અલ્લાહ ની રહમત (દયા ,કૃપા)


અલ્લાહ ઘણો જ મહેરબાન ,દયાળુ ,અને કૃપાળુ છે. અને તે રહમકરવાવાળો છે. જેની દયા દરેક વસ્તુઓ પર છવાયેલી છે. 

 

અનુક્રમ્ણીકા

 

કુર આન 

અલ્લાહ ફરમાવે છે,“મારી દયા દરેક વસ્તુ પર છવાયેલી છે. (અઅરાફ: 156)

 

બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. ‘ની : શક તેનો મામલો આ લોકો સાથે પ્રેમ અને દયા નો છે. ( તોબા : 117) અલ્લાહ ફરમાવે છે કે “ અલ્લાહ ની રહમત નેક કામ કરવાવાળા સાથેજ છે. ( અ અ રાફ : 56 ) અલ્લાહ ફરમાવે છે “ અલ્લાહ પોતાના બંદાઓ પર નરમી કરવાવાળો છે. જેને ચાહે રોઝી વધારે આપે. તે ઘણો તાકત અને ઝ્બરદસ્ત છે.( શૂરા: 19)

 

હદીષ

આબુ હુરેરાહ રઝી. ફરમાવે છે કે રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું ‘અલ્લાહ ના માટે 100 રહમતો છે એમાથી એક રહમત અલ્લાહે ઉતારી છે જેની જોડે ઇન્સાન અને જિનનાત,જાનવર ,કીડા અને મંકોડાઓ એક બીજા પર રહમ અને નરમી કરે છે. અને અલ્લાહે 99 રહમતે પોતાની પાસે જ રાખી છે જેની સાથે એ પ્રલય ના દીવસે પોતાના બંદાઓ ઉપર રહમ કરશે. ( મુસ્લિમ ;6908)ઉમર બીન ખત્તાબ રઝી. વર્ણન કરે છે કે રસુલ સ.અ.વ. પાસે કેદીઓ લાવવામાં આવ્યા. અને એ કેદીઓ માં થી એક ઓરત કશું તલાશ કરી રહી હતી કે એણે એક છોકરાને જોયો તો તરતજ તેણે તે છોકરા ને પોતાના સીના થી ચીપકાવીને દૂધ પીવડાવવા લાગી. તો રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું કે શું તમારા ખ્યાલ માં આ ઓરત પોતાના છોકરાને આગ માં નાખી દેશે?તો sahaabaa  એ જવાબ આપ્યો અલ્લાહ ની કસમ નહી . શું તે એના પર કુદરત રાખે છે કે તે તેને આગ માં નાખશે. રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું કે અલ્લાહ પોતાના બંદાઓ પર આ ઓરત ને રહમ કરવા થી પણ વધારે રહમ કરવાવાળો છે. ( બુખારી : 5653 – મુસ્લિમ : ) સલમાન ફારસી રઝી. બયાન કરે છે કે રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું કે અલ્લાહે જ્યારે આ આસમાન અને ધરતી બનાવી ત્યારે અલ્લાહે 100 રહમતો બનાવી . દરેક રહમત એટલી મોટી છે જેટલી આસમાન અને ઝ્મીન નું અંતર. એમાથી એક રહમત અલ્લાહે દુનીયા માં નાઝીલ કરી જેના રૂપે માં પોતાના બાળકો સાથે,વહશી જાનવર એક બીજા જોડે મોહબ્બત કરે છે. જયારે પ્રલય નો દીવસ આવશે ત્યારે અલ્લાહ બીજી રહમતો પૂરી કરશે. ( મુસ્લિમ : 2753)

 

અલ્લાહ ની રહમત ના થોડાક દાખલાઓ

અલ્લાહ ની બંદાઓ પર રહમત જ રહમત છે. તેને રસુલો ને મોકલ્યા,શરીઅત ઉતારી,કીતાબો અવતરીત કરી કેમ?એટલા માટે કે ઇન્સાન ની ઝીંદગી સુંદર બને તે ખોટા માર્ગો ને પરખે. તે ગુમરાહી ના રસ્તા પર થી હીદાયત ના રસ્તા તરફ આવી જાય. અલ્લાહ ફરમાવે છે કે અમે તમને દુનીયા વાળા માટે રહમત બનાવી ને મોકલ્યા છે.( અંબીયા: 107) બીજી જગ્યાએ ફરમાવ્યું કે “ અમે જે રસુલ મોકલીએ છે,એટલા માટે જ તો મોકલીએ છે કે તેઓ સદાચારી લોકો ને શુભ સમાચાર આપનારા અને દુરાચારીઓ ને ડરાવનારા  હોય પછી જે લોકો નબી ની વાત ને માની લે તે લોકો માટે કોઈ ભય  અને દૂ:ખ નો પ્રસગ નથી. ( અનઆમ: 48) આ અલ્લાહ ની રહમત ની એક ઝલક જ છે કે તે પોતાના બંદાઓ ની તોબા કબુલ કરી રહયો છે. અને રાત દીવસ તેમના ગુનાહો ને દર ગુઝર કરી રહ્યો છે. અલ્લાહ ફરમાવે છે કે “ ( હે પયગંબર ) કહી દો કે હે મારા બંદાઓ જેમને પોતાના ઉપર અતિરેક કર્યો છે અલ્લાહ ની કૃપા થી નીરાશ ન થઈ જાવો. નિક્ષ્ચિત પણે અલ્લાહ બધાજ ગુનાહ માફ કરી દે છે.( ઝૂમર : 53) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે કે તે જ તો છે જે બંદાઓ ની તોબા કબુલ કરે છે. અને ગુનાહો ને માફ કરે છે અને જે કઈ તમે લોકા કરો છો તેને તે સારી રીત ના જાણે છે . ( શૂરા : 25) અબુ મુસા અશઅરી રઝી. ફરમાવે છે કે અલ્લાહ ના રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું કે ની : શક અલ્લાહ ઇઝ્ઝ્ત વાળો અને બુઝુર્ગી વાળો પોતાનો હાથ ફેલાવે છે રાત્રે. જેથી કરીને દીવસ માં કરેલા ગુનાહ ની તોબા બંદો કરી શકે. અને અલ્લાહ દીવસે  હાથ ફેલાવે છે જેથી  રાત્રે કરેલા ગુનાહ ની તોબા બંદો કરી શકે. અને આ ત્યાં સુધી જ્યારે સુરજ પક્ષ્ચિમ માં થી ન નીકળે. (મુસ્લિમ : 2759 ) અબ્દુલ્લાહ બીન મસઉદ રઝી. એ બે હદીષો બયાન કરી એક અલ્લાહ ના રસુલ તરફ થી અને બીજી ખુદ પોતે. તેમણે કહ્યું કે મોમીન બંદાઓ પોતાના ગુનાહો ને એવી રીત ના મહસૂસ કરે છે જાણે કે તેઓ એક પહાડ ના નીચે બેઠા હોય. અને તેઓ ડરે છે કે આ પહાડ અમારી ઉપર પડી ન જાય અને ગુનહગાર બંદાઓ પોતાના ગુનાહો ને એક માખી જેવુ સમજે છે કે એક માખી તેના નાક તરફ આવી ને તેણે આમ ઈશારો કરીને માખી ને ઉડાવી દીધી અને પછી આ હદીષ બયાન કરી “ અલ્લાહ પોતાના બંદાઓ ની તોબા થી ઘણો જ ખુશ  થાય છે અને અલ્લાહ ના રસૂલે આ વાત ને સમજાવવા માટે એક મીષાલ આપી કે એક માણસ પોતાની સાથે સવારી લઈ સવારી પર ખાવા પીવા નો સામાન લઈ એક ખતરાવાળી જગ્યાએ પડાવ કરે છે થોડીક વાર તેની સવારી ને બાંધી તે  પોતે આરામ કરે છે. જ્યારે તેની આંખ ખૂલે છે તો તેની સવારી ગાયબ. તે ઘભરાઈ જાય છે. અને તેને ભૂખ અને પ્યાસ ઘણી લાગી હોય છે પણ તેની સવારી તો ગાયબ તે કંટાણીને ઘરે જવાનો વીચાર કરે છે. તે વાપસી માં ફરી આરામ કરે છે આરામ કરીને જોવે છે તો તેની સવારી ખાવા પીવાના સામાન સાથે તેની સામેજ હોય છે. તેને કેટલી ખુશી થશે॰અલ્લાહ પોતાના બંદાઓ ની તોબા થી આના કરતાં પણ વધુ ખુશ થાય છે. ( બુખારી : 6308 )

 

અને અલ્લાહ ની રહમત જ કીયામત ના દીવસે મોમીન બંદાઓ ને જન્નત માં દાખલો આપશે. કોઇ પણ પોતાના આમાલ ના બલ્બોતા પર જન્નત માં દાખીલ નહી થાય. જેવુ કે અલ્લાહ ના રસૂલે ફરમાવ્યું કે “ કોઈ ને પણ તેનો અમલ જન્નત માં દાખીલ નહી કરે. સહાબાએ પૂછ્યું કે શું તમને પણ નહી?આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે હું પણ નહી. હા પણ જો અલ્લાહ નો ફઝલ અને તેની રહમત મને ઢાંકી  દે. એટલા માટે જ દરમિયાની રસ્તો અપનાવો. ઇખિતેલાફ થી બચો. અને તમારા માથી  કોઈ પણ મોત ની આરઝું ન કરે કારણકે બની શકે છે જો તે નેકી કરવાવાળો હશે તો તે નેકી ના કામ વધારે કરશે અને જો તે ગુનાહ કરવાવવાળો હશે તો તે તોબા કરી શકે છે. ( બુખારી ;5349 – મુસ્લિમ : 7042 ) એક મોમીન બંદાએ અલ્લાહ ની ઝાત થી રહમત ની ઉમ્મીદ અને તેના અઝાબ થી ડરવું જોઈએ આ બંને ની વચ્ચે રહેવું  જોઈએ અલ્લાહ ફરમાવે છે કે “ મારા બંદાઓ ને ખબર આપી દો કે હું માફ કરવાવાળો અને રહમ કરવાવાળો છું અને સાથે સાથે મારો અઝાબ પર ખતરનાક છે. ( હીજર :49-50)

 

અલ્લાહ ની રહમત ના બે પ્રકાર

1) રહમત આમ્માહ  

 

2) રહમત ખાસ્સાહ

 

1)   રહમત આમ્માહ એ રહમત છે જે દરેકે દરેક મખ્લુક પર અલ્લાહ ની રહમત નાઝીલ થાય છે. અહી સુધી કે કાફીર અને મુશરીક પણ આ રહમત માં આવી જાય આ રહમત નું બીજું નામ દુન્યવી રહમત છે.અલ્લાહ કુરઆન માં ફરમાવે છે કે “ હે અમારા રબ ! તું પોતાની દયા અને પોતાના જ્ઞાન સાથે પ્રત્યેક વસ્તુ ઉપર છવાયેલો છે. ( ગાફીર :7)   

 

2)   રહમત ખાસ્સાહ : આ રહમત ને અલ્લાહે પોતાના મોમીન બંદાઓ માટે ખાસ કરેલી છે. આ રહમત દીની,દુન્યવી,અને આખેરત ની રહમત છે. જે ફરમાબદારી જન્નત ની તલબ,જહન્નમ નો ડર આ શકલ માં ઝાહીર થાય છે. અલ્લાહ ફરમાવે છે “ તે જ છે જે તમારા ઉપર દયાળુતા દર્શાવે છે. અને તેના ફરીશતાઓ તમારા માટે દયાળુતા ની પ્રાથના કરે છે.જેથી તે તમને અંધકારો માથી પ્રકાશ માં કાઢી લાવે. તે ઈમાન વાળા ઉપર ખૂબ મહેરબાન છે.( અહઝાબ : 43)

 

અર-રહમાન  અર-રહીમ આ બંને અલ્લાહ ના નામો માંથી છે. આ ગુણો અલ્લાહ ની રહમત પર દલાલત કરે છે. અર-રહમાન એટકે કે અલ્લાહ ની રહમત ની વુસઅત ( ચોડાઈ) અને અર-રહીમ તે રહમત ને મખ્લુક સુધી પહોચાડવા માટે દલાલત કરે છે. તો અર-રહમાન વુસઅતે રહમત વાળો અને અર-રહીમ એટ્લે કે પહોચાડવા વાળો.

 

શેખ ઉષ્યમીન નું કહેવું છે કે અર-રહમાન એટ્લે કે વુસઅતે રહમત વાળો. આ એટલા માટે કે અરબી ઝૂબાન માં આ શબ્દ નું વઝ્ન વુસઅત અને ઈમતેલાઅ ( ઘણું ) પર દલાલત કરે છે. ઉદાહરણ તરીકે એક ગુસ્સામાં ભરેલા માણસ ને અરબી માં “રજુલૂન ગઝ્બાનૂન” કહેવામા આવે છે. અર-રહીમ એવો શબ્દ છે જે કર્તા પર દલાલત કરે છે. તો અર-રહમાન વુસઅતે રહમત વાળો અને અર-રહીમ એટ્લે કે પહોચાડવા વાળો. થોડાક લોકો એ એવું કહ્યું કે અર-રહમાન એ રહમતે આમ્માહ માટે અને અર-રહીમ એ રહમતે ખાસ્સાહ માટે. પરંતુ ઉપર જે બયાન કરવામાં આવ્યું તે જ બહેતર છે.

 

વધારે જુઓ

અલ્લાહ ,રસુલુલ્લાહ ,રહમતુલ્લીઆલમીન,ઈમાન ,ઇસ્લામ,વગેરે.....   

1393 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ