્શાવવામાં આવી છે. અલ્લાહ ફરમાવે છે “ શું તમે નથી જાણતા કે આકાશ અને ધરતીની પ્રત્યેક વસ્તુ અલ્લાહની જ જાણમાં છે ?બધુ જ એ પુસ્તકમાં અંકિત છે. અલ્લાહ માટે આ સહેજ પણ મુશ્કેલ નથી.” (હજ ˸૭૦)

 

અબદુલ્લાહ બિન અમર બિન આસ રઝીયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે,મેં આપ સલ્લલાહુ અલયહી વસ્સલમ થી સાંભળ્યું કે,અલ્લાહ આકાશ અને ધરતીની પેદાઈશના ૫૦ વર્ષ પહેલા દરેક મખ્લુકોની તકદીર લખી દિધી હતી. એવી જ રીતના આપ સલ્લલાહુ અલયહી વસ્સલમએ ફરમાવ્યું કે,સૌ પ્રથમ અલ્લાહ એ કલમ (પેન) ને પેદા કરી અને તેનાથી કહ્યું તુ લખ તો કલમ એ કહ્યું અય મારા રબ શું લખુ ?અલ્લાહ એ ફરમાવ્યું પ્રલયના દિવસ સુધી આવનારી દરેક મખ્લુકાતની તકદીર લખી  (અબુદાઉદ ̶૪૭૦૦)

 

(૩) એ વાત પર ઈમાન લાવવું કે,કાએનાતના દરેક કામ અલ્લાહ ની મસીય્યત (ઈચ્છા) વગર નથી ચાલી શકતા. ચાહે એ કામ અલ્લાહની જાત થી તઅલ્લુક રાખતા હોય અથવા મખ્લુકાતથી અલ્લાહ પોતાના અફઆલ અને (તે પોતે જ પોતાના કામ માટે જેને ચાહે છે) પસંદ કરે છે. (કસસ ˸૬૮)

 

અલ્લાહ બીજી જગ્યાએ ફરમાવે છે. અલ્લાહ જે ચાહે છે તે જ કરે છે. (ઈબ્રાહીમ ̶૨૭)

 

એક બીજી જગ્યાએ ફરમાવે છે તે જતો છે જે તમારી માતાઓની કુંફમાં તમારા રૂપ જેવા ચાહે છે તેવા બનાવે છે.  (આલે ઈમરાન ˸૬)

 

મખ્લુકાતના અફઆલ (કાર્યો) વિશે ફરમાવ્યું “ જો અલ્લાહ ઈચ્છેતો તો તેમને તમારા ઉપર પ્રભુત્વ આપી દેતા અને તેઓ પણ તમારી સાથે લડ્યા હોત “ (નીસા ̶૯૦) એવી જ રીતે સુરે અનઆમમાં ફરમાવ્યું “અગર તમારો રબ ઈચ્છતો તો તેઓ કશું જ ન કરી શકતા “ (અનઆમ ̶૧૧૨) જાણવા મળ્યું કે,કાએનાતમાં જેટલા કાર્યો,રદ્દો વ બદલ થાય છે તે સંપુર્ણ અલ્લાહની ઈચ્છા મુજબ જ થાય છે. અલ્લાહ જે ચાહે છે તે થઈ જાય છે અને જે નથી ચાહતો તે નથી થતું.

 

(૪) આ વાત પર ઈમાન લાવવું કે,દરેક કાએનાત પોતાની જાત,ગુણો,અને નકલ વ હરકતમાં અલ્લાહની મખ્લુક છે. આ વિશે અલ્લાહ ફરમાવે છે કે,“અલ્લાહ દરેક વસ્તુઓને પૈદા કરનાર અને દરેક વસ્તુઓનો નિગરાન પર તે જ છે” ( ઝુમર ̶૬૨) અને ફરમાવ્યું “ અલ્લાહ એજ દરેક વસ્તુઓને પૈદા કરનાર દરેક વસ્તુઓનો અંદાજો પણ લગાયો” (ફુરકાન ̶૨) એવી જ રીતના અલ્લાહ એ ઈબ્રાહીમ અલયહી અસ્સલામ વિશે ફરમાવ્યું જ્યારે તેમની કૌમને કહ્યું “અલ્લાહ એ તમને અને તમારા દરેક કાર્યો ને પૈદા કર્યા” (સાફફાત ̶૯૬)

 

જાણવા મળ્યું કે,જે શખ્સ આ ચાર વસ્તુઓ પર ઈમાન લાવશે તો તેનું તકદીર પર ઈમાન મુકમ્મલ થશે.

 

બંદાઓનો ઈખ્તિયાર (મરઝી)

ઉપરોક્ત વાતથી એવું સાબિત નથી થતું કે બંદાઓને કોઈ પણ જાતનો ઈખ્તિયાર નથી બંદાઓને પર અલ્લાહે ઈખ્તિયાર આપ્યો છે. નેકી અને બુરાઈ કરવાનો ઈખ્તિયાર આપ્યો છે. એટલા માટે જ તો લોકો નેકી અને બુરાઈ બન્ને કરે છે.

 

શરીઅત માં આ વાત સાબિત થાય છે કે,અલ્લાહ એ બંદાઓને પણ ઈખ્તિયાર આપ્યો છે. અલ્લાહ એ બંદાઓની મશીય્યત વિશે ફરમાવ્યું “ હવે જેની ઈચ્છા થાય તે પોતાના રબ તરફ પાછા ફરવાનો માર્ગ અપનાવી લે “ (નબા ̶૩૯)

 

એવીજ રીતના ફરમાવ્યું “ તમારી સ્ત્રીઓ તમારા માટે ખેતીઓ છે તમને અધિકાર છે જેવી રીતે ઈચ્છો પોતાની ખેતીમાં જાવો “: (બકરહ ̶૨૨૩) જ્યારે ઈન્સાનની તાકત વિશે ફરમાવ્યું “ તમારી તાકતના મુજબ જ અલ્લાહથી ડરો” (તગાબુન ̶૧૬) એવી જ રીતે સૂરેબકરહમાં ફરમાવ્યું “ અલ્લાહ કોઈ પણ વ્યક્તિ ઉપર તેની શક્તિ થી વધુ જવાબદારીનો બોજ નાંખતો નથી,દરેક વ્યક્તિ એ જે સત્કર્મો કમાવ્યા છે” તેનું ફળ તેના માટે જ છે. અને જે દુષ્કર્મો સમેટ્યા છે તેની મુસીબત અને જંજાળ પણ તેના જ ઉપર છે” (બકરહ ̶૨૮૬) ઉપરોક્ત આયાત થી સાબિત થયું કે,ઈન્સાની ઈરાદા અને તાકત અલ્લાહે આપી છે. આ બન્ને વસ્તુઓના કારણે ઈન્સાન જે ચાહે છે તે કરે છે અને જે છોડવા ચાહે તે છોડી દે છે.

 

બંદાઓની મશીય્યત (ઈચ્છા)

હકીકત પણ આ વાતને તસ્દીક કરે છે કે,દરેક ઈન્સાન આ વાતને સારી રીતે જાણે છે કે,તે કામ કાજ પોતાની મરજી અને તાકત પ્રમાણે જ કરતો હોય છે. એવી જ રીતે ઈન્સાન અમુક કામોને પોતાની ઈચ્છા મુજબ કરતો હોય છે. જેવી રીતના કે ચાલવું,ફરવું,અને અમુક પોતાની ઈચ્છા મુજબ નથી હોતા જેવી રીતના કે ધ્રુજારી થવી,આ બધી વસ્તુઓ હોવા છતાંય ઈન્સાનની દરેક તાકત,ઈચ્છા,અને મશીય્યત અલ્લાહ ની જ મશીય્યત અને ઈચ્છાના આધારે થતી હોય છે. અલ્લાહ ફરમાવે છે,“ અને તમારા ઈચ્છવાથી કંઈ થતું નથી જ્યાં સુધી સમગ્ર સ્રુષ્ટિનો માલિક અને પાલનહાર અલ્લાહ ન ઈચ્છે” (તકવીર ̶૨૯) અકલથી પર જોવા જઈએ તો આ વાત સાબિત થાય છે કે,આ વિશાળ કાએનાતનો બાદશાહ અલ્લાહ જ છે. એટલા માટેજ તો આ કાએનાતમાં કોઈપણ કામ અલ્લાહ ના જ્ઞાન અને ઈચ્છા મુજબ જ થાય છે.

 

તકદીર પર ઈમાન લાવવાના ફાયદાઓ

(૧) કોઈ કારણને ચુન્યાં વગર કારણને દોશી ઠહેરાવતા પહેલા અલ્લાહ પર ભરોસો કરવો. કારણ કે,દરેક કામ અલ્લાહના ફૈસલા મુજબ જ થાય છે.

 

(૨) કોઈ પણ કામિયાબી પાછળ એમ ન વિચારવું જોઈએ કે,આ તો હું ઈચ્છતો તો એટલે થયું કારણ કે,કામયાબ થવું એ તો અલ્લાહ તરફી એક નેઅમત છે. ઈન્સાન પોતે જાતે આવું વિચારસે તો તે અલ્લાહનો શુક્ર કરવાનો ભુલી જશે.

 

(૩) અલ્લાહના ફૈસલા મુજબ ઈન્સાનની ઝીંદગી પર જે કઈ પણ થાય તેના પર ઈન્સાનને શાંત અને ખુશ રહેવું જોઈએ. જો આ વસ્તુ તેના દીલમાં બેસી જશે. તો પછી તેના પર ખુશહાલી આવે કે તંગી,મુસીબત આવે કે ફરાવાની,દરેક હાલતમાં તે અલ્લાહના ફૈસલા પર ખુશ હશે. અલ્લાહ ફરમાવે છે “ કોઈ મુસીબત એવી નથી જે ધરતી ઉપર અથવા તમારા પોતાના ઉપર ઉતરતી હોય અને અમે તેને પૈદા કરતા પહેલા એક પુસ્તકમાં લખી ન રાખી હોય. આવું કરવું અલ્લાહ માટે ખુબ સરળ છે. જેથી જે કંઈ નુકશાન તમને થાય છે તે બદલ તમે હતોત્સાહ ન થાઓ અને જે કંઈ અલ્લાહ તમને આપે તેમના ઉપર ફુલાઈ ન જાઓ,અલ્લાહ એવા લોકોને પસંદ કરતો નથી જેઓ પોતાને મોટા સમજે છે અને અભિમાન કરે છે. “ (હદીદ ̶૫૭) અને મોહંમ્મદ પયગંબર સાહેબે ફરમાવ્યું “ મૌમીનનું દરેક કામ અદભુત હોય છે. નિ˸શક મૌમીન દરેક કામમાં ભલાઈને ભલાઈ જ તલાશ કરતો હોય છે. અને આ ખુશનસીબી મૌમીન સિવાય બીજાને મળતી નથી. એટલા માટે જ જ્યારે તેના પર ખુશહાલી આવે છે ત્યારે પોતાના માલિકની પ્રશંસા અને શુક્ર કરતો હોય છે. તો તે ખુશહાલી તેના માટે બરકત વાળી થઈ જાય છે. અને જો તેના પર તંગી અથવા મુસીબત આવે તો તેના પર સબર કરે છે. તો તે તંગી અને મુસીબત પણ તેના માટે ભલાઈ અને બરકત વાળી થઈ જાય છે. (સહીહ મુસલીમ ˸૨૯૯૯)   

 

વધારે જુઓ

ઈમાન ,ઇસ્લામ ,અરકાને ઈમાન ,અરકાને ઇસ્લામ ,કુફર ,નીફાક ,વગેરે.....

 

હવાલા

શરહે ઉસૂલૂ – લ – ઈમાન શેખ મોહમ્મદ બીન સાલેહ ઉષ્યમીન

 

511 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ