જમાદીલ્ ઊલા

જમાદીલ ઊલા હિજરી વર્ષનો પાંચમો માસ છે, ઇસ્લામી અથવા એંગ્રેજી કેલેંડર ચાંદના આધારે ચાલતુ કેલેંડર છે, જે ચાંદની સ્થિતી પર આધારિત છે, ઇસ્લામી કેલેંડર હર વર્ષે અંગ્રેજી કેલેંડરના આધારે દસ સિવસ સતત ઓછા થતા રહે છે.

હાફિઝ સખાવી રહ. પોતાના પુસ્તક અલ્ મશ્હુર ફી અય્યામી વ શુહુર માં લખ્યુ છ કે મુહર્રમ માસને મુહર્રમ તેની મહાનતાને કારણે કહેવામાં આવે છે. પરંતુ મારી દ્રષ્ટિએ તેના નામનું કારણ હુરમત નો ભાર છે. એટલા માટે અરબના લોકો આપ સ.અ.વ. ને આવતા પહેલા તેને બદલી નાખતા હતા. ક્યારેક હતામ કરી નાખતા તો કયારેક હલાલ. તેનું બહુવચન મુહર્રમાત, હારિમ, મહારિમ છે.

સફર નામ રાખવાનું કારણ એ છે કે આ માસમાં તેઓના ઘરો ખાલી રહતા હતા, આ માસમાં યુધ્ધ, સફર, અથવા ધંધા માટે જતા રહેતા હતા, જ્યારે ઘર ખાલી થઇ જાય તો અરબના લોકો સફરૂલ્ મકાન કહેતા હતા. અને સફરનું બહુવચન અસ્ફાર થાય છે. જેવું કે જમલ નું બહુવચન અજમાલ થાય છે.

રબીઊલ અવ્વલ ના નામનું કારણ આ છે કે તેઓ પાછા ફરી પોતાના ઘરે આવીએ જતા હતા.

રબીઊલ્ આખર આ માસના નામનું કારણ પણ આ જ છે કે તેઓ આ માસમાં પાછા ઘરે ફરતા હતા.

જમાદીલ્ ઊલા આ માસના નામનું કારણ આ છે કે આ માસમાં પાણી ભેગું થતુ હતુ, તેમના વિચારવા પ્રમાણે માસ ફરતા નથી, મોસમના આધારે માસ આવતા હતા, પરંતુ આ વાત યોગ્ય નથી, એટલા માટે કે આ માસ જ્યારે ચાંદ પર આધારિત છે તો વાત સાફ છે કે મોસમ દર વર્ષે એક જેવો નહીં હોય. હાં આ વાત હજૂ કહીં શકાય કે જ્યારે આ માસનું નામ પાડવામાં આવ્યુ ત્યારે થરથરાતી ઠંડીમાં આવ્યો હોય જેના કારણે પાણી વધારે આવી ગયું હોય, એક કવિએ આવું જ કહ્યુ છે કે જમાદીની સખત અંધારી રાત્રીઓ જેમાં કુતરા પણ ભાગ્ય જ એક વાર ભોકતા જોવા મળે. આનું બહુવચન જમાદીયાત, અને આ બન્ને લીંગ માટે વપરાય છે.

જમાદીલ્ આખર માસના નામનું કારણ પણ આ જ છે કે તેમાં પાણી વધારે પડતું આવતુ હતુ.

રજબ આ શબ્દ તરજીબથી છે, જેનો અર્થ થાય છે કે “મોટાઇ”. કારણકે આ માસ મહત્વતા અને ઇઝ્ઝતવાળો છે. તેટલા માટે તેને રજબ કહેવામાં આવ્યુ, તેનું બહુવચન અરજાબ અને રજબાત છે.

શઅબાન માસના નામનું કારણ અરબ ના લોકો લુંટમાર કરવા માટે આ માસમાં અલગ અલગ થઇ જતા હતા. શઅબાન અર્થ થાય છે કે અલગ અલગ થવું જેથી આ માસનું નામ જ આ રાખવામાં આવ્યુ, તેનું બહુવચન શઅબાનાત છે.

રમઝાન માસના નામનું કારણ આ છે કે આ માસમાં ઊંટોના તળીયા ગરમીની સખતાઇના કારણે ચાપતા હતા. તે વખતે કહેવામાં આવે છે કે જ્યારે ઊંટોના બચ્ચાઓ ખુબ જ પ્યાસા હોય છે. તેનું બહુવચન રમાઝીન રામિઝહ છે. કેટલાક લોકોનું કહેવુ છે કે આ માસ અલ્લાહના નામો માંથી એક છે પણ આ વાત ખોટી છે. આ વિશે કોઇ સહીહ હદીષ સાબિત નથી.

શવ્વાલ શબ્દ શાલતિલ્ ઇબિલ્ થી નીકળ્યો છે, આ માસ ઊંટોની મસ્તી કરવાનો માસ હતો, ઊંટો તેની પૂંછ ઉઠાવી દેતા હતા, એટલા માટે આ માસનું નામ પણ આ જ થઇ ગયું. તેનું બહુવચન શવાલાત, શવાવિલ આવે છે.

ઝૂલ્ કઅદહ આ માસના નામનું કારણ આ છે કે આ માસમાં અરબના લોકો બેસી જતા હતા, ન લડતા અને ન તો સફર કરતા હતા, અને આનું બહુવચન ઝવાતુલ્ કઅદહ છે.

ઝૂલ્ હિજ્જહ માસના નામનું કારણ એ છે કે આ માસમાં હજ્જ કરવામાં આવે છે. આનું બહુવચન ઝવાતુલ હિજ્જહ છે.

તો આ દરેક માસના નામનું કારણ હતું. (તફસીર ઇબ્ને કષીર 146/4)

દિવસોના નામનું કારણ

હાફિઝ સખાવી રહ. વધુ કહે છે કે હવે અઠવાડીયા ના નામ અને તેમના નામનું કારણ સાંભળો.રવિવારના દિવસને યવમુલ્ અહદ કાહેવામાં આવે છે અને તેનું બહુવચન આહાદ, અવહાદ, અને વુહુદ આવે છે.

સોમવારના દિવસને ઇષનૈન કહેવામાં આવે છે તેનું બહુવચન અષાનિન આવે છે.

મંગળવારના દિવસને ષલાષા કહે છે અને આ પૂલીંગ પન બોલવામાં આવે છે અને સ્ત્રીલીંગ, તેનું બહુવચન ષલાષાત, અને અષાષ આવે છે.

બુધવારના દિવસને અરબાઅ કહે છે, બહુવચન અરબાઅ, અરાબીઅ છે.

ગુરૂવારના દિવસને ખમીસ કહેવામાં આવે છે અને તેનું બહુવચન અખ્મસહ, અખામિસ આવે છે.

શુક્રવારના દિવસને જુમઅહ કહે છે અને તેનું બહુવચન જમાઆત છે.

શનિવારના દિવસને સબ્ત કહે છે સબ્ત નો અર્થ થાય છે કે કાપવું,કારણકે અઠવાડિયાના દિવસની સંખ્યા અહીં જ પૂર્ણ થઇ જાય છે એટલા માટે તેને સબ્ત કહે છે. (તફસીર ઇબ્ને કષીર 147/4)

ઘણા જ પહેલા અરબ લોકોમાં અઠવાડીયાના નામ

699 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ