આખેરત ના દિવસ પર ઈમાન


આખેરત નો દિવસ એટલે પ્રલય નો દિવસ. તે દિવસે લોકો ને તેમના આમાલ બદલો અને સઝા આપવામા આવશે. આખેરત એટલા માટે કહેવામા આવે છે કે તે દિવસ પછી બીજો કોઈ દિવસ નહિ હોય. કારણ કે જ્ન્નતવાળા જ્ન્નતમા અને જહન્નમવાળા જહન્નમા પોતાના કાયમી ઠેકાણામા જતા રહ્યા હશેઆ દિવસ પર ઈમાન લાવ્વુ એ અરકાને ઈમાનમાથી છે. જેના વગર ઈમાન મુકમ્મલ ન થઈ શકે. 

 

અનુક્રમ્ણીકા

 

આખેરત ના દિવસ પર ઈમાન ત્રણ વસ્તુ ને આધારીત છે. 

(૧) બીજી વાર ઉઠવા પર ઈમાન લાવ્વુ એટલે ઈસરાફિલ અ.સ. સુર ફુકસે ત્યારે બધાજ વગર ચંપલે,વગર લીબાસે અને વગર ખત્ના કરે અલ્લાહ તેમને ઉઠાવશે.અલ્લાહતલા ફરમાવે છે. “ જે રીતે અમે પહેલા સર્જન નો આરંભ કર્યો હતો તે જ રીતે અમે ફરી તેનુ પુનરાવર્તન કરીશુ. આ એક વાયદો છે. અમારા શિરે અને આ કામ અમારે ચોક્કસપણે કરવાનુ છે. (અબિયા : ૧૦૪)

 

ફરીવાર જીવીત થવુ ચોક્કસપણે છે.”ફરી જીવીત થવુ એ કુરઆન,સુન્નત અને ઈજમાઉલ્મુસ્લીમ “ આ બધા જ આના પર દલાલત કરે છે. અલ્લાહ ફરમાવે છે “ તો  પછી તમારે ચોક્કસ મરવાનુ છે. પછી કયામત ના દિવસ તમે ઉઠાવવામા  આવશો. (મોમીનુન : ૧૫:૧૬) નબી સ.અ.વ. ફરવાવે છે કે “કયામત .ના દિવસે લોકો ખુલ્લા પગ  નિ:વસ્ત્ર શરીર ,અને ખતના કર્યા વગર ભેગા કરવામા આવશે(સહીહ બુખરી :૬૫૨૭/સહીહ મુસ્લીમ :૨૮૫૯)

 

આ વાત પર મુસલમાનો નો ઈત્તેફાક છે. અને હિકમત પણ આ જ છે કે અલ્લાહ પોતાની મખ્લુક ને બીજી વાર જીવીત કરે  અને બંદાઓ  ને જે આદેશો આપવામા આવ્યા હતા. તેના અમલ કરવા ના બરાબર સઝા અને બદલો આપે. અલ્લાહ ફરમાવે છે કે “ શુ તમે એમ સમજી લીધુ હતુ કે અમે તેમના વ્યર્થ પેદા કર્યો છે. અને તમારે અમારા તરફ કયારેય પાછા ફરવાનુ નથી અને પયંગમબરથી કહી દીધુ.મારો રબ સારી રીતે જાણે છે કે માર્ગદર્શન લઈને કોણ આવ્યુ છે.અને પથભ્રષ્ટતા મા કોણ ગ્રસત છે.(કસસ : ૮૫)

 

(૨) બદલા અને સઝા પર ઈમાન લાવ્વુ : એટલે કે બંદાઓના દરેક આમાલો નો હિસાબ થશે. અને તેના મુજબ તેને બદલો આપવામા આવશે. આ વાત ની સચ્ચાઈ પર કુરઆન,સુન્નત અને ઈજમાઉલમુસ્લમીન દલાત કરે છે. અલ્લાહ ફરમાવે છે કે આ લોકો એ પાછા ફરવાનુ અમારા તરફ જ છે. પછી એમનો હિસાબ લેવો મારા જ શિરે છે. (ગાશીયહ : ૨૫,૨૬)

 

અલ્લાહે ફરમાવ્યુ જે અલ્લાહની હજુર મા સદકાર્યોલઈને આવશે તેના માટે દશ ગણુ વળતર છે. અને જે બુરાઈ લઈને આવશે તેને એટલો જ બદલો મળશે. જેટલો તેણેગુનહો કરયો છે. અને કોઈના સાથે અન્યાય કરવામા નહિ આવે.(અનઆમ :૧૬૦)  એક બીજી જગ્યા એ અલ્લાહ ફરમાવે છે કયામત ના દીવસે અમે સાચે વજન કરનારા ત્રાજવા મુકી દઈશુ. પછી કોઈ વ્યકિત પર અણુ બરાબર પણ અત્યાચાર નહીં થાય. જે કોઈ ને રાઈ ના દાણા બરાબર પણ કઈ કર્યુ કરાવ્યુ હશે તેને અમે સામે લઈ આવીશુ. અને હિસાબ કરવા માટે અમે પુરતા છીએ. (અમ્બીયા : ૪૭) અબ્દુલ્લાહ બીન ઉમર રજી ફરમાવે છે કે મોમીન બંદા ને અલ્લાહ પોતાની નઝદીક કરી પોતાના પરદાહ થી ઢાકી ને તેનાથી સવાલ કરશે. કે શુ તુ આ ગુનાહ જાણે છે તે જવાબ આપશે હા મારા રબ તેના એક ઈકરાર પછી તે પથભ્રષ્ટ થઈ જશે. તો અલ્લાહ ફરમાવશે મે દુનિયા મા તારા ગુનાહ ને ઢાંકી દીધા છે. અને આજે હું તને શમા કરુ છુ. અને તેને તેના સદકાર્યો ના આમાલ આપવામા આવશે. પરંતુ કાફિરો અને મુનાફિકોને જાહેર મા કહેવામા આવશે આ તે લોકો છે જેમણે પોતાના રબ નો ઈન્કાર કર્યો. સાંભળી લો ઝાલિમો પર અલ્લાહ ની ફિટકાર છે. (બુખારી :  ૨૪૪૧) અને નબી સ.અ.વ થી આ વાત પણ મળે છે.” જેણે નેકી નો ઈરાદો કર્યો અને નેકી ન કરી તો પણ અલ્લાહ  તેના માટે એક નૈકી લખી દે છે. અને જો તેણે નૈકી કરી તો અલ્લાહ તેને દસ ગણુ વળતર થી લઇને ૭૦૦ ગણુ વળતર લખિ દે છે. અને જો કઇ ગુનાહ નો ઇરાદો કરે અને તેના પર અમલ ન કરે તો પણ અલ્લાહ્તાલા એક નેકી લખે છે. અને જ્યારે તે ગુનોહ કરે છે તો અલ્લાહ્તાલા તેના દફ્તરમા એક જબુરાઇ લખે છે. (સહીદ બુખારી ;૬૪૯૧) (સહીદ મુસ્લિમ ;૧૨૮,૧૨૯,૧૩૯) કયામત ના દિવસે દરેક આમાલ નો હિસાબ વ કિતાબ અને તેની સજા અને બદલા પર દરેક મુસલમાન નો ઇતેફાક છે. અને હિકમત પર આજ છે. કે અલ્લાહ એ કિતાબો ઉતારી રસુલોને શરીઅત લઇને મોકલ્યા. જે વ્યક્તિએ રસુલો ની શરીઅત પર અમલ કર્યો તેના માટે બદલો છે. અને જેણે ઇન્કાર કર્યો તેના માટે સજા છે. અલ્લાહ ફરમાવે છે “ પછી એ ચોક્કસ થઇને રહેવાનુ છે. કે અમે તે લોકો ની પુછપરછ કરીએ જેમના તરફ અમે પંયગ્મબરો મોકલ્યા છે. અને પંયગ્મબરો થી પુછીએ. પછી અમે પોતે સંપુર્ણ જાણકારી સાથે પુરેપુરો એહવાલ તેમના સામે મુકી દઇશુ. છેવટે અમે કંઇ ગાયબ તો ન હતા. (આરાફ:૬,૭)

 

૩) જન્નત અને જહન્નમ પર ઇમાન લાવવુ: જન્નત અને જહન્ન્મ આ બન્ને મખ્લુકો ના હંમેશાના ઠેકાણા છે. જન્નત એ નેઅમતો નુ ઘર છે. અલ્લાહ નો ડર રાખનાર મોમિનો માટે અલ્લાહ ની રસુલની ફરમાબરદારી કરવા વાળા માટે જન્નત માં અલગ અલગ નેઅમતો હશે અલ્લાહ ના રસુલે જન્નત ની નેઅમતો વિશે વર્ણન કરતા કહ્યુ. જન્નત ની નેઅમતો ને અત્યાર સુધી ન તો કોઇની આંખો એ જોયુ. ન તો કોઇના કાનો એ સાંભળ્યુ. અને ન તો ઇન્સાન ના દિલ મા તેનો ખ્યાલ પણ કર્યો. (સહિદ બુખારી:૩૨૪૪)

 

અલ્લાહ ફરમાવે છે કે “જે લોકો ઇમાન લાવ્યા અને જેમણે સત્કર્મો કર્યા,તેઓ ચોક્કસ પણે સર્જનોમાં સૌથી શ્રેષઠ છે. તેમનો બદલો તેમના રબ ને ત્યાં હંમેશા માટે રહેવાની જન્નતો છે. જેમના નીચે નહેરો વહી રહી હશે તેઓ તેમાં હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ અલ્લાહ થી પ્રસન્ન થયા. આ બંધુ જ તે મનુષ્યો માટે જેણે પોતાના રબ નો ભય રાખ્યો હોય. (બૈયિનહ;૭,૮) એક બીજી જગ્યા ફરમાવે છે. “પછી જે કંઇ આંખો ની ઠંડક નો સામાન તેમના કર્મોના બદલા રુપે તેમના માટે છુપાવી રાખવામા આવ્યો છે તેની કોઈ જીવધારીને ખબર નથી. (સજદહ:૧૭) અને જહન્નમ કાફિરો માટે તૈયાર કરવામા આવી છે. જેમણે અલ્લાહ ના આદેશો તેના રસુલો ના આદેશો નો ભંગ (ઇન્કાર) કર્યો તેમના માટે જહન્નમ ઠેકાણુ છે. જહન્નત એ ખતરનાક ઠેકાણુ છે. તેની હોલનાકી વિશે માણસ વિચાર પણ કરી શકતો નથી.અલ્લાહ ફરમાવે છે. “તે આગ થી બચો જે કાફિરો માટે તૈયાર કરવામા આવી છે. (આલે ઇમરન:૧૩૧) એક બીજી જગ્યા એ ફરમાવ્યુ “સ્પશ્ટ પણે કહી દો કે આ સત્ય છે. તમારા રબ તરફ થી,હવે જેનુ મન ચાહે માની લે અને જેનુ મન ચાહે ઇન્કાર કરી દે અમે જાલિમો માટે એક આગ તૈયાર કરી રાખી છે. જેની જ્વાળાઓ તેમના ઘેરામાં લઇ ચુકી છે. ત્યાં જો તેઓ પાણી માંગશે તો એવા પાણી વડે તેમનુ આતિથ્ય કરવામા આવશે. જે તેલ ના ટીપાં જેવુ હશે. અને તેમના મોઢ।બાળી નાખશે. સૌથી ખરાબ પીણુ અને ઘણુ ખરાબ આરામ ગ્રહ (કહફ:૨૯) એક બીજી જગ્યાએ ફરમાવ્યુ “ભલે એ વાત ચોક્કસ છે કે અલ્લાહે ઇન્કાર કરનારાઓ ઉપર ફિટકાર કર્યો છે. અને તેમના માટે ભડકે બળતી આગ તૈયાર કરી છે. જેમા તેઓ હંમેશા રહેશે/ કોઇ સ્મર્થક અને સહાયકારક નહિ મેળવી શકે. જે દિવસ તેમના ચેહરા આગ ઉપર ઉલટ પુલટ કરવામા આવશે તે વખતે તેઓ કહેશે “કદાચ,અમે અલ્લાહઅને તેના  રસુલનુ આજ્ઞા પાલન કર્યુ હોત. (અહઝાબ : ૬૫ થી ૬૭)

 

આખેતર પર ઇમાન લાવવાના ફાયદાઓ

૧) એ દિવસ બદલા ની ઉમ્મીદ પર ઇતાઅત અને ફરમાબદારી તરફ રગબત

 

૨) તે દિવસ ની સઝ।થી બચવા માટે ગુનાહ અને ના ફરમાની કરવાનો ડર પૈદા થયો

 

૩) આખેરત ની નેઅમતો મળવાની ઉમ્મીદ પર દુનિયા માં નેઅમત ન મળવા પર સબર

 

વધુ જુઓ

અરકાને ઈમાન ,અરકાને ઇસ્લામ ,જન્નત ,જહન્નમ ,પુલા સીરાત ,ત્રાઝું ,કયામત કી નીશાનીયા

 

હવાલા

કીતાબ શરહ ઉસૂલું- લ-ઈમાન મોહમ્મદ બીન સાલેહ અલ-ઉષ્યમીન  

1030 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ