અલ્લાહ ના હક્કો

બંદાઓ પર સોથી પહેલો હક અલ્લાહ નો છે. કારણકે અલ્લાહેજ આ સુષ્ટી ને હીકમત અને ફેરાસત થી પેદા કરી જેણે દરેક વસ્તુઓ ને અદમ થી વજૂદ આપ્યું. તે એક અલ્લાહ જ છે જેણે દરેક દરેક ઇન્સાન ની હીફાઝ્ત કરી તેમની માઓ ના પેટ માં,જ્યારે તે દૂનયા માં આવ્યા ત્યારે,અને અહી સુધી કે તેઓ સંજવાના લાયક થયા. તેજ તો છે જે આ સુષ્ટી ને ચલાવે છે અને પછી ઝીંદગી ના દરેક મોડ પર તે જુએ છે.                                                                   

મહત્વના મુદ્દાઓ
  1. કુરઆન
  2. હદીષ
  3. અલ્લાહ તરફ થી મળતી રોઝી
  4. સુષ્ટી ને પેદા કરવાનો ધ્યેય
  5. દરેક બરકત રાહત અલ્લાહ તરફી જ છે.
  6. અલ્લાહ ના હક
  7. ઇખ્લાસ અને નેક કામ કરવામાં કોશીશ
  8. ઈબાદત માં સરળતાઓ
  9. હજ્જ કરવું
  10. વધારે જુઓ

 

 કુર આન :

અલ્લાહે તમને તમારી માઓ ના પેટ માં થી કાઢ્યા એવી હાલત માં કે  તમે કાય પણ નહતા જાણતા તેણે તમને કાન આપ્યા,આંખો આપી. અને વીચારનારા હ્રદય આપ્યા. જેથી તમે આભારી બનો .( નહલ : 78) અગર અલ્લાહ એક સેકન્ડ વાસ્તે પણ પોતાની મખ્લુક પર થી ધ્યાન લઈ લે તો આ સુષ્ટી નો વીનાશ થઈ જાય તેમની ઝીંદગી જાનવરો જેવી થઈ જાય. આ તેની રહમત જ છે કે તે આ સુષ્ટી ને ઝીંદાહ રાખી રહ્યો છે.

હદીષ :

અબ્દુલ્લાહ બીન મસઉદ રઝી. ફરમાવ્યું કે મે અલ્લાહ ના રસુલ ને સવાલ કર્યો કે અલ્લાહ ના રસુલ કે કેવો ગુનોહ સોથી વધારે ખતરનાક છે. આપે ફરમાવ્યું કે અલ્લાહ ની સાથે કોઈ ને પણ શરીક ન કર ,તેણે જ તમને પેદા કર્યા સહાબી ફરમાવ્યું તે પછી કેવો ?આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે તમે તમારા સંતાનો ને ભૂખમારા ના ડર થી કતલ કરી દો. સહાબી રસુલ સ,અ,વ. એ પૂછ્યું પછી કેવો ગુનોહ ખતરનાક છે?આપ સ.અ.વ. એ ફરમાવ્યું પાડોસી ની બય સાથે વ્યભીચાર ( ઝીના ) કરવો. અલ્લાહે પોતાના રસુલ ની તાઈદ માં સ્યોર ફુરકાન ની આયત ઉતારી. “ કે ખરેખર મોમીન તો તે છે. જે અલ્લાહ ની સાથે કોઈ ને શરીક નથી કરતો અને કોઈ નું નાહક કતલ પણ નથી કરતો અને ઝીના પણ નથી કરતો.” (બુખારી : 6001)

મઆઝ રઝી. બયાન કરે છે. કે આપ સ.અ.વ. જે સવારી પર સવાર હતા તેજ સવારી પર હું પણ પાછળ બેઠો હતો. એ ગધેડા નું નામ અફીર હતું. આપ સ..અ.વ. એ ફરમાવ્યું શું મઆઝ તું જાણે છે કે અલ્લાહ નો હક બંદાઓ પર શું છે?અને બંદાઓ નો હક અલ્લાહ પર શું છે?મઆઝ રઝી. એ ફરમાવ્યું કે અલ્લાહ અને તેના રસુલ વધારે જાણે છે. આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે અલ્લાહ નો હક બંદાઓ પર એ છે કે બંદાઓ અલ્લાહ ની જ ઈબાદત કરે તેની જોડે કોઈ ને પણ શરીક ન કરે. અને બંદાઓ નો હક અલ્લાહ પર એ છે કે જી બંદો અલ્લાહ ની સાથે કોઈ ને શરીક ન કરતોહોય તો અલ્લાહ તેને અઝાબ ન આપે. ( બુખારી : 2856) 

અલ્લાહ ની તરફ થી રીઝ્ક :

અલ્લાહ જ આ સુષ્ટી નો સર્જનહાર મુદબ્બીર છે.તેની નેઅમતો મખ્લુક પર ઘણી છે જેને આપણે શુમાર કરી સકતા નથી. જ્યારે અલ્લાહે આપના ઉપર ધણા એહસાનાત કર્યા છે તો આપના ઉપર પર ઝરૂરી બને છે કે આપણે પણ અલ્લાહ ના હક્કો પર અમલ કરીયે. અલ્લાહ તો બેનીયાઝ છે. અલ્લાહ ફરમાવે છે કે અમે તમારા થી કોઈ રોઝી નથી ચાહતા રોઝી તો અમે જ તમને આપી રહ્યા છે. અને પરિણામ ની ભલાઈ તો તકવા માટે જ છે. ( તાહા :132)

સુષ્ટી ને પેદા કરવાનો મકસદ :

અલ્લા ફરમાવે છે કે મે જીન્નાત અને મનુષ્ય ને એટલા માટે જ પેદા કર્યા કે તેઓ ફક્ત મારીજ ઈબાદત કરે હું ત્તેમનાથી કોઈ રોઝી નથી ઈચ્છતો અને ન એવું ચાહું છું કે તેઓ મને ખવડાવે. અલ્લાહ તો પોતેજ રોઝી આપનાર છે.ખૂબ શકિતશાળી અને પ્રભુત્વશાળી.( ઝારીયાત : 56-58 ) અલ્લાહ તો પોતાના બંદાઓ થી એટલું જ ઈચ્છે છે કે તેઓ ખાલીસ અલ્લાહ ની જ બંદગી કરે તેને છોડી ને બીજા કોઈ ને પણ શરીક ન ઠેહરાવે. અને હકીકી તણા જ બંદાઓ બની ને રહે. અને પોતાની ઝીંદગી ને તેને કહ્યા મુજબ જ જીવે. આ જ અસલ ઇન્સાફ છે.કે તેની જ બંદગી કરવામાં આવે.

દરેક નેઅમત અલ્લાહ તરફ થી જ છે:

એક ઇન્સાને અલ્લાહ નો શુક્ર કરવો જોઈએ કે તેના ઉપર અલ્લાહ ના કેટલા એહસાનો છે. તેની ખાલીસ બંદગી ના ઝરીએ . અલ્લાહ ફરમાવે છે કે ‘જે

નેઅમત પણ તમને પ્રાપ્ત છે એ અલ્લાહ તરફ થી જ છે પછી જ્યારે કોઈ કઠીન સમય તમારા પર આવે છે તો તમે સ્વયં પોતાની ફરીયાદ લઈ તેની જ પાસે આવો છો. ( નહલ : 53)

અલ્લાહ નો હક :

અલ્લાહ ની બંદાઓ પર  બે શુમાર નેઅમતો છે. અને દરેક  ને અમત પર અલ્લાહ નો શુક્ર ઝરૂરી છે. અલ્લાહ ના હકો બંદાઓ પર ધણા જ છે તેમાં થી અહમ આ પ્રમાણે છે.

3) શુક્ર : સુષ્ટી પર અલ્લાહ જ ને અમત અને એહસાન કરવાવાળો છે. એ નેઅમતો નો શુક્ર પોતાની ઝૂબાન,દીલ,અને અઅમાલ વડે કરવો ઝરૂરી છે. અને શુક્ર એટ્લે અલ્લાહ  ની પ્રક્ષસા અને તેના ફરમાન મુજબ ઝીંદગી ગુઝારવી અને તેણે આપેલી નેઅમતો નો હલાલ તારીકા થી ઉપયોગ કરવો.અલ્લાહ ફરમાવે છે “ તમે મીને યાદ કરો હું તમને યાદ રાખીસ અને મારો શુક્ર કરો અને નાશુકરી ન કરો .( બકરહ : 152)

ઇખલાસ અને નેકી ના આસ્થા માટે કોશીશ : 

અલ્લાહ પોતાના બંદાઓ માટે આસાની ઈચ્છે છે મુશકીલો માં જોવા નથી માંગતો અલ્લાહ ફરમાવે છે “અલ્લાહ ના માર્ગ માં તનતોડ પ્રયાસ કરો જેવી રીતે ઝીહાદ કરવાનો હક છે તેણે તમને પોતાના કામ માટે ચૂની લીધા અને દીન માં તમારા ઉપર કોઈ તંગી નથી કાયમ થઈ જાઓ પોતાના પિતા ઇબ્રાહીમ ની મિલ્લ્ત પટ અલ્લાહે પહેલા પણ તમારું નામ મુસ્લિમ રાખ્યું હતું અને આ કુર આન માં પણ તમારૂ નામ ( મુસ્લિમ ) જ છે. જેથી રસુલ તમારા ઉપર સાક્ષી રહે.અને તમે લોકો ઉપર સાક્ષી રહો તો નમાઝ કાયમ કરો ઝ્કાત આપો અને અલ્લાહ ની સાથે જોડાઈ જાઓ તે જ તમારો સરક્ષક ખુબજ સારો છે. તે સહાયક ( હજ્જ: 78)

ઈબાદત માં સરળતાઓ :

અલ્લાહ બંદાઓ થી એ ઈચ્છે છે કે બંદાઓ તેની ખાલીસ બંદગી કરે અને જે જે આદેશો તેના છે તેને સુંદર તારીકા થી પાલન કરે. પાંચ વક્ત ની નમાઝ પઢવી જે ગુણાહો ની બખશીશ નો ઝરીઓ છે.દીલ ને પાક સાફ કરવાનો ઝરીઓ છે. નમાઝો ને તેના આદાબ મુજબ અદા કરવી જોઈએ. અલ્લાહ ફરમાવે છે કે ‘તમારા થી જેટલું થાય અલ્લાહ થી ડરતા રહો ( તગાબુન :16) ઈમરાન બીન હુસેન રઝી. ફરમાવે છે કે અલ્લાહ ના રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું કે અગર કોઈ ને ઊભું રહી ને નમાઝ પઢવા ની તાકાત ન હોય તો તે બેસી ને નમાઝ પઢે અને જો બેસવાની પણ તાકાત ન હોય તો લેટીની નમાઝ પઢી લો . ( બુખારી : 1117) અલ્લાહ એ પણ ઈચ્છે છે કે બંદાઓ ને જે રોઝી અલ્લાહે આપી છે તેમાથી તેઓ ગરીબો માટે મોહતાજો માટે યટીમો માટે  ખર્ચ કરે . ઝ્કાત ના હકદાર લોકો ને ઝ્કાત આપે . ઝ્કાત આ માલદારો પર બોજ નથી પરંતુ આ તો તેઓ માટે ફાયદા વાળું છે. અલ્લાહ એપણ ઈચ્છે છે કે તેના માટે રોઝા રાખવામા આવે. અલ્લાહ ફરમાવે છે કે તમારા માઠી જે કોઈ આ મહીના માં હોય તેણે આ મહીના ના પૂરેપૂરા રોઝા રાખવા જોઈએ અને જો બીમાર હોય કે મુસાફીર હોય તો બીજા દીવાસો માં રોઝા રાખી તેની ગણતરી પૂરી કરે. ( બકરહ : 185)

હજ્જ કરવું :

જે લોકો બયતુલ્લાહ જઇ આવવાની તાકાત ધરાવે છે તેઓ પર હજ્જ ફર્ઝ છે. આપણાં પર ઝરૂરી છે કે આપણે તેની વાતો ણે માન્યે અને તેણે રોકેલી વાતો થી પૂરેપૂરા બચીને રહેવું જોઈએ.

આ બધા આમાલ હતા જેનો મુતાલ્બો અલ્લાહે આપની જોડે કર્યો છે અને જે મુશ્કિલ અને ના મુમકીન નથી. અને જેને ધ્યાન થી અદા કરવામાં ઘણોજ ફાયદો છે. અલ્લાહ ફરમાવે છે

“જે કોઈ આગ થી બચાવી લેવા માં આવ્યો અને જન્નત માં દાખીલ કરવામાં આવ્યો આ જ અસલ કામયાબી છે. અને દુનીયા ની ઝીંદગી તો ધોકા નો સામાન છે. ( આલે ઈમરાન : 185)

વધારે જુઓ :  

અલ્લાહ,તોહીદ ,અકીદહ ,નમાઝ,ઝ્કાત ,હજ્જ,ઈબાદત,શીર્ક વગેરે........                 

1430 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ