કલેમા-એ-શહાદત


શહાદત આ એક અરબી શબ્દ છે. જેનો મતલબ ગવાહી આપવી કે અલ્લાહ એક જ છે. અને મોહમ્મદ પયંગમબર સાહેબ તેના રસુલ છે. આ કલેમો ઈસ્લામ નો પાયો છે. આ કલેમા ના બે ભાગ છે. જેને શહાદતયન કહેવામા આવે છે.

(૧) અલ્લાહ ને એક માનવુ (તૌહીદ)

(૨) મોહમ્મદ પયંગમબર સાહેબ ને રસુલ માનવુ (રીસાલત)

 

અનુક્રમ્ણીકા

 

પહેલી ગવાહી

“અશ્હદુ-અલ્લા-એલાહ-ઈલ્લ્લ્લાહ એનો મતલબ કે હુ ગવાહી આપુ છુ કે તેના વગર કોઈ સાચ્ચો  પુજય ને લાયક નથી.

 

બીજી ગવાહી

“અશહુદુ-અન્ન-મોહમદન-અબ્દુહુ-વ-રસુલુહુ  હુ ગવાહી આપુ છુ કે મોહમ્મદ સ.અ.વ.અલ્લાહ ના બંદા અને રસુલ છે.

 

ગવાહી નો પહેલો ભાગ

લા-ઈલાહ-ઈલ્લલ્લાહ આમા ઈષબાતઅને નફી બને છે.

 

નફી

“લા-ઈલાહ” કોઈ સાચ્ચોપુજય ને લાયક નથી.આ વાત ને ધુતકારદેવી કે ઈબાદત ને લાયક તેને છોડી ને બીજો કોઈ જ નથી.

 

ઈષબાત

“ઈલ્લ્લ્લાહ” અલ્લાહ ના સિવાય આ વાત ને સાબિત કરવી કે ઈબાદત ને લાયક ખાલીસ અલ્લાહ  ની જ ઝાત છે. અને તેના પર ઈમાન લાવવુ.

 

લા-ઈલાહ- ઈલ્લલ્લાહ ની શરતો

લા-ઈલાહ-ઈલ્લલ્લાહ ની કુલ ૮ શરતો છે. જેને જાણવુ દરેક મુસલમાન માટે જરુરી છે.  તે આ પ્રમાણે છે.

(૧) ઈલ્મ :  એટલે નફી વ ઈષબાત ની સાથે કલેમાનો મતલબ અને તેના વિશે ઇલ્મ હોવુ તદન જરુરી છે. અને ઈલ્મ જેહાલત નુ મુખાલીફ છે.

(૨) યકીન : એવુ ઇમાન જે યકીની ઈલ્મ ધરાવતુ હોય.  શંકા વાળુ નહી.(ગુમાન)

(૩) ઈખ્લાસ : તેને અદા કરવામા મુખ્લીસ હોવુ જરુરી છે.

(૪) સીદક : આ કલેમો સચ્ચાઈ ની સાથે અદા કરવો જોઈએ.

(૫) મોહબ્બત : આ કલેમો સાથે અને તેના માનનારો સાથે મોહબ્બત કરવી. અને એ જ બેસ પર દોસ્તી અને દુશ્મની કરવી.

(૬) ઈનકિયાદ : આ કલેમા ની અને તેના તકાઝા ને માનવુ. તાબેદારી કરવી.

(૭) કબુલ : આ કલેમો જેનો તાકાઝો કરે છે તેને દિલ અને ઝુબાન થી કબુલ કરવુ.

(૮) તાગુત નો ઈન્કાર : અલ્લાહને છોડીને દરેક ખોટા મઅબુદો ઈન્કાર.

 

શહાદત નો બીજો ભાગ

“મોહમ્મદુર રસુલલ્લાહ” આ વાત પર ઈમાન લાવ્યુ કે મોહમ્મદ પયંગમબર  સાહેબ અલ્લાહ ના રસુલ છે. અને તેઓ છેલ્લા રસુલ છે. અને ઈબાદત (બંદગી) નો એ જ તરીકો સાચ્ચો છે જે  મોહમ્મદ સ.અ.વ. એ બતાવ્યો.

 

આ ગવાહી નો મતલબ

(૧) આપણા સ.અ.વ. એ જે વાત નો આદેશ આપ્યો તેને માનવુ.

(૨) જે વાતો  થી  આપ સ.અ.વ. એ રોક્યા તેનાથી રુકી જવુ.

(૩) અલ્લાહ ની બંદગી આપ સ.અ.વ. બતાવેલ તરીકા પર કરવી.

(૪) એ  દરેક વાતો ને માનવી અને તેના પર ઈમાન લાવવુ. જેના વિશે આપ સ.અ.વ. એ  જાણ કરી.

 

વધારે જુઓ

અલ્લાહ ,મોહમ્મદ સ.અ.વ. ,અરકાને ઇસ્લામ, લા-ઈલાહ-ઈલ્લલ્લાહ ની શરતો ,ઈબાદત વગેરે ....

 

 

હવાલા

શરહે ઉસૂલૂ – લ – ઈમાન શેખ મોહમ્મદ બીન સાલેહ ઉષ્યમીન 

 

828 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ