અલ્લાહ પર ઈમાન


અલ્લાહ પર ઈમાન લાવવું એટ્લે કે અલ્લાહ ના અસિતત્વ પર અતૂટ વીક્ષવાસ હોવો જોઈએ. અલ્લાહ ની રૂબૂવ્વીયત,ઉલ્લુહીયત,અને તેના નામો અને ગુણો પર અતૂટ વીક્ષવાસ એ જ અલ્લાહ પર મુકમ્મલ ઈમાન છે. 

 

અનુક્રમ્ણીકા

 

અલ્લાહ ના અસિતત્વ પર ઈમાન

અલ્લાહ ના અસિતત્વ પર પ્રકૃતીક દલીલ:

દરેક જીવ પ્રાકૃતીક ના આધારે કોઈ પણ વિચાર કે શિક્ષ્ણ વગર પોતાના પેદા કરવા વાળા પર ઈમાન રાખે છે અને આ પ્રાકૃતીક ફેસલા  થી તેને કોઈ પણ અલગ કરી સક્તુ નથી. એટલા માટે જ મોહમ્મદ પ્યગંબર સાહેબ નું કથન છે કે “ દરેકે દરેક બાળક પ્રકૂતી પર જન્મે છે પરતું તેના માતા- પિતા તેને યહૂદી બનાવી દે છે. નહી તો ઈસાઈ નહી તો પારસી” ( બુખારી 1358 મુસ્લીમ 2658 )

 

અને અલ્લાહ ના અસિતત્વ પર અકલી દલીલ આ છે કે દરેક જીવ જે પહેલા હતી અને જે આવવાની છે તેનો જરૂર કોઈ પેદા કરવાવાળો છે.જેણે દરેક જીવ ને અભાવ  થી અસિતીત્વ આપ્યું. કારણકે આ તો સંભવ જ નથી કે જીવ પોતાની જાતે જ અસિતીત્વ માં આવી જાય આં જીવ  માટે અસંભવ છે. કારણકે કોઈ પણ વસ્તુ પોતાને ને પોતાને જન્મ નથી આપી સકતી. કારણકે તેના અસિતીત્વ પહેલા મઅદુમ અને હતી જ નહી. તો પછી તે ખાલીક કેવી રીત ના થઈ સકે?

 

અને આં પણ સંભવ નથી કે તે એક હાદ્ષાં ને કારણે હોય. કારણ કે દરેક હાદષા ની પાછળ  હાદ્ષાં કરવાવાળો હોવો જરૂરી છે. અને તે હાદ્ષા નું અસિતીત્વ એક ઠોસ કાનૂન માં થવું દર્શાવે છે. કારણકે સબબ અને સબબ પેદા કરનાર માં એક ઠોસ ત અલલુક છે. અને  આં દુનીયા એક હાદ્ષો છે એવું માની જ ન સ્કાય તે અસલ કાનૂન માં છે જ નહી તો પછી તે મૂનત્ઝીમ કેવી રીત ના થાય એટલા માટે જ આં જીવ ને પ્તાની જાતે જ અસિતીત્વ માં આવવું અથવા તો એક હાદ્શા ની શકલ આપવી આં અસંભવ છે. તો પછી આપણે માનવું જ પડશે કે આં નો કોઈ આવિષ્કારક છે. અને તે અલ્લાહ જ છે,અલ્લાહ કુર આન માં ફરમાવે છે “ શું આં લોકો કોઈ સુષ્ટા વગર સ્વયં પેદા થઈ ગ્યાં છે?કે આં પોતે જ પોતાના સુષ્ટા છે?” (તુર: 35)

 

ઉપરોક્ત આયત નો મતલબ એ થાય છે કે તેઓ કોઈ સુષ્ટા વગર પેદા નથી થયા અને ન  તો તેઓ પોતે જ સુષ્ટા છે.અહીયાં એ વાત સ્પષ્ટ થઈગઈ કે તેમનો સુષ્ટા અલ્લાહ જ છે. અને એટલા માટે જ જુબેર બીન મુત ઈમ એ રસુલ સ.અ.વ. ને જ્યારે સુરે  તુર ની તીલાવત કરતાં સાંભળ્યા અને જેવો આં આયાત પર પહોચ્યા “ શું આં લોકો કોઈ સુષ્ટા વગર સ્વયં પેદાથઈ થઈ ગયા છે.કે આં પોતે જ પોતાના સુષ્ટા છે?ધરતી અને આસમાન ને શું આં લોકો એ પેદા કર્યા છે?વાસ્તવિક્તા એ છે તેઓ વિક્ષવાસ ધરાવતા નથી. શું તારા રબ ના ખઝાના આમના કબઝામાં છે?કે તેમના ઉપર આમની જ આજ્ઞા ચાલે છે. (તુર : 35-37 ) જ્યારે ઝૂબેરે આં આયાત સાંભળી તો ઝૂબર મુશરીક હોવા છતા પણ કહેવા લાગ્યા. “ મારૂ દીલ જાણે કે ઉડવા લાગ્યું અને આં મારા દીલ માં ઈમાન ની સો પ્રથમ કીરણ હતી.” આં વાત ને ઈમામ બુખારી એ ઘણી જ્ગ્યાં એ બયાન કરી છે.

 

આં વાત ને વધારે સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યા છે કોઈ વ્યકિત તમાને એક વિશાળ મહેલ વીશે જાણકારી આપે કે તે મહેલ ની આસપાસ બગીચાઓ ,તેની વચ્ચે નહેરો અને તે મહેલ માં ગાલીચા ,અને પલંગો પણ છે. તે મહેલ સંપૂર્ણ પણે સજાયેલો પણ છે અને પછી તે આમ કહે કે તેમાં જેટલી પણ વસ્તુઓ છે. તે આપ મેતે જ અસિતીત્વ માં આવી ગઈ અથવા તો એક હાદ્ષાં ના કારણે અસિતીત્વ માં આવી ગઈ તો સાભ્લ્નાર તરતજ તેને નકારસે અને તેને જૂઠો ને પાગલ કહેશે.

 

એક નાના મહેલ વીશે આપણે માંનવા તય્યાર નથી તો આં વીશાળ આકાશ અને ઝ્મીન જે આપણી નઝર ની સામે જ છે. શું આમ જ અસિતીત્વ માં આવ્યું કે પછી એક હાદ્ષા ના કારણે આં બધુ અસિતીત્વ માં આવી ગઈ. આં દલીલ તો એક રેગીસ્તાન માં રહેવા  વાળો પણ સમજી ગયો. જ્યારે તેનાથીસવાલ કરવા માં આવ્યો કે તે તારા રબ ને તે કેવી રીતના ઓળખ્યો તો તેણે તેના અંદાઝ માં જવાબ આપતા કહ્યું કે ઊંટ ની મેંગણી ( લીડી) જોઈ ને ઊંટ નું અસિતીત્વ છે  તેવો ષાબીત થાય છે. અને ઊંટ ના ચાલવા ના નીશાન જોઈને ઊંટ ના પગ  છે તેવું ષાબીત થાય છે. તો શું આં વિશાળ આસમાન અને ઝ્મીન અને મોજો વાળો સમુંદર જોનારા અને સાંભળનારા માટે દ્લાલત  નથી

 

2) અલ્લાહ ની રૂબુવ્વીયત ( અલ્લાહ ના રબ હોવા પર ઈમાન ) :

આપણે આં ઈમાન રાખવું જરૂરી છે કે રબ એક જ છે તેની સાથે બીજો કોઈ જ નથી ,ન તો કોઈ તેનો મદદ કરનાર છે. સલ્તનત અને બાદશાહી તો અલ્લાહ ની જ છે. દુનીયા ની દરેકે દરેક વ્યવસ્થા તે અલ્લાહ જ કરી રહ્યો છે અલ્લાહ જ પેદા કરનાર અને મુદબ્બીર પણ તે જ છે. `અલ્લાહ ફરમાવે છે “અલ્લાહ જ સમગ્ર સુષ્ટી નો સર્જન હાર અને પાલન હાર છે. (અઅરાફ : 54) એક બીજી જગ્યા એ ફરમાવે છે કે “ એમને પૂછો કોણ તમને આકાશ અને ધરતી માં થી રોઝી આપે છે?સાભાળવા અને જોવાની આં શકિતઑ કોના અધીકાર માં છે?કોણ સજીવ માં થી નીર્જીવ અને નીર્જીવ માં થી સજીવ ને કાઢે છે. કોણ આં દુનીયા ની વ્યવસ્થા નો ઉપાય કરી રહ્યો છે?તેઓ જરૂર કહશે કે અલ્લાહ કહો  પછી ડરતા કેમ નથી. (યુનુસ : 31)

 

એક બીજી જગ્યા એ અલ્લાહ ફરમાવે છે “ તે આકાશ થી ધરતી સુધી ના મામલાઓ ની વ્યવસ્થા કરે છે. અને આં વ્યવસ્થાતંત્ર કાર્યવાહી નો એહવાલ ઉપર તેના સમક્ષ જાય છે. (સજદાહ : 5)

 

એક બીજી જગ્યા એ અલ્લાહ ફરમાવે છે “ અલ્લાહ જ પાલનહાર અને તેનીજ સલ્તનત છે અને જે લોકો અલ્લાહ ને છોડી ને બીજા ને પોકારે છે તે લોકો ખજૂર ના ઠરીયા ના પત્તા ના પણ માલીક નથી.( ફાતીર : 13) અલ્લાહ સુરે ફાતીહા માં ફરમાવે છે કે “ તે ન્યાય ના દીવસ નો માલીક છે.” (ફાતેહા:4) ઊંડાણ માં જ્યારે આપણે અભ્યાસ કરીસું તો આપણ ને જાણવા મણશે કે તે ન્યાય ના દીવસ નો બાદશાહ છે. ખુલાસો એ છે કે તેજ તો માલીક પણ છે અને તેજ તો બાદશાહ પણ છે અને કાર્યો ની તદબીર પણ તે જ કરે છે.

 

(3) અલ્લાહ ની ઉલૂહીય્ય્ત ( અલ્લાહ જ પૂજ્ય ને લાયક છે.) પર ઈમાન :

તે સાચચો પૂજ્ય ને લાયક છે. અને લા-ઇલાહ-ઇલ્લા-અલ્લાહ નો અર્થ પણ એ જ થાય છે કે અલ્લાહ જ સાચચો પૂજ્ય ને લાયક છે.અલ્લાહ ફરમાવે છે કે “ તમારો ખુદા એકજ છે તે અંત્યત કૃપાળુ અને દયાળુ છે. તેના સીવાય બીજો કોઈ ખુદા નથી. (બકરહ : 163) એક બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે “ અલ્લાહે પોતે આ વાત ની સાક્ષી આપી છે કે તેની સીવાય કોઈ ખુદા નથી અને  ફરીશતાઓ અને જ્ઞાન ધરાવનારાઑ પણ સચ્ચાઈ અને ન્યાય પૂર્વક તેના ઉપર સાક્ષી છે. કે તે વર્ચસ્વ શાળી તત્વ દર્શી. સીવાય વાસ્તવમાં કોઈ ખુદા નથી.(આલે ઇમરાન : 18) અને અલ્લાહ ને છોડી ને જેટલા પણ પૂજારીઓ છે તેઓ બધાજ બાતીલ છે. અલ્લાહ ફરમાવે છે કે “ અલ્લાહ જ સત્ય છે અને તેઓ બધા જ અસત્ય છે જેમને અલ્લાહ ને છોડી ને આ લોકો પોકારે છે.અને અલ્લાહ જ સર્વો પરી મહાન છે. (હજ્જ: 62) અને તેઓને પૂજારી નો લક્બ આપ્વાથી કઈ તેઓ પૂજ્ય ને લાયક છે એવું ષાબીત નથી થતું.અલ્લાહ તઆલા  લાત ઉઝ્ઝ્હ ,અને મનાત ના વીશે ફરમાવે છે. “ વાસ્તવ માં તે કઈ નથી પરતું કેટલાક નામો જે તમે અને તમારા બાપ-દાદાઓ એ રાખી લીધા છે અલ્લાહે આમના માટે કઈ સનદ ઉતારી નથી.(નજ્મ: 23) અને અલ્લાહે યુસુફ અ.સ. વીશે ફરમાવ્યું જ્યારે તેમણે કેદીઓ ને સમજાવતા કહ્યું “ કે હે કેદ ખાના ના સાથીયો તમે પોતેજ વીચારો કે ઘણા જુદા જુદા રબ સારા છે કે તે એક અલ્લાહ જે સોના ઉપર વર્ચસ્વ ધરાવે છે.?તેને છોડી ને તમે જેની બ્નદગી કરી રહ્યા છો તેઓ તેના સીવાય કઈ જ નથી કે આ તો થોડાક નામો છે જે તમે અને તમારા બાપ દાદાઓ એ રાખી લીધા છે. અલ્લાહે તેમના માટે કઈ પ્રમાણ પત્ર નથી ઉતાર્યું.” (યુસુફ: 39 40 )

 

એટલા માટે જ પૂજ્ય ને લાયક એક અલ્લાહ ની જાત્ જ  છે. અલ્લાહ ની જ બંદગી કરવામાં આવશે.તેને છોડી ને બીજા કોઈ ની પણ નહી.અને આ હક તેના માટે જ છે .આ હક્ક માં બીજો કોઈ પણ શરીક થઈ શકતો નથી.ન તો તેના ખાસ ફરીશતાઓ,અને ન તો કોઈ પયગંબર. એટલા માટેજ દરેકે દરેક પ્યગંબર ની મૂળ વાત તો એજ હતી કે અલ્લાહ ને છોડી ને બીજો કોઈજ પૂજ્ય ને લાયક નથી. અલ્લાહ ફરમાવે છે. “ અમે તમારા પહેલા જે પણ રસુલ મોકલ્યા છે તેના પર આ જ વહી મોકલી છે કે મારા સીવાય કોઈ ઉપાસ્ય નથી પછી તમે લોકો મારી જ ઉપાસના કરો.(અંબીયા: 25) બીજી એક જ્ગ્યા એ અલ્લાહ ફરમાવે છે “ અમે દરેક ઉમ્મ્ત માં એક રસુલ મોકલી દીધો અને તેના માંઅરફત બધાને ચેતવી દીધા કે અલ્લાહ ની બંદગી કરો  અને તાગુત  ની બંદગી થી બચો.(નહલ: 36) પરતું મુશરીકોએ આ વાત ને માનવાનો ઇનકાર કર્યો.અને તેને છોડી ને અનેક ને આ મરતબો આપ્યો.તેને છોડી ને અનેક ને પૂજવા લાગ્યા.તેમનાથી મદદ માગવા લાગ્યા વગેરે.....

 

4) અલ્લાહ ના નામો અને તેના ગુણો પર ઈમાન :

એટ્લે કે અલ્લાહ તઆલા એ જે કઈ પણ પોતાના નામો અને ગુણો વીશે પોતાની કીતાબ માં ષાબીત કર્યું છે. અને તેના પ્યગંબર મોહમ્મદ સ.અ.વ. એ અલ્લાહ ના નામો અને તેના ગુણો વીશે જે કઈ પણ ષાબીત કર્યું છે.તે અલ્લાહ ની શાન માં ગુસ્તાખી કર્યા વગર માનવું તેના પર ઈમાન રાખવું. તેની શાન માં ગુસ્તાખી  તહરીફ તઅતીલ  તમ્ષીલ  તકષીફ અને મોઅત્તલ  વડે થઈ શકે છે. અલ્લાહ કુર આન માં ફરમાવે છે. “ અલ્લાહ ઉત્તમ નામો નો અધીકારી છે તેને ઉત્તમ નામો થી જ પોકારો અને તે લોકો ને છોડી દો જેવો તેના નામ રાખવામા સીધા માર્ગ થી ચાલીત થઈ જાય છે. જે કઈ તેઓ કરે છે તેનો બદલો તેઓ પામી નેજ રહેશે. (અઅરાફ : 180) આ આયત અલ્લાહ ના સારા નામો છે તેની દલીલ છે. એક બીજી જગ્યા પર અલ્લાહ ફરમાવે છે કે “ તે જ તો છે જેણે સર્જન નો આરંભ કર્યો. પછી તે તેનું પુનરાવર્ત્ન  પણ કરસે. અને આ તેના માટે વધારે સરળ છે. આકાશો અને ધરતી માં તેના જ ગુણો છે. અને તે ક્ષેષ્ઠ અને પ્રભૂતવ શાળી તત્વદર્શી છે. (રૂમ :27) આ આયાત અલ્લાહ ના ઉચ્ચ ગુણો અને કમાલ ગુણો ની દલીલ છે કીતાબ વ સુન્નત માં આ વીશે ઊંડાણ માં કહેવામા આવ્યું છે. અને આ પાઠ પણ ખુબજ સમજી ને જાણવા જેવો છે  કારણ કે અલ્લાહ ના નામો અને તેના ગુણો આ એક એવો પાઠ છે જેમાં કોમના વધારે પડતાં લોકો ઇખ્તેલાફ કરે છે કોમ ના કઈ એક બટવારા થયા. હવે આવા ઇખ્તેલાફ માં આપણું મંતવ્ય એ જ હોવું જોઈએ જે અલ્લાહે આપણ ને કહ્યું.અલ્લાહ ફરમાવે છે. “ જે કોઈ માંઅમલા માં તમારા વચ્ચે ઝઘડો પડે તો તેને અલ્લાહ અને તેના રસુલ તરફ જ રજૂ કરો. જો તમે ખરેખર આખેરત ના દીવસ પર ઈમાન ધરાવતા હોય.

 

(નીસા: 59) એટલા માટે જ આપણે કોઈ પણ ઝઘડામાં અલ્લાહ અને તેના રસુલ ના ફરમાન મુજબ જ ફેસલો કરવો જોઈએ. અને સહાબા અને તાબેઈન ની આયત પર અને તેમની સમઝ થી રહનુમાઈ હાસીલ કરવી જોઈએ. કારણકે તેઓ વધારે જાણવા વાળા હતા. હઝરત અબ્દુલ્લાહ બીન મસઊદ રઝી. એ મોહમ્મદ પયગંબર સ.અ.વ. ના સાથીઓ વીશે તારીફ કરતાં કહ્યું કે “ તમારા માથી  જે પણ સાચ્ચો તરીકો અપનાવવા માગતું હોય તો તેઓ મારા સહાબા નો  તરીકો અપનાવે. તેઓ સોથી નેક ઇન્સાન અને કુર આન ની ઉડાણ  માં જાણકારી રાખવા વાળા અને ઓછા તકલ્લુફ વાળા હતા. તે એવી કોમ હતી કે અલ્લાહે પોતાનો દીન ફેલાવવા માટે અને પોતાના નબી ની સાથે રહેવા માટે ચૂની લીધે લા . એટલા માટે તેમનો રૂતબો જાણવો જોઈએ અને તેમના હક્ક ને પહેચાનો. અને તેમના તરીકા મુજબ જ ચાલો. કારણકે તેઓ જ સીધા રાસ્તા પર હતા અને આ મસ અલા માં જે  કોઈ પણ સહાબા અને તાબે ઈન ના તારીકા થી દૂર થયો તો તેણે ભૂલ કરી અને તે સીધા માર્ગ થી ભટકી ગયો.અને તેણે મોમીન નો  રસતો છોડી બીજા માર્ગ પણ ચાલ્યો ગયો.અને નીચે ની આયત માં સઝાને પાત્રે થયો અલ્લાહ ફરમાવે છે. “ જે વ્યકિત રસુલ નો  વીરોધ કરવા ઉપર ઉતરી આવ્યો હોય અને ઈમાન વાળા ના માર્ગ સીવાય બીજો કોઈ માર્ગ અપનાવે જ્યારે કે સીધો માર્ગ તેના પર સ્પષ્ટ થઈ ચૂક્યો છે તો અમે તેને આજ તરફ ચલાવીશું જે દીશા માં તે પોતે વળી ગયો અને તેને જહન્ન્મ માં જોકીશું જે સોથી ખરાબ ઠેકાણું છે. ( નીસા : 17)

 

અને અલ્લાહે એ હીદાયત માટે આ શર્ત રાખી છે. કે ઈમાન એવું રાખો જેવુ મોહમ્મદ સ.અ.વ. ના સાથીઓ નું હતું આ વાત ને સ્પષ્ટ કરવા માટે અલ્લાહ ફરમાવે છે. “ જો તેઓ એવી જ રીતે ઈમાન લાવે જેવી રીતે તમે લાવ્યા છો તો તેઓ સાચ્ચા માર્ગ ઉપર છે. ( બકરહ: 137)આ આયત થી જાણવા મળ્યું કે જે કોઈ પણ સલફ ના માર્ગ થી જેટલો દૂર થસે તેને તેટલુજ નુકસાન દુનીયા અને આખીરત માં થશે. તો અલ્લાહ ના નામો અને તેના ગુણો પર ઈમાન એવું હોવું જોઈએ જેવુ ઈમાન સહાબા  અને તાબે ઇન નું હતું.

 

આ પાઠ માં આપણે ચાર વસતો થી બચવું જરૂરી છે.

જે કોઈ પણ અલ્લાહ ના નામ અને તેના ગુણો વીશે આ ચાર વસ્તુઓ માં પડ્યો તો તેનું ઈમાન મુકમ્મલ નહી ગણાય. તે ચાર વસ્તુઓ આ છે.

 

1)   તહરીફ :

( રદ્દો બદલ કરવું ) : તહરીફ નો  અર્થ થાય છે કુર આન ની આયતો નો અર્થ બદલી નાખવામાં આવે એટ્લે કે જે આયત જે મતલબ કે માયનો  આપતી હોય તેને બદલી ને બીજો અર્થ કે માયનો બ્યાન કરવો. એવી જ રીત ના અલ્લાહ ના નામ અને તેના ગુણો વીશે અલ્લાહે જે કઈ કહ્યું અને તેના રસુલે જે કઈ કહ્યું તેને બદલી ને પોતાનું મંતવ્ય બયાન કરવું. ઉદાહરણ તરીકે કુર આન માં અને હદીષ માં અલ્લાહ નો હાથ છે તેવું દર્શાવવામાં આવે છે પરંતુ તહરીફ કરવાવાળા તેનો અર્થ બદલી ને તેને નેઅમત અને કુદરત ના માના માં સમજે છે.

 

2)   તઅતીલ :

ત અતીલ એટ્લે કે અલ્લાહ ના નામો અને તેના ગુણો નો મુકમ્મલ ઇનકાર કરવો.અથવા તો અલ્લાહ ના નામો અને ગુણો માં થી અમુક નો ઇનકાર કરવો. એટલા માટે જ જેણે પણ અલ્લાહ ના નામો અને તેના ગુણો માં થી એક નો પણ ઇનકાર કર્યો જે નામ કે ગુણ  કુર આન કે હદીષ થી શાબીત છે તો તેનું ઈમાન અલ્લાહ ના નામ અને તેના ગુણો પર મુકમ્મલ ના થયું.

 

3)   તમષીલ:

અલ્લાહ ના ગુણો ને મ્ખ્લુક ના ગુણો સાથે સરખામણી કરવી અથવા તો અલ્લાહ ના ગુણો ને મ્ખલૂક ના ગુણો વડે ઉદાહરણ આપવું.ઉદાહરણ તરીકે અલ્લાહ ના હાથ ને મખ્લુક ના હાથ સાથે સરખામણી આપવી. નહી  તો પછી એવું કહેવું કે અલ્લાહ મખ્લુક જેવુ જ સાંભળે છે. નહી તો એવું જ કહવું કે અલ્લાહ અર્શ પર એવી જ રીત ના બેઠો છે જેવી રીત ના ઇન્સાન ખુરશી પર બેસે છે. આવી જ રીત ના અન્ય ગુણો ની સરખામણી કરવી. આ બધૂ જ  બાતીલ છે અને ગુનોહ છે. અલ્લાહ ફરમાવે છે. ‘સુષ્ટી ની કોઈ પણ વસ્તુ તેના સમાન નથી. તે બધુજ સાંભળનાર અને જોનાર છે.(શૂરા :11)

 

4)   તક્યીફ:

એટ્લે કે ઇન્સાન પોતાની સોચ વડે અલ્લાહ ના ગુણો ની હદ બયાન કરે અને તેની કેફીયત પણ પોતાની સોચ વડે બયાન કરે. અથવા તો ઇન્સાન અલ્લાહ ના ગુણો ને પોતાના દીલ માં અંદાજીત કરે. અને આ માર્ગ સંપૂર્ણ પણે બાતીલ એટલે બાતીલ જ છે,અને ગુનોહ છે. કારણકે કોઈ પણ ઇન્સાન માટે આ મહાલ છે. અલ્લાહ ફરમાવે છે. “ અલ્લાહ સીવાય બીજા કોઈ ને પણ પૂરે પૂરે ઈલ્મ નથી”(તાહા: 11)

 

જે કોઈ પણ આ ચાર વસ્તુ ને સમ્જી ને અને તેના થી વંચીત રહ્યો તો તેનું ઈમાન પણ સાચચૂ અને મુકમ્મલ થયું.

 

અલ્લાહ થી દુઆ છે કે અલ્લાહ આપણને સાચ્ચા ઈમાન પર ષાબીત રાખે અને તેના પર જ મોત પણ આપે.આમીન

 

વધારે જુઓ

અલ્લાહ ,ઈમાન ,રસુલ ,તોહીદ ,અસમાં એ હૂસના વગેરે....

 

હવાલા 

કીતાબ શરહ ઉસૂલું- લ-ઈમાન મોહમ્મદ બીન સાલેહ અલ-ઉષ્યમીન  

 

917 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ