ઝકાત


ઝકાત શહાદતયન અને નમાઝ પછી સૌથી મોટુ રુકન ઝકાત છે. ઝકાત નો તઅલ્લુક બંદાઓ નો હક અલ્લાહ નો  હક બંને થી છે. આ બંદગી પણ છે. અને માલ નો પણ હક છે. ઝકાત એ ઈસ્લામી  રોઝદારી નો ભાગ છે. 

 

અનુક્રમ્ણીકા

 

ઝકાત નો મુળ અર્થ

ઝકાત નો અર્થ “વધવુ”પવિત્રતા અને સ્વચ્છતા જેવોથાય છે.

 

ઝકાત નો શરઈ અર્થ

મખ્સુસ માલ માથી મખ્સુસ હિસ્સો નીકાળી મખ્સુસ લોકો  ને અલ્લાહ ની બંદગી માટે આપવુ,તેનુ નામ ઝકાત છે. ઝકાત એવો હક છે જે માલ મા વાજિબ છેજેને ફકિરો,મોહતાજો,અને ઈસ્લામે બતાવેલ લોકો ને આપવામા આવે છે.

 

કુરાન

કુરાન મા ૮૨ બયાસી વાર નમાઝ ની સાથે ઝકાત નુ પણ વર્ણન કરવામા આવ્યુ છે. અલ્લાહ ફરમાવે છે “નમાઝ પઢતા રહો અને ઝકાત પણ આપતા રહો”(મુઝમ્મીલ :૨૦)એક બીજી જગ્યા એ ફરમાવ્યું”હે નબી : તમે તેમના માલ માથી દુઆ તેમના માટે શાંતી અને સંતોષ નુ કારણ બનશે,અલ્લાહ બંધુ જ સાંભળે અને બંધુ જાણેછે. (તૌબા : ૧૦૩)  આપ સ.અ.વ.એ ફરમવ્યું “ઈસ્લામ ની બુનિયાદ પાંચ વસ્તુઓ પર છે.  એ વાત ની ગવાહી આપાવી કે અલ્લાહ જ પુજ્ય ને લાયક છે. અને મોહમ્મદ પયંગમ્બર સાહબ તેના રસુલ છે. નમાઝ કાયમ કરવી,ઝકાત આપવી,હજ્જ કરવી,રમઝાનના રોઝા રાખવા (બુખરી : ૮) જ્યારેઆપ સ. અ.વ. એ મુઆઝ  બીન જબલ  રઝી ને યમન રવાના કર્યા ત્યારે તેમના નસીહત  કરીને કહ્યુ કે એ નમાઝ ત્યા જઈને તેમને શહાતૈન ની દઅવત આપવી,જો તેઓ આ માની જાય તો તેમને કહેવુક કે તમારા પર દિવસ અને રાત મા પાંચ ટાઈમ નમાઝ ફર્ઝ કરવામા આવી છે. અને જો તેઓ આ પણ માની જાય પછી તેમને કહેવુકે અલ્લાહે તમારા માલમા થોડુક દાન ફર્ઝ કર્યુ છે.જે તમારા માલદરો ના માથી લઈ ને ગરીબોને આપવા મા આવશે. (બુખારી :૧૩૯૫/ મુસ્લીમ: ૧૯)

 

ઝકાત ફર્ઝ થવાની શરતો

(૧) મખ્સુસ  માલ જે શરીઅતે બતાવેલ નિશાબ સુધી પહોંચે

(૨) અને તે મખ્સુસ માલ પર એક વર્ષ થવુ જરુરી છે.

 

ઝકાત નો મકસદ

માલ ને એકની પાસે જ ભેગી થવાથી રોકે છે. અને  તે માલ ને બધા જ ગરીબો અને ફકીરો સુધી પહોંચાડે છે. એમાં ઈન્સાનીયત માટે હમદર્દી અને ગમ ને  વહેંચવાની ભાવના નઝર આવી રહી છે.

 

ઝકાત નો હકદાર કોણ ?

અલ્લાહ ફરમાવે છે. “આ સદકા નો માલ તો હકીકત માં “ફકીરો મિસ્કીનો માટે છે. અને તે લોકો માટે જેઓ સદકા ના કામ માટે નિયુક્ત છે. અને તેમના માટે જેમના હદય માટે મોહી લેવાનો આશય હોય,ઉપરાંત ગુલામો ને મુક્ત કરવા,અને કરજદારો ને સહાય કરવામા અને અલ્લાહ ના માર્ગ માં અને મુસાફરની મહેમાન ગતિ માં ઉપયોગ કરવા માટે છે. આ અને અનિવાર્ય કર્તવ્ય છે. અલ્લાહ તરફ થી,અને અલ્લાહ ના સર્વન,તત્વદર્શી અને જોનાર છે. (તૌબા : ૬૦)

 

ઝકાત ન આપવા વાળા ઓ માટે સઝા (ધમકી)

અલ્લાહત્લ્લાહ ફરમાવે છે “હે લોકો,જેઓ ઈમાન લાવ્ય છે. આ ગ્રંથ વાળાઓના અધિકતર વિદ્ધાનો  અને સંતોની હાલત એ છે કે તેઓ લોકો નુ ધન ખોટી રીતે ખાય છે. અને તેમને અલ્લાહ ના માર્ગ થી રોકે છે. પીડાકારી સજાની ખુશખબર આપો. તેમને જેઓ સોનુ અને ચાંદી  એકઠા કરીને રાખે છે અને તેને ખુદા ના માર્ગ મા ખર્ચ કરતા નથી. એક દિવસ આવશે  કે જયારે આજ સોના ચાંદી  વડે જહન્નમ  ની આગ સળગાવામાં આવશે. અને પછી તેના થી આ લોકો ના કપાળો અને પડખાઓ અને પીંઠો ડામવામા આવશે. આજે છે તે ખજાનો જે તમે પોતાના માટે એકઠો કર્યો હતો. લો હવે પોતાની એકઠી કરેલી દોલત નો સ્વાદ ચાખો.

 

(તૌબા : ૩૪-૩૫)આપ સ.અ.વ. એ ફરમાવ્યુ “જેણે પણ ઝકાત ન આપી તો કયામત ના દિવસે તે જ માલ એક ઝહરીલો ખતરનાક સાપ બની જશે. તેની આંખો પાસે બે કાળા ટીપકા હશે.પછી તે સાપ તેના જબડાથી પકડી ને કેહશે કે હુ તારો માલ અને ખજાનો છુ. ત્યાએ બાદ  આપ સ.અ.વ. એ આ આયત પઢી “જે કાંઈ પણ અલ્લાહે તેઓ ને માલ થી નવાઝયા છે તેમાંથી  તેઓ બખીલી કરે છે અને તેઓ સમછે કે અમારો માલ અમારા માટે સારો છે. પરંતુ ખ્યાલ કરી લે. કયામત  ના દિવસે તે જ માલ તેના ગળા નો હાર બનાવી ને તેને ગરદન માં પેહરાવવા માં આવશે. (બુખારી : ૧૪૦૩)

 

ઝકાત ના ફાયદા

(૧) ઝકાત થી મોહતાજો ની જરુરતો દુર થાય છે.

(૨) સમુદાય માલદારો અને ફકીરો વચ્ચે મોહબ્બતવધે છે.

(૩) ઝકાત થી માલ અને નફસ બન્ને પાક સાફ થાય છે.

(૪) તેનાથી ઈન્સાન મા સદકાર્યો આવડત પેદા થાય છે.

(૫) ઝકાત આપવાથી બંદા ઓ પોતાના રબ નજદીક થઈ જાય છે અને ઈમાન મા બઢોતરી થાય છે.

(૬) ઝકાત આપવા થી અલ્લાહ (પાપો) ને બખ્શી દે છે.   

(૭) ઝકાત આપવાથી સમુદાય મા ખરાબ ટેવો પર પકડ આવી જાય છે. જેની અસલ બુનિયાદ ગરીબી હોય છે.

(૮) માલ ની નેઅમત મળવાથી અલ્લાહ નો શુક્ર કરવો જોઈએ. તે ઝકાત કાઢવાથી અદા થઈ જાય છે.

      

950 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ