અલ્લાહ ની કિતાબો પર ઈમાન


એક ઈન્સાને આ વાત પર ઈમાન રાખવું જ જોઈએ કે અલ્લાહ એ પોતાનો પૈગામ ઈન્સાનો સુધી પહોંચાડવા માટે તેના રસુલો પર કિતાબો અવતરીત કરી જે અલ્લાહની બંદગી તરફ દઅ‍વત આપે છે જે પૈદા કરનાર, પાલનહાર, મુદબ્બીર,છે.

 

અનુક્રમ્ણીકા

 

 કુઑન

અલ્લાહ ફરમાવે છે “ અમે પોતાના રસુલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શનો સાથે મોકલ્યા અને તેમના સાથે ગ્રંથ અને તુલા ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય અને લોખંડ ઉતાર્યું જેમા ઘણું બળ છે અને લોકો માટે ફાયદાઓ છે. આ એટલા માટે કરવામાં આવ્યું જેથી અલ્લાહ જણી લે કે કોણ તેને જોયા વિના તેના અને રસુલોની મદદ કરે છે. નિ˸શક અલ્લાહ ખુબ શક્તિશાળી અને પ્રભુત્વશાળી છે. (હદીદ ˸-૨૫)

 

એક બીજી જગ્યાએ ફરમાવ્યું

“મુસલમાનો કહે,અમે ઈમાન લાવ્યા અલ્લાહ ઉપર અને તે માર્ગદર્શન ઉપર જે અમારા તરફ અવતરિત થયું છે. અને જે ઈબ્રાહિમ,ઈસ્માઈલ,ઈસહાક,યાકુબ અને યાકુબની  સંતાન ઉપર અવતરિત થયું હતુ અને જે મૂસા અને ઈસા અને બીજા તમામ પયગંબરોને તેમના માલિક તરફથી આપવામાં આવ્યું હતું. અમે તેમના વચ્ચે કોઈ ભેદ નથી કરતા,અને અમે અલ્લાહના મુસ્લિમ (આજ્ઞાકિંત) છીએ” (બકરહ :- ૧૩૬) અને ફરમાવ્યું.” અને કહી દો અલ્લાહે જેટલા ગ્રંથો અવતરિત કર્યા છે. તેના પર મારુ ઈમાન છે. (શુરા ˸૧૫)

 

અવતરિત કરેલા ગ્રંથો

સુહુફ-એ-ઈબ્રાહીમ,તૌરેત, ઝબુર,ઈંજીલ,કુઑન

 

(૧)  સુહુફ-એ-ઈબ્રાહીમ:-

આ કિતાબ અલ્લાહે ઈબ્રાહિમ અ.સ. પર અવતરિત કરી અલ્લાહ ફરમાવે છે

                                      “ એટલે કે ઈબ્રાહિમ અને મુસાની પુસ્તિકાઓમા  (અલ્લા:૧૯)

 

(૨)  તૌરાત:- 

આ ગ્રંથ અલ્લાહે મુસા અ.સ. પર અવતરિતકર્યું.અલ્લાહ ફરમાવે છે “અને તૌરાત,અવતરિત કરી જેમાં માર્ગદર્શન અને પ્રકાશ હતા બધાજ પયગંબરો,જેઓ મુસ્લિમ હતા. તેના જ અનુસાર આ યહુદીઓના મામલાઓના ચુકાદા આપતા હતા અને આવી જ રીતે રબ્બાની અને અહબાર (ધાર્મિક વિધ્વાનો અને ધાર્મિક કાયદા શાસ્ત્રીઓ) પણ (આના જ ઉપર ન્યાયનો આધાર રાખતા હતા) કારણ કે તેમને અલ્લાહના ગ્રંથની રક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યાં હતા અને તેઓ તેના ઉપર સાક્સિ હતા. તો (હે-યહુદીઓ) તમે લોકોથી ન ડરો,બલ્કે મારાથી ડરો અને મારી આયતોને થોડી કિંમત લઈને વેચવાનું છોડી દો. જે લોકો અલ્લાહના અવતરિત કરેલા કાનુન મુજબ ન્યાય ન કરે તેઓ જ કાફિરો છે.    (માઈદહ ˸૪૪)

 

(૩)  ઝબુર:-

આ કિતાબ અલ્લાહે દાઉદ અ.સ. પર અવતરિત કરી. અલ્લાહ ફરમાવે છે. “અમે દાઉદ ને ઝબુર આપી. (નીસા ˸૧૬૩)

 

(૪)  ઈન્જીલ:-

આ કિતાબ અલ્લાહે ઈસા અ.સ.પર અવતરિત કરી અલ્લાહ ફરમાવે છે. ત્યાર બાદ અમે તે પયગંબરો પછી મરયમ ના પુત્ર ઇસાને મોક્લ્યો. તૌરાતમાંથી જે કંઈ તેના સામે મોજૂદ હતું. તે તેનું સમર્થન કરનારો હતો. અને અમે તેને ઈન્જીલ પ્રદાન કરી જેમા માર્ગદર્શન અને પ્રકાશ હતા. અને તે પણ,જે કંઈ તૌરાત માં તે વખતે મોજૂદ હતું,તેનું સમર્થન કરવાવાળો હતો. અને અલ્લાહ થી ડરનારા લોકો માટે સંપૂર્ણ પણે માર્ગદર્શન અને શિખામણ હતી (માઈદહ ˸૪૬)

 

(૫)   કુઑન:-

કુઑન ની બાબતે નીચે આપેલ વાતો પર ઈમાન લાવવું જરૂરી છે.

(૧) આ વાત પર ઈમાન રાખવુ કે કુઑને મજીદ અલ્લાહ ની વાણી છે. અલ્લાહ એ જીબ્રાઈલ અ.સ. ના ઝરીએ મોહંમ્મદ્પયગંબર  સ.અ.વ.પર અરબી ઝુબાન માં અવતરિત  કર્યુ. અલ્લાહ ફરમાવે છે. આને લઈને તારા હૃદયપર વિસ્વસનીય રૂહ અર્થાત  (હજરત જિબ્રઈલ અ.લ.) ઉતરી છે. જેથીતુ તે લોકોમાં સામેલ થઈ જાઈ જેઓ (અલ્લાહ તરફથી જગત નિવાસીઓને) ચેતવનારા છે. (શુઅરાઅ ˸૧૯૩,૧૯૪)

 

(૨) કુઑને મજીદ એ અલ્લાહ ની છેલ્લી પુસ્તીકા છે. જે પાછલી દરેક પુસ્તિકાઓની તસ્દીક કરે છે. અલ્લાહ ફરમાવે છે,હે નબી !તેણે તમારા ઉપર આ ગ્રંથ અવતરિત કર્યો જે સત્ય લઈને આવ્યો છે અને તે ગ્રંથો નુ સમર્થન કરી રહ્યો છે. જે પેહલાથી ઉતરેલા હતા. આના પહેલા તે માનવ-જાતના માર્ગદર્શન માટે તૌરાત અને ઈન્જીલ અવતરિત કરી ચુક્યો છે. અને તેણે તે કસોટી ઉતારી છે. (જે સત્ય અસત્યનો ભેદ દર્શાવનારી છે.) હવે જે લોકો અલ્લાહ ના આદેશોને માનવાના ઈન્કાર કરે. તેમને ચોક્કસ પણે કઠોર સજા મળશે. અલ્લાહ અસીમ શક્તિ નો માલિક બુરાઈ નો બદલો આપનાર છે. (આલે ઈમરાન ૩-૪)

 

(૩) કુઑને મજીદ માં દરેક આકાશી કાનુન દર્શાવવામાં આવયા છે. અલ્લાહ ફરમાવે છે. આજે મે તમારા દીન (જીવન – વ્યવસ્થા) ને તમારા માટે સંપૂર્ણ કરી દીધો છે. અને પોતાની ક્રુપા તમારા ઉપર પરિપૂર્ણ કરી દીધી છે. અને તમારા માટે ઈસ્લામ ને તમારા દિન –(ધર્મ) તરીકે પસંદ કરી લીધો છે. (એટલા માટે હરામ-અવૈધ્ય અને હલાલ-વૈધના જે પ્રતિબંધો તમારા ઉપર મૂકવામાં આવ્યા છે. તેનુ પાલન કરો) હા જે વ્યક્તિ ભુખથી વિવશ થઈને આ પૈકી કોઈ વસ્તુ ખાઈ લે સિવાય એ કે તે ગુનો કરવા તરફ તેની અભિરૂચી હોય,તો નિ:શક અલ્લાહ માફ કરવાવાળો અને દયાળુ છે.

 

(૪) કુઑને મજીદ દુનિયાના દરેકે એ દરેક લોકો માટે છે. કોઈ ખાસ સમુદાય,કોઈ ખાસ રંગત કે નસ્લ ધરાવનાર માટે નથી.અલ્લાહ કુઑન માં ફરમાવે છે. રમઝ।ન એ મહિનો છે. જેમાં કુઑન અવતરિત કરવામાં આવ્યું જે માનવ – જાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્સણ ધરાવે છે. જે સીધો માર્ગ દેખાડ્નારું અને સત્ય અને અસત્ય નો ભેદ સ્પષ્ટ કરી દેનારું છે. (બકરહ ˸̶૧૮૫)   

 

(૫) કુઑને મજીદ ની દેખરેખ ની ઝીમ્મેદારી ખુદ અલ્લાહ ના હાથમાં છે.અલ્લાહ કુઑનમાં ફરમાવે છે. રહ્યું આ ઝીક,તો આને અમે ઉતાર્યુ છે. અને અમે પોતે જ રક્ષક છીએ (સૂરે હિજ્ર્ર્ર્ર્ર ˸૯)

 

અલ્લાહ ની કિતાબો પર ઈમાન લાવવાનો ફાયદો

(૧)  અલ્લાહ એ કિતાબો અવતરિત કરીને એ સાબિત કરી દિધુ,કે તે ઘણો જ દયાળું છે. અલ્લાહ એ ઈન્સાનો ની હિદાયત માટે કિતાબો અવતરિત કરી છે. અને શૈતાના ના બેહકાવા થી બચાવી લિધા

 

(૨) આમા અલ્લાહ ની હિકમત છુપાયેલી છે. તે તેણે દરેક ઝમાના માં ઝબરદસ્ત કાયદાઓ ઉતાર્યા.

 

(૩) આ નો એક ફાયદો એ છે કે ઈમાન અને કાફિર વચ્ચે ફર્ક બતાવે છે કે. કોણ અલ્લાહ ની કિતાબ પર ઈમાન લાવે છે. અને કોણ તેને ઝુટલાવે છે.

 

(૪) કુઑન મજીદ પર ઈમાન લાવવાથી ઈમાનમાં વધારો અને ષવાબ માં પણ વધારો થાય છે. અલ્લાહ ફરમાવે છે જે લોકો ને આ પહેલા અમે ગ્રંથ આપ્યો હતો,તેઓ આ (કુઑન) ઉપર      ઈમાન લાવે છે (કસસ ˸૯)

 

વધારે જુઓ

અલ્લાહ પર ઈમાન ,કૂર આન,ઈમાન ,તોરાત ,ઇંજીલ,વહી  વગેરે......

 

હવાલા

શરહે- ઉસૂલું-ઈમાન મોહમ્મદ બીન  સાલેહ ઉષ્યમીન

1101 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ