દુરુસ્ત (સહીહ) અકીદહ અને તેનું મહત્વ


અકીદહ એવી બુનયાદ છે જેના પર ઉમ્મતો ની ઇમારત ઊભી રહી છે. દરેક ઉમ્મત ની ખાસીયત તેના અકીદહ ની સલામતી મુજબ ચકાસવામાં આવે છે. એટલા માટે જ તો દરેક પયગંબરે ,રસૂલે તેમની દઅવતની શરૂઆત સહીહ અકીદહ થી કરી. અલ્લાહ ફરમાવે છે કે “ અલ્લાહ ની ઈબાદત કરો તેના સીવાય બીજો કોઈ તમારો મઅબુદ નથી. ( અઅરાફ: 59) બીજી જગ્યાએ ફરમાવ્યું “ કે અમે દરેક સમુદાય માં એક પયગંબર મોકલ્યા (આ હુકમ આપી ને ) કે અલ્લાહ ની જ બંદગી કરો અને તાગુત થી  બચો.( નહલ: 36) આ એટલા માટે કે અલ્લાહે મખ્લુક ને પોતાની બંદગી માટે પેદા કરી છે. અલ્લાહ ફરમાવે છે કે “ મે ઇન્સાન અને જિનનાત ને મારી બંદગી માટે જ પેદા કર્યા છે.(ઝારીયાત : 56) અલ્લાહ ની ખાલીસ બંદગી કરવી એ અલ્લાહ નો હક બંદાઓ પર છે. મઆઝ રઝી. બયાન કરે છે. કે આપ સ.અ.વ. જે સવારી પર સવાર હતા તેજ સવારી પર હું પણ પાછળ બેઠો હતો. એ ગધેડા નું નામ અફીર હતું. આપ સ..અ.વ. એ ફરમાવ્યું શું મઆઝ તું જાણે છે કે અલ્લાહ નો હક બંદાઓ પર શું છે?અને બંદાઓ નો હક અલ્લાહ પર શું છે?મઆઝ રઝી. એ ફરમાવ્યું કે અલ્લાહ અને તેના રસુલ વધારે જાણે છે. આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે અલ્લાહ નો હક બંદાઓ પર એ છે કે બંદાઓ અલ્લાહ ની જ ઈબાદત કરે તેની જોડે કોઈ ને પણ શરીક ન કરે. અને બંદાઓ નો હક અલ્લાહ પર એ છે કે જો  બંદો અલ્લાહ ની સાથે કોઈ ને શરીક ન કરતોહોય તો અલ્લાહ તેને અઝાબ ન આપે. ( બુખારી : 2856)  આ હક અલ્લાહ ના દરેક હક્ક થી અફઝલ છે.અને દીન ના દરેક અહકામ ની જડ અને બુનીયાદ છે. એટલા માટેજ તો આપ સ.અ.વ. 13 વર્ષ મક્કા માં આ જ હક્ક તરફ લોકો ને બોલાવતા રહ્યા અને અલ્લાહ સાથે શરીક કરવા થી લોકો ને ડરાવતા રહ્યા. 

 

અનુક્રમ્ણીકા

 

અકીદહ નો અર્થ

આ શબ્દ “અક્દ” થી છે. જેનો મૂળ અર્થ થાય છે. મઝબૂતાઈ.  અલ્લાહે કુરઆન માં ફરમાવે છે કે તમે લોકો જે નિરર્થક સોંગદો ખાઈ લો છો તેના માટે અલ્લાહ પકડતો નથી પરંતુ જે સોંગદો તમે ઈરાદા પૂર્વક ખાઓ છો તેના માટે તે તમારી ઝરૂર પકડ કરશે. (માઈદહ : 89) અને કસમ ની મઝબૂતાઈ દીલ થી હોય છે. કહેવામા આવે છે. કે “ અક્દ-લ- હબલ” એટ્લે કે તેણે દોયડા ને ગાંઠ બાંધી. અને અલ-એતેકાદ જેનો અર્થ થાય છે. બાંધવું અને મઝબૂત કરવું કહેવામા આવે છે કે “ એઅતક્દ કઝા” એનો અર્થ થાય છે કે કોઈ કામ નો પુખતો ઇરાદો મે કર્યો.

 

શરઇ ઝૂબાન માં અકીદહ નો અર્થ

શરઇ ઝૂબાન માં અકીદહ નો અર્થ આ થાય છે કે એવી માન્યતાઓ જેના પર એક મુસલ્માન ને શક કર્યા વગર મઝબૂત ઈમાન રાખવું જરૂરી છે. કારણકે એ માન્યતાઓ ને અલ્લાહે વહી ના ઝરીએ અથવા તો આપ સ.અ.વ. તરફ વહી કરીને ફરમાવ્યું છે. જેવી રીતના કે અલ્લાહ ના અસ્તિત્વ પર ઈમાન,અલ્લાહ જ પૂજ્ય ને લાયક છે,તેના પર ઈમાન ,રસુલો ની પયગંબરી ને માનવું,આખીરત ના દીવસ ને માનવું,વગેરે.... આના પર થોડોક પણ શક હશે તો પછી આને મુકમ્મલ ઈમાન નહી કહેવાય.

 

અકીદહ ના ઉસૂલ

અલ્લાહ ફરમાવે છે કે “રસુલ તે માર્ગદર્શન ઉપર ઈમાન લાવ્યો છે. જે તણા રબ તરફ થી તેના પર અવતરિત થયું છે અને જે લોકો આ રસુલ ને માનવાવાળા છે,તેમણે પર આ માર્ગદર્શન હદ્દયપૂર્વક સ્વીકારી લીધું છે. આ સૌ  અલ્લાહ ને તેના ફરીશ્તાને અને તેના ગ્રંથો અને તેના રસુલો ને માને છે.અને તેઓ એમ કહે છે કે “  અમે અલ્લાહ ના રસુલો ને એક બીજા થી અલગ કરતાં નથી. અમે આદેશ સાંભળ્યો અને આજ્ઞાપાલન કર્યું.માલીક અમે તારા પાસે ગુનાહો ની ક્ષમા-યાચના કરીએ છીએ અને અમારે તારા તરફ જ પાછા ફરવાનું છે. ( બકરહ : 285) અને અલ્લાહ ના રસુલ સ.અ.વ. એ આ વાત ને મશહૂર હદીષ હદીષે જીબ્રઈલ માં ફરમાવ્યું કે ઈમાન તો આ છે. કે તમે અલ્લાહ,તેના ફરીશ્તાઓ,તેની કીતાબો ,આખેરત પર,રસુલો પર,બીજી વખત ઉઠવા પર ઈમાન લાવો.( બુખારી: 50- મુસ્લિમ;9)

 

ઇસ્લામમાં અકીદહ

અલ્લાહ ના રબ હોવા પર,તેના ઇલાહ હોવા પર ,અને તેના નામો અને ગુણો પર મુકમ્મલ ઈમાન હોવું ઝરૂરી છે. અને એવી જ રીતે તેના ફરીશ્તાઓ પર,તેણે અવતરિત કરેલી કીતાબો પર,તેના રસુલો પર,કીયામત ના દીવસ પર ,સારી અને ખરાબ તકદીર પર,અને એવા અદેખાઈ માઅમલાઓ જેના પર આલીમો નો ઇત્તેફાક છે.એવી જ રીતે અલ્લાહ ની મુકમ્મલ ફરમાબદારી અને તેના રસુલ ની પણ. અને પેરવી કરવી,આનો પણ ઇસ્લામી અકીદહ માં શુમાર છે. તો ઇસ્લામ માં અકીદહ નો મતલબ આ થયો કે   એવા ઈલ્મી મસઅલા જેના વેશે અલ્લાહ અને તેના  રસૂલે સ.અ.વ. તરફ થી સાચ્ચી ખબર આપવામાં આવી હોય. અને મુસલમાનો નું આના પર એઅતેકાદ તેને સ્વીકારવું ખુબજ ઝરૂરી છે.

 

અકીદહ ના મસ્દર

અકીદહ ના બધા મસઅલા તૌફીકી છે.એટ્લે કે આ મસઅલા શરઈ દલીલ વડે  ષાબીત છે. આમાં કોઈ ની અકલ કે રાય નો શ્માવેશ ન થઈ શકે. અકીદહ ના મસ અલા ફક્ત કુરઆન અને હદીષ થી જ ષાબીત થાય છે. આ એટલા માટે કે અલ્લાહ વીશે જાણવું ફક્ત કુર આન માં અને તેના રસૂલે બતાવેલી વાતો પર થી જ જાણી શકશે. અને સલફ લોકા નો પણ આ તરીકો હતો કે તેઓ અકીદહ ના પાઠ માં કુર આન અને આપ સ.અ.વ. એ કહેલી વાતો ના આધારે જ માનતા હતા.  જે વાત પર અલ્લાહ ની કીતાબ અને રસુલ ની  વાતો  દલાલત કરે તેના પર ઈમાન રાખતા અને અને તેના પર અમલ કરતાં. અને જે વાત પર કુર આન અને રસુલ ની વાતો દલાલત ન કરે તે વાતો થી તેઓ અલ્લાહ ને પાક સમઝ્તા હતા. એટલા  માટે જ તો અકીદહ વીશે તેઓ માં કોઈ ઇખ્તેલાફ ન હતો. અકીદહ ના પાઠ માં તેઓ મુત્તફીક હતા. તેઓ સૌ એક જમાઅત હતા. આ એટલા માટે અલ્લાહે આ જમાઅત ના ઇત્તેહાદ નો વાયદો કર્યો છે. અને તેમણે કુર આન અને હદીષ ને મઝબૂત પકડી રાખી. અલ્લાહ ફરમાવે છે કે “  સૌ ભેગા મળીને અલ્લાહ ની રસ્સી ને દઢ્તાપૂર્વક પકડી લો અને વિભાજિત ન થઈ જાઓ. ( આલે ઈમરાન : 103) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે કે “ હવે જો મારા તરફ થી તમને કોઈ માર્ગદર્શન મળે તો જે કોઈ મારા આ માર્ગદર્શન નું અનુસરણ કરશે તે ન ભટકશે અને ન દુર્ભાગ્ય નો ભોગ બનશે              ( તાહા: 123) એટલા માટે આ લોકો ને ફીરકા એ નાજીયા કહેવામા આવ્યું. આપ સ.અ.વ. એ આ ફીરકા ની નજાત ની ગેરેંટી આપેલી છે. આપે ફરમાવ્યું કે મારી ઉમ્મત 73 ફીરકા માં ભટકશે બધાજ ફીરકા જહન્નમ મા જશે. એક જ જમાઅત જન્નત માં જશે અને તે છે. નાજીયા. અબ્દુલ્લાહ બીન અમર રઝી. ફરમાવે છે કે અલ્લાહ ના રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું. “ મારી ઉમ્મત પર એવો ઝમાનો આવશે જે ઝમાનો બની ઇસરાઈલ પર આવ્યો હતો. મારી ઉમ્મત અને બની ઇસરાઈલ ની ઉમ્મત માં એટલી સરખામણી હશે જેટલી કે પગ ના બુટ ની સરખામણી. અહી સુધી કે એ લોકો એ પોતાની માં ની સાથે ખુલ્લે આમ ઝીના કર્યો હશે તો મારી ઉમ્મત માં પણ આવું કરનારા આવશે. અને બનું ઇસરાઈલ 72 ફીરકો માં છવાયેલા હતા પણ મારી ઉમ્મત તો 73 ફીરકો માં બટી જશે. એમાં એક ને છોડી ને બધાજ ફીરકા જહન્નમ માં જશે. આપ ના સાથીઓ એ સવાલ કર્યો કે તે ન્જાત પામનારો ફીરકો ક્યો હશે?આપ સ.અ.વ. એ જવાબ આપ્યો કે જે મારા અને મારા સહાબા ના તરીકા પર ચાલશે. ( તીરમીઝી : 2641) અને નબી ની આ ભવીષ્યવાળી ત્યારે સાચ્ચી થઈ જ્યારે ઉમ્મતે અકીદહ ના પાઠ માં કુર આન અને હદીષ ને છોડી ને યુનાની ફલસફા,ઇલમે કલામ,અને મનતીક થી સમઝવા લાગ્યા. અને આવું કરવાથી ઉમ્મત ની એક્તા બીખરી ગઈ અને ઉમ્મત ફીરકો માં બટી ગઈ.

 

વધારે જુઓ

તૌહીદ,અરકાને ઇસ્લામ,અરકાને ઈમાન,શીર્ક,બીદઅત,વગેરે........    

520 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ