એઅતેકાફનો શાબ્દિક અને કાયદાકીય અર્થ

 

એઅતેકાફનોશાબ્દિકઅર્થ :   

શબ્દ અ-ક-ફ રૂકી રહેવું અને એક જ્ગ્યાએ ચોટી રહેવું અને તીવ્ર બેસી રહેવાનું નામ એઅતેકાફ છે. મુઅતકફ એઅતેકાફ કરવાની જગ્યાને કહે છે, અને શબ્દ એઅતેકાફ તે ષુલાષી મઝીદ ફી ના બાબ ઇફતેઆલ નું મસદર છે, અને કહેવામાં આવે છે કે એઅતેકાફ ફીલ્ મકાન એટલે કે મકાનમાં બંધ રહેવું.

 

  એઅતેકાફનોકાયદાકીયઅર્થ :

  કોઇ ખાસ જગ્યાએ ખાસ ઠેહરવાને એઅતેકાફ કહેવામાં આવે છે, અને ખાસ ઠેહરવા અર્થાત પોતાની પત્નિઓથી સમાગમ અને સંભોગ, માસિક અને સ્વપ્નદોષ થી પાક રહેવું છે, અને ખાસ જ્ગ્યાથી અર્થાત મસ્જિદ છે, જેવું કે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું “"وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ" (سورۃ البقرۃ:187)

અને પત્નિઓ સાથે તે વખતે સમાગમ ન કરો જ્યારે કે તમે મસ્જિદમાં એઅતેકાફ કરવા બેઠા હોય, તમે તેઓના નજીક પણ ન જાઓ, આવી જ રીતે અલ્લાહ તઆલા પોતાની આયતોને લોકો માટે સ્પષ્ટ રીતે બયાન કરે છે, જેથી તેઓ બચીને રહે,

એવી જ રીતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે

"وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ"

(سورۃ البقرۃ:125)

અમે અલાહના ઘરને લોકો માટે પુણ્ય કમાવ માટે અને શાંતીની જગ્યા બનાવી, તમે ઇબ્રાહીમ ની જગ્યાને નમાઝ પઢવા માટે જગ્યા બનાવી લો, ઇબ્રાહીમ અ.સ. અને ઇસ્માઇલ અ.સ. આ બન્નેથી અમે વચન લીધુ છે કે તમે મારા ઘર નો ચક્કર કરનાર, રૂકુઅ કરનાર અને સિજદો કરવાવાળા માટે પાક સાફ રાખ.

જેવું કે હદીષમાં ફરમાવ્યું છે કે

હઝરતે આયશા રઝી. ફરમાવે છે કે આપ સ.અ.વ. એઅતેકાફ કરવાનું વિચાર્યુ, જ્યારે આપ સ.અ.વ. તે જગ્યાએ આવ્યા એટલે કે (મસ્જિદમાં) જ્યાં આપે એઅતેકાફ કરવા માટેનો વિચાર કર્યો હતો, તો ત્યાં કેટલાય ટેંડ હતા, આયશા, હફશા અને ઝૈનબ રઝી, ના પણ, તેના પર આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે શું તમે આમ સમજી રહ્યા છો કે તેમણે પુણ્ય કમાવવા માટે આવું કર્યુ છે, ફરી આપ સ.અ.વ. પાછા ફર્યા અને એઅતેકાફ ના કર્યો, પરંતુ શવ્વાલ ના દિવસોમાં એઅતેકાફ કર્યો. (સહીહ બુખારી, કિતાબ એઅતેકાફ કે મસાઇલ કા બયાન, બાબ મસ્જિદમેં ખીમહ લગાના, હદીષ નં 2034)

 

એઅતેકાફ માટેની શરતો:

§  નિય્યત કરવી કારણકે નિય્યત કરવાથી આદત અને બંદગી માં તફાવત થઇ જાય.

§  એઅતેકાફ મસ્જિદમાં કરવો.

§  સમજદાર હોવું.

§  માસિક અને સ્વપ્નદોષથી પાક હોવું.

§  જરૂરત વગર એઅતેકાફ માંથી બહાર ન નીકળવું જોઇએ.

877 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ