અલ્લાહ કોણ છે?


આપણે અલગ અલગલોકો થી સાંભળીએ છે જે લોકા અલ્લાહ ની ઓળખ પોતાની અકલ અને સમઝ ના આધારે કરે છે. અને કમઝોર ઈમાન મુસલમાન એમના નઝરીયા થી અસર પકડે છે. અલ્લાહ કોણ છે તે સમજવા માટે સોથી સારા માં સારો રસ્તો કુરઆન શરીફ અને રસુલ સ.અ.વ. એ પોતે જે ઓળખ કરાવી હોય તેને એ રીતે સમજવું જે રીતના આપ સ.અ.વ. સાથે રહનારા આપ ના સહાબીયો એ સમજયું.

 

અલ્લાહ  જે આ સુષ્ટી નો સર્જન હાર ,માલીક,રદ્દો વ બદલ કરવાવાળો,છે. તેણે  કુર આન ઉતાર્યું જેથી આપણે આ મહત્વ ઝીંદગી ને મકસદ વાળી બનાવીએ.અને આખીરત માં કામયાબી આપણ ને મળે. અગર આપણે કુર આન મ્જીદ નો ખુલા દીલ અને દીમાગ થી વાંચન કરીશું તો ખરેખર અલ્લાહ ની હકીકી પહચાન આપણ ને મળશે. જેનાથી આપણ ને અલ્લાહ ના હકો જાણવા મળશે અને તેની બંદગી કરવા માં નીખાલસતા આવશે. 

 

અનુક્રમ્ણીકા

 

જલાલા નામ “અલ્લાહ” ના શબ્દ ની તહકીક

આ નામ અલ્લાહ નું મૂળ નામ છે. જે ફક્ત અલ્લાહ માટે જ ખાસ છે. કોઈ પણ બીજો આ નામ રાખી શકતો નથી. આ નામ “ ઇલાહ” થી જોડાયલૂ છે જેનો અર્થ મઅબુદ ( પૂજ્ય ને લાયક ). અબ્દુલ્લાહ બીન અબ્બાસ ર.ઝી. ફરમાવે છે. અલ્લાહ નો અર્થ એ થાય છે “ એવા ગુણો નો માલીક જે આ સુષ્ટી ની ઈબાદત નો હકીકી હકદાર. અલ્લાહ નું આ નામ કુર આન માં સોથી વધારે આવ્યું છે. અંદાઝીત 2200 વાર. અલ્લાહ નામ જેવુ બીજું નામ કોઈ  પણ ઝૂબાન માં મળતુ જ નથી. અને ન તો  આ શબ્દ નો અર્થ બીજી ભાષા માં મુમકીન છે.

 

અલ્લાહ ફરમાવે છે.

“ અલ્લાહ સીવાય કોઈ પૂજ્ય ને લાયક નથી તે ન તો સુવે છે અને ન તો તેને ઝોકું પણ આવે છે. ધરતી અને આકાશો માં જે કઈ છે.તેનું જ છે. કોણ છે જે તેના હજુર માં તેની પરવાનગી વગર ભલામણ કરી શકે.?જે કઈ બંદાઓ ની સામે છે. તેને પણ જાણે છે અને તેના થી અર્દ્શય છે તેને પણ તે જાણે છે. અને તેના જ્ઞાન માથી કોઈ પણ વસ્તુ તેઓ જાણી શકતા નથી.સીવાય કે તે પોતે જ કોઈ વસતું નું જ્ઞાન તેમને આપવામાં ચાહે.તેની કુરસી આકાશો અને ધરતી ઉપર વ્યાપત છે.અને તેની દેખભાળ તેના માટે કોઈ થ્ક્વી નાખનારૂ કાર્ય નથી. બસ ! તે જ એક મહાન અને ઉચ્ચ હસ્તી છે. ( બકરહ : 255) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. “ કે તમારો ખુદા એક જ છે. તે રહમાન ( અતયંત કૃપાળુ ) અને રહીમ ( અતયંત દયાળુ ) છે. તેના સીવાય બીજો કોઈ ખુદા નથી. (બકરાહ : 163) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. કે “ હું જ અલ્લાહ  છું. મારા સીવાય કોઈ ઉપાસ્ય નથી. તો તું મારી  જ બંદગી કર અને મારા સ્મરણ માટે નમાઝ કાયમ કર.  ( તાહા : 14) બીજી જગ્યાએ આલ્લાહ ફરમાવે છે. કે “  કહો અલ્લાહ એકજ છે. ( ઇખ્લાસ: 1)

 

અલ્લાહ તઆલા જ રબ છે.

રબ શબ્દ ડીશનરી માં માલીક,રદ્દો વ બદલ કરવાવાળો ,તરબીયત કરવાવાળો. હીફાઝ્ત કરવાવાળો થાય  છે. આ શબ્દ ઇઝાફત વગર ફક્ત અલ્લાહ માટે જ ઇસ્તેમાલ થાય છે. જ્યારે એને બીજા જોડે ઇસ્તેમાલ કરવું હોય તો ઇઝાફત ઝરૂરી છે. જેવી રીત ના કે ઘર નો માલીક.... અલ્લાહ રૂબુવ્વીયત માં એકલોજ છે. તેની સાથે બીજો કોઈ પણ શરીક નથી.

 

તોહીદે રૂબુવ્વીયત

અલ્લાહ પોતાના દરેક કામ માં એકલોજ છે. એટ્લે કે અલ્લાહ પેદા કરવામાં,મીલકીયત માં,તદબીર માં,એકલોજ છે. અલ્લાહ જ દરેક વસ્તુ નો માલીક,ખાલીક ,અને મુદબ્બીર પણ છે.સુર્ષ્ટી નું કામકાજ તેજ ચલાવે છે. અલ્લાહ ફરમાવે છે. પ્રશસા અલ્લાહ માટે જ છે. જે સમગ્ર સુર્ષ્ટી નો રબ છે. ( ફાતેહા: 1) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. “ હકીકત માં તમારો રબ અલ્લાહ જછે. જેણે આકાશો અને ધરતી ને ફકત 6 દીવસ માં પેદા કર્યા .પછી પોતાના રાજ સીહાસન ઉપર બિરાજમાન થયો જે રાત ને દીવસ ઉપર ઢાકી દે છે.અને પછી દીવસ રાત ની પાછળ દોડ્તો આવે છે. જેણે સૂર્ય,તારા,અને ચંદ્ર પેદા કર્યા. બધાજ તેના આદેશ ને આધીન છે. સાવધાન રહો ! તેની જ સુષટી છે.અને તેની જ આજ્ઞા છે. અત્યત બરકત વાળો છે. અલ્લાહ ! સમસ્ત સુષ્ટી નો માલીક અને પાલનહાર .( આ રાફ :54) ફરમાવ્યું કે ‘ધરતી અને આકાશો નો માલીક અલ્લાહ જ છે. અને દરેક ઉપર તેને વર્ચસ્વ પ્રાપ્ત છે. ( આલે ઈમરાન ;189) ફરમાવ્યું કે “ લોકો અલ્લાહે તમારા ઉપર જે ઇનામો કર્યા છે. તેને યાદ કરો .શું અલ્લાહ સેવાય બીજો કોઈ પેદા  કરવાવાળો હોય શકે છે. જે તમાને આસમાંનો માથી  રોઝી આપે?તેના સીવાય કોઈ પૂજ્ય ને લાયક નથી તમે ક્યાં ઉલ્ટે જઇ રહ્યા છો.( ફાતીર : 3) અલ્લાહ ફરમાવે છે. “ આ લોકો ને પૂછો “ બતાવો જો તમે જાણતા હોય કે દરેક વસ્તુઓ પર કોની સત્તા છે?અને કોણ છે. તે જે શરણ આપે છે. અને તેના વિરૂદ્ધ કોઈ શરણ આપી સક્તુ નથી” ( મુમિનૂન: 88)

 

અલ્લાહ જ પૂજ્ય ને લાયક છે.

અલ્લાહ જ સાચ્ચો પૂજ્ય ને લાયક છે. તેના સીવાય બધાજ પોતાની જાતને પૂજ્ય ને લાયક સમઝનારા બાતીલ છે. અને દરેક પ્રકાર ની ઈબાદત એ અલ્લાહ માટે જ ખાસ છે. કોઈ પણ ઈબાદત માં તેનો કોઈ શરીક નથી.

 

તોહીદે ઉલૂહ્હીયત

અલ્લાહ જ આ સુષ્ટી નો સર્જનહાર,માલીક,રદ્દ વ બદલ કરવાવાળો તેજ છે. તો પછી ઈબાદત ની હકદાર તેની જ ઝાત છે. અલ્લાહ ફરમાવે છે. “ આ બધુ એટલા માટે છે કે અલ્લાહ જ સત્ય છે.અને તેને છોડી ને જે આ લોકો બીજી વસ્તુ ઑ ને પોકારે છે. તે અસત્ય છે. અને અલ્લાહ જ ઉચ્ચ અને મહાન છે. ( લૂકમાન : 30) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. કે લોકો બંદગી કરો પોતાના તે રબ ની જે તમારો અને તમારા પહેલા જે લોકો થઈ ગયા છે. તે બધાજ નો સર્જન હાર છે. તમારા બચાવની આશા આ જ રીતે થઈ શકે છે. એ જ તો છે જેણે તમારા માટે ઝ્મીન ને  પાથરણું બનાવ્યું આકાશ ને  છત બનાવી.ઉપર થી પાણી વર્સાવ્યું અને  તેના ધ્વારા દરેક ખાધ પદાર્થો ઉત્પન્ન કરી તમારા માટે જીવીકા પૂરી પાડી. પછી જ્યારે તમે  આ જાણો છો તો બીજા ને  અલ્લાહ ના સમકક્ષ ન ઠેરવો.( બકરહ : 21,22)  ફરમાવ્યું કે અલ્લાહ ની બંદગી કરો અને તેની સાથે બીજાને શરીક ન કરો . ( નીસા : 36) અને ફરમાવ્યું “ કહો મારી નમાઝ મારી બંદગી ની તમામ વિધિઓ મારૂ જીવવું અને મરવું આ બધુ જ અલ્લાહ માટે જ છે. જેનો કોઈ ભાગી દાર નથી તેનો જ મને આદેશ આપ્વામાં આવ્યો છે. અને સોં પ્રથમ આજ્ઞા પાલન માં માથું જુકાવનાર હું છું.( અન આમ : 162,163)

 

અલ્લાહ નો હક બંદાઓ પર

અલ્લાહ ફરમાવે છે. કે “  જીન્નાત અને ઈન્સાનો ને મે  એટલા માટે પેદા કર્યા કે તેઓ ફક્ત મારીજ બંદગી કરે. ( ઝારીયાત : 56) મઆઝ ર.ઝી. ફરમાવે છે. કે આપ સ.અ.વ. જે સવારી પર સવાર હતા તે ની પાછળ હું બેઠો હતો તે સવારી નું નામ અફીર હતું આપ સ.અ.વ. ફરમાવ્યું “ એ મઆઝ શું તને ખબર છે કે અલ્લાહ નો હક પોતાના બંદાઓ ઉપર શું છે?અને બંદાઓ નો હક અલ્લાહ પર શું છે?મઆઝે કહ્યું કે અલ્લાહ અને તેના રસુલ વધારે જાણે છે. આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે અલ્લાહ નો હક બંદાઓ ઉપર આ છે. કે બંદાઓ તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને શરીક ન ઠેરાવે. અને બંદાઓ નો હક અલ્લાહ પર એ છે કે જો બંદો ઈબાદત માં અલ્લાહ ની સાથે કોઈ ને શરીક ન ઠેરાવે તો અલ્લાહ તેને અઝાબ ના આપે. ( બુખારી :2856)    

 

ઈબાદત કોને કહેવાય

ઈબાદત નો અર્થ થાય છે આઝીઝી,ઇનકેસારી,ઈબાદત એ અબ્દ થી છે. જેનો અર્થ થાય છે. અલ્લાહ ને રાઝી કરવા માટે અલ્લાહે આપેલા ઝાહીરી અને બાતીની અઅમાલ જેવી રીત ના કે નમાઝ ,રોઝા,ઝ્કાત,હજ્જ,સાચ્ચું બોલવું,અમાનત નો  પાસ વ લેહાઝ ,માં-બાપ સાથે સર્દવર્તન,સગા સંબધી સાથે સર્દવર્તન,ભલાઈ નો હુકમ અને બુરાઈ થી બચવું ,દુઆ ,અલ્લાહ ની યાદ ,કુર આન પઢવું ,વગેરે,. અલ્લાહ ફરમાવે છે . કે  કહો મારી નમાઝ મારી બંદગી ની તમામ વિધિઓ મારૂ જીવવું અને મરવું આ બધુ જ અલ્લાહ માટે જ છે. જેનો કોઈ ભાગી દાર નથી તેનો જ મને આદેશ આપ્વામાં આવ્યો છે. અને સોં પ્રથમ આજ્ઞા પાલન માં માથું જુકાવનાર હું છું.( અન આમ : 162,163)   

 

અલ્લાહ પોતાના નામ અને ગુણો માં પણ એકલો જ છે.

એટ્લે કે અલ્લાહ ના સારા સારા નામ છે. ગુણો છે. એમાં પણ તે એકલોજ છે. તેનોમ કોઈ ભાગીદાર નથી.

 

તોહીદે અસ્મા વ સીફાત

અલ્લાહ પોતાના નામ અને ગુણો માં એકલો જ છે. તેનો કોઈ ભાગીદાર નથી અલ્લાહ ફરમાવે છે. કે “ અલ્લાહ ઉત્તમ નામો નો  અધીકારી છે.તેને ઉત્તમ નામો થી જ પોકારો અને તે લોકો ને છોડી દો જેઓ તેના નામ રાખવામા સીધા માર્ગ થી હટી જાય છે. અલ્લાહ તેમનો બદલો આપી ને જ રહેશે.( આરાફ: 180 ) અને ફરમાવ્યું કે અલ્લાહ માટે તો ક્ષેષ્ઠ ગુણો છે તે જ તો બધાજ પર પ્રભુત્વશાળી અને તત્વદર્શીતામાં પરિપૂર્ણ છે. ( નહલ : 60) અને ફરમાવ્યું કે સુષ્ટી ની કોઈ વસતું  તેના સમાન નથી. તે બધુજ સાંભળનાર અને જોનાર છે. ( શૂરા : 11) અને ફરમાવ્યું કે “ તે અલ્લાહ જ છે. જેના સીવાય કોઈ ઉપાસ્ય નથી અર્દશય અને ર્દશય દરેક વસ્તુ ને જાણવા વાળો તેજ અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તે અલ્લાહ જ છે જેના સીવાય કોઈ ઉપાસ્ય નથી તે સમ્રાટ છે.તદ્દન પવિત્ર,સર્વથા સલામતી ,શાંતી પ્રદાન કરનાર,સરક્ષક ,બધાજ પર પ્રભુત્વ ધરાવનાર ,પોતાના આદેશો બળપૂર્વક લાગુ કરનાર અને વાસ્તવ માં મોટાઈ વાળો છે. પવિત્ર છે,અલ્લાહ તેથી જે આ  લોકો શિર્ક કરી રહ્યા છે.તે અલ્લાહ જ છે. જે સુષ્ટી ની યોજના ઘડનાર અને તેને ક્રીયાનિવત કરનાર અને તે અનુસાર રૂપ બનાવનારો છે. તેના માટે  સર્વક્ષેષ્ઠ નામો છે દરેક વસ્તુ જે આકાશો અને ધરતી માં છે. તેની તસબીહ કરી છે.અને તે પ્રભુત્વ્સાળી અને તત્વદર્શી છે. ( હશર : 22-24) અબુ હુરેરાહ : ર.ઝી. ફરમાવે છે કે અલ્લાહ ના રસુલ સ.અ.વ. એ ફરમાવ્યુંકે અલ્લાહ ના નવ્વાણુ નામો છે. જેને તેને યાદ કર્યા તે જન્નત માં જશે.( બુખારી 2736)

 

અલ્લાહ ક્યાં છે?

અલ્લાહ ની કીતાબ કુરઆન અને રસુલ સ.અ.વ. એ આપેલા વચનો થી અને તે પછી નેક લોકો થી આ વાત ષાબીત છે. કે અલ્લાહ આસમાનો ના ઉપર પોતાના અર્શ પર છે. અને તે બુલંદ અને ઘણો તાકતવર છે. તેના ઉપર કોઈ વસ્તુ નથી. અલ્લાહ ફરમાવે છે,“ તે અલ્લાહ જ છે. જેને આકાશો  અને ધરતી ને અને તેની વચ્ચે દરેક વસ્તુઓને 6 દીવસ માં પેદા કરી અને તે પછી સીહાસન  ઉપર બિરાજમાન થયો. તેના સીવાય ન તમારો કોઈ સમર્થક અને સહાયક છે. ન તેના સામે કોઈ ભલામણ કરનાર પછી શું તમે ભાન માં નહી આવો.( સજ્દહ : 4) ફરમાવે છે. કે હકીકત માં તમારો રબ અલ્લાહ જ છે. જેને આકાશો અને ધરતી ને 6 દીવસ માં પેદા કર્યા.પછી રાજ સીહાસન ઉપર બીરાજમાંન  થઈને સુષ્ટી નું તંત્ર ચલાવી રહ્યો છે.(યુનુસ : 3) ફરમાવ્યું કે દરેક શબ્દો અલ્લાહ તરફ્ જ  ચઢે છે.અને નેક કાર્યો ને બુલંદ કરે છે. ( ફાતીર 10) અલ્લાહે ફરમાવ્યું કે “ તેજ પ્રથમ પણ છે. અને અંતીમ પણ અને દરષ્ય પણ અને અ દ્ર્ષ્ય પણ અને તે દરેક વસ્તુ નું જ્ઞાન ધરાવે છે. ( હદીદ: 3) આપ સ.અ.વ. એ ફરમાવ્યું અને ઝાહીર છે. અલ્લાહ ના ઉપર કોઈજ વસ્તુ નથી. ( તીરમીઝી : 3481) આ વાત ને સમજવા માટે અલ્લાહ ની આયાત અને તેની હદીષો છે. એ પછી પણ  અલ્લાહે એવું કહ્યું કે હું મારા બંદાઓ ની સાથેજ છું. અલ્લાહ ફરમાવે છે. “ શું તમને ખબર નથી કે આસમાન અને ધરતી ની પ્રત્યેક વસ્તુનું અલ્લાહ ને જ્ઞાન છે. ક્યારેય એવું થતું નથી કે ત્રણ વ્યકિતઓ વચ્ચે કોઈ ગુસપુસ થાય અને તેમના વચ્ચે ચોથો અલ્લાહ ન હોય અથવા પાંચ વ્યકિતઓ વચ્ચે ગુસપુસ થતી હોય અને છઠો અલ્લાહ ન હોય ગુપ્ત વાત કરનારા ચાહે આના થી ઓછા હોય કે વધારે જ્યાં પર તેઓ હોય અલ્લાહ તેમની સાથે હોય છે.( મુજાદલહ :7) પરતું અલ્લાહે પોતાના અર્શ પર ,અને એક સાથે જ પોતાના બંદાઓ પાસે હોવાનું એક જ આયત માં દર્શાવી દીધું છે. અલ્લાહ ફરમાવે છે. “ તે જ છે. જેણે આસ્માન અને  ઝ્મીન છ દીવસ માં પેદા કર્યા.પછી અર્શ પર બીરાજમાન થયો. તેના જ્ઞાન માં છે જે કઈ ધરતી માં જાય છે અને જે કઈ તેમાથી નીકળે છે.અને જે કઈ આકાશ માં થી ઉતરે છે.અને જે કઈ તેમાં ચઢે છે.તે તમારા સાથે જ છે જ્યાં પણ તમે છો જે કામ પણ તમે કરો  છો તેને જોઈ રહ્યો છે.(હદીદ : 4) આનો એવો મતલબ તો બીલ્કુલ એવો નથી કે તે મખલૂક જોડે ખલતમલત છે. પરંતુ તે પોતાના જ્ઞાન પ્રમાણે  પોતાના બંદાઓ પાસે છે. અને તેના અર્શ પર હોવા છતાય બંદાઓ ના આમાલ થી વંચીત નથી. અલ્લાહ ફરમાવે છે કે અમે બંદાની ગળાની  ધોરી નસ કરતાં પણ વધુ તેનાથી નઝદીક છીએ. ( કૉફ : 16)

 

વધારે પડતાં મુફસ્સીરીન આ આયત નો મતલબ પણ એ જ બયાન કરે છે કે અલ્લાહ ની આ નઝ્દીકી  એ ફરીશતાઓ માટે જેમને બંદાઓ ના આ માલ ની હીફઝ્ત કરવાની ઝીમ્મેદારી સોપવામાં આવી છે.અને જે લોકોએ આ આયત ની તફસીર અલાહ ની નઝ્દીકી બયાન કરી છે. તો તેઓ કહે છે અલ્લાહ પોતાના જ્ઞાન ના આધારે કરીબ છે. અહલે સુન્નત વ અલ જમાઅત  ની રાય આ પ્રમાણે છે અલ્લાહ ની બુલંદી મખલૂક પર,અને તેની માઈય્યત ને  ષાબીત કરે છે . અને મ્ખલૂક માં હુલુલ થી   અલ્લાહ ને પાક માને છે.

 

શું અલ્લાહ મુસલમાનોનો જ મઅબુદ છે?

અલ્લાહ તે જ  મઅબુદ હક છે. જેને યહૂદ અને નસારા પોતાના ગ્રંથો માં એક એકલા મઅબુદ માટે ઇસ્તેમાલ કરતા હતા અરબી બાઇબલ ની શરૂઆત book of  genesis માં અલ્લાહ ના શબ્દ ને ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે ખાલીક ( દરેક ને પેદા ક્ર્વાવાળો અને પાલ્વા વાળો પણ. ) આ અર્થ માં. બાઇબલ નું જૂનું એડી શન chaper of genesis પાઠ 1 તેજ નંબર 1 . અરબી ઝૂબાન માં અલ્લાહ શબ્દ એ 17 વાર આવ્યો છે.

 

વધારે જુઓ

અરકાને ઇસ્લામ ,અરકાને ઈમાન ,ઇબાદાત,અસમા હૂસના ,તોહીદે બારી તાઆલા ,શીર્ક વગેરે....

     

1685 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ