કુરઆન મજીદ ની હિફાઝત


કુરઆન મજીદ અલ્લાહ રબ્બુલ આલમીન નું તે મોઅઝીઝ્હ કલામ છે જે આખરી નબી મોહમ્મદ સ.અ.વ. પર હઝરતે જીબ્રઇલ અ.સ. ના ઝરીએ ઉતાર્યુ. જે સહીફો માં લ્ખેલુ છે અને જે એક પછી એક આપણી જોડે બરાબર આવયું છે. જેની તિલાવત કરવી ઇબાદત છે અને જેનો આગાઝ સુરે ફાતેહા થી અને ખત્મ સુરે નાસ થી થાય છે. 

 

અનુક્રમ્ણીકા

 

કુર આન

અલ્લાહ ફરમાવે છે કે “ અમે જ આ કુર આન ને નાજીલ કરનારા અને અમે જ તેની હિફાઝત પણ કરીશુ. ( હીજર : 9) અલ્લાહ ફરમાવે છે “ આ તે લોકો છે જેમને શિખામણ આપ્તી વાણી આવી તો તેમણે તેને માનવાનો ઇન કાર કર્યો, પરંતુ હકીકેત એ છે કે આ એક ઉત્કુષ્ટ પ્રતાપવાળો ગ્રથ છે. બાતીલ આ કુર આન પાસે ન સામે થી ન પાછ્ળ થી આવી શકે છે, આ એક તત્વદર્શિ અને સ્વયં પ્રશંસિતની અવતરિત કરેલી વસ્તુ છે. ( ફુસ્સેલત : 41-42 ) ઇમામ ઇબને કષીર , ઇમામ ઝહ્હાક , સુદ્દી , અને કતાદહ રહ. એ આનાથી મુરાદ કુર આન કહ્યુ છે, આ કુર આન ઇઝ્ઝત વાળું , તેના જેવુ બીજુ કઇ કલામ નથી, તેના આગળ અને પાછળ થી  બાતીલ તેને આવડી શક્તો નથી, આ અલ્લાહ તરફ થી નાઝીલ કરેલુ છે જે પોતાના કાર્યો અને કામો માં હકીમ છે, તેના દરેક આદેશો ઇનસાન માટે ફાયદાકારક છે. ( તફસીર ઇબ્ને કષીર : 7 / 183) અલ્લાહ ફરમાવે છે “ હે નબી! તમારા રબ ના ગ્રંથમાં થી જે કંઇ તમારા પર વહી કરવામાં આવ્યુ છે. તેને સંભળાવી દો, કોઇ તેના ફરમાન ને બદલવાનું સામર્થ્ય ધરાવતો નથી, તેના થી બચીને ભાગવા માટે કોઇ આક્ષયસ્થાન નહી મેળવો, ( કહફ : 27 ) ઇમામ ઇબને કષીર રહ. ફરમાવે છે કે અલ્લાહ પોતાના રસુલ ને પોતાના કલામ ની તીલાવત અને તેની તબલીગ નો આદેશ આપે છે, તેના શબ્દો ને ન તો કોઇ બદલી શકે છે કે ન આમ થી આમ કરી શકે છે. તેના સિવાય છુટકારો જ નથી. ( ઇબ્ને કષીર : 5/ 115 )

 

અલ્લાહ ફરમાવે છે. હે નબી તમે આના પહેલા કોઇ ગ્રંથ પઢતા ન હતાં, અને ન પોતાના હાથે લખતા હતાં, જો આવુ હોત તો અસત્યવાદી લોકો શંકામાં પડી શકતા હતા, હકીકત માં આ સ્પષ્ટ નિશાનીયો છે તે લોકોના હ્ર્દયો માં જેમને જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યુ છે, અને અમારી આયતોનો ઇન કાર કરતા નથી, સિવાય તે લોકો જેઓ અત્યાચારી છે ( અનકબુત : 48-49 )

 

હદીષ

અયાઝ બીન હીમાર મજાશઇ રઝી. થી રીવાયત છે કે એક દિવસે આપ સ.અ.વ. એ ખુત્બા માં ફરમાવ્યુ “ સાભંળો મારા રબે મને આદેશ આપયો છે કે હું તમાને તે વાતો શિખવાડુ જેને તમે જાણતા નથી, મારા રબે ફરમાવ્યુ કે મે મોહમ્મદ પર એવી કીતાબ અવતરિત કરેલી છે જેને પાણી પણ નથી ધોઇ શક્તુ અને તમે આ કીતાબ ને સુતા જાગતા પણ પઢશો. ( મુસ્લિમ : 2856 )  ઇમામ અબુલ અબ્બાસ અલકુરતુબી રહ. એ કહ્યુ અગર આ કીતાબ ને ધોઇ પણ નાખવામાં આવે તો પણ આ કીતાબ ને લોકોના દીલો માં થી ધોઇ ન શકાય, અને ન તો તેના વજુદ ને કોઇ ખત્મ કરી શકે છે. આ વાત ની ગવાહી અલ્લાહ નુ તે ફરમાન “ આ કીતાન ને નાઝીલ કરમારા અને તેની હિફાઝત કરનારા અમે જ છે. ( હીજર : 9 ) ઇમામ નવ્વી રહ. ફરમાવે છે, આનો મતલબ આ છે કે કુર આન લોકોના દીલો માં મૌજુદ છે. આ ખત્મ થવાનુ નથી પરંતુ આ બાકી રહેશે. ( શરહ સહીહ મુસ્લિમ 17/198)

 

અબ્દુલ્લાહ બીન અબ્બાસ રઝી. ફરમાવે છે “ કે મે ઉષ્માન રઝી, થી સવાલ કર્યો કે સુરે  અન ફાલ જેની આયતો 100 થી કમ ઓછી અને સુરે તૌબા જેની આયતો 100 થી વધારે આ બન્ને ની કોણે મેલાવ્વાનુ કહ્યુ અને સાત મોટી સુરતો માં શમિલ કરી છે? હઝરતે ઉષ્માન રઝી. ફરમાવે છે કે ‘ આપ સ.અ.વ. પર સુરત ઉતારવામાં આવતી અને જ્યારે કોઇ આયત નાઝીલ થતી તો આપ સ.અ.વ. કીતાબ મંગાવતા અને આ આયત ફલા સુરત માં લખી દો, સુરે અન ફાલ આ મદીના માં નાઝીલ થનારી પહેલી સુરતો માં છે અને સુરે તૌબા છેલ્લી સુરતો માં થી છે પરંતુ બન્ને નો મઝમુન એક જ છે એટલા માટે આ ગુમાન કર્યુ કે આ એમાં થી જ છે આપ સ.અ.વ. મુત્યુ પામયા અને આના વિશે કશુ કહ્યુ ન હતુ  કે આ પણ તેનો એક હિસ્સો જ છે એટ્લા માટે મે બન્ને ને ભેગી કરી દીધી અને બન્ને ના વચ્ચે મે બીસ્મીલ્લાહ પણ ન લખ્યું અને તેમને સાત લાંબી સુરતો માં શામીલ કરી લીધી ( તીરમીઝી : 3086 ) ઉષ્માન બીન અબુલઆસ બયાન કરે છે કે હું આપ સ.અ.વ. પાસે બેઠો હતો અચાનક આપે નઝર ઉઠાવી અને નીચી કરી લીધી અને એટલી નીચી કરી કે જાણે કે આપે આપનું  માથું ઝમીન પર મુકી દીધુ હોય, પછી આપે ફરમાવ્યુ કે મારી પાસે જીબ્રઇલ અ.સ. આવ્યા હતા અને મને હુકમ આપ્યો કે હું આ આયત ફલા સુરત માં રાખુ “ નિ:શક અલ્લાહ ઇન સાફ , એહસાન , અને રિશ્તેદરો ને આપવાનો હુકમ આપે છે. અને ફહ્હાશી , અને બુરાઇ થી રોકે છે, તમે નસીહત પામો. ( મુસ્નદ એહમદ : 4/218 )

 

ઇબ્ને હજર રહ. ફરમાવે છે કે “ સુરતો ની એક બીજી પર તરતીબ પણ અલ્લાહ ના જ તરફ થી હતી આની દલીલ માટે ઉપર હદીષ દલાલત કરે છે. ઔસ બીન હુઝયફહ રહ, ફરમાવે છે કે અમે આપ સ.અ.વ. ની સહાબા સાથે બેઠા હતા તો અમે તેમને સવાલ કર્યો કે તમે કુર આન ની તકસીમ કેવી રીતે કરતા હતા, તેમણે જવાબ આપયો કે “ અમે પાંચ, છ, સાત, નવ, અગિયાર, તૈર , સુરતો માં તકસીમ કરતા હતા, અને સુરે કાફ થી છેલ્લી સુરહ સુધી, “ હીઝબે મુફસ્સલ” માં તકસીમ કરતા હતા, અને પછી ઇબ્ને હજર કહે છે, આ નબી ના ઝમાના માં સુરતો ની તકસીમ પર દલાલત કરે છે. અને આજે પણ એ જ તરતીબ કુર આન મૌજુદ છે. ( અલ ઇતકાન ફી ઉલુમીલ્કુર આન 1/62/65 )

 

કુર આન મજીદ શુ છે?

કુરઆન મજીદ   અલ્લાહ રબ્બુલ આલમીન નું તે મોઅઝીઝ્હ કલામ છે જે આખરી નબી મોહમ્મદ સ.અ.વ. પર હઝરતે જીબ્રઇલ અ.સ. ના ઝરીએ ઉતાર્યુ. જે સહીફો માં લ્ખેલુ છે અને જે એક પછી એક આપણી જોડે બરાબર આવયું છે. જેની તિલાવત કરવી ઇબાદત છે અને જેનો આગાઝ સુરે ફાતેહા થી અને ખત્મ સુરે નાસ થી થાય છે. 

 

કુર આન ની હીફાઝત અલ્લાહે પોતાના ઝિમ્મે લીધેલ છે.

કુર આન : અલ્લાહ ફરમાવે છે કે “ અમે જ આ કુર આન ને નાજીલ કરનારા અને અમે જ તેની હિફાઝત પણ કરીશુ. ( હીજર : 9) ઇમામ ઇબ્ને જરીર આ આયત વિશે ફરમાવે છે “ અલ્લાહે આમ કહ્યુ છે કે અમે આ કુર આન્ ની હિફાઝત કરનારા છે. બાતિલ તેની આસ પાસ પણ ન હોય યા નહી તો આના અહકામ, હુદુદ, અને ફરાઇઝ, માં થી કશુ કમી કરવામાં નહી આવી. ( તફસીરે તીબરી : 8/14 )

 

શેખ સઅદી રહ. પોતાની તફસીર માં કહે છે કે “ અમે કુર આન ને નાઝીલ કર્યુ જેમાં દરેક વસ્તુ નો ઝિક્ર છે, મસાઇલ, દલીલો વગેરે... અને અમે જ તેની હિફાઝત કરવા વાળા એટ્લે જ્યારે આ આયતો નાઝિલ થતી થી ત્યારે પણ અને આના પછે પણ. તો અલ્લાહે શયતાનો થી કુર આન ની હિફાઝત કરી જે શયતાનો કુર આન ની આયતો ને ચોરી થી સાભંળનારા હતા તેમનાથી પણ અમે હિફાઝત કરી. અને નાઝિલ કરયા પછી આપ સ.અ.વ ના ઉમ્મતીયો ના સીનાઓ માં મહફુઝ કરી દીધુ. અને અલ્લાહે તેના માયના, શબ્દો ની હેરફેર થી પણ કુર આન ની હિફાઝત કરી, કોઇ પણ કુર આન માં રદ્દ વ બદલ કરે તો અલ્લાહે એવા આલીમો અને હાફિઝો ને પૈદા કર્યા છે કે તેઓ ભુલ ને તરત જ પારખી શકે આ અલ્લાહ ની નેઅમત અને તેનો ફઝલ વ કરમ છે. અને હિફાઝત આ તરીકા થી પણ કે અલ્લાહે કુર આન ને દુશ્મનો થી પણ બચાવી લીધુ અને દુશ્મનો ને તેના પર હાવી ન થવા દીધા. ( તફસીરે સઅદી : 696 )

 

નબી સ.અ.વ. પર કુર આન 23 વર્ષ ની મુદ્દ્ત માં થોડુ થોડુ કરી હસ્બે ઝરૂરત નાઝીલ કરવામાં આવ્યું, અલ્લાહ ફરમાવે છે “ અને અમે આ કુર આન ને થોડુ થોડુ કરી અવતરિત કર્યુ છે, જેથી તમે થોભી થોભી ને લોકોને સંભળાવો. અને અમે આને ક્રમશ: અવતરિત કર્યુ છે. ( ઇસરાઅ ; 106)

 

શેખ સઅદી રહ. ફરમાવે છે કે અમે આ કુર આન ને ફર્ક કરવા વાળી બનાવી છે. જે હક્ક અને બાતીલ , હિદાયત અને ગુમરાહી માં ફર્ક કરે છે . અને તમે આરામ અને મોહલત થી સંભળાવો તાકે તે લોકો કુર આન ની આયતો માં ગૌર અને  ફિક્ર કરી શકે. અને તેનાથી દરેક પ્રકાર નો ફાયદો હાસીલ કરી શકે છે અને અમે ખુદ આ કુર આન ને 23 વર્ષ માં થોડુ થોડુ કરી નાઝીલ કર્યુ   

 

કુર આન ની હિફાઝત નો પ્રથમ સ્ટેપ

આપ સ.અ.વ. શરૂ શરૂ માં કુર આન વગર લખવાની ના પાડી હતી. અને આપ સ.અ.વ. પોતાની વાતો લખવાની ના પાડી હતી. તેની હિકમત આ હતી કે સહાબા કિરામ ની સલાહીય્યત કુર આન ના હિફઝ અને તેની કિતાબત પણ ખર્ચવામાં આવે . અને આપ સ.અ.વ. ની હદીષો કુર આન ની આયતો સાથે ખલત મલત ન થઇ જાય તે માટે આપ સ.અ.વ. એ રોકેલા.

 

વહી લખનારા સહાબા

આપ સ.અ.વ. એ વહી લખવા માટે સહાબા ની એક જમાઅત ને ઝિમ્મેદારી સોંપી હતી. અને તે સહાબા મશહુર છે

  1. ખુલફાએ રાશીદીન ,
     
  2. મુઆવીયા બીન અબુ સુફયાન
     
  3. ઝૈદ બીન સાબીત
     
  4. ઉબય બીન કઅબ
     
  5. મુગીરહ બીન શોઅબા
     
  6. અબ્દુલ્લાહ બીન રવાહા
     
  7. ખાલીદ બીન વલીદ
     
  8. સાબીત બીન કૈસ રઝી

 

કુર આન ની હિફાઝત નો બીજો સ્ટેપ

( હઝરતે અબુબકર રઝી. નો દૌર ) હઝરતે અબુબકર સીદીક રઝી. ના દૌર સુધી કુર આને કરીમ સહાબા ના દીલો માં, ચામડાઓ પર લખેલ હતુ . ત્યાર બાદ ઇસ્લામ થી ફરી ગયેલા મુરતદ્દીઓ ની લડાઇ માં ઘણા હાફિઝ સહાબાઓ શહીદ થઇ ગયા, તો અબુબકર રઝી. ને ડર લાગ્વા લાગ્યો કે કુર આન મજીદ જે આ સહાબા ના દીલો માં છે તે વિખરી ન જાય. તો તેમણે ઉચ્ચ સહાબાઓ ને ભેગા કરી મશવરો કર્યો કે આ કુર આન ને એક કિતાબ માં તરતીબ આપવામાં કેમ ન આવે? બધા સહાબાની ઇઝાઝત થી આ કામ હઝરતે ઝૈદ બીન સાબીત ના ઝિમ્મે સોંપ્યુ.

 

હઝરતે ઝૈદ રઝી. ફરમાવે છે કે હઝરતે અબુબકર ને જંગે યમામા પછી મને પોતાની પાસે બોલાવ્યો, જ્યારે હું ત્યા ગયો તો ત્યાં હઝરતે ઉમર રઝી. પણ બેઠા હતા, અબુબકર રઝી. મને કહેવા લાગ્યા કે મારી પાસે ઉમરે આવીને કહ્યુ કે જંગે યમામા કુર આન યાદ કરેલા સહાબા ઘણા શહીદ થઇ ગયા અને મને ડર છે કે બીજા શહેરો માં પણ સહાબા શહીદ ન થઇ જાય જેથી કરીને કુર આન મજીદ તેમના સીના માં તેમની જોડે જ દફન ન થઇ જાય, મારો મશ્અવરો પણ આજ છે કે તમે કુર આન મજીદ ને એક કિતાબ માં ભેગુ કરવાનો આદેશ આપો. અબુ બકર કહે છે કે ઉમર તમે એ કામ કેવી રીતે કરશો જે કામ આપ સ.અ.વ. એ નથી કર્યુ? તો ઉમર રઝી. જવાબ આપયો, કે અલ્લાહ ની કસમ આ એક ભલાઇ નું કામ છે. ઉમર મારી સાથે વારંવાર આ વાત કરતા રહ્યા અહિં સુધી કે અલ્લાહે મારી મદદ કરી મારા સીના ને ખોલી નાખ્યો અને હવે હું પણ ઉમર ની વાત સાથે સહેમત થવા લાગ્યો, ઝૈદ બીન સાબીત કહે છે કે અબુબકર મને કહેવા લાગ્યા કે ઝૈદ તમે એક નૌજવાન અને સમઝદાર ઇન સાન છો. અમે તમારા પર તોહમત પણ નથી લગાવતા. અને તમે તો આપ સ.અ.વ. પાસે વહી લખવાનું કામ આપ ના ઝિમ્મે હતું.  તો તમે કુર આન ને તલાશ કરી તેને ભેગુ કરો.

 

ઝૈદ બીન સાબીત રઝી. ફરમાવે છે કે અલ્લાહ ની કસમ તે વખ્તે અગર અબુ બકર મને હુકમ આપતા કે ઝૈદ તારે આ પહાડ ઉઠાવીને અહિયાં થી આમ મુકવાનો છે તો એ ઝિમ્મેદારી એ કામ  કુર આન ને તલાશ કરી અને ભેગુ કરવા કરતા મારા માટે આસાન અને સહેલુ હતુ. અને મે પણ તે લોકોને આ સવાલ કર્યો કે તમે લોકો તે કામ કેમ કરો છો જે કામ કે નબી સ.અ.વ. એ કર્યુ નથી, તો અબુબકર મને આ જ જવાબ આપતા રહ્યા કે આ ખૈર અને ભલાઇ નું કામ છે, અને અબુબકર વારંવાર મને આમ કહેતા રહ્યા અહિં સુધી કે અલ્લાહે મારા સીના ની આ કામ માટે ખોલી નાખ્યો. અને મે કુર આન મજીદ ને લોકોના સીના, પથ્થરો પર થી અને ચામડાઓ પર થી ભેગુ કરવા લાગ્યો, અહિં સુધી કે સુરે તૌબા ની છેલ્લી આયત  હઝરતે ખુઝૈયમહ રઝી. સિવાય બીજા કોઇ ની પાસે ન હતી. આ મુસહફ તૈયાર થઇ ને હઝરતે અબુબકર પાસે રહ્યુ અને તેમના મુત્યુ પછી હઝરતે ઉમર પાસે રહ્યુ અને તેમના મુત્યુ પછી ઉમર ની બેટી હઝરતે હફસાહ રઝી. પાસે રહ્યુ.

 

ઝૈદ બીન હારીશ ખુદ કુર આન ના હાફિઝ હતા છ્તાય તેમણે કુર આન ભેગુ કરવાનો એક ખાસ તરીકો અપનાવેલો. તે તરીકો આ હતો કે હઝરતે ઝૈદ રઝી ત્યાં સુધી આયત કુર આન માં શામિલ ન કરતા જ્યાં સુધી બે સહાબી તે આયત ની દલીલ ન આપે, કે મે આયત આપ સ.અ.વ. થી સાંભળી છે.

 

આ મુસહફ હઝરતે ઉષ્માન ના દૌર સુધી રહ્યું. સહાબા અલગ અલગ શહેરો માં રહેતા હતા, અને કુર આન ને સાત લહેજા માં જ પઢતા હતા જેવી રીતે કે આપ સ.અ.વ. થી સાંભળ્યુ હતું.  હવે આમ થયુ કે આ સહાબા થી જે લોકો સાંભળ્તા હતા. તે લોકો જ્યારે આપસ માં મળે અને કુર આન ને અલગ અલગ રીત ના સાંભળ્તા જોવે તો તે લોકો માં ઇખ્તેલાફ પૈદા થયો કે આ તો કુર આન ને અલગ રીત મા પઢે છે જે રીત ના અમે નથી પઢતા, આવો ઇખ્તીલાફ વધતો ગયો. ઉચ્ચ સહાબા એ આ જોયુ કે આવતા ઝમાના માં ઇખ્તેલાફ વધી શકે છે એટ્લા માટે આપણે કુર આન ને કુરૈશ ના લહેજા માં જમઅ કરીએ કારણ જે અસલ કુર આન મજીદ કુરૈસ ના જ લહેજા માં નાઝીલ થયુ છે, આ મશવરા પર તમામ સહાબા મુત્તફિક થયા.

 

કુર આન ની હિફાઝત નો ત્રીજો સ્ટેપ

( ઉષ્માન રઝી. નિ દૌર )  અનસ બીન માલીક રઝી. ફરમાવે છે હઝરતે હુઝય્ફહ બીન યમાન રઝી. હઝરતે ઉષ્માન રઝી પાસે ઇરાક સાથે મળી ને શામીયો સાથે જંગ કરી આવ્યા અને કહેવા લાગ્યા કે ઉષ્માન મને કુર આન મજીદ ની તિલાવત માં ઇખ્તેલાફે ઘભરાહટ માં નાખી દીધો છે. અય અમીરુલ્મોમીનીન તમે આ ઉમ્મત ને યહુદ અને નસારા ની માફક કીતાબુલ્લાહ માં ઇખ્તેલાફ કરવા થી બચાવી લો.

 

તો ઉષ્માન રઝી. ઉમ્મુલ મોમીનીન હઝરતે હફસા પાસે પૈગામ મોકલ્યો કે તમારી પાસે જે મુસહફ તે અમાને આપો તાકે અમે તેની કોપીયો કરાવી તમાને તે પાછુ આપી દઇશુ. ઉષ્માન રઝી. પાસે તે મુસહફ લાવ્વામાં આવ્યુ અને ઝૈદ બીન હારીસ , અબ્દુલ્લાહ બીન ઝુબૈર , સઇદ બીન આસ , અને અબ્દુર્રહમાન બીન હારીસ રઝી. ને મુસહફ ના નુસખા તૈયાર કરવાનો હુકમ આપયો. આમાં થી ત્રણ કુરૈશ ને કહ્યુ કે અગર તમે અને ઝૈદ કુર આન માં ઇખ્તિલાફ કરો તો તેને કુરૈશ ની ભાષા માં લખો કારણ કે કુર આન કુરૈશ ની ભાષા માં નાઝીલ થયુ છે. તેમણે એવુ જ કર્યુ 

જ્યારે નુસખા તૈયાર થઇ ગયા તો ઉષ્માન રઝી. દરેક નુસખા ની એક એક કોપી દરેક શહેરો માં આપી દીધી અને આદેશ આપયો કે આના સિવાય જે પણ કુર આન ની કોપીયો તમારી પાસે છે તેને બાળી નાખો. અને અસલ નુસખો હઝરતે હફસા ને પાછો આપી દેવામાં આવ્યો. ( બુખારી : 4988 ) ઇબ્ને શીહાબ ઝહરી રહ. ફરમાવે છે કે મને ખારીજા બીન ઝૈદ બીન સાબીત રઝી. એ કહ્યુ કે જ્યારે ઝૈદ બીન હારીસ રઝી. જ્યારે કુર આન ભેગુ કરી રહ્યા હતા ત્યારે તેમને સુરે અહજાબ ની  એક આયત ના મલી જે હું નબી સ.અ.વ. થી સાંભલ્યા કરતા હતા, જ્યારે તે આયત ને તલાશ કરી તો તે આયત હઝરતે ખુઝૈમહ રઝી થી મળી. તો મે તેને સુરે અહઝાબ માં દાખલ કરી દીધી. આવી રીત ના ઇખ્તેલાફ ખત્મ થઇ ગયો. અને આ કુર આન એક જ કલીમા સાથે લોકો ના સીનાઓ માં મહફુઝ છે. અને કયામત સુધી રહેશે. તો આજ અલ્લાહ ની હિફાઝત છે, જેતેણે ફરમાવ્યુ કે અમે જ આ કુર આન ને નાઝીલ કરનારા છે અને એની હિફાઝત પણ અમે જ કરીશુ. ( હિજર ; 9)

 

ઉષ્માન રઝી . જે સાત નુસ્કા મોક્લ્યા હતા તે આજે પણ ત્રણ નુસ્ખા મૌજુદ છે.

  1. લંડન ના મ્યુઝિયમ માં
     
  2. બરલિન ના મ્યુઝિયમ માં
     
  3. તાશકીન માં

 

કુર આન માં નુકતાઓ

ઇમામ ઝરકાને રહ. ફરમાવે છે કે આ વાત મશ્હુર છે કે મુશહ્ફે ઉષ્માની વગર શોશા ( નુકતા ) વાળુ હતુ. વાત કોઇ પણ મશ્હુર હોય પરંતુ આજ સાચ્ચુ છે કે કુર આન મજીદ માં નુકતા સૌ પ્રથમ અબ્દુલ મલીક બીન મરવાન ના દૌરે ખિલાફત માં લગાવ્વામાં આવ્યા તેણે જોયુ કે ઇસ્લામ દિવસે ને દિવસે વધતો જ જાય છે અને અરબ અને અજમ ( અરબ એટ્લે અરબ શહેર નારેહવાસી અને અજમ એટ્લે અરબ વગર બીજ શહેરો ના રહેવાસીઓ ) બન્ને આપસ માં મળી ગયા છે. અને અજમ ના લોકો કુર આન ની સલામતી મા આડ છે. કહેવાનો મતલબ કે તે લોકોને કુર આન પઢતા નથી ફાવતુ, જ્યારે અજમ કુર આન પઢતા તો અલગ અલગ તરીક થી પઢવાથી લોકોમાં ઇખ્તોલાફ વધતો ગયો, અને આ ઇખ્તિલાફ એટ્લા માટે કુર આન વગર નુકતા વાળુ હતુ. તો અબ્દુલ મલીકે તેની દુર અંદેશી થી આ વાત નો નિર્ણય કર્યો કે તે કુર આન મજીદ માં નુકતા લગાવી ને જ રહેશે. અને આ મામલો તેણે હ્જ્જાજ બીન યુસુફ ને સોંપ્યો કે તે આનો હલ તલાશ કરે , હજ્જાજ અમીર ની વાત માનીને તેણે બે સલાહીય્યત અને ઠોસ અરબી જાણનારા બે વ્યકિતો નસર બીન આસ લૈસી , અને યહ્યા બીન મઅમર ને આ ઝિમ્મેદારે સોંપી. આ બન્ને નૈક અને સાલેહ ઇન સાન હતા. અને આ બન્ને કુર આન ની તિલાવત સારા માં સારી કરનારા હતા. અને અબુલ અસવદ અદૌલી ના શાગીરદો હતા.

 

અલ્લાહે આ બ્ન્ને ની મદદ કરી, બન્ને આ કોશીશ માં કામયાબ થયા, અને કુર આન ના શબ્દો પર નુકતા લગાવ્યા. અને આમાં એક ખાસ ખ્યાલ રાખવામા6 આવ્યો કે કોઇ શબ્દ પર ત્રણ થી વધુ નુકતા ન હોવા જોઇએ. મુસહફ તૈયાર થયુ અને લોકોમાં થી ઇખ્તિલાફ નો ખાત્મો થયો.

 

પછી લોકોમાં વાત આમ થઇ કે કુર આન માં નુકતા લગાવનારો સૌ પ્રથમ ઇન સાન અબુલ અસવદ હતો. અને ઇબ્ને સીરીન પાસે તે મુસહફ પણ મૌજુદ હતું, જેના પર યહ્યા બીન મઅમરે નુકતા લગાવ્યા હતા, આ વાતો ની વચ્ચે એક રસ્તો ઇલમાઓ એ એવો નીકાળ્યો કે સૌ પ્રથમ પોતાની ઝાતે ( ઇંફેરાદી ) નુકતા લગાવનારો શખ્સ અબુલ અસવદ અદૌલી હતો પરંતુ રસ્મી અને ઉમુમી તૌર પર અબ્દુલ મલીક બીન મરવાન છે. અને આ તે જ મુસહફ છે જે લોકોમાં આમ થયુ અને લોકો તેમાંથી પઢે છે. ( મનાહીલુલ કુર આન : 1/280 281 )

 

વધારે જુઓ

અરકાને ઇસ્લામ , અરકાને ઇમાન , કુર આન , હદીષ , શરીઅત ના મસ્દરો વગેરે...

593 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ