ઇસા બીન મરયમ અ.સ.


અલ્લાહ તઆલા એ પોતાની કુદરત થી ઇસા અ.સ. ને વગર બાપે પૈદા કર્યા. જેવુ કે આદમ અ.સ. ને વગર માં-બાપે અને હવ્વા અ.સ. ને વગર માં એ પૈદા ફરમાયા. ઇસા અ.સ. તેમા બંદા અને રસુલ છે. આ ન તો અલ્લાહ છે. ન તો અલ્લાહ ના બેટા. ઇસા અ.સ. બીજા અંબીયા ની જેમ ઇનસાન અને નબી છે.

 

અનુક્રમ્ણીકા

 

ઇસા અ.સ. ની માઁ

મરયમ બીનતે ઇમરાન એક નૈક અને પાકબાઝ ખાતુન હતી, ઇબાદત માં પણ મગન હતી , ફરીશતાઓએ મરયમ ને ખુશખબરી આપી કે અલ્લાહે તમને ચુની લીધી છે. અલ્લાહ ફરમાવે છે “ પછી તે સમય આવ્યો જ્યારે કે ફરીશ્તાઓએ મરયમને આવી ને કહ્યુ, હે મરયમ ! અલ્લાહે તને પસંદ કરી લીધી અને પવિત્રતા પ્રદાન કરી અને દુનિયાની તમામ સ્ત્રીઓ ની સરખામણીમાં તને પ્રાધાન્યતા આપીને તેની સેવા માટે પસંદ કરી , હે મરયમ પ્તાના રબ ની આજ્ઞાકિત બનીને રહે, તેના સામે સીજ્દો કએ અને જે બંદા તેની સામે ઝુકનારા છે તેમની સાથે તુ પણ ઝુકી જા, (આલે ઇમરાન : 42-43)

 

મરયમ અ.સ. ને ખુશખબરી

ફરીશતાઓએ મરયમ ને ખુશખબરી આપી કે અલ્લાહ તને એક બાળક આપશે, તેને અલ્લાહ કુન કહી ને પૈદા કરશે, અને તે બાળક નુ નામ અલ મસીહ ઇસા બીન મરયમ હશે, અને તે દુનીયા અને આખેરત માં ઇઝ્ઝ્ત પામશે, અને તે બનુ ઇસરાઇલ માટે રસુલ હશે, અને તે કીતાબે હીકમત તૌરાત અને ઇંજીલ નુ જ્ઞાન આપશે, તેના ગુણો એવા હશે જે બીજાની પાસે નહી હોય, અલ્લાહ ફરમાવે છે “ અને જ્યારે ફરીશ્તાઓએ કહ્યુ અય મરયમ અલ્લાહ તને પોતાના એક ફરમાન ની ખુશખબર આપે છે તેનુ નામ મસીહ ઇસા ઇબ્ને મરયમ, હશે, આલોક અને પરલોક માં સન્માનિત હશે, અલ્લાહ ના સમી પવર્તી બંદાઓ માં ગણવામાં આવશે, લોકો સાથે પારણામાં પણ વાત ચીત કરશે, અને મોટી વયે પહોંચીને પણ, અને તે એક સદાચારી પુરૂષ હશે, ( આલે ઇમરાન : 45-46 )

 

ખુશખબરી પુરી થવી

અલ્લાહે આ ખુશખબરી પુર્ણ કરતા ઇસા અ.સ. ને ઇઝ્ઝ્ત ની સાથે પૈદા કર્યા અલ્લાહ ફરમાવે છે, (ફરીશ્તાઓએ પછી પોતાની વાત આગળ વધારતા કહ્યુ) અને અલ્લાહ તેને ગ્રંથ અને તત્વદર્શીતાનું શિક્ષણ આપશે, તૌરા અને ઇંજીલ નુ જ્ઞાન પ્રદાન કરશે, અને ઇસરાઇલ ની સંતાન તરફ પોતાનો રસુલ નિયુક્ત કરશે, ( અને જ્યારે તે રસુલ બનીને હેસીયત થી  ઇસરાઇલ ની સંતાન પાસે આવ્યો તો તેણે કહ્યુ “ હું મારા રબ તરફ થી તમારા માટે નિશાની કઇ ને આવ્યો છુ. તમારી સામે માટી માં થી પક્ષીના રૂપ નું એક પુતળુ બનાવ્ય છુ અને તેમાં ફુંક મારૂ છુ, તે અલ્લાહ ની આજ્ઞા થી પક્ષી બની જાય છે. હું અલ્લાહ ના આદેશ થી જન્મઝાત આંધળા અને કુષ્ઠ રોગીને સાજા કરૂ છુ , અને તેના આદેશ થી મડદાંને જીવતો કરિઇ છુ હું તમને બતાવુ છુ કે તમે શુ ખાઓ છો અને શુ તમારા ઘરોમાં સગ્રહ કરી રાખો છો, આમા તમારા માટે પુરતી નિશાની છે, જો તમે ઇમાન લાવનારા હોવ, અને હું તે શિક્ષણ અને માર્ગદર્શન નું સમર્થન કરનારો બનીને આવ્યો છુ જે તૌરાત માંથી અત્યારે મારા ઝમાના માં મૌજુદ છે, અને એટ્લા માટે આવ્યો છુ કે તમારા માટે કેટલીક વસ્તુ હલાલ કરી દઉં, જે તમારા માટે હરામ કરી દેવામાં આવે છે, જુઓ હું તમારા રબ તરફ થી તમારા માટે નિશાની લઇ ને આવ્યો છું, માતે અલ્લાહ થી ડરો અને મારૂ અનુસરણ કરો, અલ્લાહ મોરો રબ પણ છે અને અલ્લાહ તમારો રબ પણ છે, તમે તેની જ બંદગી અપનાવો આજ સીધો માર્ગ છે, ( આલે ઇમરાન : 48- 51) અલ્લાહ માટે બધો જ ઇખ્તિયાર છે, તે જેમનુ ચાહે જે ચાહે તે પૈદા કરે છે, અલ્લાહે આદમ અ.સ. ને વગર માઁ અને બાપ, હવ્વા અ.સ. અને વગર માઁ એ , અને અલ્લાહે આદમ ની અવલાદ ને માઁ અને બાપ બન્ને થી પૈદા કર્યા અને ઇસા અ.સ. ને વગર બાપે પૈદા કર્યા માટે અલ્લાહ પૈદા કરનાર અને ખુબજ જાણનાર છે,

 

ઇસા અ.સ. ની ચમત્કારી પૈદાઇશ

અલ્લાહે કુર આન માં ઇસા અ.સ. ની પૈદાઇશ નું વર્ણન  કર્યુ છે, અલ્લાહ ફરમાવે છે “ અને હે નબી ! આ ગર્થ માં મરયન ની હાલત વર્ણવો જ્યારે તે પોતાના લોકોથી અલગ થઇ એક ખુણો પકડીને બેઠી હતી , અને પરદો નાખી તેમનાથી છ્પાઇ બેસી હતી, આ હાલત માં અને તેની પાસે પોતાની રૂહ ને મોકલ્યો ( એટ્લે કે ફરીશ્તાઓ ) અને તે તેના સામે એક સંપુર્ણ મનુષ્ય ના રૂપ માં ઉપસ્થિત થઇ ગયો, મરયમ એકાએક બોલી ઉઠી કે “ જો તુ અલ્લાહ નો ડર રાખનાર કોઇ માણસ હોય તો હું તારા થી દયાળુ અલ્લાહ નુ શરણ માગું છુ, તેણે કહ્યુ હું તો તારા રબ નો મોકલેલો છુ અને એટ્લા માટે મોકલવ્વા માં આવ્યો છુ કે તને એક પવિત્ર છોકરો આપું, મરયને કહ્યું “ મારે ત્યાં છોકરો કેવી રીતે થશે જ્યારે કે મને કોઇ મનુષ્ય એ સ્પર્શ સુદ્ધાં કર્યો નથી અને હું કોઇ કુક્ર્મી સ્ત્રી નથી. ફરીશ્તાઓ એ કહ્યુ કે આમજ થશે, તરો રબ ફરમાવે છે કે મારા માટે આવુ કરવુ ખુબજ સરળ છે અને આ અમે એટ્લા માટે કરીશુ કે તે છોકરાને લોકો માટે એક નિશાની બનાવીએ, અને પોતાના તરફ થી એક ક્રુપા, અને આ કામ થઇને રહેવાનુ છે, મરયમ ને તે બાળક નો ગર્ભ રહી ગયો અને તે એ ગર્ભ ને લઇ ને એક દુર ના સ્થળે ચાલી ગઇ. ( મરયમ : 16-21 ) જ્યારે જીબ્રઇલ અ.સ.એ આ વાત કરી તો અલ્લાહ ના ફૈસલા પર રાઝી થઇ તો જીબ્રિઇલ અ.સ. એ તેમની ગીરેબાન માં ફુંક મારી, અલ્લાહ ફરમાવે છે, “  મરયમ ને તે બાળક નો ગર્ભ રહી ગયો અને તે એ ગર્ભ ને લઇ ને એક દુર ના સ્થળે ચાલી ગઇ. પછી પ્રસુતિની પીડાએ તેને એક ખજુર નાં વુક્ષ નીચે પહોંચાડી દીધી, તે કહેવા લાગી કદાચ હું એ પહેલાજ મરી જતી અને મારુ નામો નીશાન ન રહેતુ  ( મરયમ : 22- 23  )  ફરી અલ્લાહે મરયમ માટે ખાવા પીવાનો બંદોબસ્ત કર્યો અને મરયમ ને હુકમ આપ્યો કે તે કોઇ ની પણ સાથે વાત ન કરે, અલ્લાહ ફરમાવે છે. “ ફરીશતાઓએ તેને પંગાત થી પોકારી ને કહ્યુ દુ:ખી ન થા તારા રબે તારા નીચે એક ઝરણું વહેવડાવી દીધુ છે, અને તું સહેજ આ વુક્ષ ને હલાવ તારા પર તાજી ખજુરો ટપકી પડશે, પછી તુ ખા અને પી અને પોતાની આંખો ઠંડી કર, પછી જો તને કોઇ મનુષ્ય દેખાઇ તો તેને કહી દે કે મે રહમાન માટે રોઝહ ની માનતાં રાખી છે, આથી હું આજે કોઇ ની સાથે નહી બોલુ.( મરયમ: 24-26)

 

કૌમ નો વિરોધ

ફરી મરયમ અ.સ. ઇસા અ.સ. ને ઉઠાવી કૌમ પાસે લાવી જ્યારે કોમે જોયુ તો તેને ખરાબ સમજી અને તેને નાપસંદ કરવા લાગ્યા, પરંતુ મરયમ અ.સ. એ તમને કોઇ જવાબ ન આપ્યો, ઇશારો કર્યો કે આ બાળક થી પુછી લો આ તમને બતાવશે અલ્લાહ ફરમાવે છે “ પછી તે આ બાળક ને લઇ પોતાની કૌમમાં આવી લોકો કહેવા લાગ્યા હે મરયમ આ તો તે ઘોર પાપ કરી નાખ્યું, હે હારૂન ન્ની બહેન ન તો તારો બાપ કોઇ ખરાબ માણસ હતો અને ન તો તારી માતા દુરાચારી સ્ત્રી હતી, મરયમે બાળક તરફ ઇશારો કરી દીધો લોકોએ કહ્યુ કે અમે શુ આના થી વાત કરીએ? જે પારણા માં પડેલું એક બાળક છે, ( મરયમ 27-29 )

 

કૌમ ના અજબ પર ઇસા અ.સ. નો જવાબ

ઇસા અ.સ. એ જવાબ આપ્યો પારણા માં હોવા છ્તાય, અલ્લાહ ફરમાવે છે, “ બાળક બોલી ઉઠ્યો હું અલ્લાહ નો બંદો છું, તેણે મને ગ્રથં આપ્યો અને નબી બનાવ્યો, અને બરકત વાળો બનાવ્યો જ્યાં પણ હું રહું, અને નમાઝ અને ઝકાત ની પાંબદી નો હુકમ આપ્યો, જ્યાં સુધી હું જીવતો રહું, અને પોતાની માતા નો હક્ક અદા કરનાર બનાવ્યો અને મને દુર્ભાગી નથી બનાવ્યો. સલામ છે મારા ઉપર જ્યારે હું જન્મ્યો અને જ્યારે કે હું મુત્યુ પામું, અને જ્યારે કે જીવતો કરી ને ઉઠાવવા માં આવું ( મરયમ : 30-33 )

 

અહલે કીતાબ નો ઇસા અ.સ. વિશે ઇખ્તેલાફ

આટ્લી વિસ્તાર માં અલ્લાહે ખબર આપ્તા પણ અહલે કીતાબ ઇસા અ.સ. ના વિશે ઝઘડે છે, થોડાક એવુ કહે છે કે તેઓ અલ્લાહ ના બેટા છે, અને થોડાક નું કહેવુ એવુ છે કે ત્રણ માં થી ત્રીજો છે, અને થોડાક તો તેમને અલ્લાહ જ માને છે, અને થોડાક નુ કહ્વુ એવુ છે કે તે અલ્લાહ નાબંદા અને રસુલ છે, અને છેલ્લી વાત જ હક્ક છે. અલ્લાહ ફરમાવે છે “ આ છે મરયમ નો પુત્ર ઇસા અને આ છે તેના વિશે ની સાચ્ચી વાત જેમાં લોકો સંદેહ કરી રહ્યા છે, અલ્લાહ નું આ કામ નથી કે કોઇ ને પુત્ર બનાવે તે પવિત્ર હસ્તી છે, તે જ્યારે કોઇ વાત નો નિર્ણય કરે છે, ત્યારે કહે છે કે થઇ જા અને તે થઇ જાય છે, અને ઇસાએ કહ્યુ હતુ કે અલ્લાહ મારો રબ છે અને તમારો પણ. તો તમે તેનીજ ઉપાસના કરો આજ સીધો માર્ગ છે. પરંતુ જુદા જુદા જુથો પરસ્પર મતભેદ કરવા લાગ્યા તેથી જે લોકોએ કુફ્ર કર્યુ તે લોકો માટે તે સમય ભારે બરબાદી નો હશે , જ્યારે તેઓ એક મોટો દિવસ જોશે ( મરયમ : 34-37 ) અને જ્યારે બનુ ઇસરાઇલ સીધા માર્ગ થી દુર થયા અને તેઓએ અલ્લાહ ના આદેશો ને ઠુકરાવા લાગ્યા અને ઝુલ્મ વ સીતમ કરવા લાગ્યા હીસાબ વ કીતાબ નો ઇન કાર કર્યો, ત્યારે અલ્લાહે તેમની તરફ ઇસા બીન મરયમ ને રસુલ બનાવી ને મોકલ્યા, અને તેમને તોરાત અને ઇંજીલ શીખવાડી, અલ્લાહ ફરમાવે છે “(ફરીશ્તાઓએ પછી પોતાની વાત આગળ વધારતા કહ્યુ) અને અલ્લાહ તેને ગ્રંથ અને તત્વદર્શીતાનું શિક્ષણ આપશે, તૌરા અને ઇંજીલ નુ જ્ઞાન પ્રદાન કરશે, ( આલે ઇમરાન : 48 ) અને અલ્લાહે ઇસા અ.સ. પર ઇંજીલ નાઝીલ કરી જે લોકોને હીદાયત અને તૌરાત ની તસ્દીક કરનારી હતી. અલ્લાહ ફરમાવે છે ‘ ત્યારબાદ અમે ઇસાને મોકલ્યો તૌરાત મા જે કૈ તના માટે મૌજુદ હતુ તેતેનો સમર્થન કરનારો હતો, અને તેને અમે ઇંજીલ પ્રદાન કરી, જેમાં માર્ગદર્શન અને પ્રકાશ હતા અને તે પણ તે વખતે તૌરાત માં મૌજુદ હતું તેનુ સમર્થન કરવાવાળો હતો અને અલ્લાહ થી ડરવાવાળા માટે  સંપુર્ણ પણે માર્ગદર્શન અબે શિખામણ હતો. ( માઇદહ : 46)

 

ઇસા અ.સ. ની દઅવત

ઇસા અ.સ. એ બનુ ઇસરાઇલ ને એક અલ્લાહ ની ઇબાદત તરફ દઅવત આપી અને તૌરાત અને ઇંજીલ ના આદેશો પર અમલ કરવાનો હુકમ આપયો અને ઇસા અ.સ. સારી રીતના સમજાયા પરંતુ બનુ ઇસરાઇલે આપ ની વાતો ન માની અને ફસાદ કરવા લાગ્યા ત્યારે ઇસા અ.સ. એ કહ્યુ કે કોણ મારી મદદ કરશે? ત્યારે 12 હવારી ઇમાન લાવ્યા અલ્લાહ ફરમાવે છે “ જ્યારે ઇસા ને લાગ્યુ કે બનુ ઇસરાઇલ અધર્મ અને ઇન કાર જ કરવા માગે છે, તો તેણે કહ્યુ કે “ કોણ આલ્લાહ ના માર્ગમાં મારો મદદ ગાર બનશે . ? હવારીઓ એ જવાબ આપ્યો કે અમે મદદ કરીશુ, અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને શાક્ષી રહો કે અમે મુસલિમ છીએ. માલીક જે આદેશ તે અવતરિત કર્યો છે અમે તેને માની લીધો અને રસુલ નુ અનુસરણ સ્વીકારી લીધુ, અમારા નામ સાક્ષી આપ્નારો માં લખી દે , ( આલે ઇમરાન : 52-53 )

 

અલ્લાહે ઇસા અ.સ. ની અઝીમ મોઅઝીઝહ સાથે મદદ કરી અલ્લાહ ફરમાવે છે હું મારા રબ તરફ થી તમારા માટે નિશાની કઇ ને આવ્યો છુ. તમારી સામે માટી માં થી પક્ષીના રૂપ નું એક પુતળુ બનાવ્ય છુ અને તેમાં ફુંક મારૂ છુ, તે અલ્લાહ ની આજ્ઞા થી પક્ષી બની જાય છે. હું અલ્લાહ ના આદેશ થી જન્મઝાત આંધળા અને કુષ્ઠ રોગીને સાજા કરૂ છુ , અને તેના આદેશ થી મડદાંને જીવતો કરિઇ છુ હું તમને બતાવુ છુ કે તમે શુ ખાઓ છો અને શુ તમારા ઘરોમાં સગ્રહ કરી રાખો છો, આમા તમારા માટે પુરતી નિશાની છે, જો તમે ઇમાન લાવનારા હોવ,

 

બની ઇસ્રાઇલ ની ઇસા અ.સ. વિરુધ્ધ શાઝિસ અને અલ્લાહ નુ આપ ને બચાવ્વુ

જ્યારે બનુઇસરાઇલે જોયુ કે ઇસા પર ઇમાન લાવવા વાળા કમઝોર , ગરીબ , તેની આસપાસ  છે તો તે લોકો તેમની વિરૂધ્ધ શાઝીશ કરવા લાગ્યા, અને ઇસા ને કતલ કરવાની પ્લાનીંગ તય્યાર કરી અને રોમીયો ને તેમના ખીલાફ ભડકાયા, અને રોમીયો ને કહ્યો કે આનાથી તમારી હુકુમત ને ખતરો છે, રૂમી બાદશાહ આમના શીકંજહ માં આવી ગયો અને ઇસા ને કૈદ કરી તેમને ફાંસી એ ચઢાવવાનો હુકમ આપ્યો, પરંતુ અલ્લાહે ઇસા ને ફાંસી પર ચઢવાથી બચાવી લીધા અને તે મુનાફિક જેણે ઇસા ની ચાડી કરી હતી તેને અલ્લાહે ઇસા નો ચહેરો આપી દીધો જેથી કરી ને ઇસા ને બદલે તેને કૈદ કરવામાં આવ્યો અને તેને જ ફાંસી ચઢાવવામાં આવયો. અલ્લાહ ફરમાવે છે, “ અને પોતે કહ્યુ કે અમે મરયમ ના પુત્ર ઇસા મસીહ, અલ્લાહ ના રસુલ ને કતલ કરી દીશા છે – જો કે હકીકત માં તેમણે ન તો તેને કતલ કર્યો, અને ન સલીબ ઉપર ચઢાવ્યો, બલ્કે મામલો તેમના માટે શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો. અને જે લોકોએ આ અંગે મત ભેદ કર્યો છે તેઓ પર ખરેખર શંકા માં પડેલા છે તેમના પાસે આ અંગે કઇ પણ જ્ઞાન નથી, માત્ર અટકળ્નું જ અનુસરણ કરે છે,  તેમણે મસીહ ને નિક્ષ્ચિતપણે કતલ નથી કર્યો. બલ્કે અલ્લાહે તેને પોતાની તરફ ઉઠાવી લીધો, અલ્લાહ પ્રબળ શકિતશાળી અને તત્વ્દર્શી છે, ( નીસા: 157-158 )

 

નુઝુલે ઇસા અ.સ.

ઇસા અ.સ. મર્યા નથી, પરંતુ અલ્લાહે તેમને પોતાની તરફ ઉઠાવી લીધા, અને તે કયામત ના નઝદીક આવશે, અને મોહમ્મદ સ.અ.વ. ની પૈરવી કરશે, અને તે યહુદીઓ ને પણ ખબર પાડશે જેઓ એ માને છે કે ઇસા અ.સ. કતલ કરવામાં આવ્યા છે, અને તેમને સલીબ પર લટકાવી દેવામાં આવ્યા, અને તે ઇસાઇઓને પર ઝુટલાવશે જેમણે એમ કહ્યુ કે ઇસા જ અલ્લાહ છે અથવા તો અલ્લાહ નો પુત્ર, અથવા તો ત્રણ માં થી એક છે.

 

આપ સ.અ.વ. એ ફરમાવયુ “ તે ઝાત ની કસમ જેના હાથ માં મારી જાન છે એક વખત આવશે કે ઇબ્ને મરયમ બાદશાહ અને જ્જ બનીને આવશે, તે સલીબ ને તોડશે, અને સુવ્વર ને કતલ કરશે, અને ટેક્સ લાગુ કરશે, અને માલ ની એટલી ફરાવાની આવશે કે તે માલ ને કબુલ કરનારુ કોઇ નહી હોય, ( મુસ્લિમ : 155 )  અને જ્યારે ઇસા અ.સ. આવશે ત્યારે અહલે કીતાબ તેમના પર ઇમાન લાવશે, અલ્લાહ ફરમાવે છે, “ અને ગ્રંથ વાળાઓ માં થી કોઇ એવા નહી હોય, જે તેના મુત્યુ પહેલા તેના પર ઇમાન લઇ ને ન આવે અને કયામત ના દિવસે તે તેના ઉપર સાક્ષી આપશે. ( નીસા : 159 )

 

અકીદહ એ તષ્લીસ નો રદ્દ

ઇસા અ.સ. અલ્લાહ ના રસુલ અને તેના બંદા છે, જેમને અલ્લાહે બનુ ઇસરાઇલ્ને એક અલ્લાહ ની દઅવત અને તેમને હીદાયત નો રસ્તો બતાડવા માટે મોકલ્યા હતા, જે વુ કે અલ્લાહ ફરમાવે છે “ હે ગર્થવાળાઓ પોતાના દિન માં હદ થી વધારે ન વધો અલ્લાહ તરફ સત્ય સિવાય કોઇ વાત ન જોડો, મરયમ ના પુત્ર ઇસા આ વધારે થી કઇ જ ન હતો કે તે તો અલ્લાહ નો રસુલ હતો, અને એક ફરમાન હતો, જે અલ્લાહે મરયમ તરફ મોકલ્યો અને એક રૂહ હતી, અલ્લાહ તરફ થી, તેથી તમે અલ્લાહ અને તેના રસુલ પર ઇમાન લાવો અને આ ન કહો કે એ ત્રણ છે, અટકી જાઓ આ તમારા માટે જ સારૂ છે, અલ્લાહ તો માત્ર એક જ ખુદા છે, અલ્લાહ પવિત્ર અને મહાન છે તેનો કોઇ પુત્ર નથી, ધરતી અને આસ્માનો મા6 સમગ્ર વસ્તુઓ તેના મિલ્કત માં છે અને તેમના ગુજરાન અને દેખરેખ માટે પણ તે એક્લો જ કાફી અને પુરતો છે. ( નીસા 171)  અને ફરમાવવામાં આવ્યુ કે “ તેઓ કહે છે કે રહમાને કોઇ ને પુત્ર બનાવ્યો છે, ભારે બેહુદી વાત છે, જે તમે ઉપ્જાવી લાવ્યા છો, નઝીક છે કે આકશ ફાટી જાય, ધરતી ચીરાઇ જાય, અને પર્વતો ટ્ક્ડે ટુકડે થઇ જાય, તે વાત ઉપર કે લોકોએ રહમાન માટે સંતાન હોવાનો દાવો કર્યો,રહમાન ની આ શાન નથી કે તે કોઇ ને પુત્ર બનાવે, આકાશો અને ધરતી ની અંદર જે કઇ પણ છે તમામ તેના સમક્ષ બંદા ની હેસિયતે રહુ થવાના છે,   ( મરયમ : 88-93 ) ઇસા અ.સ. તો ફકત એક ઇન સાન જ હતા તે અલ્લાહ ના રસુલ અને તેના બંદા હતા, જેણે આમ કહ્યુ કે ઇસા અલ્લાજ છે તો તેણે કુફ્ર કર્યુ, અલ્લાહ ફરમાવે છે “ નિ;શક તે લોકોએ કુફ્ર કર્યુ જેમણે કહ્યુ કે ઇસા અલ્લાહ છે( માઇદહ : 73) અને જેણે આમ કહ્યુ કે ઇસા મસીહ તે અલ્લાહ નો પુત્ર અથવા તો ત્રણ માં થી એક છે તેમણે પણ કુફ્ર કર્યુ અલ્લાહ ફરમાવે છે “ નિ:શક તે લોકોએ પણ કુફ્ર કર્યુ જે લોકોએ ઇસાને ત્ર્ણ માં થી એક કહ્યુ, જો કે અલ્લાહ સિબાય કોઇ ખુદા નથી, જો આ લોકો પોતાની આ વાતો કરવાનું નહી છોડે તો તેમના પૈકિ જેણે જેણે કુફ્ર કર્યુ છે તેને દુ:ખદાયી યાતના આપવા માં આવશે. ( માઇદહ : 73 )  

 

ઇસા અ.સ. ઇલાહ કેમ નહી થઇ સકતા?

મસીહ બીન મરયમ એક બશર ( ઇન સાન ) અને એક માઁ ના પૈટ માં થી પૈદા થયા છે, તે ખાય છે પીવે છે સુવે છે, જાગે છે, અને તેમને તકલીફ નો  પણ એહસાસ થાય છે, અને અલ્લાહ આ બધી આદતો થી પાક છે, તો ઇસા કેવી રીતે ઇલાહ થઇ શકે છે, પરંતુ ઇસા તો અલ્લાહ ના એક બંદા અને રસુલ છે, અલ્લાહ ફરમાવે છે “ મરયમ નો પુત્ર મસીહ તો એક રસુલ હતો, તે સિવાય કઇ ન હતો, તેના પહેલા પણ ઘણા રસુલો થઇ ગયા હતા, તેની માતા એક સત્યનિષ્ઠ સ્ત્રી હતી અને તેઓ બન્ને ભોજન કરતા હતા, જુઓ અમે કેવી રીતે તેમના સામે હકીકત ની નિશાનીયો સ્પષટ કરીએ છીએ, અને તેઓ કયા અવળા જઇ રહ્યા છે, ( માઇદહ ; 75 )

 

ઇસાઇ મજહ્બ માં રદ્દ વ બદલ

યહુદીઓ, ઇસાઇયો, અને સલીબઈયો, અને તેમના માનનારો એ દીને મસીહ ને બગાડી નાખ્યો, તેમાં રદ્દ વ બદલ કરી નાખ્યુ, અલ્લાહ ની ફિટ્કાર થાય તેઓ પર, તેઓ કહે છે કે અલ્લાહે પોતાના બેટા મસીહ ને બશરીય્ત અને ઇંસાનીયત પર ફીદા થવા માટે તેમને સલીબ પર લટકાવી દીધા, હવે કોઇ ના પર કઇ રોક ટોક નથી જે ચાહે તે કરી શકે છે, કરણકે ઇસાએ બધા જ ગુનાહો ને પોતાના ઝિમ્મે લઇ લીધા છે, અને આ માન્યતા તેઓ એ ફૈલાવી દીધી, આ બધુ જ એક જુઠ અને બોહતાન છે, અને અલ્લાહ પર જુઠ છે પરંતુ મામ્લો તો અસલ માં આ છે કે દરેક ને તેના કર્યા પ્રમાણે તેનો બદ્લો અને સઝા ઝરૂર મળશે, અને આ લોકોનો કૌલ અને વાત તો જુઠી છે કારણ જે ઝીંદગી જીવ્વા માટે કાયદા અને કાનુન ની ઝરૂર પડે છે આવા કાયદા થી તો કોઇ પણ માણસ સુધરી નહી શકે. ખરેખર આ લોકોએ અલ્લાહ પર જુઠ બાંધ્યુ, અલ્લાહ ફરમાવે છે, “ પછી વિનાશ છે તે લોકોનો જે લોકો પોતાના હાથ વડે ધાર્મિક કાનુન લખે છે, પછી લોકોને કહે છે કે અલ્લાહ તરફ થી આવેલુ છે, જેથી તેના બદલા માં થોડોક ફાયદો મેળવી લે, તેમના હાથોનુ આ લખાણ પણ તેમના માટે વિનાશ ની સામ્રગી છે, અને તેમની આ કમાણી પણ તેમના માતે વિનાશ્ નું કારણ . ( બકરહ : 79) 

 

ઇસાઇયો થી અલ્લાહ નો વાયદો

અલ્લાહે ઇસાઇઓ થી ઇસા અ.સ. વિશે વાયદો લીધો હતો કે તેઓ તેમના પર ઇમાન લાવશે, તેની વાતો પર અમલ કરશે, પરંતુ તેને તે લોકોએ બદલી નાખી, અને ઇખ્તિલાફ કરવા લાગ્યા, તો અલ્લાહે તેના બદલા માં સઝા ના રૂપે અંદર અંદર ફુટ નાખી દીધો, અને આખેરત માં તો અઝાબ ખરો જ. અલ્લાહ ફરમાવે છે “ આ જ રીતે અમે તે લોકો પાસે થી પણ પાકુ વચન લીધુ હતુ, જેમણે કહ્યુ હતુ કે અમે નસારા છીએ, પરંતુ જે પાઠ યાદ કરાવવામાં આવ્યો હતો તેનો એક મોટો ભાગ તે લોકોએ ભુલાવી દીધો, છેવટે અમે તેમના વચ્ચે કયામત સુધી શત્રુતા, પારસ્પરિક દ્ધેષ અને વૈમનસ્યના બીજ વાવી દીધા, અને અવશ્ય એક સમય આવશે જ્યારે અલ્લાહ તેમને બતાવશે કે તેઓ દુનીયા માં શું બનાવતા રહ્યા છે ( માઇદહ : 14)

 

કયામત ના દીવસે ઇસાઇઓ પોતાની માન્ય્તાઓ પર શરમીન્દગી

ઇસા અ.સ કીયામત નાદિવસે અલ્લાહ સામે ઉભા હશે અને બધા સામે તેમને સવાલ કરશે તેમણે બનુઇસરાઇલ ને શુ કહ્યુ હતુ? અલ્લાહ આ વાત તરફ ઇશારો કરતા ફરમાવે છે “ ટુંક માં જ્યારે અલ્લાહ ફરમાવશે હે મરયમ ના પુત્ર ઇસા, શું તે લોકોને કહ્યુ હતુ કે ખુદા સિવાય મને અને મારી માતાને પણ ખુદા બનાવી લો? તો તે જવાબ માં નિવેદન કરશે, “ પવિત્ર અને મહાન છે તારી હસ્તી, મારૂ આ કામ ન હતુ કે તે વાત કહેતો જેનો કહેવાનો મને અધિકાર ન હ્તો, જો મે આવી વાત કહી હોત તો અલ્લાહ તુ નિ:શક જાણતો હોત, આપ જાણો છો જે કઇં મારા હ્ર્દય માં છે અને હુ નથી જાણ્તો તે જે તમાર હ્ર્દય માં છે, આપ તો તમામ છુપી હકીકત ને જાણનાર છો, ને તમને તે સિવાય કઇં કહ્યુ નહી જેનો આપે આદેશ આપ્યો હતો કે અલ્લાહ ની બંદગી કરો જે મારો પર માલીક છે, અને તમારો પણ માલીક છે, હું ત્યાં સુધી જ નિરિક્ષક હતો જ્યાં સુધી હું તેમની વચ્ચે હ્તો, જ્યારે આપે મને પાછો બોલાવી લીધો , તો આપ તેમના ઉપર નિરિક્ષક હતા, અને આપ તો બધી જ વસ્તુઓ પર નિરિક્ષક છો, હવે જો આપ તેમને સજા આપો તો તેઓ આપના બંદા છે અને જો માફ કરી દો તો આપ સૌના ઉપર પ્રભુત્વશાળી અને તત્વદર્શી છો. ( માઇદહ ; 116-18 )

 

નસારા ઇમાન વાળાઓ ની દોસ્તી ની નઝદીક

અલ્લાહે ઇસા અ.સ. ના પૈરોકાર અને મોમીનો ને નરમી અને રહમત થી નવાઝયા, અને તે લોકો મોહમ્મદ ના માનવા વાળાઓ ની નઝદીક છે, અલ્લાહ ફરમાવે છે “ તમે ઇમાન વાળાઓની શત્રુતામાં સૌ થી વધુ કટ્ટર યહુદીઓ અને મુશરિકો ને જોશે. અને ઇમાન લાવનારો માટે મિત્રતા માં વધુ નજીક છે, તે લોકોને જોશો જેમણે કહ્યુ હતુ કે અમે નસારા છે, આ તે કારણે કે તેમનામાં તપસ્વી વિદ્ધાનો અને સંસારત્યાગી સંતો જોવા મળે છે, અને તેમનામાં અંહકાર નથી, ( માઇદહ : 82 ) ઇસા અ.સ. બનુઇસરાઇલ ના છેલ્લા નબી હતા અને આપ સ.અ.વ. ને ઇસ્માઇલ અ.સ. ની નસ્લ માં દરેક લોકો માટે કયામત સુધી રસુલ બનાવી ને મોકલ્યા, અને તે અંબીયા અને રસુલો માં થી છેલ્લા નબી છે,

 

ઇસા અ.સ. ની મોહમ્મદ વિશે પેશન ગોઇ

ઇસા અ.સ. એ મોહમ્મદ સ.અ.વ. વિશે ખબર આપી હતી કે તેમના પછી એક નબી આવશે જેનુ નામ અહમદ હશે, અને તે મોહમ્મદ સ.અ.વ. છે અલ્લાહ આ વાત તરફ ઇશારો કરતા ફરમાવે છે ‘ અને યાદ કરો મરયમ ના પુત્ર ઇસા ની તે વાત જે તેણે કહી હતી હે બની ઇસરાઇલ હું તમારી તરફ અલ્લાહ નો મોકલેલો રસુલ છુ, સમર્થન કરનાર છુ તે તૌરાત ની જે મારા પહેલા આવેલ મૌજુદ છે, અને ખુશખબર આપનાર છું એક રસુલ ની જે મારા પછી આવશે જેનું નામ અહમદ હશે, ( સફ્ફ : 6)

 

દરેક પર આપ સ.અ.વ. ની ફઝીલત

મૌમીન અલ્લાહ ના મોક્લેલા દરેક રસુલ અને અલ્લાહે નાઝીલ કરેલી દરેક કીતાબ ની તસ્દીક કરે છે, અને તેમના વચ્ચે ફરક નથી  કરતા, કે કોના પર ઇમાન લાવ્યે અને કોના પર ન લાવ્યે, બલ્કે તેમના નઝ્દીક તો દરેક અલ્લાહ ના નૈક બંદા અને ભલાઇ નો હુક્મ આપ્નારા હતા, હા કોઇ ના આવ્વાથી કોઇ ની શરીઅત ઝરૂર મંસુખ થઇ ગઇ જેવી રીતના આપણા નબી સ.અ.વ. ના આવવાથી પાછ્લી દરેક શરીઅત મંસુખ થઇ ગઇ, આપ સ.અ.વ. તો છેલ્લા નબી અને રસુલ છે અને તેમની શરીઅત પર જ કીયામત કાયમ થશે, (તફસીર ઇબ્ને કષીર : 1/736 ) અલ્લાહ ફરમાવે છે : આ રસુલો છે, અમે તેમને એકબીજા થી વધી  ને દરજ્જા આપ્યા, ( બકરહ : 53 ) અલ્લાહે આ આયત માં નબી દરજ્જા માં એકબીજા થી ઉચ્ચ છે, તે ઉલુલઅઝ્મ રસુલ છે અલ્લાહ ફરમાવે છે “ અને હે નબી યાદ રાખો તે પ્રતિજ્ઞા અને વચન ને જે અમે બધાજ પયગંબરો પાસે થી લીધેલ છે. તમારા થી પણ , નુહ, અને ઇબ્રાહીમ, મુસા અને મરયમ ના પુત્ર થી પણ , બધાથી અમે પાકું વચન લઇ ચુકયા છે. ( અહઝાબ : 7 ) આ બધા રસુલોમાં અફઝલ આપ સ.અ.વ. છે તેની દલીલ કે આપ સ.અ.વ. એ મેઅરાજ ની રાત્રે બધા નબીયો ની ઇમામત કરાવી અને ઇમામત તેની કરવામાં આવે છે સૌ થી અફઝલ હોય, એવી જ રીત ના આપ સ.અ.વ. ના અફ્ઝલ માં એક દલીલ આ પણ છે કે અબુહુરૈરહ રઝી. બયાન કરે છે, કે આપ સ.અ.વ. એ ફરમાવ્યુ “ કયામત નાદિવસે હુ આદમ ની અવલાદ નો સરદાર છું, સૌ થી પહેલા મારી કબર ફાટ્શે, અને સૌ થી પહેલા હું જ શીફારીશ કરીશ, અને સૌ પહેલા મારી જ શિફારીશ કબુલ કરવામાં આવશે, ( મુસ્લિમ : 4223) ઇમામ નવ્વી આ ની શરહ માં લખે છે નબી સ.અ.વ. નુ આ ફરમાન કયામત નાદિવસે હુ આદમ ની અવલાદ નો સરદાર છું, સૌ થી પહેલા મારી કબર ફાટ્શે, અને સૌ થી પહેલા હું જ શીફારીશ કરીશ, અને સૌ પહેલા મારી જ શિફારીશ કબુલ કરવામાં આવશે,

 

હરૂરી કહે છે સરદાર તે હોય છે જે પોતાની કૌમમાં ભલાઇ માં આગળ હોય, અને બીજા બધા કહે છે કે સરદાર તે હોય છે કે પરેશાની માં લોકો તેની પનાહ લે છે અને તે તેમની ઝરૂરીયાતો પુરી પાડે છે, આ હદીષ આપ સ.અ.વ. ના અફઝલ હોવાની દલીલ છે,

 

મોહમ્મદ સ.અ.વ. ના ફઝાઇલ

મોહમ્મદ સ.અ.વ. ની ઘણી ફઝીલતો છે જેના લીધે આપ સ.અ.વ. ને બીજા પર ફઝીલત હાસીલ છે. તેમાં થી અમુક નીચે મુજબ છે.

  1. અલ્લાહે તેમના પર નાઝીલ કરેલી કીતાબ કુર આન મજીદ ને ખુસુસીયત થી નાઝીલ કરી છે જે બીજી કીતાબો ને નથી મળી અલ્લાહ ફરમાવે છે “ અમે આ કુર આન ને નાઝીલ કર્યુ અને અમે જ તેની હિફાઝત કરનારા છે. પરંતુ બીજી બધી કીતાબો ની હિફાઝત્ ઝિમ્મેદારી જેમની તરફ નાઝીલ કરવામાં આવી હતી તેમની હતી. અલ્લાહ ફરમાવે છે “ અને તૌરાત અમે અવતરિત કરી જેમાં માર્ગદર્શન અને પ્રકશ્ હતા બધા જ પયગંબરો જેવો મુસ્લિમ હતા.તેના જ અનુસાર આ યહુદેઓ ના મામલાઓ નો ચુકાદો આપતા હતા, અને આવી જ રીતે રબ્બાની અને અહબાર પણ આના જ પર ન્યાય નો આધાર રાખતા હતા, કારણકે તેઓ ને અલ્લાહ ના ગ્રથં ની રક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યા હતા, અને તેઓ તેના પર સાક્ષી હતા, ( માઇદહ : 44)
     
  2. મોહમ્મદ સ.અ.વ. પયગંબરો ની ક્ષુખંલામાં છેલ્લા નબી અને રસુલ છે, અલ્લાહ ફરમાવે છે “ મોહમ્મદ સ.અ.વ. તમારા માં થી કોઇ ના પિતા નથી પરંતુ તે અલ્લાહ ના રસુલ અને પયગંબરો ના સમાપક છે ( અહઝાબ : 40 )
     
  3. મોહમ્મદ સ.અ.વ. ને આ ખુસુસીય્યત મળી છે કે તેઓ બધા માટે આમ છે. અલ્લાહ ફરમાવે છે “ અત્યંત મુબારક છે તે જેણે આ ફુરકાન પોતાના બંદા ઉપર અવતરિત કર્યુ છે જેથી સમસ્ત દુનીયાના લોકો માટે તે ચેતવણી આપનાર બનીને રહે, ( ફુરકાન :1)

 

આખેરત માં આપ સ.અ.વ. ની ખુસુસીય્યત

  1. આપ સ.અ.વ. ના કીયામત ના દિવસે મુકામે મહમુદ પર હશે, અલ્લાહ ફરમાવ છે “ અને રાત્રે તહજ્જુદ પઢો આ તમારા માટે નફીલ છે. આ આપ ના માટે ભેટ છે જ્લ્દ આપ ને અપ નો રબ મુકામે મહમુદ અતા કરશે. ( ઇસરાઅ : 79) વધારે પડતા અહલે મુફસ્સીર કહે છે કે આ તે મુકામ છે જ્યા ઉભા રહી આપ સ.અ.વ. લોકો માટે અલ્લાહ થી શિફારીશ કરશે. તે દિવસ ની શીદ્દત અને હોલનાકી માં આપ્ણો રબ રાહત આપે. ( તફસીર ઇબને કષીર : 5/103 )
     
  2. કયામત ના દિવસે મખ્લુક ના સરદાર હશે : 
    અબુહુરૈરહ રઝી. બયાન કરે છે, કે આપ સ.અ.વ. એ ફરમાવ્યુ “ કયામત નાદિવસે હુ આદમ ની અવલાદ નો સરદાર છું, સૌ થી પહેલા મારી કબર ફાટ્શે, અને સૌ થી પહેલા હું જ શીફારીશ કરીશ, અને સૌ પહેલા મારી જ શિફારીશ કબુલ કરવામાં આવશે, ( મુસ્લિમ : 4223)
     
  3. આપ સ.અ.વ. સૌ પ્રથમ પોતાની ઉમ્મત સાથે પુલસીરાત પાર કરશે. અબુહુરૈરહ રાવી હદીષ છે કે જેમાં આ ઝિક્ર છે કે આપ સ.અ.વ.  સૌ પ્રથમ પોતાની ઉમ્મત સાથે પુલસીરાત પાર કરશે. ( બુખારી : 806 )
     
  4. આપ સ.અ.વ. ની અફઝલ હોવાની એક દલીલ આ પણ છે કે બાકી નબીયો શિફરીશ નહી કરે , અને દરેકે દરેક બીજા પાસે મોકલ્શે અહી સુધી કે ઇસા અ.સ. પણ મોહમ્મદ સ.અ.વ. પાસે મોકલ્શે. તો આપ આગળ વધી ને સૌ માટે શિફારીશ કરશો તો દરેક અંબીયા અને બધી જ મખ્લુક આપ ની પ્રશક્ષા કરશે.

 

આપ સ.અ.વ. ની ખુસુસીય્યત તો ઘણી છે અહીયાં ખાસ ખાસ ઝિક્ર કરવામાં આવી છે .

 

વધારે જુઓ

અલ્લાહ , રસુલ .છેલ્લા રસુલ , મોહ્મ્મદ , મુસા અ.સ. વગેરે,.......

653 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ